Proverbs 14 - DBY (Gujarati)
1 The wisdom of women buildeth their house; but folly plucketh it down with her hands.દરેક ડાહી સ્ત્રી પોતાનું ઘર ઊભું કરે છે, પણ એક મૂર્ખ સ્ત્રી તેણીના પોતાને હાથે તેનો નાશ કરેે છે.
2 He that walketh in his uprightness feareth Jehovah; but he that is perverted in his ways despiseth him.જે પોતાની વિશ્વસનીયતામાં ચાલે છે તે યહોવાનો ડર રાખે છે. પણ જેના માગોર્ વાંકા છે તે તેને ધિક્કારે છે.
3 In the fool's mouth is a rod of pride; but the lips of the wise shall preserve them.મૂર્ખના મોઢામાં અભિમાનનો દંડો છે, પણ જ્ઞાની વ્યકિતની વાણી રક્ષણ કરે છે.
4 Where no oxen are, the crib is clean; but much increase is by the strength of the ox.બળદ ન હોય તો ગભાંણ સાફ જ રહે છે. પરંતુ મબલખ પાક બળદના બળથી જ પાકે છે.
5 A faithful witness will not lie; but a false witness uttereth lies.સાચો સાક્ષી જૂઠું બોલે નહિ, પણ જૂઠો સાક્ષી શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે.
6 A scorner seeketh wisdom, and there is none [for him]; but knowledge is easy unto the intelligent.હાંસી ઉડાવનાર જ્ઞાન શોધે છે પણ પામતો નથી, ડાહી વ્યકિત પાસે જ્ઞાન સહેલાઇથી આવે છે.
7 Go from the presence of a foolish man, in whom thou perceivest not the lips of knowledge.મૂર્ખ માણસથી આઘા રહેવું, તેની પાસે તને જ્ઞાની શબ્દો સાંભળવા નહિ મળે,
8 The wisdom of the prudent is to discern his way; but the folly of the foolish is deceit.ડાહ્યા માણસનું ડહાપણ, વિચારીને કાળજી પૂર્વક પગ મૂકવામાં છે, પણ મૂર્ખની મૂર્ખાઇ તેને ગેરમાગેર્ દોરે છે.
9 Fools make a mock at trespass; but for the upright there is favour.મૂર્ખ પ્રાયશ્ચિતને હસવામાં ઉડાવે છે, પણ ભલા માણસો દેવની કૃપા મેળવે છે.
10 The heart knoweth its own bitterness, and a stranger doth not intermeddle with its joy.જ્યારે કોઇ વ્યકિતનું હૃદય વ્યથિત હોય છે ત્યારે ફકત તે વ્યકિતજ તેનું દુ:ખ અનુભવે છે. એ જ રીતે, જ્યારે કોઇ વ્યકિત સુખી હોય છે ત્યારે કોઇ અજાણ્યો તેના સુખમાં જોડાઇ શકતો નથી.
11 The house of the wicked shall be overthrown; but the tent of the upright shall flourish.દુર્જનનું ઘર બરબાદ થઇ જશે, પણ સજ્જન વ્યકિતના તંબૂ સમૃદ્ધ થશે.
12 There is a way that seemeth right unto a man, but the end thereof is the ways of death.એક રસ્તો એવો છે જે વ્યકિતને લાગે છે કે તે સારો છે, પણ અંતે તો મોતનો રસ્તો નિવડે છે.
13 Even in laughter the heart is sorrowful, and the end of mirth is sadness.એવું પણ બની શકે કે જ્યારે વ્યકિત હસતી હોય, ત્યારે તેનું હૃદય વ્યથિત હોય અને હર્ષનો અંત શોકમાં આવે છે.
14 The backslider in heart shall be filled with his own ways, and the good man from what is in himself.દુષ્ટ વ્યકિત તેના કુકમોર્ની સજા ભોગવે છે અને ભલી વ્યકિત પોતાનાં કમોર્નું ફળ માણે છે.
15 The simple believeth every word; but the prudent [man] heedeth his going.જ્ઞાની માણસ બધું માની લે છે, પણ ચતુર માણસ જોઇ જોઇને પગ મૂકે છે.
16 A wise [man] feareth and departeth from evil; but the foolish is overbearing and confident.જ્ઞાની માણસ ચેતતો રહે છે અને આફતને ટાળે છે, પણ મૂર્ખ હેતુ વિહીન છે અને વધુ પડતો વિશ્વાસ ધરાવે છે.
17 He that is soon angry dealeth foolishly, and a man of mischievous devices is hated.જલ્દી ક્રોધ કરનાર મૂર્ખાઇ કરી બેસે છે, અને દુષ્ટ યોજનાઓ ઘડનાર ધિક્કાર પામે છે.
18 The simple inherit folly; but the prudent are crowned with knowledge.ભોળા લોકો મૂર્ખાઇનો વારસો પામે છે; પણ ડાહ્યા લોકોને વિદ્યાનો મુગટ પહેરાવવામાં આવે છે.
19 The evil bow before the good, and the wicked at the gates of the righteous [man].દુર્જનોને સજ્જનો આગળ ઝૂકવું પડે છે, તેમને સદાચારીઓને બારણે નમવું પડે છે.
20 He that is poor is hated even of his own neighbour; but the rich hath many friends.ગરીબને પોતાના પડોશીઓ પણ ધિક્કારે છે, પરંતુ ધનવાનને ઘણા લોકો ચાહે છે.
21 He that despiseth his neighbour sinneth; but he that is gracious to the afflicted, happy is he.બીજાને હલકા ગણનાર પાપમાં પડે છે, પણ ગરીબ પર દયા કરનાર સુખ પામે છે.
22 Do they not err that devise evil? but loving-kindness and truth are for those that devise good.ભૂંડી યોજનાઓ ઘડનાર ભૂલા પડે છે, સારી યોજનાઓ ઘડનારને કૃપા અને સત્ય મળે છે.
23 In all labour there is profit; but the talk of the lips [tendeth] only to want.જ્યાં મહેનત ત્યાં બરકત છે; પણ ખાલી વાતો જ થાય ત્યાં દળદર લાવનારી છે.
24 The crown of the wise is their riches; the folly of the foolish is folly.જ્ઞાનીઓનો મુગટ તેઓની સંપત્તિ છે. મૂર્ખાઇ એ મૂખોર્ માટેનો બદલો છે.
25 A true witness delivereth souls; but deceit uttereth lies.સાચો સાક્ષી જીવ બચાવે છે, પણ કપટી માણસ જૂઠાણા શ્વસે છે.
26 In the fear of Jehovah is strong confidence, and his children shall have a place of refuge.યહોવાનાં ભયમાં ઢ વિશ્વાસ સમાયેલો છે. તેનાં સંતાનને તે આશ્રય આપે છે.
27 The fear of Jehovah is a fountain of life, to turn away from the snares of death.મોતના ફાંસલામાંથી છૂટી જવાને માટે યહોવાનો ભય જીવન સ્ત્રોત છે.
28 In the multitude of people is the king's glory; but in the lack of people is the ruin of a prince.ઘણી પ્રજા તે રાજાનું ગૌરવ છે; પણ પ્રજા વગર શાસક નાશ પામે છે.
29 He that is slow to anger is of great understanding; but he that is hasty of spirit exalteth folly.જેનામાં વધારે ધીરજ છે તે વધારે સમજુ છે, પણ ઝટ ગુસ્સે થનાર મૂર્ખાઇનું પ્રદર્શન કરે છે.
30 A sound heart is the life of the flesh; but envy the rottenness of the bones.હૃદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઇર્ષ્યા હાડકાનો સડો છે.
31 He that oppresseth the poor reproacheth his Maker; but he that honoureth Him is gracious to the needy.ગરીબને રંજાડનાર તેના સર્જનહારનું અપમાન કરે છે. પણ ગરીબ ઉપર રહેમ રાખનાર તેને સન્માને છે.
32 The wicked is driven away by his evil-doing; but the righteous trusteth, [even] in his death.જ્યારે મુશ્કેલીઓ આવે છે, દુરાચારીનું પતન થાય છે પરંતુ ન્યાયી વ્યકિત પોતાના મૃત્યુમાં પણ આશા રાખે છે.
33 Wisdom resteth in the heart of the intelligent [man]; but that which is in the foolish maketh itself known.બુદ્ધિમાન હૃદયમાં જ્ઞાન વસે છે, તે મૂર્ખની વચ્ચે પણ જાણીતું છે.
34 Righteousness exalteth a nation; but sin is a reproach to peoples.ન્યાયીપણાથી પ્રજા મહાન બને છે, પણ પાપ તો પ્રજાનું કલંક છે.
35 The king's favour is toward a wise servant; but his wrath is [against] him that causeth shame.બુદ્ધિમાન સેવક પર રાજાની કૃપા હોય છે, પણ નિર્લજ્જ સેવકો પર તેનો રોષ ઉતરે છે.
Gujarati Bible