Gujarati Bible

Leviticus 26:14-39 in Gujarati

Leviticus 26:14
“પરંતુ જો તમે માંરું કહ્યું સાંભળશો નહિ અને માંરી આજ્ઞાઓનું ઉલંઘન કરશો,

Leviticus 26:15
તથા માંરા કાનૂનોને ફગાવી દેશો, માંરા કાયદાઓની ઉપેક્ષા કરશો અને માંરી પ્રત્યેક આજ્ઞાનું પાલન ન કરીને માંરા કરારનો ભંગ કરશો,

Leviticus 26:16
તો હું તમને આ પ્રમાંણે સજા કરીશ: હું તમાંરા પર અત્યંત ત્રાસ વર્તાવીશ. હું તમાંરા પર એવા રોગો અને જવર મોકલીશ કે જે તમને અંધ બનાવી દેશે, અને તમાંરા જીવનનો નિકાસ કરી નાખશે. તમે વાવશો દાણા છતાં તમાંરો પાક જમી શકશો નહિ, કારણ કે તે તમાંરો શત્રુ જમશે.

Leviticus 26:17
હું તમાંરી વિરુદ્ધ થઈ જઈશ અને તમાંરો પરાજય તમાંરા દુશ્મનોને હાથે હું કરાવીશ તમાંરા શત્રુઓ તમાંરા પર રાજ કરશે, અને કોઈ તમાંરી પાછળ નહિ પડયું હોય છતાં તમે ભાગતા ફરશો.

Leviticus 26:18
“આટલી મુશ્કેલીઓ પડવા છતાં તમે જો માંરું કહ્યું નહિ માંનો, તો હું તમને તમાંરા પાપો બદલ સાત ગણી વધુ શિક્ષા કરીશ.

Leviticus 26:19
હું તમાંરું શક્તિનું અભિમાંન ઉતારી નાખીશ, તમાંરા આકાશને લોખંડના તવા જેવું બનાવીશ જેથી એક ટીપું ય વરસાદ પડશે નહિ, અને તમાંરી જમીનને પિત્તળ જેવી સૂકી ભઠ્ઠ બનાવી દઈશ;

Leviticus 26:20
તમાંરી મહેનત વ્યર્થ જશે. તમાંરી જમીનમાં કશુંય પાકશે નહિ અને તમાંરાં વૃક્ષોને ફળ પણ આવશે નહિ.”

Leviticus 26:21
“અને તે છતાંય તમે માંરી આજ્ઞાની વિરુદ્ધ વર્તન કરવાનું ચાલુ રાખશો અને માંરું નહિ સાંભળો તો હું તમાંરાં પાપોને કારણે સાતગણી વધુ આફતો ઉતારીશ.

Leviticus 26:22
પછી હું તમાંરા ઉપર જંગલી જાનવરો છોડી મૂકીશ, જે તમાંરાં બાળકોને માંરી નાખશે અને તમાંરાં પશુઓનો નાશ કરશે, પરિણામે તમાંરી સંખ્યા ઘટી જતા તમાંરા રસ્તાઓ ઉજજડ થઈ જશે.”

Leviticus 26:23
“આમ છતાં પણ જો તમાંરું પરિવર્તન નહિ થાય અને તમે નહિ સુધરો અને માંરી વિરુદ્ધ વર્તન કરવાનું ચાલુ રાખશો;

Leviticus 26:24
તો હું તમાંરી વિરુદ્ધ થઈશ, અને હું પોતે તમને તમાંરાં પાપો માંટે સાતગણી વધુ આકરી સજા કરીશ.

Leviticus 26:25
માંરા કરાર ભંગનો બદલો લેવા હું તમાંરા ઉપર યુદ્ધ મોકલીશ. તમે તમાંરાં નગરોમાં અદૃશ્ય થઈ જશો તો હું ત્યાં તમાંરી મધ્યે મરકી મોકલીશ; તમાંરે તમાંરા શત્રુઓને શરણે જવું પડશે.

Leviticus 26:26
હું તારા અનાજના પૂરવઠાનો નાશ કરીશ જેથી દશ પરિવારો માંટે રોટલી શેકવા માંટે ફકત એક ભઠ્ઠી પૂરતી થઈ પડશે; તેઓ તમને માંપી તોલીને રોટલી વહેંચશે, અને તમાંરું પેટ નહિ ભરાતા તમે ભૂખ્યાં જ રહેશો.

Leviticus 26:27
“આટઆટલું વીતવા છતાંય તમે માંરું નહિ સાંભળો અને માંરી સામે થશો,

Leviticus 26:28
તો હું પણ ક્રોધે ભરાઈને તમાંરી સામે પડીશ અને તમાંરાં પાપોની સાતગણી મોટી શિક્ષા તમને કરીશ.

Leviticus 26:29
તમાંરે તમાંરા પુત્ર અને પુત્રીઓનું માંસ જમવાનો સમય આવશે.

Leviticus 26:30
હું તમે જયાં તમાંરી મૂર્તિઓની પૂજા કરો છો તે ટેકરીઓ ઉપરનાં મુલાકાતમંડપનો નાશ કરીશ અને તમાંરી મૂર્તિઓના ભંગાર ઉપર હું તમાંરાં મૃતદેહો ખડકીશ. હું તમને તિરસ્કૃત કરી નાખીશ.

Leviticus 26:31
હું તમાંરા નગરોને વેરાન ખંડેર બનાવી દઈશ. તમાંરાં પવિત્ર સ્થાનોનો વિનાશ કરીશ, અને તમાંરાં સુવાસિત અર્પણોનો અસ્વીકાર કરીશ.

Leviticus 26:32
હું તમાંરા દેશને એવો તારાજ કરી નાખીશ કે તમાંરા દુશ્મનો જે તેમાં વસશે તેઓ પણ તમાંરી દુર્દશા જોઈને આભા બની જશે.

Leviticus 26:33
હું તમને અનેક દેશોમાં વેરવિખેર કરી નીખીશ, હું તરવાર લઈને તમાંરી પાછળ પડીશ અને તમાંરો દેશ ઉજજડ વેરાન થઈ જશે, અને તમાંરાં શહેરો ખંડેર થઈ જશે.

Leviticus 26:34
“અને જયારે તમે દુશ્મનોના પ્રદેશમાં રહેતા હશો તે વર્ષોમાં જમીન ઉજજડ પડી રહેશે, અને તે તેનો વિશ્રામવાર ભોગવશે અને તેના વિશ્રામ વર્ષોના આનંદ માંણશે.

Leviticus 26:35
જયારે તમે ત્યાં વસતા હતા ત્યારે દરેક સાતમે વર્ષે તમે આપ્યો ન્હોતો તે વિશ્રામ હવે તે પ્રાપ્ત કરશે.

Leviticus 26:36
જે લોકો તમાંરામાંથી બચી જઈને દુશ્મનોના દેશમાં દેશવટો ભોગવી રહ્યા હશે તેમને હું એવા ભયભીત કરીશ કે એક પાંદડુ પડવાનો અવાજ થતાં તેઓ જાણે મોત પાછળ પડયું હોય તેમ ભાગવા માંડશે, ને કોઈ પાછળ પડયું ના હોવા છતાં તેઓ ભોંય પર ઢળી પડશે.

Leviticus 26:37
વળી કોઈ પાછળ પડયું ના હોવા છતાં યુદ્ધમાંથી મૂઠીવાળીને ભાગતા હોય તેમ તેઓ ભાગતાં એકબીજા સાથે ભટકાઈને, ઠોકરો ખાઈને પડશે અને શત્રુઓનો સામનો કરવાની શક્તિ પણ તેઓનામાં રહેશે નહિ.

Leviticus 26:38
“વિદેશી પ્રજાઓ વચ્ચે તમાંરો અંત આવશે અને તમાંરા દુશ્મનોની ભૂમિ તમને ગળી જશે, અને તમે મૃત્યુ પામશો.

Leviticus 26:39
જેઓ દુશ્મનોના દેશમાં બચી જશે તેઓ પોતાના અને પોતાના પિતૃઓનાં પાપોને કારણે ઝૂરી ઝૂરીને ક્ષય પામતા જશે.