John 2 - GUJARATI (Malayalam)
1 બે દિવસ પછી ગાલીલના કાના ગામમાં એક લગ્ન હતુ, ઈસુની મા ત્યાં હતી.മൂന്നാം നാൾ ഗലീലയിലെ കാനാവിൽ ഒരു കല്യാണം ഉണ്ടായി; യേശുവിന്റെ അമ്മ അവിടെ ഉണ്ടായിരുന്നു.
2 ઈસુ અને તેના શિષ્યોને પણ લગ્નમાં નિમંત્રણ આપ્યુ હતું.യേശുവിനെയും ശിഷ്യന്മാരെയും കല്യാണത്തിന്നു ക്ഷണിച്ചിരുന്നു.
3 લગ્નમાં પૂરતા પ્રમાણમાં દ્રાક્ષારસ ન હતો. બધોજ દ્રાક્ષારસ પૂરો થઈ ગયા પછી ઈસુની માએ તેને કહ્યું, “તેઓ પાસે હવે વધારે દ્રાક્ષારસ નથી.”വീഞ്ഞു പോരാതെവരികയാൽ യേശുവിന്റെ അമ്മ അവനോടു: അവർക്കു വീഞ്ഞു ഇല്ല എന്നു പറഞ്ഞു.
4 ઈસુએ ઉત્તર આપ્યો, “વહાલી બાઈ, મારે શું કરવું તે તારે મને કહેવું જોઈએ નહિ. મારો સમય હજુ આવ્યો નથી.”യേശു അവളോടു: “സ്ത്രീയേ, എനിക്കും നിനക്കും തമ്മിൽ എന്തു? എന്റെ നാഴിക ഇതുവരെ വന്നിട്ടില്ല എന്നു പറഞ്ഞു”.
5 ઈસુની માએ સેવકોને કહ્યું, “ઈસુ તમને જે કરવાનું કહે તે કરો.”അവന്റെ അമ്മ ശുശ്രൂഷക്കാരോടു: അവൻ നിങ്ങളോടു എന്തെങ്കിലും കല്പിച്ചാൽ അതു ചെയ്വിൻ എന്നു പറഞ്ഞു.
6 તે જગ્યાએ છ મોટા પથ્થરનાં પાણીનાં કુંડાં હતાં. તે યહૂદિઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે આના જેવા પાણીનાં કુંડાંનો ઉપયોગ કરતા. પ્રત્યેક પાણીનાં કુંડાંમાં લગભગ 20 થી 30 ગેલન પાણી સમાતું.അവിടെ യെഹൂദന്മാരുടെ ശുദ്ധീകരണനിയമം അനുസരിച്ചു രണ്ടോ മൂന്നോ പറവീതം കൊള്ളുന്ന ആറു കല്പാത്രം ഉണ്ടായിരുന്നു.
7 ઈસુએ નોકરોને કહ્યું, “આ પાણીના કુંડાંઓને પાણીથી ભરો.” તેથી નોકરોએ કુંડાંઓને છલોછલ ભર્યા.യേശു അവരോടു: “ഈ കല്പാത്രങ്ങളിൽ വെള്ളം നിറെപ്പിൻ ” എന്നു പറഞ്ഞു; അവർ വക്കൊളവും നിറെച്ചു.
8 પછી ઈસુએ નોકરોને કહ્યું, “હવે થોડું પાણી બહાર કાઢો. જમણના કારભારી પાસે લઈ જાઓ.”તેથી નોકરો કારભારીની પાસે પાણી લાવ્યા.“ഇപ്പോൾ കോരിവിരുന്നുവാഴിക്കു കൊണ്ടുപോയി കൊടുപ്പിൻ ” എന്നു അവൻ പറഞ്ഞു; അവർ കൊണ്ടുപോയി കൊടുത്തു.
9 પછી લગ્નના જમણના કારભારીએ તે ચાખ્યો. પરંતુ તે પાણી દ્રાક્ષારસ થઈ ગયો હતો. તે માણસને ખબર નહોતી કે દ્રાક્ષારસ ક્યાંથી આવ્યો. પરંતુ જે નોકરો પાણી લાવ્યા તેઓએ જાણ્યું કે તે ક્યાંથી આવ્યો. લગ્નના કારભારીએ વરરાજાને બોલાવ્યો.അതു എവിടെനിന്നു എന്നു വെള്ളം കോരിയ ശുശ്രൂഷക്കാരല്ലാതെ വിരുന്നുവാഴി അറിഞ്ഞില്ല. വീഞ്ഞായിത്തീർന്ന വെള്ളം വിരുന്നുവാഴി രുചിനോക്കിയാറെ മണവാളനെ വിളിച്ചു:
10 તેણે વરરાજાને કહ્યું, “લોકો હંમેશા ઉત્તમ દ્રાક્ષારસ પ્રથમ મૂકે છે ત્યાર બાદ મહેમાનોના સારી પેઠે પીધા પછી સસ્તો દ્રાક્ષારસ આપે છે. પણ તમે તો અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ સાચવી રાખ્યો છે.”എല്ലാവരും ആദ്യം നല്ല വീഞ്ഞും ലഹരി പിടിച്ചശേഷം ഇളപ്പമായതും കൊടുക്കുമാറുണ്ടു; നീ നല്ല വീഞ്ഞു ഇതുവരെയും സൂക്ഷിച്ചുവെച്ചുവല്ലോ എന്നു അവനോടു പറഞ്ഞു.
11 ઈસુએ કરેલો આ પ્રથમ ચમત્કાર હતો. ઈસુએ આ ચમત્કાર ગાલીલના કાના ગામમાં કર્યો. તેથી ઈસુએ તેનો મહિમા દેખાડયો. અને તેના શિષ્યોએ તેનામાં વિશ્વાસ મૂક્યો.യേശു ഇതിനെ അടയാളങ്ങളുടെ ആരംഭമായി ഗലീലയിലെ കാനാവിൽ വെച്ചു ചെയ്തു തന്റെ മഹത്വം വെളിപ്പെടുത്തി; അവന്റെ ശിഷ്യന്മാർ അവനിൽ വിശ്വസിച്ചു.
12 પછી ઈસુ કફર-નહૂમના નગરમાં ગયો. ઈસુની મા, ભાઈઓ અને તેના શિષ્યો તેની સાથે ગયા. તેઓ બધા કફર-નહૂમમાં થોડા દિવસ રહ્યા.അനന്തരം അവനും അവന്റെ അമ്മയും സഹോദരന്മാരും ശിഷ്യന്മാരും കഫർന്നഹൂമിലേക്കു പോയി; അവിടെ ഏറനാൾ പാർത്തില്ല.
13 તે લગભગ યહૂદિઓના પાસ્ખાપર્વનો સમય હતો, તેથી ઈસુ યરૂશાલેમમાં ગયો.യെഹൂദന്മാരുടെ പെസഹ സമീപം ആകകൊണ്ടു യേശു യെരൂശലേമിലേക്കു പോയി.
14 ઈસુ યરૂશાલેમના મંદિરમાં ગયો. ઈસુએ મંદિરમાં ઢોર, ઘેટાં અને કબૂતરો વેચનારાઓને જોયા. તેણે તેઓના મેજ પર નાણાવટીઓને બેઠેલા જોયા.ദൈവാലയത്തിൽ കാള, ആടു, പ്രാവു, എന്നിവയെ വില്ക്കുന്നവരെയും അവിടെ ഇരിക്കുന്ന പൊൻവാണിഭക്കാരെയും കണ്ടിട്ടു,
15 ઈસુએ કેટલાક દોરડાંના ટુકડાઓ વડે કોરડો બનાવ્યો. પછી ઈસુએ આ બધા માણસોને, ઘેટાંઓને, અને ઢોરોને મંદિર છોડી જવા દબાણ કર્યુ. ઈસુએ બાજઠો ઊધાં પાડ્યા અને લોકોનાં વિનિમયનાં નાણાં વેરી નાખ્યાં.കയറുകൊണ്ടു ഒരു ചമ്മട്ടി ഉണ്ടാക്കി ആടുമാടുകളോടും കൂടെ എല്ലാവരെയും ദൈവാലയത്തിൽ നിന്നു പുറത്താക്കി. പൊൻവാണിഭക്കാരുടെ നാണ്യം തൂകിക്കളഞ്ഞു മേശകളെ മറിച്ചിട്ടു;
16 પછી ઈસુએ માણસોને જેઓ કબૂતરો વેચતાં હતા તેઓને કહ્યું, “આ વસ્તુઓ અહીંથી બહાર લઈ જાઓ. મારા પિતાના ઘરને ખરીદવા અને વેચવા માંટેનું ઘર ન કરો.”പ്രാവുകളെ വില്ക്കുന്നവരോടു: “ഇതു ഇവിടെനിന്നു കൊണ്ടുപോകുവിൻ; എന്റെ പിതാവിന്റെ ആലയത്തെ വാണിഭശാല ആക്കരുതു” എന്നു പറഞ്ഞു.
17 આ બન્યું ત્યારે ઈસુના શિષ્યોએ શાસ્ત્રલેખમાં લખાયેલા લખાણનું સ્મરણ કર્યુ: “તારા ઘરની મારી આસ્થા મારો નાશ કરે છે.” ગીતશાસ્ત્ર 699അപ്പോൾ അവന്റെ ശിഷ്യന്മാർ: നിന്റെ ആലയത്തെക്കുറിച്ചുള്ള എരിവു എന്നെ തിന്നുകളയുന്നു എന്നു എഴുതിയിരിക്കുന്നതു ഓർത്തു.
18 યહૂદિઓએ ઈસુને કહ્યું, “તને આ બધું કરવાનો અધિકાર છે તે સાબિત કરવા માટે અમને અદભૂત ચમત્કારોની એંધાણી બતાવ.”എന്നാൽ യെഹൂദന്മാർ അവനോടു: നിനക്കു ഇങ്ങനെ ചെയ്യാം എന്നതിന്നു നീ എന്തു അടയാളം കാണിച്ചു തരും എന്നു ചോദിച്ചു.
19 ઈસુએ કહ્યું, “આ મંદિરનો નાશ કરો અને હું ફરીથી ત્રણ દિવસમાં ઊભું કરીશ.”യേശു അവരോടു: “ഈ മന്ദിരം പൊളിപ്പിൻ; ഞാൻ മൂന്നു ദിവസത്തിന്നകം അതിനെ പണിയും” എന്നു ഉത്തരം പറഞ്ഞു.
20 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “લોકોએ આ મંદિર બાંધવા 46 વર્ષ કામ કર્યુ. શું તું ખરેખર માને છે કે તું ત્રણ દિવસમાં ફરીથી તે બાંધી શકીશ?”യെഹൂദന്മാർ അവനോടു: ഈ മന്ദിരം നാല്പത്താറു സംവത്സരം കൊണ്ടു പണിതിരിക്കുന്നു; നീ മൂന്നു ദിവസത്തിനകം അതിനെ പണിയുമോ എന്നു ചോദിച്ചു.
21 ઈસુ મંદિરનો અર્થ તેનું પોતાનું શરીર કરતો હતો.അവനോ തന്റെ ശരീരം എന്ന മന്ദിരത്തെക്കുറിച്ചത്രേ പറഞ്ഞതു.
22 ઈસુના મૃત્યુમાંથી ઊઠ્યા પછી તેના શિષ્યોને સ્મરણ થયું કે ઈસુએ આ કહ્યું હતું. તેથી તેના શિષ્યોએ તેના વિષેના લેખમાં વિશ્વાસ કર્યો. અને તેઓએ ઈસુ જે બોલ્યો હતો તે વચનમાં પણ વિશ્વાસ કર્યો.അവൻ ഇതു പറഞ്ഞു എന്നു അവൻ മരിച്ചവരിൽ നിന്നു ഉയിർത്തെഴുന്നേറ്റ ശേഷം ശിഷ്യന്മാർ ഓർത്തു തിരുവെഴുത്തും യേശു പറഞ്ഞ വചനവും വിശ്വസിച്ചു.
23 પાસ્ખાપર્વ માટે ઈસુ યરૂશાલેમમાં હતો. ઘણા લોકો ઈસુમાં વિશ્વાસ રાખતા, કારણ કે તેઓએ તેણે કરેલા ચમત્કારો જોયાં.പെസഹപെരുന്നാളിൽ യെരൂശലേമിൽ ഇരിക്കുമ്പോൾ അവൻ ചെയ്ത അടയാളങ്ങൾ കണ്ടിട്ടു പലരും അവന്റെ നാമത്തിൽ വിശ്വസിച്ചു.
24 પણ ઈસુએ તેમનો વિશ્વાસ કર્યો નહિ. શા માટે? કારણ કે તેઓ બધા લોકો જે વિચારતા હતા તે ઈસુ જાણતો હતો.യേശുവോ എല്ലാവരെയും അറികകൊണ്ടു തന്നെത്താൻ അവരുടെ പക്കൽ വിശ്വസിച്ചേല്പിച്ചില്ല.
25 ઈસુને માણસ વિષે લોકો કહે તેવી કોઈ જરૂર ન હતી. માણસના મનમાં શું છે તે ઈસુ જાણ્યુ.മനുഷ്യനിലുള്ളതു എന്തു എന്നു സ്വതവെ അറിഞ്ഞിരിക്കയാൽ തനിക്കു മനുഷ്യനെക്കുറിച്ചു യാതൊരുത്തന്റെയും സാക്ഷ്യം ആവശ്യമായിരുന്നില്ല.
Malayalam Bible