Genesis 21 - GUJARATI (Kannada)
1 યહોવાએ સારાને આપેલ વચન જાળવી રાખ્યું. અને યહોવાએ પોતાના વચન અનુસાર સારા પર કૃપા કરી.ಕರ್ತನು ತಾನು ಹೇಳಿದ ಹಾಗೆ ಸಾರಳನ್ನು ದರ್ಶಿಸಿ ತಾನು ಹೇಳಿದಂತೆ ಸಾರಳಿಗೆ ಮಾಡಿದನು.
2 સારા ગર્ભવતી થઈ અને તેણે વૃદ્વાવસ્થામાં ઇબ્રાહિમને માંટે દેવે કહેલા સમયે એક પુત્રને જન્મ આપ્યો. દેવે જે વચન આપ્યું હતું તે જ પ્રમાંણે થયું.ದೇವರು ಅಬ್ರಹಾಮನಿಗೆ ಮುಂತಿ ಳಿಸಿದ ಹಾಗೆ ಸಾರಳು ಗರ್ಭಿಣಿಯಾಗಿ ಅವನು ಮುದುಕನಾಗಿದ್ದಾಗ ಅವನಿಗೆ ಮಗನನ್ನು ಹೆತ್ತಳು.
3 સારાએ પુત્રને જન્મ આપ્યો અને ઇબ્રાહિમે તેનું નામ ઇસહાક પાડયું.ಅಬ್ರಹಾಮನು ತನಗೆ ಸಾರಳಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ಮಗನಿಗೆ ಇಸಾಕನೆಂದು ಹೆಸರಿಟ್ಟನು.
4 અને દેવની આજ્ઞા અનુસાર તેણે પોતાનો દીકરો ઇસહાક આઠ દિવસનો થયો, ત્યારે તેની સુન્નત કરાવી.ದೇವರು ತನಗೆ ಅಪ್ಪಣೆಕೊಟ್ಟ ಹಾಗೆ ಅಬ್ರಹಾಮನು ತನ್ನ ಮಗನಾದ ಇಸಾಕನಿಗೆ ಎಂಟನೆಯ ದಿನದಲ್ಲಿ ಸುನ್ನತಿಮಾಡಿದನು.
5 જયારે ઇબ્રાહિમનો પુત્ર ઇસહાક જન્મ્યો ત્યારે એની ઉંમર 100 વર્ષની થઈ હતી.ಅಬ್ರಹಾಮನ ಮಗನಾದ ಇಸಾಕನು ಅವನಿಗೆ ಹುಟ್ಟಿದಾಗ ಅವನು ನೂರು ವರುಷದವನಾಗಿದ್ದನು.
6 અને સારાએ કહ્યું, “દેવે મને સુખનાં દિવસ આપ્યા છે. જે કોઈ વ્યકિત આ સાંભળશે તે પણ માંરી સાથે પ્રસન્ન થશે.ಆಗ ಸಾರಳು--ದೇವರು ನನ್ನನ್ನು ನಗುವಂತೆ ಮಾಡಿದ್ದಾನೆ. ಹೀಗೆ ಕೇಳುವವರೆಲ್ಲರೂ ನನ್ನೊಂದಿಗೆ ನಗುವರು ಎಂದು ಹೇಳಿ--
7 કોઈ પણ એમ ધારતું નહોતું કે, સારા ઇબ્રાહિમ માંટે પુત્રને જન્મ આપશે, છતાં મેં એના ઘડપણમાં દીકરાને જન્મ આપ્યો છે.”ಸಾರಳು ಮಕ್ಕಳಿಗೆ ಮೊಲೆ ಕುಡಿಸುವಳೆಂದು ಅಬ್ರಹಾಮನಿಗೆ ಯಾರಾ ದರೂ ಹೇಳುತ್ತಿದ್ದರೋ? ಆದರೂ ನಾನು ಅವನಿಗೆ ಮುದಿಪ್ರಾಯದಲ್ಲಿ ಮಗನನ್ನು ಹೆತ್ತೆನು ಅಂದಳು.
8 હવે બાળક મોટો થયો અને તેને ધાવણ છોડાવવામાં આવ્યું. તે દિવસે ઇબ્રાહિમે એક મોટી ઉજવણી કરી.ಆ ಮಗುವು ಬೆಳೆದು ಮೊಲೆ ಬಿಟ್ಟಿತು; ಇಸಾಕನನ್ನು ಮೊಲೆ ಬಿಡಿಸಿದ ದಿನದಲ್ಲಿ ಅಬ್ರಹಾಮನು ದೊಡ್ಡ ಔತಣವನ್ನು ಮಾಡಿಸಿದನು.
9 પછી મિસરી દાસી હાગારથી ઇબ્રાહિમને એક પુત્ર થયો હતો. એક વાર સારાએ હાગારના પુત્રને ઇસહાકની મશ્કરી કરતા જોયો.ಇದಲ್ಲದೆ ಐಗುಪ್ತ್ಯ ಳಾದ ಹಾಗರಳು ಅಬ್ರಹಾಮನಿಗೆ ಹೆತ್ತಿದ್ದ ಮಗನು ಹಾಸ್ಯಮಾಡುವದನ್ನು ಸಾರಳು ನೋಡಿ
10 તેથી સારાએ ઇબ્રાહિમને કહ્યું, “આ દાસી સ્ત્રી તથા તેના પુત્રને અહીંથી કાઢી મૂકો, આપણા મૃત્યુ પછી આપણી સંપત્તિનો માંલિક ઇસહાક જ થશે. હું નથી ઈચ્છતી કે, આ દાસીનો દીકરો માંરા દીકરા ઇસહાક સાથે વારસ થાય.”ಅಬ್ರ ಹಾಮನಿಗೆ--ಈ ದಾಸಿಯನ್ನೂ ಅವಳ ಮಗನನ್ನೂ ಹೊರಗೆ ಹಾಕು; ಈ ದಾಸಿಯ ಮಗನು ನನ್ನ ಮಗನಾದ ಇಸಾಕನ ಸಂಗಡ ಬಾಧ್ಯನಾಗಬಾರದು ಅಂದಳು.
11 આ બધી વાતોથી ઇબ્રાહિમ બહુજ દુ:ખી થયો. તે પોતાના પુત્ર ઇશ્માંએલને કારણે ખૂબ દુ:ખી હતો.ಈ ಮಾತು ಅಬ್ರಹಾಮನಿಗೆ ಅವನ ಮಗನ ದೆಸೆಯಿಂದ ಬಹು ದುಃಖಕರವಾಗಿ ತೋಚಿತು.
12 પરંતુ દેવે ઇબ્રાહિમને કહ્યું, “એ પુત્રને કારણે તથા દાસી સ્ત્રીને કારણે મનમાં દુ:ખી થઈશ નહિ. સારા તને જે કંઈ કહે તે તેના કહ્યાં પ્રમાંણે કર. કારણ કે તારો વંશવેલો ઇસહાકથી ચાલુ રહેશે.ಆಗ ದೇವರು ಅಬ್ರಹಾಮನಿಗೆ--ಹುಡುಗನ ಮತ್ತು ದಾಸಿಯ ದೆಸೆಯಿಂದ ನಿನಗೆ ವ್ಯಥೆಯಾಗದೆ ಇರಲಿ; ಸಾರಳು ನಿನಗೆ ಹೇಳಿದ್ದೆಲ್ಲವನ್ನು ಕೇಳು; ಯಾಕಂದರೆ ಇಸಾಕನಲ್ಲಿ ನಿನ್ನ ಸಂತತಿಯು ಕರೆಯಲ್ಪ ಡುವದು.
13 પરંતુ હું તારા દાસીપુત્રને પણ આશીર્વાદ આપીશ અને હું એ દાસ્ત્રીના પુત્રને પણ મોટો પરિવાર આપીશ, અને તે પરિવારનું પણ એક મોટું રાષ્ટ બનાવીશ. કારણ કે એ તારું સંતાન છે.”ದಾಸಿಯ ಮಗನು ಸಹ ನಿನ್ನ ಸಂತಾನವಾಗಿರುವದರಿಂದ ಅವನನ್ನು ನಾನು ಜನಾಂಗ ವಾಗ ಮಾಡುವೆನು ಅಂದನು.
14 તેથી બીજે દિવસે વહેલી સવારે ઇબ્રાહિમે રોટલા અને પાણીના મશક લઈને હાગારને આપ્યાં અને છોકરાંને ખભે ચઢાવીને તેને વિદાય કરી. તે ચાલી ગઈ અને બેર-શેબાના રણમાં ભટકવા લાગી.ಅಬ್ರಹಾಮನು ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದು ರೊಟ್ಟಿಯನ್ನೂ ನೀರಿನ ತಿತ್ತಿಯನ್ನೂ ತೆಗೆದುಕೊಂಡು ಹಾಗರಳಿಗೆ ಕೊಟ್ಟು ಅವುಗಳನ್ನು ಆಕೆಯ ಹೆಗಲಿನ ಮೇಲೆ ಇರಿಸಿ ಆ ಹುಡುಗನ ಸಂಗಡ ಅವಳನ್ನು ಕಳುಹಿಸಿಬಿಟ್ಟನು. ಆಕೆಯು ಹೋಗಿ ಬೇರ್ಷೆಬದ ಕಾಡಿನಲ್ಲಿ ಅಲೆದಾಡುವವ ಳಾದಳು.
15 થોડા સમય પછી હાગારની મશકનું પાણી ખૂટી ગયું ત્યારે તેણે તે બાળકને એક નાના ઝાડ નીચે છોડી દીધું.ತಿತ್ತಿಯೊಳಗಿನ ನೀರು ಮುಗಿದಾಗ ಆಕೆಯು ಮಗುವನ್ನು ಗಿಡಗಳಲ್ಲಿ ಒಂದರ ಕೆಳಗೆ ಮಲಗಿಸಿ
16 હાગાર ત્યાંથી થોડા અંતરે ગઇ અને નીચે બેઠી. હાગારે વિચાર્યું કે, ત્યાં પાણી નથી તેથી તેણીનો પુત્ર મૃત્યુ પામશે. તેણી તેને મૃત્યુ પામતો જોવા નહોતી ઈચ્છતી. તેણી ત્યાં બેઠી હતી ત્યારે રડવા લાગી.ಬಿಲ್ಲೆಸೆಯುವಷ್ಟು ದೂರ ಹೋಗಿ ಅವನಿಗೆ ಎದುರಾಗಿ ಕೂತುಕೊಂಡು--ಮಗುವಿನ ಸಾವನ್ನು ನಾನು ನೋಡಲಾರೆನು ಎಂದು ಹೇಳಿ ಆಕೆಯು ತನ್ನ ಸ್ವರವೆತ್ತಿ ಅತ್ತಳು.
17 દેવે બાળકને રડતો સાંભળ્યો. અને આકાશમાંથી એક દૂતે હાગારને બોલાવી તેણે હાગારને પૂછયું, “હાગાર, તારે શી સમસ્યા છે? દેવે બાળકને રડતો સાંભળ્યો છે, ડરીશ નહિ,ಆಗ ದೇವರು ಆ ಹುಡುಗನ ಸ್ವರವನ್ನು ಕೇಳಿದನು. ಆಗ ದೇವದೂತನು ಆಕಾಶದೊಳಗಿಂದ ಹಾಗರಳನ್ನು ಕರೆದು ಆಕೆಗೆ--ಹಾಗರಳೇ, ನಿನ್ನ ವ್ಯಥೆಯೇನು? ಅಂಜಬೇಡ; ದೇವರು ಹುಡುಗನ ಸ್ವರವನ್ನು ಅವನು ಇದ್ದಲ್ಲಿಂದ ಕೇಳಿದ್ದಾನೆ.
18 ઊઠ, બાળકને ઉપાડી લે, અને તેનો હાથ પકડ અને તેને દોરવ, કારણ કે, હું તેનાથી એક મહાન રાષ્ટ બનાવવાનો છું.”ಎದ್ದು ಹುಡುಗನನ್ನು ಎತ್ತಿಕೊಂಡು ಅವನನ್ನು ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿ ತಕ್ಕೋ; ನಾನು ಅವನನ್ನು ದೊಡ್ಡ ಜನಾಂಗವಾಗ ಮಾಡುವೆನು ಅಂದನು.
19 પછી દેવે હાગારને પાણીથી ભરેલો કૂવો દેખાય તેવું કર્યુ. તે ત્યા ગઇ અને મશકમાં પાણી ભરી લીધું. અને બાળકને પાણી પાયું.ಆಗ ದೇವರು ಆಕೆಯ ಕಣ್ಣುಗಳನ್ನು ತೆರೆದನು; ಆಕೆಯು ನೀರಿನ ಬಾವಿಯನ್ನು ನೋಡಿ ತಿತ್ತಿಯಲ್ಲಿ ನೀರನ್ನು ತುಂಬಿಸಿ ಹುಡುಗನಿಗೆ ಕುಡಿಯಲು ಕೊಟ್ಟಳು.
20 બાળક જયાં સુધી મોટો ન થયો ત્યાં સુધી દેવ તેની સાથે રહ્યો. તે રણપ્રદેશમાં રહેતો હતો અને તેથી તે ધનુષ્ય ચલાવતા શીખ્યો અને નિપુણ શિકારી થઈ ગયો.ದೇವರು ಆ ಹುಡುಗನ ಸಂಗಡ ಇದ್ದನು. ಅವನು ಬೆಳೆದು ಅರಣ್ಯದಲ್ಲಿ ವಾಸಮಾಡಿ ಬಿಲ್ಲುಗಾರ ನಾದನು.
21 તેની માંતા તેના માંટે મિસરની વહુ લાવી અને તેઓએ પારાનના રણમાં રહેવાનું ચાલુ રાખ્યું.ಅವನು ಪಾರಾನಿನ ಅರಣ್ಯದಲ್ಲಿ ವಾಸಮಾಡಿದನು. ಅವನ ತಾಯಿಯು ಅವನಿಗೋಸ್ಕರ ಐಗುಪ್ತದೇಶದಿಂದ ಹೆಂಡತಿಯನ್ನು ತಕ್ಕೊಂಡಳು.
22 તે સમયે અબીમેલેખ તેના સેનાપતિ ફીકોલ સાથે જઈ ઇબ્રાહિમને કહ્યું, “તું જે કાંઈ કહે છે તેમાં દેવ તને સહાય કરે છે.ಆ ಕಾಲದಲ್ಲಿ ಅಬೀಮೆಲೆಕನೂ ಅವನ ಮುಖ್ಯ ಸೈನ್ಯಾಧಿಪತಿಯಾದ ಫೀಕೋಲನೂ ಅಬ್ರಹಾಮ ನಿಗೆ--ನೀನು ಮಾಡುವದೆಲ್ಲದರಲ್ಲಿ ದೇವರು ನಿನ್ನ ಸಂಗಡ ಇದ್ದಾನೆ.
23 તેટલા માંટે આ ઘડીએ તું માંરી આગળ દેવના નામે એવા સમ લે અને વચન આપ કે, તું માંરી સાથે અને માંરા બધા વંશજો સાથે ન્યાયી બનશે, અનેે હું જેમ તારી સાથે દયાળુ રહ્યો છું તેમ તું માંરી સાથે અને જે દેશમાં તું રહ્યો છે તેના વતનીઓ સાથે દયાળુ રહીશ.”ಆದದರಿಂದ ನನಗೂ ನನ್ನ ಮಗನಿಗೂ ನನ್ನ ಮೊಮ್ಮಗನಿಗೂ ವಂಚನೆಮಾಡುವ ದಿಲ್ಲವೆಂದು ದೇವರ ಮೇಲೆ ಆಣೆ ಇಟ್ಟು ಪ್ರಮಾಣ ಮಾಡು. ನಾನು ನಿನಗೆ ಮಾಡಿದ ಪ್ರಕಾರ ನೀನು ನನಗೂ ನೀನು ಪ್ರವಾಸವಾಗಿರುವ ದೇಶಕ್ಕೂ ಮಾಡ ಬೇಕು ಅಂದನು.
24 ત્યારે ઇબ્રાહિમે કહ્યું, “હું વચન આપું છું કે, તેં જે વ્યવહાર માંરી સાથે કર્યો છે એવો જ વ્યવહાર હું તારી સાથે પણ રાખીશ.”ಅದಕ್ಕೆ ಅಬ್ರಹಾಮನು-- ನಾನು ಪ್ರಮಾಣಮಾಡುತ್ತೇನೆ ಅಂದನು.
25 ત્યારે ઇબ્રાહિમે અબીમેલેખને ફરિયાદ કરી. કારણ કે અબીમેલેખના નોકરોએ એક કૂવો પડાવી લીધો હતો.ಅಬೀ ಮೆಲೆಕನ ಸೇವಕರು ಬಲಾತ್ಕಾರದಿಂದ ತಕ್ಕೊಂಡ ನೀರಿನ ಬಾವಿಗಾಗಿ ಅಬ್ರಹಾಮನು ಅಬೀಮೆಲೆಕನನ್ನು ಗದರಿಸಿದಾಗ
26 અબીમેલેખે કહ્યું, “આના વિષે મેં પહેલી વાર સાંભળ્યું છે. મને ખબર નથી કે, આ કોણે કર્યુ છે અને તેં મને કહ્યું નથી, અને આજપર્યત માંરે કાને આવ્યું નથી.”ಅಬೀಮೆಲೆಕನು--ಈ ಕೆಲಸವನ್ನು ಯಾರು ಮಾಡಿದರೆಂದು ನಾನು ಅರಿಯೆನು; ನೀನೂ ನನಗೆ ತಿಳಿಸಲಿಲ್ಲ; ನಾನು ಇಂದಿನ ವರೆಗೆ ಅದನ್ನು ಕೇಳಲೂ ಇಲ್ಲ ಅಂದನು.
27 એટલે ઈબ્રાહિમ અને અબીમેલેખે એક સંધિ કરી. ઇબ્રહિમે સંધિના પ્રમાંણના રૂપમાં અબીમેલેખને ઘેટાં-બકરાં અને બળદો આપ્યાં.ಆಗ ಅಬ್ರಹಾಮನು ಕುರಿಎತ್ತುಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಅಬೀಮೆಲೆಕನಿಗೆ ಕೊಟ್ಟನು; ಆಗ ಅವರಿಬ್ಬರೂ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡರು.
28 ઇબ્રાહિમે પ્રાણીઓના ટોળામાંથી સાત ઘેટીઓ અલગ કરીને તેમને અબીમેલેખની સામે મૂકી.ಅಬ್ರಹಾಮನು ಹಿಂಡಿನ ಏಳು ಹೆಣ್ಣು ಕುರಿಮರಿಗಳನ್ನು ಬೇರೆಮಾಡಿ ನಿಲ್ಲಿಸಿದನು.
29 અબીમેલેખે ઇબ્રાહિમને પૂછયું, “તેં આ સાત ઘેટીઓ તેમને તેમ કેમ મૂકી છે? તેનો અર્થ શો?”ಅಬೀಮೆಲೆಕನು ಅಬ್ರಹಾಮನಿಗೆ--ನೀನು ಯಾಕೆ ಈ ಏಳು ಹೆಣ್ಣು ಕುರಿಮರಿಗಳನ್ನು ಬೇರೆ ನಿಲ್ಲಿಸಿದ್ದೀ ಅಂದನು.
30 ઇબ્રાહિમે કહ્યું, “જયારે તમે આ સાત ઘેટીઓ માંરી પાસેથી લેશો ત્યારે આ કૂવો મેં ખોદાવ્યો છે એનો એ પુરાવો થશે.ಅದಕ್ಕೆ ಅಬ್ರಹಾಮನುನಾನೇ ಈ ಬಾವಿಯನ್ನು ತೊಡಿಸಿದ್ದೇನೆಂಬದಕ್ಕೆ ಸಾಕ್ಷಿಗಾಗಿ ಈ ಏಳು ಹೆಣ್ಣು ಕುರಿಮರಿಗಳನ್ನು ನೀನು ನನ್ನ ಕೈಯಿಂದ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು ಅಂದನು.
31 એટલા માંટે એ જગ્યાનું નામ બે2-શેબા પાડયું કારણ કે ત્યાં બંને જણે સમ ખાધા હતા.ಹೀಗೆ ಅವರಿಬ್ಬರೂ ಅಲ್ಲಿ ಪ್ರಮಾಣಮಾಡಿದ್ದರಿಂದ ಆ ಸ್ಥಳಕ್ಕೆ ಬೇರ್ಷೆಬ ಎಂದು ಅವನು ಹೆಸರಿಟ್ಟನು.
32 આ રીતે બેર-શેબામાં અબીમેલેખે ઇબ્રાહિમ સાથે સંધિ કરી. પછી અબીમેલેખ અને તેનો સેનાપતિ ફીકોલ પલિસ્તિઓના પ્રદેશમાં પાછા ગયા.ಹೀಗೆ ಅವರು ಬೇರ್ಷೆಬದಲ್ಲಿ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡರು. ತರುವಾಯ ಅಬೀಮೆಲೆಕನೂ ಅವನ ಮುಖ್ಯ ಸೈನ್ಯಾಧಿ ಪತಿಯಾದ ಫೀಕೋಲನೂ ಎದ್ದು ಫಿಲಿಷ್ಟಿಯರ ದೇಶಕ್ಕೆ ಹಿಂತಿರುಗಿದರು.
33 ઇબ્રાહિમે બેર-શેબામાં એક એશેલ ઝાડ રોપ્યું અને ત્યાં ઇબ્રાહિમે યહોવા જે સનાતન દેવ છે તેની પ્રાર્થના કરી.ಆಗ ಅಬ್ರಹಾಮನು ಬೇರ್ಷೆಬದಲ್ಲಿ ತೋಪನ್ನು ನೆಟ್ಟು (ಪಿಚುಲ ವೃಕ್ಷ) ನಿತ್ಯದೇವರಾದ ಕರ್ತನ ಹೆಸರನ್ನು ಹೇಳಿಕೊಂಡು ಆರಾಧಿಸಿದನು.
34 અને ઇબ્રાહિમ પલિસ્તીઓની ભૂમિમાં ઘણો સમય રહ્યો.ಅಬ್ರಹಾಮನು ಫಿಲಿಷ್ಟಿಯರ ದೇಶದಲ್ಲಿ ಬಹು ದಿವಸ ಪ್ರವಾಸಿಯಾಗಿದ್ದನು.
Kannada Bible