Bible

Proverbs 21 - GUJARATI (Hindi)

1 રાજાનું મન યહોવાના હાથમાં છે; તે તેને પાણીના પ્રવાહની જેમ પોતાની ઇચ્છા પ્રમાણે વાળે છે.राजा का मन नालियों के जल की नाईं यहोवा के हाथ में रहता है, जिधर वह चाहता उधर उस को फेर देता है।

2 વ્યકિતને લાગે છે કે પોતાના પ્રત્યેક પગલાં સાચા છે, પણ યહોવા તેના હૃદયને ઓળખે છે.मनुष्य का सारा चाल चलन अपनी दृष्टि में तो ठीक होता है, परन्तु यहोवा मन को जांचता है,

3 યહોવાને યજ્ઞ કરતાં નેકીનાં કૃત્યો અને ન્યાય વધારે પસંદ છે.धर्म और न्याय करना, यहोवा को बलिदान से अधिक अच्छा लगता है।

4 ઘમંડી આખો, ઘમંડી હૃદય મશાલરૂપ જે દુષ્ટોને દોરે છે, તે બધાં પાપ યુકત છે.चढ़ी आंखें, घमण्डी मन, और दुष्टों की खेती, तीनों पापमय हैं।

5 વિચારીને ઉદ્યમ કરનાર બરકત પામે છે. ઉતાવળિ વ્યકિત નિર્ધન બને છે.कामकाजी की कल्पनाओं से केवल लाभ होता है, परन्तु उतावली करने वाले को केवल घटती होती है।

6 જે છેતરપીંડીથી સંપત્તિ મેળવે છે તે ઊડી જતી વરાળ જેવું અને મૃત્યુને આમંત્રવા જેવું છે.जो धन झूठ के द्वारा प्राप्त हो, वह वायु से उड़ जाने वाला कोहरा है, उसके ढूंढ़ने वाले मृत्यु ही को ढूंढ़ते हैं।

7 દુષ્ટ લોકોનો અત્યાચાર તેને ઘસડી જાય છે, કારણકે, તેઓ ન્યાયને માગેર્ ચાલવાનો ઇન્કાર કરે છે.जो उपद्रव दुष्ट लोग करते हैं, उस से उन्हीं का नाश होता है, क्योंकि वे न्याय का काम करने से इनकार करते हैं।

8 અપરાધીનો માર્ગ વાંકોચૂંકો છે પરંતુ પવિત્રના કાર્યો ન્યાયી હોય છે.पाप से लदे हुए मनुष्य का मार्ग बहुत ही टेढ़ा होता है, परन्तु जो पवित्र है, उसका कर्म सीधा होता है।

9 કજિયાખોર સ્ત્રીની સાથે ઘરમાં રહેવા કરતાં ધાબાના ખૂણામાં રહેવું વધારે સારું છે.लम्बे-चौड़े घर में झगड़ालू पत्नी के संग रहने से छत के कोने पर रहना उत्तम है।

10 દુષ્ટ વ્યકિત અનિષ્ટ ઇચ્છે છે. તે પોતાના પડોશીઓ સાથે દયાળુતાથી વર્તતો નથી.दुष्ट जन बुराई की लालसा जी से करता है, वह अपने पड़ोसी पर अनुग्रह की दृष्टि नही करता।

11 જ્યારે ઘમંડી વ્યકિતને શિક્ષા થાય છે, ત્યારે જ સરળ વ્યકિત શાણો બને છે ઉપદેશ મળતા શાણી વ્યકિતના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે.जब ठट्ठा करने वाले को दण्ड दिया जाता है, तब भोला बुद्धिमान हो जाता है; और जब बुद्धिमान को उपदेश दिया जाता है, तब वह ज्ञान प्राप्त करता है।

12 ન્યાયી લોકો દુષ્ટના ઘર ઉપર નજર રાખે છે અને તેમના દુષ્ટમાગોર્ના પરિણામો પાસે તેમને મોકલી આપે છે.धर्मी जन दुष्टों के घराने पर बुद्धिमानी से विचार करता है; ईश्वर दुष्टों को बुराइयों में उलट देता है।

13 જે કોઇ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે તેનો પોકાર પણ કોઇ સાંભળશે નહિ.जो कंगाल की दोहाई पर कान न दे, वह आप पुकारेगा और उसकी सुनी न जाएगी।

14 છૂપી રીતે આપેલ ઇનામથી ક્રોધ શમી જાય છે, છુપાવેલ લાંચથી ભારે રોષ શમી જાય છે.गुप्त में दी हुई भेंट से क्रोध ठण्डा होता है, और चुपके से दी हुई घूस से बड़ी जलजलाहट भी थमती है।

15 ભલી વ્યકિત ન્યાય કરવામાં પ્રસન્ન થાય છે, પણ દુર્જનતો તે વિનાશરૂપ છે.न्याय का काम, करना धर्मी को तो आनन्द, परन्तु अनर्थकारियों को विनाश ही का कारण जान पड़ता है।

16 સમજણનો માર્ગ છોડીને ચાલનાર મૃતકોના સંગાથે રહી જાય છે.जो मनुष्य बुद्धि के मार्ग से भटक जाए, उसका ठिकाना मरे हुओं के बीच में होगा।

17 જે મોજશોખનો રસિયો છે; તે તેની જરૂરિયાતની વસ્તુઓથી વંચિત રહે છે. અને દ્રાક્ષારસ અને તેલનો રસિયો કયારે પણ ધનવાન નહિ બને.जो रागरंग से प्रीति रखता है, वह कंगाल होता है; और जो दाखमधु पीने और तेल लगाने से प्रीति रखता है, वह धनी नहीं होता।

18 દુષ્ટ લોકોનો બદલો નીતિમાન લોકો અને પ્રામાણિક માણસોનો બદલો કપટીને ભરવો પડશેदुष्ट जन धर्मी की छुडौती ठहरता है, और विश्वासघाती सीधे लोगों की सन्ती दण्ड भोगते हैं।

19 કજિયાખોર અને ગુસ્સાવાળી પત્ની સાથે રહેવા કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઇ રહેવું સારું છે.झगड़ालू और चिढ़ने वाली पत्नी के संग रहने से जंगल में रहना उत्तम है।

20 જ્ઞાની વ્યકિતના મકાનમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે; પણ મૂર્ખ તેને સ્વાહા કરી જાય છે.बुद्धिमान के घर में उत्तम धन और तेल पाए जाते हैं, परन्तु मूर्ख उन को उड़ा डालता है।

21 નીતિમત્તા અને વફાદારીના માગેર્ ચાલનારને જીવન, નીતિમત્તા અને સન્માન મળે છે.जो धर्म और कृपा का पीछा पकड़ता है, वह जीवन, धर्म और महिमा भी पाता है।

22 જ્ઞાની વ્યકિત લડવૈયાથી ભરેલા નગર પર હુમલો કરીને જે કિલ્લાનો તેમને આધાર છે તેની ઉપર આક્રમણ કરી શકે છે.बुद्धिमान शूरवीरों के नगर पर चढ़ कर, उनके बल को जिस पर वे भरोसा करते हैं, नाश करता है।

23 જે કોઇ મોં અને જીભ ઉપર કાબૂ રાખે છે તે પોતાની જાતને આફતથી દૂર રાખે છે.जो अपने मुंह को वश में रखता है वह अपने प्राण को विपत्तियों से बचाता है।

24 અભિમાની અને ઘમંડી વ્યકિત હાંસીપાત્ર છે; તેનાં પ્રત્યેક કાર્યમાં અહંકાર દેખાય છે.जो अभिमन से रोष में आकर काम करता है, उसका नाम अभिमानी, और अंहकारी ठट्ठा करने वाला पड़ता है।

25 આળસુ વ્યકિતની ઇચ્છાઓ જ તેને મારી નાખે છે. કારણ, તેના હાથ કામ કરવાની ના પાડે છે.आलसी अपनी लालसा ही में मर जाता है, क्योंकि उसके हाथ काम करने से इन्कार करते हैं।

26 દુર્જન આખો દિવસ લોભ જ કર્યા કરે છે. પરંતુ ધમીર્ છૂટે હાથે આપે છે.कोई ऐसा है, जो दिन भर लालसा ही किया करता है, परन्तु धर्मी लगातार दान करता रहता है।

27 દુષ્ટનો યજ્ઞ યહોવા ધિક્કારે છે, પછી જો ખોટા વિચારોથી યજ્ઞ કરે તો પૂછવું જ શું?दुष्टों का बलिदान घृणित लगता है; विशेष कर के जब वह महापाप के निमित्त चढ़ाता है।

28 જૂઠી સાક્ષી પૂરનારનું નાશ પામશે, પરંતુ જે વ્યકિત ધ્યાનથી સાંભળે છે તેની જીત થશે.झूठा साक्षी नाश होता है, जिस ने जो सुना है, वही कहता हुआ स्थिर रहेगा।

29 દુર્જન અનિષ્ટ કરવા માટે કૃત્તનિશ્ચયી હોય છે; પણ સજ્જન વ્યકિત તો પોતાનો માર્ગ સત્ય છે તે જાણે છે.दुष्ट मनुष्य कठोर मुख का होता है, और जो सीधा है, वह अपनी चाल सीधी करता है।

30 કોઇ જ્ઞાન, કે કોઇ યુકિતનું યહોવા આગળ કશું જ ચાલતું નથી.यहोवा के विरूद्ध न तो कुछ बुद्धि, और न कुछ समझ, न कोई युक्ति चलती है।

31 યુદ્ધના દિવસ માટે ઘોડો તૈયાર કરવામાં આવે છે પરંતુ વિજય તો યહોવાના હાથમાં હોય છે.युद्ध के दिन के लिये घोड़ा तैयार तो होता है, परन्तु जय यहोवा ही से मिलती है॥

Hindi Bible