1 Chronicles 9 - WEB (Gujarati)
1 So all Israel were reckoned by genealogies; and, behold, they are written in the book of the kings of Israel: and Judah was carried away captive to Babylon for their disobedience.આ પ્રમાણે સર્વ ઇસ્રાએલીઓની ગણતરી તેમની વંશાવળી પ્રમાણે કરવામાં આવી; તેઓની નોંધ ઇસ્રાએલના રાજાઓના પુસ્તકમાં છે. યહૂદિયા દેશના લોકોને મૂર્તિપૂજા કરવાને કારણે બાબિલમાં બંદીવાન તરીકે લઇ જવામાં આવ્યાં.
2 Now the first inhabitants who lived in their possessions in their cities were Israel, the priests, the Levites, and the Nethinim.પોતપોતાનાં દેશનાં શહેરોમાં જે પ્રથમ રહેવા આવ્યા તે ઇસ્રાએલીઓ હતા, યાજકો, લેવીઓ તથા મંદિરમાં કામ કરવાવાળા સેવકો હતા.
3 In Jerusalem lived of the children of Judah, and of the children of Benjamin, and of the children of Ephraim and Manasseh:યહૂદાના પુત્રોમાંના બિન્યામીનના પુત્રોમાંના, એફ્રાઇમના તથા મનાશ્શાના પુત્રોમાનાં જેઓ યરૂશાલેમમાં રહેતા હતા તેઓ આ છે:
4 Uthai the son of Ammihud, the son of Omri, the son of Imri, the son of Bani, of the children of Perez the son of Judah.યહૂદાના પુત્ર પેરેસના વંશજોમાંથી બાનીના પુત્ર ઇમ્રીના પુત્ર ઓમ્રીના પુત્ર આમ્મીહૂદનો પુત્ર ઉથાય.
5 Of the Shilonites: Asaiah the firstborn, and his sons.બીજું કુટુંબ શીલોનીઓનું હતું. શીલોનીનો જ્યેષ્ઠ પુત્ર અસાયા અને તેના પુત્રો.
6 Of the sons of Zerah: Jeuel, and their brothers, six hundred ninety.ઝેરાહના પુત્રો: યેઉએલ અને તેનાં કુટુંબીજનો સર્વ મળીને 690 હતા.
7 Of the sons of Benjamin: Sallu the son of Meshullam, the son of Hodaviah, the son of Hassenuah,બિન્યામીનના કુલસમૂહના હાસ્સેનુઆહના પુત્ર હોદાવ્યાહના પુત્ર મશુલ્લામનો પુત્ર સાલ્લૂ;
8 and Ibneiah the son of Jeroham, and Elah the son of Uzzi, the son of Michri, and Meshullam the son of Shephatiah, the son of Reuel, the son of Ibnijah;યરોહામનો પુત્ર યિબ્નિયા, મિખ્રીના પુત્ર ઉઝઝીનો પુત્ર એલાહ, યિબ્નિયાના પુત્ર રેઉએલના પુત્ર શફાટયાનો પુત્ર મશુલ્લામ;
9 and their brothers, according to their generations, nine hundred fifty-six. All these men were heads of fathers' [houses] by their fathers' houses.તેઓની વંશાવળી પ્રમાણે તેઓના ભાઇઓ 956 જેટલા હતા. એ સર્વ પુરુષો તેઓના પિતૃઓનાં કુટુંબોનાં સરદારો હતા.
10 Of the priests: Jedaiah, and Jehoiarib, Jachin,જે યાજકો પાછા ફર્યા તે યદાયા, યહોયારીબ અને યાખીન;
11 and Azariah the son of Hilkiah, the son of Meshullam, the son of Zadok, the son of Meraioth, the son of Ahitub, the ruler of the house of God;અઝાર્યા જે અહીટૂબના પુત્ર મરાયોથના પુત્ર સાદોકના પુત્ર મશુલ્લામના પુત્ર હિલ્કયાનો પુત્ર- દેવના મંદિરનો મુખ્ય કારભારી હતો.
12 and Adaiah the son of Jeroham, the son of Pashhur, the son of Malchijah, and Maasai the son of Adiel, the son of Jahzerah, the son of Meshullam, the son of Meshillemith, the son of Immer;ત્યાં અદાયા યહોરામનો પુત્ર હતો. યહોરામ પાશ્હૂરનો પુત્ર હતો. પાશ્હૂર માલ્કિયાનો પુત્ર હતો. અને ત્યાં અદીએલનો પુત્ર માઅસાય હતો. અદીએલ તે યાહઝેરાહનો પુત્ર હતો. યાહઝેરાહ તે મશુલ્લામનો પુત્ર હતો અને મશુલ્લામ મશિલ્લેમીથનો પુત્ર હતો. મશિલ્લેમીથ ઇમ્મેરનો પુત્ર હતો.
13 and their brothers, heads of their fathers' houses, one thousand seven hundred sixty; very able men for the work of the service of the house of God.આ બધાં અને તેઓના ભાઇઓ, તેઓના પિતૃઓનાં કુટુંબોના સરદારો, 1,760 યાજકો હતા. તેઓ દેવના મંદિરની સેવાના કામમાં ઘણા કુશળ પુરુષો હતા.
14 Of the Levites: Shemaiah the son of Hasshub, the son of Azrikam, the son of Hashabiah, of the sons of Merari;લેવીઓમાંના મરારીના કુલસમૂહોના; તેના પુત્ર હશાબ્યા; હશાબ્યાના પુત્ર આઝીર્કામ; આઝીર્કામના પુત્ર હાશ્શૂબ; હાશ્શૂબના પુત્ર શમાયા.
15 and Bakbakkar, Heresh, and Galal, and Mattaniah the son of Mica, the son of Zichri, the son of Asaph,બાકબાક્કાર, હેરેશ તથા ગાલાલ, ને આસાફના પુત્ર ઝિખ્રીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યા.
16 and Obadiah the son of Shemaiah, the son of Galal, the son of Jeduthun, and Berechiah the son of Asa, the son of Elkanah, who lived in the villages of the Netophathites.ઓબાદ્યા એ શમાયાનો પુત્ર હતો. શમાયા ગાલાલનો પુત્ર હતો. ગાલાલ યદૂથૂનનો પુત્ર હતો, અને બેરેખ્યા આસાનો પુત્ર હતો. આસા એલ્કાનાહનો પુત્ર હતો. તેઓ નટોફાથીઓનાઁ ગામોના રહેવાસીઓ હતા.
17 The porters: Shallum, and Akkub, and Talmon, and Ahiman, and their brothers (Shallum was the chief),દ્વારપાળો; શાલ્લુમ મુખ્ય દ્વારપાળ આક્કુબ, ટાલ્મોન, અને અહીમાન અને તેના સગાવહાલા.
18 who hitherto [waited] in the king's gate eastward: they were the porters for the camp of the children of Levi.આ બધાં લેવી કુલસમૂહના હતા. પૂર્વ દિશાના રાજદ્વારની જવાબદારી તેમના માથે હતી.
19 Shallum the son of Kore, the son of Ebiasaph, the son of Korah, and his brothers, of his father's house, the Korahites, were over the work of the service, keepers of the thresholds of the tent: and their fathers had been over the camp of Yahweh, keepers of the entry.શાલ્લુમ તે કોરનો પુત્ર, તે એબ્યાસાફનો પુત્ર, તે કોરાહનો પુત્ર, અને શાલ્લુમ અને તેના પિતાના કુટુંબના તેના ભાઇઓ, એટલે કોરાહીઓ, તેઓ મંડપના દ્વારપાળો હતા; તેઓના પિતૃઓ પવિત્ર મંડપના પ્રવેશદ્વારની રક્ષા કરતાં હતા.
20 Phinehas the son of Eleazar was ruler over them in time past, [and] Yahweh was with him.ત્યારે એલઆઝારનો પુત્ર ફીનહાસ તેઓનો પ્રથમ ઉપરી હતો અને યહોવા તેની સાથે હતો.
21 Zechariah the son of Meshelemiah was porter of the door of the tent of meeting.મશેલેમ્યાનો પુત્ર ઝખાર્યા મુલાકાતમંડપનો દ્વારપાળ હતો.
22 All these who were chosen to be porters in the thresholds were two hundred and twelve. These were reckoned by genealogy in their villages, whom David and Samuel the seer did ordain in their office of trust.એ સર્વને દરવાજાના દ્વારપાળ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ 212 જણા હતા. તેઓ પોતપોતાનાં ગામોમાં તેમની વંશાવળી મુજબ ગણાયા હતા તેઓને દાઉદે તથા પ્રબોધક શમુએલે ચોક્કસ નક્કી કરેલા કામ પર નીમ્યા હતા.
23 So they and their children had the oversight of the gates of the house of Yahweh, even the house of the tent, by wards.આમ તેઓનું તથા તેઓના વંશજોનું કામ યહોવાના મંદિરનાં દ્વારોની એટલે મુલાકાતમંડપની વારા પ્રમાણે ચોકી કરીને સંભાળ રાખવાનું હતું.
24 On the four sides were the porters, toward the east, west, north, and south.દ્વારપાળો ચારેબાજુએ હતા. એટલે પૂર્વ, પશ્ચિમ ઉત્તર તથા દક્ષિણ.
25 Their brothers, in their villages, were to come in every seven days from time to time to be with them:તેઓના જે ભાઇઓ તેઓનાં ગામોમાં હતા, તેઓને સાત સાત દિવસને અંતરે વારાફરતી તેઓની સાથે ભાગ લેવા આવવાનુ હતુ.
26 for the four chief porters, who were Levites, were in an office of trust, and were over the chambers and over the treasuries in the house of God.ચાર મુખ્ય દ્વારપાળો લેવીઓ હતા. દેવના મંદિરની ઓરડીઓ અને ભંડારો સંભાળવાની મોટી જવાબદારી તેઓ પર હતી.
27 They lodged round about the house of God, because the charge [of it] was on them; and to them pertained the opening of it morning by morning.તેઓની જવાબદારી મહત્વની હોવાથી તેઓ દેવના ઘરની પાસે દરેક રાત ગુજારતાં હતા અને પ્રતિદિન સવારે દરવાજાઓ ઉધાડતા હતા.
28 Certain of them had charge of the vessels of service; for by count were these brought in and by count were these taken out.તેઓમાંના કેટલાકને બલીદાન અને આરાધનામાં વપરાતા વિવિધ પાત્રોની જવાબદારી સોંપી હતી. તેઓ ચોકસાઇથી પાત્રો બહાર લઇ જતા અને પાછા લાવતા.
29 Some of them also were appointed over the furniture, and over all the vessels of the sanctuary, and over the fine flour, and the wine, and the oil, and the frankincense, and the spices.બીજાઓ વાસણોની અને બધી ઉપાસનાની સામગ્રીની તેમજ લોટ, દ્રાક્ષારસ, તેલ, ધૂપ અને અત્તરોની સંભાળ રાખતા હતા.
30 Some of the sons of the priests prepared the confection of the spices.અત્તરોની મેળવણી કરવાનું કામ યાજકોનું હતું.
31 Mattithiah, one of the Levites, who was the firstborn of Shallum the Korahite, had the office of trust over the things that were baked in pans.ભાખરી શેકવાની કાયમી જવાબદારી કોરાહના વંશના શાલ્લુમના મોટા પુત્ર લેવી માત્તિથ્યાની હતી. કારણકે તે વિશ્વાસપાત્ર હતો.
32 Some of their brothers, of the sons of the Kohathites, were over the show bread, to prepare it every Sabbath.દરેક વિશ્રામવારે મેજ પર પ્રદશિર્ત કરવા માટેની તાજી રોટલી બનાવવાની જવાબદારી કોરાહના વંશના બીજા કેટલાંક માણસોની હતી.
33 These are the singers, heads of fathers' [houses] of the Levites, [who lived] in the chambers [and were] free [from other service]; for they were employed in their work day and night.કેટલાંક લેવી કુટુંબોને મંદિરમાં સંગીતનું કામ સોંપવામાં આવ્યુ હતું. એ કુટુંબના વડાઓ મંદિરનાં જ મકાનોમાં રહેતા હતા અને તેમને રાત દિવસ ફરજ બજાવવાની હોવાથી તેમને બીજી સેવાઓમાંથી મુકત રાખવામાં આવ્યા હતા.
34 These were heads of fathers' [houses] of the Levites, throughout their generations, chief men: these lived at Jerusalem.એ બધાં વંશાવળી મુજબ લેવીઓના કુટુંબના વડા હતા અને યરૂશાલેમમાં રહેતા હતા.
35 In Gibeon there lived the father of Gibeon, Jeiel, whose wife's name was Maacah:યેઇએલ ગિબયોનનો સંસ્થાપક હતો. તે ગિબયોનમાં રહેતો હતો, તેની પત્નીનું નામ માઅખાહ હતું.
36 and his firstborn son Abdon, and Zur, and Kish, and Baal, and Ner, and Nadab,યેઇએલના પુત્રો: આબ્દોન જ્યેષ્ઠ પુત્ર, સૂર, કીશ, બઆલ, નેર, નાદાબ હતા,
37 and Gedor, and Ahio, and Zechariah, and Mikloth.ગદોર, આહ્યો, ઝખાર્યા અને મિકલોથ.
38 Mikloth became the father of Shimeam. They also lived with their brothers in Jerusalem, over against their brothers.મિકલોથ તેના પુત્ર શિમઆમ સાથે યરૂશાલેમમાં તેના કુટુંબીજનોની નજીક રહેતો હતો.
39 Ner became the father of Kish; and Kish became the father of Saul; and Saul became the father of Jonathan, and Malchishua, and Abinadab, and Eshbaal.નેર કીશના પિતા હતા, કીશ શાઉલના પિતા હતા અને શાઉલ યોનાથાન, માલ્કીશૂઆ, અબીનાદાબ અને એશ્બઆલના પિતા હતા.
40 The son of Jonathan was Merib Baal; and Merib Baal became the father of Micah.યોનાથાન મરીબબઆલના પિતા હતા. મરીબબઆલ મીખાહના પિતા હતા.
41 The sons of Micah: Pithon, and Melech, and Tahrea, [and Ahaz].મીખાહના પુત્રો: પીથોન, મેલેખ, તાહરેઆ અને આહાઝ.
42 Ahaz became the father of Jarah; and Jarah became the father of Alemeth, and Azmaveth, and Zimri; and Zimri became the father of Moza;આહાઝ યારાહના પિતા હતા, યારાહના પુત્રો: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી. ઝિમ્રીનો પુત્ર મોસા હતો.
43 and Moza became the father of Binea; and Rephaiah his son, Eleasah his son, Azel his son.મોસાના વંશજો: બિનઆ, તેનો પુત્ર રફાયા, રફાયાનો પુત્ર એલઆસાહ અને તેનો પુત્ર આસેલ
44 Azel had six sons, whose names are these: Azrikam, Bocheru, and Ishmael, and Sheariah, and Obadiah, and Hanan: these were the sons of Azel.આસેલને છ પુત્રો હતા: આઝીકામ, બોખરુ, ઇશ્માએલ, શઆર્યા, ઓબાદ્યા અને હાનાન.
Gujarati Bible