Bible

Psalm 75 - BBE (Gujarati)

1 <To the chief music-maker; put to Al-tashheth. A Psalm. Of Asaph. A Song.> To you, O God, we give praise, to you we give praise: and those who give honour to your name make clear your works of power.હે યહોવા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારું નામ સન્નિધ છે; માટે તમારો આભાર માનીએ છીએ. લોકો તમારા આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.

2 When the right time has come, I will be the judge in righteousness.યહોવાએ પ્રત્યુતર આપ્યો, “હા, હું ચોક્કસપણે ચુકાદા માટે સમય પસંદ કરીશ અને નિષ્પક્ષતાથી ન્યાય કરીશ.

3 When the earth and all its people become feeble, I am the support of its pillars. (Selah.)પૃથ્વી અને તેનાં બધાં નિવાસીઓ કદાચ ધ્રુજતાં હશે, અને પડવાની તૈયારીમાં હશે પણ હું તેને સ્થિર કરીશ.”

4 I say to the men of pride, Let your pride be gone: and to the sinners, Let not your horn be lifted up.“મેં ધમંડીઓને અભિમાન નહિ કરવાં ચેતવણી આપી છે અને દુષ્ટોને મેં કહ્યું છે કે, ઘમંડ કરીને ડંફાસ ન મારો.’

5 Let not your horn be lifted up: let no more words of pride come from your outstretched necks.શિંગ ઉંચું કરીને અભિમાન સાથે ન બોલો ઘમંડ કરીને ડંફાસ ન મારો.”

6 For honour does not come from the east, or from the west, or uplifting from the south;તેથી જે લોકોને મહત્વના બનાવે તે નથી પૂર્વમાંથી કે નથી પશ્ચિમમાંથી આવતો. તે રણ પર્વતોમાંથી પણ નથી આવતો.

7 But God is the judge, putting down one, and lifting up another.પણ દેવ છે, તે જ ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે, અને બીજાને ઊંચો કરે છે.

8 For in the hand of the Lord is a cup, and the wine is red; it is well mixed, overflowing from his hand: he will make all the sinners of the earth take of it, even to the last drop.યહોવાના હાથમાં કડક ક્રોધના દ્રાક્ષારસનો પ્યાલો છે; ને ન્યાય ચુકાદો છે જે પૃથ્વી પરના દુષ્ટો પર રેડી દેવાય છે. અને દુષ્ટોએ તેને છેલ્લાં ટીપાં સુધી પીવો પડશે.

9 But I will ever be full of joy, making songs of praise to the God of Jacob.પરંતુ હું તો સદાકાળ બીજાઓને આ બાબતો માટે કહીશ. અને હું યાકૂબના દેવની સ્તુતિઓ ગાઇશ.

10 By him will all the horns of the sinners be cut off; but the horns of the upright will be lifted up.યહોવા કહે છે કે, “હું દુષ્ટ લોકોનાં સાર્મથ્યને નષ્ટ કરીશ, પરંતુ હું ન્યાયીઓનાં શિંગ ઊંચા કરીશ.”

Gujarati Bible