Bible

Psalm 73 - WEB (Gujarati)

1 > Surely God is good to Israel, To those who are pure in heart.જેઓના હૃદય શુદ્ધ છે ઇસ્રાએલ પર; તેમના પર ખરેખર દેવ કૃપાવાન છે.

2 But as for me, my feet were almost gone. My steps had nearly slipped.પરંતુ હું લગભગ લપસ્યો અને પાપ કરવા લાગ્યો,

3 For I was envious of the arrogant, When I saw the prosperity of the wicked.કારણ જ્યારે મેં પેલા દુષ્ટ લોકોની શાંતિ અને સમૃદ્ધિ જોઇ.

4 For there are no struggles in their death, But their strength is firm.તેઓને જીવનપર્યંત મુશ્કેલી આવતી નથી, અને તેઓ સમૃદ્ધ અને બળવાન થતાં જાય છે.

5 They are free from burdens of men, Neither are they plagued like other men.તેમનાં પર માનવજાતનાં દુ:ખો આવતાં નથી; અને બીજાઓની જેમ તેઓને પીડા થતી નથી.

6 Therefore pride is like a chain around their neck. Violence covers them like a garment.તેઓનો ગર્વ ગળાની કંઠી જેવો છે, જે હીરાની જેમ ચમકે છે; તેઓએ હિંસા રૂપી વસ્ર ધારણ કર્યા છે.

7 Their eyes bulge with fat. Their minds pass the limits of conceit.તેઓ જે વસ્તુઓને જુએ છે તેને વધુ ને વધુ રાખવા ઇચ્છે છે; તેને પ્રાપ્ત કરવાના માગોર્ હંમેશા શોધે છે.

8 They scoff and speak with malice. In arrogance, they threaten oppression.તેઓ અન્યોની મશ્કરી કરે છે અને ધિક્કારથી વાત કરે છે, તેમણે અન્યો પર કેવી રીતે દમન કર્યું તેના વિષે અભિમાનથી બોલે છે.

9 They have set their mouth in the heavens. Their tongue walks through the earth.દેવની વિરુદ્ધ તેઓ બણગાં ફૂંકે છે, તેઓની જીભ અભિમાનથી વાતો કરે છે; પૃથ્વી પર.

10 Therefore their people return to them, And they drink up waters of abundance.તેથી દેવના લોકો પણ તેમની તરફ વળે છે અને તેઓ જે કહે તે સ્વીકારે છે.

11 They say, "How does God know? Is there knowledge in the Most High?"તેઓ પૂછે છે કે, “જે કાંઇ બની રહ્યું છે, તે વિષે શું દેવ માહિતગાર છે? શું પરાત્પરમાં કાંઇ જ્ઞાન છે?”

12 Behold, these are the wicked. Being always at ease, they increase in riches.દુષ્ટ લોકોને જુઓ તો તેઓ હંમેશા ચિંતામુકત હોય છે; અને તેઓ શાંતિમાં રહીને સંપત્તિ વધારતા જાય છે.

13 Surely in vain I have cleansed my heart, And washed my hands in innocence,મે મારંુ હૃદય શુદ્ધ રાખ્યું છે, અને મારા હાથ નિદોર્ષ રાખ્યા છે; પણ તેથી કોઇ વિશેષ ફાયદો નથી.

14 For all day long have I been plagued, And punished every morning.કારણ હું આખો દિવસ પીડાયા કરું છું, અને દર સવારે મને શિક્ષા થાય છે.

15 If I had said, "I will speak thus;" Behold, I would have betrayed the generation of your children.પરંતુ જો મેં આ પ્રમાણે કહેવાનો નિર્ણય કર્યો હોત, તો મેં તમારા લોકોનો વિશ્વાસઘાત કર્યો હોત.

16 When I tried to understand this, It was too painful for me;જ્યારે મેં તે સમજવા ઊંડો વિચાર કર્યો, ત્યારે મને લાગ્યું કે તે સમજવું મારે માટે બહુ કઠીન છે.

17 Until I entered God's sanctuary, And considered their latter end.પછી હું દેવના પવિત્રસ્થાનમાં એક દિવસ ધ્યાન કરવા માટે ગયો, ત્યાં હું આખરે દુષ્ટ લોકો વિષે તેમનાં ભવિષ્ય અને તેમના અંત વિષે સમજ્યો.

18 Surely you set them in slippery places. You throw them down to destruction.તમે તેઓને લપસણી જગાએ મૂકો છો, અને તેઓને વિનાશમાં ફેંકી દો છો.

19 How they are suddenly destroyed! They are completely swept away with terrors.તેમની સુખસમૃદ્ધિનો તત્કાળ અંત આવશે, અને તેઓ અનંતકાળપર્યંત ત્રાસ પામશે.

20 As a dream when one wakes up, So, Lord, when you awake, you will despise their fantasies.તેઓનું વર્તમાન જીવન કેવળ એક સ્વપ્ન જેવું છે, માનવ સ્વપ્નમાંથી જાગી વાસ્તવિકતા નિહાળે છે; તેમ તેઓ જાગ્રત થશે, હે યહોવા સત્ય સબંધી નીશ્ચે.

21 For my soul was grieved. I was embittered in my heart.જ્યારે હું આ બધી વસ્તુઓ વિષે વિચારતો હતો ત્યારે મારું હૃદય ઉદાસ બની ગયું.

22 I was so senseless and ignorant. I was a brute beast before you.કેટલો મૂર્ખ અને અજ્ઞાની છું, હું તે જાણી શક્યો; હે દેવ, તમારી સમક્ષ હું તો હતો માત્ર એક પશુ જેવો.

23 Nevertheless, I am continually with you. You have held my right hand.પરંતુ, તેમ છતાંય, હું હંમેશા તમારી સાથે છું. અને તમે મારા જમણા હાથને પકડી રાખ્યો છે.

24 You will guide me with your counsel, And afterward receive me to glory.તમારા બોધથી અને સલાહથી જીવનપર્યત તમે દોરવણી આપશો; અને પછી તમે તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.

25 Who do I have in heaven? There is no one on earth who I desire besides you.આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે; અને પૃથ્વી પર મને બીજું કોઇ પ્રિય નથી.

26 My flesh and my heart fails, But God is the strength of my heart and my portion forever.મારી તંદુરસ્તી ભલે મને છોડી જાય, મારું હૃદય ભલે તૂટી જાય, પણ મારી પાસે ખડક છે જેને હું ચાહું છું મારી પાસે દેવ સદાકાળ માટે છે.

27 For, behold, those who are far from you shall perish. You have destroyed all those who are unfaithful to you.પરંતુ તેઓ જે દેવથી દૂર છે તેમનો વિનાશ થશે. અને જેઓ તમને વફાદાર રહેતા નથી, તેમનો સંપૂર્ણ નાશ તમારા દ્વારા થશે.

28 But it is good for me to come close to God. I have made the Lord Yahweh my refuge, That I may tell of all your works.પરંતુ હું દેવની નજીક રહ્યો છું અને તે મારા માટે સારું છે! મેં મારા પ્રભુ યહોવાને મારો આશ્રય બનાવ્યો છે! હું તમારા બધાં અદભૂત કૃત્યો વિષે કહેવા આવ્યો હતો.

Gujarati Bible