Psalm 72 - WEB (Gujarati)
1 > God, give the king your justice; Your righteousness to the royal son.હે દેવ, તમે રાજાને ન્યાય કરવા માટે તમારા જ્ઞાન અને અધિકાર આપો, અને રાજાનાં પુત્રોને તમારું ન્યાયીપણું આપો.
2 He will judge your people with righteousness, And your poor with justice.તેઓ તમારા લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે. તમારાં ગરીબ લોકોને તેઓ ન્યાય કરશે.
3 The mountains shall bring prosperity to the people. The hills bring the fruit of righteousness.પર્વતો અને ડુંગરો ન્યાયીપણે લોકો માટે શાંતિ, આબાદી ને સમૃદ્ધિ લાવશે.
4 He will judge the poor of the people. He will save the children of the needy, And will break the oppressor in pieces.તે લોકોમાં ન્યાય કરશે દીનદુ:ખીઓનો, દરિદ્રીઓનાં દીકરાઓનો ઉદ્ધાર કરશે; અને જુલમગાર પાપીઓને કચડી નાખશે.
5 They shall fear you while the sun endures; And as long as the moon, throughout all generations.તે લોકો, તેઓની પેઢી દર પેઢી આકાશમાં સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી બીહો અને રાજાને માન આપો.
6 He will come down like rain on the mown grass, As showers that water the earth.જેમ ખેતરો પર વરસાદ પડે છે, વરસાદનાં ઝાપટાં જમીન પર પડે છે તેમ રાજા રહે.
7 In his days, the righteous shall flourish, And abundance of peace, until the moon is no more.તેના શાસનકાળમા ન્યાયીઓની આબાદી થશે, અને જ્યાં સુધી ચંદ્ર રહેશે શાંતિ ટકી રહેશે.
8 He shall have dominion also from sea to sea, From the River to the ends of the earth.વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી અને યુફ્રેતિસ નદીથી પૃથ્વીના છેડા સુધી તે રાજ કરશે.
9 Those who dwell in the wilderness shall bow before him. His enemies shall lick the dust.તેની સમક્ષ રણવાસીઓ નમશે, અને તેનાં સર્વ શત્રુઓ ધૂળ ચાટશે.
10 The kings of Tarshish and of the isles will bring tribute. The kings of Sheba and Seba shall offer gifts.તાશીર્શના રાજાઓ, અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના રાજાઓ, તેમના માટે ભેટો લાવશે અને શેબાના રાજાઓ તેમની ખંડણી તેઓ પાસે લાવશે.
11 Yes, all kings shall fall down before him. All nations shall serve him.સર્વ રાજાઓ તેને નમન કરશે, અને સર્વ રાષ્ટો તેની સેવા કરશે.
12 For he will deliver the needy when he cries; The poor, who has no helper.કારણકે તે ગરીબ અને જરુરીયાતવાળા લોકોને બચાવે છે જે તેમને મદદ માટે પોકારે છે, પણ જેમનો કોઇ મદદગાર નથી, તેમને તે બચાવે છે.
13 He will have pity on the poor and needy. He will save the souls of the needy.તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે, અને દરિદ્રીઓના આત્માનું તારણ કરશે.
14 He will redeem their soul from oppression and violence. Their blood will be precious in his sight.તે તેઓનાં આત્માઓને જુલમ અને હિંસાથી છોડાવશે; તેઓની નજરોમાં તેઓનું રકત મૂલ્યવાન છે.
15 They shall live, and to him shall be given of the gold of Sheba. Men shall pray for him continually. They shall bless him all day long.શેબાનું સોનું તેમને આપવામાં આવશે, રાજા ઘણુંું લાંબુ જીવો! તેમના માટે નિત્ય પ્રાર્થનાઓ થશે; ધન્યવાદ આપશે સર્વ લોકો સદા તેને.
16 There shall be abundance of grain throughout the land. Its fruit sways like Lebanon. Let it flourish, thriving like the grass of the field.દેશમાં પર્વતોનાં શીખરો પર પુષ્કળ ધાન્યનાં ઢગલાં થશે, તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં થાઓ, ઘાસની જેમ વધશે નગરનાં રહેવાસીઓ.
17 His name endures forever. His name continues as long as the sun. Men shall be blessed by him. All nations will call him blessed.તેમનાં નામનો સર્વકાળ આદર કરવામાં આવશે; અને તેમનું નામ સૂર્ય તપે ત્યાં સુધી ટકશે; તેમનાથી સર્વ લોકો આશીર્વાદ પામશે; તેમને દેશનાં સર્વ લોકો ધન્યવાદ આપશે.
18 Praise be to Yahweh God, the God of Israel, Who alone does marvelous deeds.ઇસ્રાએલના દેવને, યહોવા દેવને ધન્ય હોજો; એકલા તેઓ જ આશ્ચર્યકારક કમોર્ કરે છે.
19 Blessed be his glorious name forever! Let the whole earth be filled with his glory! Amen and amen.તેમનાં મહિમાવંત નામની સર્વદા સ્તુતિ થાઓ! સમગ્ર પૃથ્વી તેમનાં મહિમાથી ભરપૂર થાઓ! આમીન તથા આમીન!
20 This ends the prayers by David, the son of Jesse.યશાઇના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ અહીં પૂર્ણ થાય છે.
Gujarati Bible