Psalm 30 - WEB (Gujarati)
1 > I will extol you, Yahweh, for you have raised me up, And have not made my foes to rejoice over me.હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ, કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે. તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
2 Yahweh my God, I cried to you, And you have healed me.હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી, અને તમે મને સાજો કર્યો છે.
3 Yahweh, you have brought up my soul from Sheol. You have kept me alive, that I should not go down to the pit.હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે, તમે મને કબરમાં પડવા દીધો નથી.
4 Sing praise to Yahweh, you saints of his. Give thanks to his holy name.હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ. અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
5 For his anger is but for a moment; His favor is for a lifetime. Weeping may stay for the night, But joy comes in the morning.તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે, પણ તેમની કૃપા “જીવન”ભર માટે છે. રૂદન ભલે આખી રાત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
6 As for me, I said in my prosperity, "I shall never be moved."હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.” હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
7 You, Yahweh, when you favored me, made my mountain to stand strong. But when you hid your face, I was troubled.હે યહોવા, તમે મારા પર કૃપા કરી મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે, પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને તમે મને ભયભીત કર્યો છે.
8 I cried to you, Yahweh. To Yahweh I made supplication:હે યહોવા, મેં તમને પોકાર કર્યો અને મેં તમને વિનંતી કરી.
9 "What profit is there in my destruction, if I go down to the pit? Shall the dust praise you? Shall it declare your truth?“હે યહોવા, હું મરી જઇશ તો તમારું શું સારું થશે? મારી કબરની ધૂળ તમારી સ્તુતિ કરી શકશે? શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 Hear, Yahweh, and have mercy on me. Yahweh, be my helper."હે યહોવા, મારા પર દયા કરો, મારી અરજીને સંભળો મને સહાય કરો.”
11 You have turned my mourning into dancing for me. You have removed my sackcloth, and clothed me with gladness,પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું; મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 To the end that my heart may sing praise to you, and not be silent. Yahweh my God, I will give thanks to you forever!કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ; હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.
Gujarati Bible