Psalm 22 - WEB (Gujarati)
1 > My God, my God, why have you forsaken me? Why are you so far from helping me, and from the words of my groaning?હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે? મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો? શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?
2 My God, I cry in the daytime, but you don't answer; In the night season, and am not silent.હે મારા દેવ, દિવસ દરમ્યાન હું રૂદન કરૂં છું અને તમને પ્રાર્થના કરું છું, પરંતુ તમે મારી પ્રાર્થનાનો જવાબ દેતા નથી. હું તમને આખી રાત દરમ્યાન સતત બોલાવું છું.
3 But you are holy, You who inhabit the praises of Israel.દેવ, તમે પવિત્ર છો. તમે ઇસ્રાએલના સ્તોત્ર પર બિરાજો છો.
4 Our fathers trusted in you. They trusted, and you delivered them.અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો. અને તેઓએ ભરોસો રાખ્યો હોવાથી તમે તેઓને છોડાવ્યા.
5 They cried to you, and were delivered. They trusted in you, and were not disappointed.જ્યારે તેઓએ તમને પ્રાર્થના કરી, તમે તેમને મદદ કરી અને તેમને બચાવ્યાં. તેઓએ તમારામાં વિશ્વાસ રાખ્યો અને તેઓ નિરાશ થયા નહોતા.
6 But I am a worm, and no man; A reproach of men, and despised by the people.હું માણસ નથી પણ માત્ર કીડો છુ. સમગ્ર માનવ જાત મારો તિરસ્કાર કરે છે. અને મને તુચ્છ ગણે છે.
7 All those who see me mock me. They insult me with their lips. They shake their heads, saying,જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે. અને તેઓ મો મરડી-ડોકું ધુણાવી ને કડવી વાણી બોલે છે.
8 "He trusts in Yahweh; Let him deliver him; Let him rescue him, since he delights in him."તેઓ મારી મશ્કરી કરતાં કહે છે, “તે જરૂર તને ઉગારશે કારણ તે તને ખૂબ પસંદ કરે છે.”
9 But you brought me out of the womb. You made me trust at my mother's breasts.હે યહોવા, અગાઉ તમે મને કેવી મદદ કરી હતી. તમે મને માતાના ઉદરમાંથી સુરક્ષિત બહાર લાવ્યાં હતા. હું જ્યારે મારી માતાને ધાવતો હતો ત્યારે પણ તમે મારી સંભાળ લઇને વિશ્વાસ જગાવ્યો હતો.
10 I was thrown on you from my mother's womb. You are my God since my mother bore me.હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું. મારા બાળપણથી જ તમે મારા દેવ છો.
11 Don't be far from me, for trouble is near. For there is none to help.તમે મારાથી જરાય આઘા ખસશો નહિ કારણ મારા માથે સંકટ આવ્યુ છે. અને મને સહાય કરે તેવું મારી સાથે કોઇ નથી.
12 Many bulls have surrounded me. Strong bulls of Bashan have encircled me.ઘણા ભયંકર શત્રુઓએ મને ઘેરી લીધો છે. બાશાનના આખલા, મારી ચારેબાજુએ ફરી વળ્યા છે.
13 They open their mouths wide against me, Lions tearing prey and roaring.જેમ ફાડી ખાનાર તથા ગર્જના કરતો સિંહ પોતાના શિકાર પર આક્રમણ કરે છે, તેમ તેઓ પોતાના મોં ખુલ્લા રાખીને મારી તરફ ધસી આવે છે.
14 I am poured out like water. All my bones are out of joint. My heart is like wax; It is melted within me.જેમ પાણી વહી જાય તેમ, મારી શકિત પણ ચાલી ગઇ છે. જેમ સાંધામાંથી હાડકાં ઢીલાઁ થઇ છૂટા પડી જાય છે, તેમ મારંુ હૃદય પણ મીણનાં જેવું પોચું થઇ મારાં આંતરડામાં ઓગળી ગયું છે.
15 My strength is dried up like a potsherd. My tongue sticks to the roof of my mouth. You have brought me into the dust of death.મારું બળ માટીનાં વાસણના એક તુટેલા ટુકડંા જેવુ સુકંુ થઇ ગયું છે; મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે; અને મને ધૂળભરી મૃત્યુશૈયા ઉપર નાખી દેવામા આવ્યો છે.
16 For dogs have surrounded me. A company of evil-doers have enclosed me. They pierced my hands and my feet.કારણ, મારી આસપાસ કૂતરાં ફરી વળ્યા છે; અને મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે અને તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.
17 I can count all of my bones. They look and stare at me.હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું. આ માણસો કેટલા દુષ્ટ અને ક્રૂર છે! તેઓ ધારી ધારી ને કેવા જુએ છે!
18 They divide my garments among them. They cast lots for my clothing.તેઓ મારા વસ્રો અંદરો અંદર વહેંચી લે છે અને મારા ઝભ્ભા માટે અંદરો અંદર ચિઠ્ઠી નાખે છે.
19 But don't be far off, Yahweh. You are my help: hurry to help me.હે યહોવા, મારાથી દૂર ન જશો . હે દેવ! હે મારા આશ્રય; મારા સાર્મથ્ય, મારી મદદે આવો.
20 Deliver my soul from the sword, My precious life from the power of the dog.મને આ તરવારથી બચાવો, મારી રક્ષા કરી મારું મૂલ્યવાન જીવન પેલાં કૂતરાઓથી બચાવો.
21 Save me from the lion's mouth; Yes, from the horns of the wild oxen you have answered me.મને સિંહોના જડબામાંથી બચાવો. તે બળદોના શિંગડાઓથી મારું રક્ષણ કરો.
22 I will declare your name to my brothers. In the midst of the assembly, I will praise you.હું તમારા વિષે મારા બધા ભાઇઓને વાત કરીશ. હું ભરી સભામાં તમે કરેલી અદભૂત વસ્તુઓ વિષે વાત કરીશ.”
23 You who fear Yahweh, praise him! All you descendants of Jacob, glorify him! Stand in awe of him, all you descendants of Israel!હે યહોવાનો ભય રાખનારાઓ, તેમના ગુણગાન ગાઓ. તમે બધા યાકૂબના વંશજો, તેને માન આપો. હે ઇસ્રાએલી પરિવારો, તેમનો ભય રાખો.
24 For he has not despised nor abhorred the affliction of the afflicted, Neither has he hidden his face from him; But when he cried to him, he heard.તે ગરીબને જ્યારે મુસીબતો હોય ત્યારે કદી એમની અવગણના નથી કરતા. તેઓ કદી તેમનું મુખ એમનાથી છુપાવતા નથી. તેઓ મદદ માટે તેમને પોકાર કરે છે ત્યારે તેઓ તેમને સાંભળે છે.
25 Of you comes my praise in the great assembly. I will pay my vows before those who fear him.હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું; સર્વ ભય રાખનારાઓની સામે, હા, હું મારી માનતા પૂરી કરીશ.
26 The humble shall eat and be satisfied. They shall praise Yahweh who seek after him. Let your hearts live forever.દરિદ્રીજનો ખાઇને તૃપ્ત થશે, જેઓ યહોવાને શોધે છે, તેઓ તેમની કૃપા પ્રાપ્ત કરશે, અને તેઓ હર્ષનાદ અને અવિનાશી આનંદથી તેમની સ્તુતિ કરશે.
27 All the ends of the earth shall remember and turn to Yahweh. All the relatives of the nations shall worship before you.ભલે દૂર દેશના લોકો યહોવાનું સ્મરણ કરે અને તેમની પાસે પાછા ફરે. ભલે રાષ્ટોના બધા કુટુંબો નીચે નમીને યહોવાની ઉપાસના કરે.
28 For the kingdom is Yahweh's. He is the ruler over the nations.કારણ, યહોવા રાજા છે, અને તે સર્વ પ્રજા ઉપર રાજ કરે છે.
29 All the rich ones of the earth shall eat and worship. All those who go down to the dust shall bow before him, Even he who can't keep his soul alive.બધા લોકો, જેઓ મજબૂત અને તંદુરસ્ત છે તેઓએ ખાધું છે અને યહોવા સમક્ષ નીચે નમ્યા છે - હા, એ બધાં જેઓ મૃત્યુ પામવાની તૈયારીમાં છે અને તે પણ લોકો જેઓ અત્યાર સુધીમાં મરણ પામ્યા છે તે બધાં યહોવાની સામે નીચા નમશે.
30 Posterity shall serve him. Future generations shall be told about the Lord.યહોવાનાં અદ્ભુત કમોર્ વિષે આવતી પેઢી પણ સાંભળશે, અને આપણાં સર્વ સંતાનો પણ તેમની સેવા કરશે.
31 They shall come and shall declare his righteousness to a people that shall be born, For he has done it.આવનાર પેઢીઓ જે જન્મી નથી તેઓને પણ તેમનાં સર્વ ચમત્કાર વિષે પ્રગટ કરીને કહેશે. અને તેમનું ન્યાયીપણું પ્રગટ થશે.
Gujarati Bible