Psalm 22 - BBE (Gujarati)
1 <To the chief music-maker on Aijeleth-hash-shahar. A Psalm. Of David.> My God, my God, why are you turned away from me? why are you so far from helping me, and from the words of my crying?હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે? મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો? શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?
2 O my God, I make my cry in the day, and you give no answer; and in the night, and have no rest.હે મારા દેવ, દિવસ દરમ્યાન હું રૂદન કરૂં છું અને તમને પ્રાર્થના કરું છું, પરંતુ તમે મારી પ્રાર્થનાનો જવાબ દેતા નથી. હું તમને આખી રાત દરમ્યાન સતત બોલાવું છું.
3 But you are holy, O you who are seated among the praises of Israel.દેવ, તમે પવિત્ર છો. તમે ઇસ્રાએલના સ્તોત્ર પર બિરાજો છો.
4 Our fathers had faith in you: they had faith and you were their saviour.અમારા પૂર્વજોએ તમારા પર ભરોસો રાખ્યો હતો. અને તેઓએ ભરોસો રાખ્યો હોવાથી તમે તેઓને છોડાવ્યા.
5 They sent up their cry to you and were made free: they put their faith in you and were not put to shame.જ્યારે તેઓએ તમને પ્રાર્થના કરી, તમે તેમને મદદ કરી અને તેમને બચાવ્યાં. તેઓએ તમારામાં વિશ્વાસ રાખ્યો અને તેઓ નિરાશ થયા નહોતા.
6 But I am a worm and not a man; cursed by men, and looked down on by the people.હું માણસ નથી પણ માત્ર કીડો છુ. સમગ્ર માનવ જાત મારો તિરસ્કાર કરે છે. અને મને તુચ્છ ગણે છે.
7 I am laughed at by all those who see me: pushing out their lips and shaking their heads they say,જેઓ મને જુએ છે તેઓ બધા મારી હાંસી કરે છે. અને તેઓ મો મરડી-ડોકું ધુણાવી ને કડવી વાણી બોલે છે.
8 He put his faith in the Lord; let the Lord be his saviour now: let the Lord be his saviour, because he had delight in him.તેઓ મારી મશ્કરી કરતાં કહે છે, “તે જરૂર તને ઉગારશે કારણ તે તને ખૂબ પસંદ કરે છે.”
9 But it was you who took care of me from the day of my birth: you gave me faith even from my mother's breasts.હે યહોવા, અગાઉ તમે મને કેવી મદદ કરી હતી. તમે મને માતાના ઉદરમાંથી સુરક્ષિત બહાર લાવ્યાં હતા. હું જ્યારે મારી માતાને ધાવતો હતો ત્યારે પણ તમે મારી સંભાળ લઇને વિશ્વાસ જગાવ્યો હતો.
10 I was in your hands even before my birth; you are my God from the time when I was in my mother's body.હું જન્મથી જ તમારા હાથમાં સોંપાયેલો છું. મારા બાળપણથી જ તમે મારા દેવ છો.
11 Be not far from me, for trouble is near; there is no one to give help.તમે મારાથી જરાય આઘા ખસશો નહિ કારણ મારા માથે સંકટ આવ્યુ છે. અને મને સહાય કરે તેવું મારી સાથે કોઇ નથી.
12 A great herd of oxen is round me: I am shut in by the strong oxen of Bashan.ઘણા ભયંકર શત્રુઓએ મને ઘેરી લીધો છે. બાશાનના આખલા, મારી ચારેબાજુએ ફરી વળ્યા છે.
13 I saw their mouths wide open, like lions crying after food.જેમ ફાડી ખાનાર તથા ગર્જના કરતો સિંહ પોતાના શિકાર પર આક્રમણ કરે છે, તેમ તેઓ પોતાના મોં ખુલ્લા રાખીને મારી તરફ ધસી આવે છે.
14 I am flowing away like water, and all my bones are out of place: my heart is like wax, it has become soft in my body.જેમ પાણી વહી જાય તેમ, મારી શકિત પણ ચાલી ગઇ છે. જેમ સાંધામાંથી હાડકાં ઢીલાઁ થઇ છૂટા પડી જાય છે, તેમ મારંુ હૃદય પણ મીણનાં જેવું પોચું થઇ મારાં આંતરડામાં ઓગળી ગયું છે.
15 My throat is dry like a broken vessel; my tongue is fixed to the roof of my mouth, and the dust of death is on my lips.મારું બળ માટીનાં વાસણના એક તુટેલા ટુકડંા જેવુ સુકંુ થઇ ગયું છે; મારી જીભ મારા મુખના તાળવે ચોંટી જાય છે; અને મને ધૂળભરી મૃત્યુશૈયા ઉપર નાખી દેવામા આવ્યો છે.
16 Dogs have come round me: I am shut in by the band of evil-doers; they made wounds in my hands and feet.કારણ, મારી આસપાસ કૂતરાં ફરી વળ્યા છે; અને મને દુષ્ટોની ટોળીએ ઘેરી લીધો છે અને તેઓએ મારા હાથપગ વીંધી નાખ્યા છે.
17 I am able to see all my bones; their looks are fixed on me:હું મારા શરીરનાં સર્વ હાડકાં ગણી શકું છું. આ માણસો કેટલા દુષ્ટ અને ક્રૂર છે! તેઓ ધારી ધારી ને કેવા જુએ છે!
18 They make a division of my robes among them, by the decision of chance they take my clothing.તેઓ મારા વસ્રો અંદરો અંદર વહેંચી લે છે અને મારા ઝભ્ભા માટે અંદરો અંદર ચિઠ્ઠી નાખે છે.
19 Do not be far from me, O Lord: O my strength, come quickly to my help.હે યહોવા, મારાથી દૂર ન જશો . હે દેવ! હે મારા આશ્રય; મારા સાર્મથ્ય, મારી મદદે આવો.
20 Make my soul safe from the sword, my life from the power of the dog.મને આ તરવારથી બચાવો, મારી રક્ષા કરી મારું મૂલ્યવાન જીવન પેલાં કૂતરાઓથી બચાવો.
21 Be my saviour from the lion's mouth; let me go free from the horns of the cruel oxen.મને સિંહોના જડબામાંથી બચાવો. તે બળદોના શિંગડાઓથી મારું રક્ષણ કરો.
22 I will give the knowledge of your name to my brothers: I will give you praise among the people.હું તમારા વિષે મારા બધા ભાઇઓને વાત કરીશ. હું ભરી સભામાં તમે કરેલી અદભૂત વસ્તુઓ વિષે વાત કરીશ.”
23 You who have fear of the Lord, give him praise; all you seed of Jacob, give him glory; go in fear of him, all you seed of Israel.હે યહોવાનો ભય રાખનારાઓ, તેમના ગુણગાન ગાઓ. તમે બધા યાકૂબના વંશજો, તેને માન આપો. હે ઇસ્રાએલી પરિવારો, તેમનો ભય રાખો.
24 For he has not been unmoved by the pain of him who is troubled; or kept his face covered from him; but he has given an answer to his cry.તે ગરીબને જ્યારે મુસીબતો હોય ત્યારે કદી એમની અવગણના નથી કરતા. તેઓ કદી તેમનું મુખ એમનાથી છુપાવતા નથી. તેઓ મદદ માટે તેમને પોકાર કરે છે ત્યારે તેઓ તેમને સાંભળે છે.
25 My praise will be of you in the great meeting: I will make my offerings before his worshippers.હું તમારી કૃપાથી મોટી મંડળીમાં તમારી સ્તુતિ કરું છું; સર્વ ભય રાખનારાઓની સામે, હા, હું મારી માનતા પૂરી કરીશ.
26 The poor will have a feast of good things: those who make search for the Lord will give him praise: your heart will have life for ever.દરિદ્રીજનો ખાઇને તૃપ્ત થશે, જેઓ યહોવાને શોધે છે, તેઓ તેમની કૃપા પ્રાપ્ત કરશે, અને તેઓ હર્ષનાદ અને અવિનાશી આનંદથી તેમની સ્તુતિ કરશે.
27 All the ends of the earth will keep it in mind and be turned to the Lord: all the families of the nations will give him worship.ભલે દૂર દેશના લોકો યહોવાનું સ્મરણ કરે અને તેમની પાસે પાછા ફરે. ભલે રાષ્ટોના બધા કુટુંબો નીચે નમીને યહોવાની ઉપાસના કરે.
28 For the kingdom is the Lord's; he is the ruler among the nations.કારણ, યહોવા રાજા છે, અને તે સર્વ પ્રજા ઉપર રાજ કરે છે.
29 All the fat ones of the earth will give him worship; all those who go down to the dust will make themselves low before him, even he who has not enough for the life of his soul.બધા લોકો, જેઓ મજબૂત અને તંદુરસ્ત છે તેઓએ ખાધું છે અને યહોવા સમક્ષ નીચે નમ્યા છે - હા, એ બધાં જેઓ મૃત્યુ પામવાની તૈયારીમાં છે અને તે પણ લોકો જેઓ અત્યાર સુધીમાં મરણ પામ્યા છે તે બધાં યહોવાની સામે નીચા નમશે.
30 A seed will be his servant; the doings of the Lord will be made clear to the generation which comes after.યહોવાનાં અદ્ભુત કમોર્ વિષે આવતી પેઢી પણ સાંભળશે, અને આપણાં સર્વ સંતાનો પણ તેમની સેવા કરશે.
31 They will come and make his righteousness clear to a people of the future because he has done this.આવનાર પેઢીઓ જે જન્મી નથી તેઓને પણ તેમનાં સર્વ ચમત્કાર વિષે પ્રગટ કરીને કહેશે. અને તેમનું ન્યાયીપણું પ્રગટ થશે.
Gujarati Bible