Bible

Psalm 21 - ASV (Gujarati)

1 The king shall joy in thy strength, O Jehovah; And in thy salvation how greatly shall he rejoice!હે યહોવા, તમારી શકિતથી રાજા ખૂબ આનંદ પામે છે. તમારા તારણથી તેને એટલો બધો ગર્વ અને આનંદ થાય છે.

2 Thou hast given him his heart's desire, And hast not withholden the request of his lips. Selahકારણ કે તમે તેને તેનાં હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે. તેના હોઠે કરેલી અરજીને તમે કદી નકારી નથી.

3 For thou meetest him with the blessings of goodness: Thou settest a crown of fine gold on his head.કારણ કે તમે તેને સફળતાં અને સમૃદ્ધિ આપી રાજ્યાસન પર બેસાડ્યો છે. અને પ્રેમથી તમે તેના માથે શુદ્ધ સોનાનો મુગટ પહેરાવ્યો છે.

4 He asked life of thee, thou gavest it him, Even length of days for ever and ever.હે યહોવા, રાજાએ તમારી પાસે જીવન માગ્યું અને તમે તેને સર્વકાળ રહે એવું દીર્ધાયુષ્ય આપ્યું.

5 His glory is great in thy salvation: Honor and majesty dost thou lay upon him.તમે તેને જે વિજય અપાવ્યો તેનાથી તેની કિતિર્માં ઘણો વધારો થયો. તમે તેને કૃપાના અને ગૌરવના વસ્રોથી શણગાર્યો છે.

6 For thou makest him most blessed for ever: Thou makest him glad with joy in thy presence.કારણ કે તમે તેને હંમેશા આશીર્વાદ આપો છો. અને તમે તેને તમારી સમક્ષ રહેવાનો આનંદ આપો છો.

7 For the king trusteth in Jehovah; And through the lovingkindness of the Most High he shall not be moved.કારણ રાજા યહોવાનો ભરોસો કરે છે. અને તેને કદીય પરાત્પર દેવની કૃપાથી વંચિત કરવામાં નહિ આવે.

8 Thy hand will find out all thine enemies; Thy right hand will find out those that hate thee.તમે તમારા તમામ શત્રુઓને પકડી લેશો અને તમારો જમણો હાથ શોધી કાઢશે કે કોણ તમને ધિક્કારે છે.

9 Thou wilt make them as a fiery furnace in the time of thine anger: Jehovah will swallow them up in his wrath, And the fire shall devour them.જયારે તમે પ્રગટ થશો ત્યારે તેઓ તમારી પવિત્ર ઉપસ્થિતિના દિવ્ય અગ્નિમાં નાશ પામશે. યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે અને તેમનો કોપાજ્ઞિ તેમને બાળીને રાખ કરી દેશે.

10 Their fruit wilt thou destroy from the earth, And their seed from among the children of men.યહોવા પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશે; માણસ જાતમાંથી તેમના વંશજો નાશ પામશે.

11 For they intended evil against thee; They conceived a device which they are not able to perform.કારણ, હે યહોવા, આ માણસોએ તમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે. છતાં તેઓને કદાપિ સફળતાં મળવાની નથી.

12 For thou wilt make them turn their back; Thou wilt make ready with thy bowstrings against their face.તમારી પણછથી તમે તેઓ પર જે નિશાન તાકયું છે. તે જ્યારે તેઓ જોશે, ત્યારે તેઓએ પાછા હઠી જવું પડશે.

13 Be thou exalted, O Jehovah, in thy strength: So will we sing and praise thy power. Psalm 22 For the Chief Musician; set to Aijaleth hash-Shahar. A Psalm of David.હે યહોવા, તમારા મહાન સાર્મથ્ય માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ; અને તમારા મહાન કમોર્ની ઉજવણી કરવા સ્તુતિગીતો બનાવી ગાઇશું.

Gujarati Bible