Bible

Psalm 148 - WEB (Gujarati)

1 Praise Yah! Praise Yahweh from the heavens! Praise him in the heights!યહોવાની સ્તુતિ કરો! આકાશમાંથી તેમની સ્તુતિ કરો! ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!

2 Praise him, all his angels! Praise him, all his host!તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો; તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!

3 Praise him, sun and moon! Praise him, all you shining stars!સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો! સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!

4 Praise him, you heavens of heavens, You waters that are above the heavens.આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો! આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!

5 Let them praise the name of Yahweh, For he commanded, and they were created.તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો; કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.

6 He has also established them forever and ever. He has made a decree which will not pass away.દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.

7 Praise Yahweh from the earth, You great sea creatures, and all depths!હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો; હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.

8 Lightning and hail, snow and clouds; Stormy wind, fulfilling his word;અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ; આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.

9 Mountains and all hills; Fruit trees and all cedars;તમે પર્વતો તથા ડુંગરો; ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.

10 Wild animals and all cattle; Small creatures and flying birds;હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ; પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;

11 Kings of the earth and all peoples; Princes and all judges of the earth;પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ, તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;

12 Both young men and maidens; Old men and children:યુવાનો અને કન્યાઓ, વૃદ્ધો અને બાળકો;

13 Let them praise the name of Yahweh, For his name alone is exalted. His glory is above the earth and the heavens.તમે સર્વે યહોવાની સ્તુતિ કરો કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે! આકાશ અને પૃથ્વી પરની તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!

14 He has lifted up the horn of his people, The praise of all his saints; Even of the children of Israel, a people near to him. Praise Yah!તે તેમના લોકોની તાકાત વધારશે, તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો. સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.

Gujarati Bible