Bible

Psalm 127 - WEB (Gujarati)

1 > Unless Yahweh builds the house, They labor in vain who build it. Unless Yahweh watches over the city, The watchman guards it in vain.જો યહોવા ઘર ન બાંધે તો; બાંધનારાઓનો શ્રમ વ્યર્થ છે, અને જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો; ચોકીદારનો ચોકી પહેરો સમયની બરબાદી છે!

2 It is vain for you to rise up early, To stay up late, Eating the bread of toil; For he gives sleep to his loved ones.જીવવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી સખત પરિશ્રમ કરવાનો કોઇ અર્થ નથી, કારણકે તે તેમને ચાહનારા પ્રત્યેકને આરામ આપે છે.

3 Behold, children are a heritage of Yahweh. The fruit of the womb is his reward.બાળકો યહોવા પાસેથી મળેલી ભેટ છે. તેઓ માતાના દેહમાંથી મળેલું ઇનામ છે.

4 As arrows in the hand of a mighty man, So are the children of youth.યુવાવસ્થામાંના પુત્રો તો; બળવાન વીર યોદ્ધાનાં હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.

5 Happy is the man who has his quiver full of them. They won't be disappointed when they speak with their enemies in the gate.જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તેને ધન્ય છે. જ્યારે તે નગરનાં દરવાજે શત્રુઓ સામે લડશે ત્યારે તે પરાજ્જિત નહિ થાય. કારણકે તેનાં પુત્રો તેનો બચાવ કરશે.

Gujarati Bible