Bible

Proverbs 9 - WEB (Gujarati)

1 Wisdom has built her house. She has carved out her seven pillars.જ્ઞાનેે પોતાનું ઘર બાંધ્યું છે. તેણે પોતાના સાત સ્તંભો કોતરી કાઢયા છે;

2 She has prepared her meat. She has mixed her wine. She has also set her table.તેણે માંસ અને દ્રાક્ષારસ તૈયાર કર્યા છે; અને મેજ ગોઠવીને તૈયાર કર્યુ છે.

3 She has sent out her maidens. She cries from the highest places of the city:તેણે પોતાની દાસીઓને શહેરમાં ઊંચામાં ઊંચા સ્થાનેથી આ જાહેર કરવા મોકલી છે કે,

4 "Whoever is simple, let him turn in here!" As for him who is void of understanding, she says to him,“કોઇ ભોળું હોય, તે અહીં અંદર આવે; અને બુદ્ધિહીન લોકોને તે કહે છે,

5 "Come, eat some of my bread, Drink some of the wine which I have mixed!આવો, મારી સાથે ભોજન લો અને મેં રેડેલો દ્રાક્ષારસ પીઓ.

6 Leave your simple ways, and live. Walk in the way of understanding."તમારી હઠ છોડી દો તો જીવવા પામશો, બુદ્ધિને માગેર્ ચાલો.”

7 He who corrects a mocker invites insult. He who reproves a wicked man invites abuse.જે ઉદ્ધત માણસને ઠપકો આપે છે તે અપમાનિત થાય છે. જે દુષ્ટ માણસને સુધારવા જાય છે તે દુ:ભાય છે.

8 Don't reprove a scoffer, lest he hate you. Reprove a wise man, and he will love you.ઉદ્ધત માણસને ઠપકો ન આપો, નહિ તો તે તારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે.

9 Instruct a wise man, and he will be still wiser. Teach a righteous man, and he will increase in learning.જો તમે જ્ઞાની વ્યકિતને સલાહ આપશો તો તે વધુ જ્ઞાની બનશે. અને ન્યાયી વ્યકિતને શિક્ષણ આપશો તો તેના જ્ઞાનમાં વૃદ્ધિ થશે.

10 The fear of Yahweh is the beginning of wisdom. The knowledge of the Holy One is understanding.યહોવાથી ડરવું એ જ્ઞાનની શરૂઆત છે, પરમપવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે.

11 For by me your days will be multiplied. The years of your life will be increased.જ્ઞાનને લીધે તારું આયુષ્ય લાંબુ થશે અને તારા જીવનના વષોર્ વધશે.

12 If you are wise, you are wise for yourself. If you mock, you alone will bear it.જો તું જ્ઞાની હોય તો એ તારા લાભની વાત છે.જો તું ઉદ્ધત થઇશ, તો તારે તેની કિંમ્મત ચૂકવવી પડશે.મૂર્ખ સ્ત્રી કંકાસિપણ

13 The foolish woman is loud, Undisciplined, and knows nothing.મૂર્ખ સ્ત્રી કંકાસિપણ છે; અને સમજણ વગરની છે. અને છેક અજાણ છે.

14 She sits at the door of her house, On a seat in the high places of the city,તે નગરની ઊંચી જગાઓ ઉપર અને પોતાના ઘરને બારણે બેસે છે.

15 To call to those who pass by, Who go straight on their ways,ત્યાંથી તેણી પોતાને માગેર્ ઝડપથી પસાર થતા લોકોને બોલાવે છે.

16 "Whoever is simple, let him turn in here." As for him who is void of understanding, she says to him,“જે કોઇ મૂર્ખ હોય, તેે અહીં અંદર આવે; અને બુદ્ધિહીનને તેણી કહે છે કે,

17 "Stolen water is sweet. Food eaten in secret is pleasant."“ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને છુપાવીને ખાધેલો રોટલો સ્વાદિષ્ટ લાગે છે.”

18 But he doesn't know that the dead are there, That her guests are in the depths of Sheol.પરંતુ એ લોકોને ખબર નથી કે ત્યાં તો મોતની જગ્યા છે. અને તેના મહેમાનો શેઓલ તરફ આગળ વધી રહ્યાં છે.

Gujarati Bible