Bible

Proverbs 9 - BBE (Gujarati)

1 Wisdom has made her house, putting up her seven pillars.જ્ઞાનેે પોતાનું ઘર બાંધ્યું છે. તેણે પોતાના સાત સ્તંભો કોતરી કાઢયા છે;

2 She has put her fat beasts to death; her wine is mixed, her table is ready.તેણે માંસ અને દ્રાક્ષારસ તૈયાર કર્યા છે; અને મેજ ગોઠવીને તૈયાર કર્યુ છે.

3 She has sent out her women-servants; her voice goes out to the highest places of the town, saying,તેણે પોતાની દાસીઓને શહેરમાં ઊંચામાં ઊંચા સ્થાનેથી આ જાહેર કરવા મોકલી છે કે,

4 Whoever is simple, let him come in here; and to him who has no sense, she says:“કોઇ ભોળું હોય, તે અહીં અંદર આવે; અને બુદ્ધિહીન લોકોને તે કહે છે,

5 Come, take of my bread, and of my wine which is mixed.આવો, મારી સાથે ભોજન લો અને મેં રેડેલો દ્રાક્ષારસ પીઓ.

6 Give up the simple ones and have life, and go in the way of knowledge.તમારી હઠ છોડી દો તો જીવવા પામશો, બુદ્ધિને માગેર્ ચાલો.”

7 He who gives teaching to a man of pride gets shame for himself; he who says sharp words to a sinner gets a bad name.જે ઉદ્ધત માણસને ઠપકો આપે છે તે અપમાનિત થાય છે. જે દુષ્ટ માણસને સુધારવા જાય છે તે દુ:ભાય છે.

8 Do not say sharp words to a man of pride, or he will have hate for you; make them clear to a wise man, and you will be dear to him.ઉદ્ધત માણસને ઠપકો ન આપો, નહિ તો તે તારો તિરસ્કાર કરશે, જ્ઞાની માણસને ભૂલ બતાવશો તો તે તમને પ્રેમ કરશે.

9 Give teaching to a wise man, and he will become wiser; give training to an upright man, and his learning will be increased.જો તમે જ્ઞાની વ્યકિતને સલાહ આપશો તો તે વધુ જ્ઞાની બનશે. અને ન્યાયી વ્યકિતને શિક્ષણ આપશો તો તેના જ્ઞાનમાં વૃદ્ધિ થશે.

10 The fear of the Lord is the start of wisdom, and the knowledge of the Holy One gives a wise mindયહોવાથી ડરવું એ જ્ઞાનની શરૂઆત છે, પરમપવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે.

11 For by me your days will be increased, and the years of your life will be long.જ્ઞાનને લીધે તારું આયુષ્ય લાંબુ થશે અને તારા જીવનના વષોર્ વધશે.

12 If you are wise, you are wise for yourself; if your heart is full of pride, you only will have the pain of it.જો તું જ્ઞાની હોય તો એ તારા લાભની વાત છે.જો તું ઉદ્ધત થઇશ, તો તારે તેની કિંમ્મત ચૂકવવી પડશે.મૂર્ખ સ્ત્રી કંકાસિપણ

13 The foolish woman is full of noise; she has no sense at all.મૂર્ખ સ્ત્રી કંકાસિપણ છે; અને સમજણ વગરની છે. અને છેક અજાણ છે.

14 Seated at the door of her house, in the high places of the town,તે નગરની ઊંચી જગાઓ ઉપર અને પોતાના ઘરને બારણે બેસે છે.

15 Crying out to those who go by, going straight on their way, she says:ત્યાંથી તેણી પોતાને માગેર્ ઝડપથી પસાર થતા લોકોને બોલાવે છે.

16 Whoever is simple, let him come in here: and to him who is without sense, she says:“જે કોઇ મૂર્ખ હોય, તેે અહીં અંદર આવે; અને બુદ્ધિહીનને તેણી કહે છે કે,

17 Drink taken without right is sweet, and food in secret is pleasing.“ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને છુપાવીને ખાધેલો રોટલો સ્વાદિષ્ટ લાગે છે.”

18 But he does not see that the dead are there, that her guests are in the deep places of the underworld.પરંતુ એ લોકોને ખબર નથી કે ત્યાં તો મોતની જગ્યા છે. અને તેના મહેમાનો શેઓલ તરફ આગળ વધી રહ્યાં છે.

Gujarati Bible