Bible

Proverbs 29 - WEB (Gujarati)

1 He who is often rebuked and stiffens his neck Will be destroyed suddenly, with no remedy.જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માત નાશ પામશે, તેનો કોઇ ઉપાય રહેશે નહિ.

2 When the righteous thrive, the people rejoice; But when the wicked rule, the people groan.જ્યારે ન્યાયી લોકો સત્તા પર આવે છે ત્યારે લોકો આનંદોત્સવ કરે છે, પણ દુર્જનના હાથમાં સત્તા આવે છે ત્યારે તેઓ નિસાસા નાખે છે.

3 Whoever loves wisdom brings joy to his father; But a companion of prostitutes squanders his wealth.જે કોઇ જ્ઞાનને પ્રેમ કરે તે પોતાના પિતાને આનંદ આપે છે; પણ જે વારાંગના સાથે સબંધ રાખે છે તે પોતાની સંપત્તિ પણ ગુમાવે છે.

4 The king by justice makes the land stable, But he who takes bribes tears it down.નીતિમાન ન્યાયી રાજા દેશને સ્થિરતા અપેર્ છે, પણ લાંચ મેળવવાનું ચાહે છે તે તેનો નાશ કરે છે.

5 A man who flatters his neighbor, Spreads a net for his feet.જે માણસ પોતાના પડોશીના ખોટા વખાણ કરે છે તે તેને ફસાવવા જાળ પાથરે છે.

6 An evil man is snared by his sin, But the righteous can sing and be glad.દુર્જન પોતાના પાપનાં ફાંદામાં ફસાય છે. સજ્જન આનંદ કરે છે.

7 The righteous care about justice for the poor. The wicked aren't concerned about knowledge.સજ્જન ગરીબોના હિતની ચિંતા રાખે છે. દુર્જનને તે સમજવાની પણ પડી નથી.

8 Mockers stir up a city, But wise men turn away anger.તિરસ્કાર કરનાર માણસો શહેર ઉશ્કેરે છે, પરંતુ હોશિયાર રોષને સમાવે છે.

9 If a wise man goes to court with a foolish man, The fool rages or scoffs, and there is no peace.જો ડાહ્યો માણસ મૂર્ખ સાથે ન્યાયાલયમાં જાય તો તો મૂર્ખ ડાહી વ્યકિત પર ગુસ્સે થશે અને હસશે, અને ત્યાં કાંઇ સૂઝાવ નહિ હોય.

10 The bloodthirsty hate a man of integrity; And they seek the life of the upright.લોહી તરસ્યા માણસો પ્રામાણિક માણસો પર વૈર રાખે છે, અને તેઓ ન્યાયી માણસોને મારી નાખવા માટે ઝૂરે છે.

11 A fool vents all of his anger, But a wise man brings himself under control.મૂર્ખ માણસ પોતનો ક્રોધ બહાર ઠાલવે છે, પણ ડાહી વ્યકિત પોતાની જાતને કાબૂમાં રાખે છે.

12 If a ruler listens to lies, All of his officials are wicked.કોઇ શાસનકર્તા જૂઠાંણું કાને ધરે છે, તો તેના બધા અમલદારો દુષ્ટ થઇ જાય છે.

13 The poor man and the oppressor have this in common: Yahweh gives sight to the eyes of both.ગરીબને જેઓ તેમને તકલીફ આપે છે તેમનામાં એક સમાનતા છે. યહોવાએ તેમને જીવન આપ્યુ છે.

14 The king who fairly judges the poor, His throne shall be established forever.જે રાજા વિશ્વાસુપણાથી ગરીબોનો ન્યાય કરે છે, તેનો હોદૃો સદાને માટે સ્થિર રહેશે.

15 The rod of correction gives wisdom, But a child left to himself causes shame to his mother.સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું બાળક પોતાની માને ફજેત કરે છે.

16 When the wicked increase, sin increases; But the righteous will see their downfall.દુર્જનો સત્તા ઉપર આવે છે ત્યારે પાપ વધે છે, પણ સજ્જનો તેઓની પડતી થતી જોશે.

17 Correct your son, and he will give you peace; Yes, he will bring delight to your soul.તું તારા દીકરાને શિક્ષા કરીશ તો તે તારા માટે આશીર્વાદરૂપ હશે, તે તારા હૈયાને આનંદ આપશે.

18 Where there is no revelation, the people cast off restraint; But one who keeps the law is blessed.જ્યાં સંદર્શન નથી, ત્યાં લોકો સ્વેચ્છાચારી બની જાય છે, પણ જે દેવના નિયમને વળગી રહે છે તે સુખી છે.

19 A servant can't be corrected by words. Though he understands, yet he will not respond.ગુલામોને એકલા શબ્દથી સુધારી ન શકાય, કારણ, તે સમજશે તો પણ ગણકારશે નહિ.

20 Do you see a man who is hasty in his words? There is more hope for a fool than for him.તમે ઝડપથી બોલતા માણસને જુઓ છો? તેના કરતાં મૂર્ખ માટે વધારે આશા છે.

21 He who pampers his servant from youth Will have him become a son in the end.નાનપણથી લાડમાં ઉછરેલો ગુલામ પછીથી તે તેનો દીકરો થઇ જાય છે.

22 An angry man stirs up strife, And a wrathful man abounds in sin.ક્રોધી માણસ ઝઘડા સળગાવે છે, અને ગુસ્સાવાળો વ્યકિત ઘણા ગુના કરે છે.

23 A man's pride brings him low, But one of lowly spirit gains honor.અભિમાન વ્યકિતને અપમાનિત કરે છે, પણ નમ્રતાથી વ્યકિત સન્માન મેળવે છે.

24 Whoever is an accomplice of a thief is an enemy of his own soul. He takes an oath, but dares not testify.ચોરનો ભાગીદાર પોતાનો જ દુશ્મન છે; તેને જુબાની આપવા માટે બોલાવાય છે, પણ સાક્ષી નથી પૂરતો.

25 The fear of man proves to be a snare, But whoever puts his trust in Yahweh is kept safe.વ્યકિતનો ભય એ છટકું છે, પણ જે કોઇ યહોવા પર વિશ્વાસ રાખે છે તે સુરક્ષિત છે.

26 Many seek the ruler's favor, But a man's justice comes from Yahweh.સૌ કોઇ શાશકની કૃપા શોધે છે, પણ ન્યાય તો યહોવા પાસેથી જ મળી શકે છે.

27 A dishonest man detests the righteous, And the upright in their ways detest the wicked.પણ સજ્જનો દુર્જનોને તિરસ્કારે છે અને દુર્જનો સાચા માગેર્ ચાલનારને ધૂત્કારે છે.

Gujarati Bible