Bible

Proverbs 25 - ASV (Gujarati)

1 These also are proverbs of Solomon, which the men of Hezekiah king of Judah copied out.આ પણ સુલેમાનનાં નીતિવચનો છે. જે યહૂદિયાના રાજા હિઝિક્યાના માણસોએ ઉતારી લીધાં હતાં

2 It is the glory of God to conceal a thing; But the glory of kings is to search out a matter.કોઇ બાબત ગુપ્ત રહે તેમાં દેવનો મહિમા છે, પણ કોઇ બાબત શોધી કાઢવી એમાં રાજાનો ગૌરવ છે.

3 As the heavens for height, and the earth for depth, So the heart of kings is unsearchable.જેમ આકાશની ઊંચાઇ તથા પૃથ્વીની ઊંડાઇની જેમ રાજાનું મન પણ અગાધ છે.

4 Take away the dross from the silver, And there cometh forth a vessel for the refiner:ચાંદીમાંથી નકામો ભાગ કાઢી નાખો એટલે રૂપાનો કારીગર તેમાંથી વાસણ બનાવી શકશે.

5 Take away the wicked `from' before the king, And his throne shall be established in righteousness.તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો એટલે તેનું સિંહાસન ન્યાયવડે સ્થિર થશે.

6 Put not thyself forward in the presence of the king, And stand not in the place of great men:રાજાની હાજરીમાં પોતાની બડાઇ ન કરવી. મોટા માણસોની જગાએ ઊભા ન રહેવું.

7 For better is it that it be said unto thee, Come up hither, Than that thou shouldest be put lower in the presence of the prince, Whom thine eyes have seen.ઉમરાવના દેખતાં તને નીચે ઉતારવામાં આવે તેના કરતાં “આમ આવો” કરીને ઉપર બેસાડે એ વધું સારું છે.

8 Go not forth hastily to strive, Lest `thou know not' what to do in the end thereof, When thy neighbor hath put thee to shame.તેં જે જોયું હોય તેને વિશે ન્યાયાલયે દોડી જવામાં ઉતાવળ ન કરીશ, કારણ, જ્યારે તને તારો પડોશી, ખોટો સાબિત કરશે તો તું શું કરીશ?

9 Debate thy cause with thy neighbor `himself', And disclose not the secret of another;તારા પડોશી સાથેના વિવાદનું જરૂર તું નિરાકરણ કર, પણ બીજા કોઇની ગુપ્ત વાત ખુલ્લી ન કરતો.

10 Lest he that heareth it revile thee, And thine infamy turn not away.રખેને એ સાંભળી જનાર તારી નિંદા કરે અને તારી કાયમની બદનામી થાય.

11 A word fitly spoken Is `like' apples of gold in network of silver.પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.

12 `As' an ear-ring of gold, and an ornament of fine gold, `So is' a wise reprover upon an obedient ear.જ્ઞાની વ્યકિતનો ઠપકો કાને ધરનારને માટે સોનાની કડી અને સોનાના ઘરેણાં જેવા છે.

13 As the cold of snow in the time of harvest, `So is' a faithful messenger to them that send him; For he refresheth the soul of his masters.વફાદાર સંદેશાવાહક તેના મોકલનાર માટે ઉનાળામાં બરફ જેવો શીતલ હોય તેના જેવો લાગે છે, તે પોતાના ધણીના આત્માને ફરીથી તાજો કરે છે.

14 `As' clouds and wind without rain, `So is' he that boasteth himself of his gifts falsely.જે એમ કહે છે કે તે ભેટ આપશે, પણ કોડીય આપતો નથી, તે વરસાદ વગરના વાદળ અને વાયુ જેવો છે.

15 By long forbearing is a ruler persuaded, And a soft tongue breaketh the bone.લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીને પણ કદાચ મનાવી શકાય, અને કોમળ જીભ હાંડકાને ભાગે છે.

16 Hast thou found honey? eat so much as is sufficient for thee, Lest thou be filled therewith, and vomit it.જો તને મધ મળ્યું હોય, તો જોઇએ તેટલું જ ખા; કારણકે જો તું વધારે પડતું ખાઇશ તો તું વમન કરીશ.

17 Let thy foot be seldom in thy neighbor's house, Lest he be weary of thee, and hate thee.તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા; નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે.

18 A man that beareth false witness against his neighbor Is a maul, and a sword, and a sharp arrow.પોતાના પડોશી વિરૂદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડી, તરવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે.

19 Confidence in an unfaithful man in time of trouble Is `like' a broken tooth, and a foot out of joint.સંકટસમયે ધોખાબાજ માણસ પર મૂકેલો વિશ્વાસ સડેલા દાંત અને ઊતરી ગયેલા પગ જેવો છે.

20 `As' one that taketh off a garment in cold weather, `and as' vinegar upon soda, So is he that singeth songs to a heavy heart.ઊદાસ વ્યકિતની આગળ ગીતો ગાવાં તે ઠંડીમાં અંગ પરથી વસ્ત્ર કાઢી લેવા જેવું છે, અથવા ઘા ઉપર સરકો રેડવા જેવું છે.

21 If thine enemy be hungry, give him bread to eat; And if he be thirsty, give him water to drink:જો તારો શત્રુ ભૂખ્યો હોય તો તેને ખાવા માટે રોટલો આપ. અને તરસ્યો હોય તો પીવા માટે પાણી આપ.

22 For thou wilt heap coals of fire upon his head, And Jehovah will reward thee.એમ કરવાથી તું તેના માથા ઉપર સળગતો કોલસો મૂકતો હોઇશ. અને યહોવા તને તેનો બદલો આપશે.

23 The north wind bringeth forth rain: So doth a backbiting tongue an angry countenance.ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમ જ ચાડીખોર જીભ ક્રોધિત ચહેરો ઉપજાવે છે.

24 It is better to dwell in the corner of the housetop, Than with a contentious woman in a wide house.કજિયાખોર સ્ત્રીની સાથે ઘરમાં અંદર રહેવાં કરતાં ધાબાના ખૂણામાં વાસ કરવો સારો છે.

25 `As' cold waters to a thirsty soul, So is good news from a far country.દૂર દેશથી આવતા શુભ સમાચાર તરસ્યા ગળા માટે શીતલ પાણી જેવા લાગે છે.

26 `As' a troubled fountain, and a corrupted spring, `So is' a righteous man that giveth way before the wicked.જે સજ્જન માણસ દુષ્ટ માણસની સામે પડે છે તે ડહોળાયેલા ઝરણા કે ઝેર ભરેલા કૂવા જેવો છે.

27 It is not good to eat much honey: So `for men' to search out their own glory is grievous.વધુ પડતું મધ ખાવું સારું નહિ, પોતાની મોટાઇ પોતે ગાવામાં મોટાઇ નથી.

28 He whose spirit is without restraint Is `like' a city that is broken down and without walls.જે વ્યકિત પોતાની જાત પર કાબૂ ધરાવતો નથી તે માણસ કોટ વગરના નગર જેવો છે.

Gujarati Bible