Proverbs 20 - WEB (Gujarati)
1 Wine is a mocker, and beer is a brawler; Whoever is led astray by them is not wise.દ્રાક્ષારસ હાંસી ઊડાવનાર છે, મધનું પીણું દંગો મચાવે છે; જે કોઇ સુરાપાનને લીધે ખોટેમાગેર્ જાય છે તો તે જ્ઞાની નથી.
2 The terror of a king is like the roaring of a lion: He who provokes him to anger forfeits his own life.રાજાની ધમકી સિંહની ગર્જના જેવી છે; તેનો રોષ વહોરી લેનાર પોતાના જ જીવને જોખમમાં મૂકે છે.
3 It is an honor for a man to keep aloof from strife; But every fool will be quarreling.ઝગડાથી દૂર રહેવું સન્માનીય છે, પણ મૂરખ ઝગડો કરવા માટે ઊતાવળો હોય છે.
4 The sluggard will not plow by reason of the winter; Therefore he shall beg in harvest, and have nothing.આળસુ વ્યકિત ઉચિત સમયે ખેડ કરતો નથી, અને કાપણી વખતે પાક લેવા જાય છે, ત્યારે તેને કશું મળતું નથી.
5 Counsel in the heart of man is like deep water; But a man of understanding will draw it out.અક્કલ વ્યકિતના મનમાં ઊંડા પાણી જેવી છે, પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે.
6 Many men claim to be men of unfailing love, But who can find a faithful man?ઘણા લોકો દાવો કરે છે કે તેઓ વિશ્વાસુ મિત્રો છે; પણ જેના પર વિશ્વાસ રાખી શકાય એવો માણસ ક્યાં મળે?
7 A righteous man walks in integrity. Blessed are his children after him.નીતિમત્તાને માગેર્ ચાલનારી વ્યકિત સુંદર જીવન જીવે છે. અને તેની પછી તેના બાળકો આશીર્વાદિત છે.
8 A king who sits on the throne of judgment Scatters away all evil with his eyes.ન્યાયાસન પર બેઠેલો રાજા પોતાની આંખથીજ દુષ્ટને ઓળખી કાઢે છે.
9 Who can say, "I have made my heart pure. I am clean and without sin?"કોણ કહી શકે કે, મેઁ મારું અંત:કરણ સાફ છે અને હું પાપથી ચોખ્ખો થયો હું?
10 Differing weights and differing measures, Both of them alike are an abomination to Yahweh.આપવા-લેવાનાં જુદાં કાટલાં અને જુદાં માપ એ બન્નેથી યહોવા કંટાળે છે.
11 Even a child makes himself known by his doings, Whether his work is pure, and whether it is right.બાળક પણ તેના આચરણથી પરખાય છે કે તેનાં કાર્યો શુદ્ધ અને સાચાં છે કે કેમ?
12 The hearing ear, and the seeing eye, Yahweh has made even both of them.સાંભળતો કાન અને દેખતી આંખ બંને યહોવાએ બનાવ્યાં છે.
13 Don't love sleep, lest you come to poverty; Open your eyes, and you shall be satisfied with bread.ઊંઘ સાથે પ્રીત કરશો તો તમે બધું ખોઇ બેસશો, આંખ ઊઘાડી રાખશો તો ભરપેટ ખાવા પામશો.
14 "It's no good, it's no good," says the buyer; But when he is gone his way, then he boasts.આ તો ખરાબ છે, ખરાબ છે, એવું ખરીદનાર કહે છે; પણ પછીથી પોતાની ખરીદી વિષે બડાશ મારે છે.
15 There is gold and abundance of rubies; But the lips of knowledge are a rare jewel.ત્યાં સોનું છે અને ત્યાં માણેક છે, પણ જ્ઞાની વાણી તો કિંમતી રત્નો જેવી છે.
16 Take the garment of one who puts up collateral for a stranger; And hold him in pledge for a wayward woman.અજાણ્યાના જામીન થનારનાં કપડાં લઇ લેવાં અને તે અવેજમાં રાખવાં.
17 Fraudulent food is sweet to a man, But afterwards his mouth is filled with gravel.છેતરપિંડીથી મેળવેલો રોટલો મીઠો તો લાગે છે પણ પછી મોમાં રેતી ને કાંકરા રહી જાય છે.
18 Plans are established by advice; By wise guidance you wage war!દરેક યોજના સલાહથી પરિપૂર્ણ થયેલી છે માટે શાણી સલાહ પ્રમાણે તમારે યુદ્ધ કરવું.
19 He who goes about as a tale-bearer reveals secrets; Therefore don't keep company with him who opens wide his lips.જે વ્યકિત ખાનગી વાતોને બહાર પાડે છે તે કૂથલી કરનારો છે. માટે વાતોડિયા સાથે સંબંધ ન રાખવો.
20 Whoever curses his father or his mother, His lamp shall be put out in blackness of darkness.માતાપિતાને શાપ આપનારનો દીવો ઘોર અંધકારમાં ઓલવાઇ જશે.
21 An inheritance quickly gained at the beginning, Won't be blessed in the end.વારસો જલદીથી મેળવવામાં આવે છે, પણ તેનું પરિણામ આખરે સુખદાઇ હોતું નથી.
22 Don't say, "I will pay back evil." Wait for Yahweh, and he will save you.હું ભૂંડાઇનો બદલો લઇશ, એવું તારે ન કહેવું જોઇએ; યહોવાની રાહ જોજે, તે તને ઉગારી લેશે.
23 Yahweh detests differing weights, And dishonest scales are not pleasing.જુદાં જુદાં કાટલાંથી યહોવાને ગુસ્સો છે; ખોટો કાંટો સારો નથી.
24 A man's steps are from Yahweh; How then can man understand his way?યહોવા વ્યકિતના પગલાંને દોરે છે, તો પછી વ્યકિત તેનો માર્ગ શી રીતે સમજી શકે?
25 It is a snare to a man to make a rash dedication, Then later to consider his vows.વગર વિચારે એમ કહી દેવું કે અમુક વસ્તુ અર્પણ કરેલી છે, અને માનતા માન્યા પછી તેના વિષે તપાસ કરવી એ માણસને ફાંદારૂપ છે.
26 A wise king winnows out the wicked, And drives the threshing wheel over them.જ્ઞાની રાજા દુષ્ટોને વિખેરી કાઢે છે, અને તેમને સખત સજા કરે છે.
27 The spirit of man is Yahweh's lamp, Searching all his innermost parts.વ્યકિતનો અંતરાત્મા યહોવાનો દીવો છે, તે તેના અંતરનો ખૂણે-ખૂણો તપાસે છે.
28 Love and faithfulness keep the king safe. His throne is sustained by love.કૃપા અને સત્ય રાજાનું રક્ષણ કરે છે. તેનું રાજ્યાસન વફાદારી ઉપર ટકેલું છે.
29 The glory of young men is their strength. The splendor of old men is their gray hair.યુવાનોનું ગર્વ તેઓનું બળ છે; અને સફેદવાળ વૃદ્ધોની શોભા છે.
30 Wounding blows cleanse away evil, And beatings purge the innermost parts.ચાબખા અને ઘા દુષ્ટતાને ભૂંસી નાખે છે. ફટકા અંતરના ઊંડાણ સુધી પહોંચે છે.
Gujarati Bible