Proverbs 20 - ASV (Gujarati)
1 Wine is a mocker, strong drink a brawler; And whosoever erreth thereby is not wise.દ્રાક્ષારસ હાંસી ઊડાવનાર છે, મધનું પીણું દંગો મચાવે છે; જે કોઇ સુરાપાનને લીધે ખોટેમાગેર્ જાય છે તો તે જ્ઞાની નથી.
2 The terror of a king is as the roaring of a lion: He that provoketh him to anger sinneth `against' his own life.રાજાની ધમકી સિંહની ગર્જના જેવી છે; તેનો રોષ વહોરી લેનાર પોતાના જ જીવને જોખમમાં મૂકે છે.
3 It is an honor for a man to keep aloof from strife; But every fool will be quarrelling.ઝગડાથી દૂર રહેવું સન્માનીય છે, પણ મૂરખ ઝગડો કરવા માટે ઊતાવળો હોય છે.
4 The sluggard will not plow by reason of the winter; Therefore he shall beg in harvest, and have nothing.આળસુ વ્યકિત ઉચિત સમયે ખેડ કરતો નથી, અને કાપણી વખતે પાક લેવા જાય છે, ત્યારે તેને કશું મળતું નથી.
5 Counsel in the heart of man is `like' deep water; But a man of understanding will draw it out.અક્કલ વ્યકિતના મનમાં ઊંડા પાણી જેવી છે, પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે.
6 Most men will proclaim every one his own kindness; But a faithful man who can find?ઘણા લોકો દાવો કરે છે કે તેઓ વિશ્વાસુ મિત્રો છે; પણ જેના પર વિશ્વાસ રાખી શકાય એવો માણસ ક્યાં મળે?
7 A righteous man that walketh in his integrity, Blessed are his children after him.નીતિમત્તાને માગેર્ ચાલનારી વ્યકિત સુંદર જીવન જીવે છે. અને તેની પછી તેના બાળકો આશીર્વાદિત છે.
8 A king that sitteth on the throne of judgment Scattereth away all evil with his eyes.ન્યાયાસન પર બેઠેલો રાજા પોતાની આંખથીજ દુષ્ટને ઓળખી કાઢે છે.
9 Who can say, I have made my heart clean, I am pure from my sin?કોણ કહી શકે કે, મેઁ મારું અંત:કરણ સાફ છે અને હું પાપથી ચોખ્ખો થયો હું?
10 Diverse weights, and diverse measures, Both of them alike are an abomination to Jehovah.આપવા-લેવાનાં જુદાં કાટલાં અને જુદાં માપ એ બન્નેથી યહોવા કંટાળે છે.
11 Even a child maketh himself known by his doings, Whether his work be pure, and whether it be right.બાળક પણ તેના આચરણથી પરખાય છે કે તેનાં કાર્યો શુદ્ધ અને સાચાં છે કે કેમ?
12 The hearing ear, and the seeing eye, Jehovah hath made even both of them.સાંભળતો કાન અને દેખતી આંખ બંને યહોવાએ બનાવ્યાં છે.
13 Love not sleep, let thou come to poverty; Open thine eyes, `and' thou shalt be satisfied with bread.ઊંઘ સાથે પ્રીત કરશો તો તમે બધું ખોઇ બેસશો, આંખ ઊઘાડી રાખશો તો ભરપેટ ખાવા પામશો.
14 It is bad, it is bad, saith the buyer; But when he is gone his way, then he boasteth.આ તો ખરાબ છે, ખરાબ છે, એવું ખરીદનાર કહે છે; પણ પછીથી પોતાની ખરીદી વિષે બડાશ મારે છે.
15 There is gold, and abundance of rubies; But the lips of knowledge are a precious jewel.ત્યાં સોનું છે અને ત્યાં માણેક છે, પણ જ્ઞાની વાણી તો કિંમતી રત્નો જેવી છે.
16 Take his garment that is surety for a stranger; And hold him in pledge `that is surety' for foreigners.અજાણ્યાના જામીન થનારનાં કપડાં લઇ લેવાં અને તે અવેજમાં રાખવાં.
17 Bread of falsehood is sweet to a man; But afterwards his mouth shall be filled with gravel.છેતરપિંડીથી મેળવેલો રોટલો મીઠો તો લાગે છે પણ પછી મોમાં રેતી ને કાંકરા રહી જાય છે.
18 Every purpose is established by counsel; And by wise guidance make thou war.દરેક યોજના સલાહથી પરિપૂર્ણ થયેલી છે માટે શાણી સલાહ પ્રમાણે તમારે યુદ્ધ કરવું.
19 He that goeth about as a tale-bearer revealeth secrets; Therefore company not with him that openeth wide his lips.જે વ્યકિત ખાનગી વાતોને બહાર પાડે છે તે કૂથલી કરનારો છે. માટે વાતોડિયા સાથે સંબંધ ન રાખવો.
20 Whoso curseth his father or his mother, His lamp shall be put out in blackness of darkness.માતાપિતાને શાપ આપનારનો દીવો ઘોર અંધકારમાં ઓલવાઇ જશે.
21 An inheritance `may be' gotten hastily at the beginning; But the end thereof shall not be blessed.વારસો જલદીથી મેળવવામાં આવે છે, પણ તેનું પરિણામ આખરે સુખદાઇ હોતું નથી.
22 Say not thou, I will recompense evil: Wait for Jehovah, and he will save thee.હું ભૂંડાઇનો બદલો લઇશ, એવું તારે ન કહેવું જોઇએ; યહોવાની રાહ જોજે, તે તને ઉગારી લેશે.
23 Diverse weights are an abomination to Jehovah; And a false balance is not good.જુદાં જુદાં કાટલાંથી યહોવાને ગુસ્સો છે; ખોટો કાંટો સારો નથી.
24 A man's goings are of Jehovah; How then can man understand his way?યહોવા વ્યકિતના પગલાંને દોરે છે, તો પછી વ્યકિત તેનો માર્ગ શી રીતે સમજી શકે?
25 It is a snare to a man rashly to say, `It is' holy, And after vows to make inquiry.વગર વિચારે એમ કહી દેવું કે અમુક વસ્તુ અર્પણ કરેલી છે, અને માનતા માન્યા પછી તેના વિષે તપાસ કરવી એ માણસને ફાંદારૂપ છે.
26 A wise king winnoweth the wicked, And bringeth the `threshing' -wheel over them.જ્ઞાની રાજા દુષ્ટોને વિખેરી કાઢે છે, અને તેમને સખત સજા કરે છે.
27 The spirit of man is the lamp of Jehovah, Searching all his innermost parts.વ્યકિતનો અંતરાત્મા યહોવાનો દીવો છે, તે તેના અંતરનો ખૂણે-ખૂણો તપાસે છે.
28 Kindness and truth preserve the king; And his throne is upholden by kindness.કૃપા અને સત્ય રાજાનું રક્ષણ કરે છે. તેનું રાજ્યાસન વફાદારી ઉપર ટકેલું છે.
29 The glory of young men is their strength; And the beauty of old men is the hoary head.યુવાનોનું ગર્વ તેઓનું બળ છે; અને સફેદવાળ વૃદ્ધોની શોભા છે.
30 Stripes that wound cleanse away evil; And strokes `reach' the innermost parts.ચાબખા અને ઘા દુષ્ટતાને ભૂંસી નાખે છે. ફટકા અંતરના ઊંડાણ સુધી પહોંચે છે.
Gujarati Bible