Proverbs 19 - WEB (Gujarati)
1 Better is the poor who walks in his integrity Than he who is perverse in his lips and is a fool.જૂઠા બોલો અને મૂર્ખ તવંગર કરતાં સત્યવકતા અને પ્રામાણિકપણે વર્તનાર ગરીબ વ્યકિત સારી છે.
2 It isn't good to have zeal without knowledge; Nor being hasty with one's feet and missing the way.જ્ઞાન વગરની આકાંક્ષા સારી નહિ, ઉતાવળાં પગળાં ભરનાર પાપમાં પડે છે.
3 The foolishness of man subverts his way; His heart rages against Yahweh.વ્યકિત પોતાની મૂર્ખાઇથી પાયમાલ થાય છે અને પછી યહોવાને દોષ દે છે.
4 Wealth adds many friends, But the poor is separated from his friend.સંપત્તિ મિત્રો વધારે છે પણ ગરીબના મિત્રો તેને છોડી જાય છે.
5 A false witness shall not be unpunished. He who pours out lies shall not go free.જૂઠો સાક્ષી સજા પામ્યા વગર રહેશે નહિ. જે શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે તે છટકવા પામતો નથી.
6 Many will entreat the favor of a ruler, And everyone is a friend to a man who gives gifts.ઉદાર માણસની સૌ ખુશામત કરે છે. ઉપહાર આપનારના સૌ કોઇ મિત્ર બને છે.
7 All the relatives of the poor shun him: How much more do his friends avoid him! He pursues them with pleas, but they are gone.જે દરિદ્રીને તેના બધાં સગાં ધિક્કારે છે; તેનાથી તેના મિત્રો વધારે દૂર થઇ જશે. જ્યારે દરિદ્રી તેઓને બોલાવશે તેઓ અદ્રશ્ય થઇ જશે.
8 He who gets wisdom loves his own soul. He who keeps understanding shall find good.જે જ્ઞાન મેળવે છે તે પોતાનું હિત સાધે છે. જે સારાસારનો વિવેક જાળવે છે તે સારી વસ્તુને મેળવે છે.
9 A false witness shall not be unpunished. He who utters lies shall perish.જૂઠો સાક્ષી સજા પામ્યા વગર રહે નહિ, જે શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે તે અવશ્ય નાશ પામશે.
10 Delicate living is not appropriate for a fool, Much less for a servant to have rule over princes.મૂર્ખને મોજશોખ ભોગવવો શોભતા નથી અને ગુલામ રાજકુમારો ઉપર શાશન કરે તે તેનાથી પણ ઓછું શોભે.
11 The discretion of a man makes him slow to anger. It is his glory to overlook an offense.ક્રોધને કાબૂમાં રાખવો એ ડાહી વ્યકિતનું લક્ષણ છે ક્ષમા આપવી એ તેમના મહિમા છે.
12 The king's wrath is like the roaring of a lion, But his favor is like dew on the grass.રાજાનો ક્રોધ સિંહની ગર્જના જેવો છે; પણ તેની કૃપા ઘાસ પરનાં ઝાકળ જેવી છે.
13 A foolish son is the calamity of his father. A wife's quarrels are a continual dripping.મૂર્ખ પુત્ર પોતાના પિતાને વિપત્તિરૂપ છે. કજિયાળી પત્ની જાયુ ટપકતા પાણી જેવી છે.
14 House and riches are an inheritance from fathers, But a prudent wife is from Yahweh.ઘર અને ધન તો પિતા તરફથી વારસામાં મળે છે, પણ ડાહી પત્ની તો યહોવાનુ ઈનામ છે.
15 Slothfulness casts into a deep sleep. The idle soul shall suffer hunger.આળસ ભરનિદ્રામાં નાખે છે અને આળસુ વ્યકિતને ભૂખ વેઠવી પડે છે.
16 He who keeps the commandment keeps his soul, But he who is contemptuous in his ways shall die.જે આજ્ઞાનું પાલન કરે છે તે આત્માનું રક્ષણ કરે છે, પણ જે તેના પ્રત્યે બેદરકાર છે તે મૃત્યુ પામે છે.
17 He who has pity on the poor lends to Yahweh; He will reward him.ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે. યહોવા એ સુકૃત્યનો બદલો આપશે.
18 Discipline your son, for there is hope; Don't be a willing party to his death.સુધારવાની આશા હોય ત્યાં સુધી તમારા બાળકને શિક્ષા કરજો; તેને પોતાની જાતને વિનાશ કરવામાં મદદ કરશો નહિ.
19 A hot-tempered man must pay the penalty, For if you rescue him, you must do it again.ઉગ્ર ક્રોધીને સજા ભોગવવી પડશે, જો તું તેને બચાવવા જશે, તો તારે વારંવાર તેમ કરવું પડશે.
20 Listen to counsel and receive instruction, That you may be wise in your latter end.સલાહ સાંભળીને શિખામણ સ્વીકારો; પછી અંતે તમે ડાહ્યા બનશો.
21 There are many plans in a man's heart, But Yahweh's counsel will prevail.વ્યકિતના મનમાં અનેક યોજનાઓ હોય છે, પણ ફકત યહોવાની ઇચ્છાઓ જ પ્રચલિત રહેશે.
22 That which makes a man to be desired is his kindness. A poor man is better than a liar.વ્યકિતની વફાદારી બીજાને તેની સાથે રહેવા માટે આકષેર્ છે. જૂઠાબોલા અપ્રામાણિક થવાં કરતાં ગરીબ રહેવું વધારે સારું છે.
23 The fear of Yahweh leads to life, then contentment; He rests and will not be touched by trouble.જે કોઇ યહોવાનો ભય રાખે છે તે જીવન પામે છે, તે ભય વગર સંતોષથી રહેશે.
24 The sluggard buries his hand in the dish; He will not so much as bring it to his mouth again.આળસુ પોતાનો હાથ થાળીમાં મૂકે છે ખરો, પણ તેને પોતાના મોં સુધી ઉઠાવવાનું મન થતું નથી.
25 Flog a scoffer, and the simple will learn prudence; Rebuke one who has understanding, and he will gain knowledge.તિરસ્કાર કરનાર વ્યકિતને દંડો ફટકારો જેથી સરળ લોકો પાઠ ભણે, જો તમે ડાહી વ્યકિતને ઠપકો આપશો તો તે જ્ઞાન મેળવશે.
26 He who robs his father and drives away his mother, Is a son who causes shame and brings reproach.જે પુત્ર પોતાના પિતાને લૂંટે છે અને પોતાની માતાને કાઢી મૂકે છે તે નિર્લ્લજ્જ અને નામોશી ભરેલો છે.
27 If you stop listening to instruction, my son, You will stray from the words of knowledge.હે મારા પુત્ર,જો તું જ્ઞાનનીવાતો સાંભળવાનું બંધ કરીશ, તો તું જ્ઞાનના શબ્દોને ખોઇશ.
28 A corrupt witness mocks justice, And the mouth of the wicked gulps down iniquity.દુષ્ટ સાક્ષી ન્યાયની મશ્કરી કરે છે. અને દુષ્ટ લોકો અનિષ્ટને ગળી જાય છે.
29 Penalties are prepared for scoffers, And beatings for the backs of fools.ઊદ્ધત લોકો માટે શિક્ષા અને મૂર્ખાની પીઠને સારું ફટકા તૈયાર કરેલાં છે.
Gujarati Bible