Bible

Proverbs 13 - WEB (Gujarati)

1 A wise son listens to his father's instruction, But a scoffer doesn't listen to rebuke.જ્ઞાની પુત્ર પોતાના પિતાની સૂચનાઓ સાંભળે છે, ઉદ્ધત પુત્ર ઠપકાને ગણકારતો જ નથી.

2 By the fruit of his lips, a man enjoys good things; But the unfaithful crave violence.સજ્જન પોતાની વાણીનાં હિતકારી સુફળ ભોગવે છે, પરંતુ દગાબાજ કપટી તો હિંસાનો જ ભૂખ્યો હોય છે.

3 He who guards his mouth guards his soul. One who opens wide his lips comes to ruin.મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે. પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.

4 The soul of the sluggard desires, and has nothing, But the desire of the diligent shall be fully satisfied.આળસુ ઇચ્છે છે ઘણું, પણ પામતો કશું નથી; પણ ઉદ્યમી વ્યકિત પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે.

5 A righteous man hates lies, But a wicked man brings shame and disgrace.સદાચારી જૂઠને ધિક્કારે છે, પણ દુર્જન શરમ અને અપમાન લાવે છે.

6 Righteousness guards the way of integrity, But wickedness overthrows the sinner.સદાચાર ભલા માણસોનું રક્ષણ કરે છે; પણ દુરાચાર પાપીઓને પછાડી નાખે છે,

7 There are some who pretend to be rich, yet have nothing. There are some who pretend to be poor, yet have great wealth.કેટલાક કશું ન હોવા છતાં ધનવાન હોવાનો દંભ કરે છે, તો કોઇ ભંડાર ભરેલા હોવા છતાં કંગાળ હોવાનો દેખાવ કરે છે.

8 The ransom of a man's life is his riches, But the poor hear no threats.ધનવાન વ્યકિત પૈસા આપીને પોતાનો જીવ બચાવે છે, પણ નિર્ધન વ્યકિતને પોતાના જીવ માટે ધમકી સાંભળવી પડતી નથી.

9 The light of the righteous shines brightly, But the lamp of the wicked is snuffed out.સદાચારીઓનો દીવો ઉજવળતાથી પ્રકાશે છે, પરંતુ દુરાચારીનો દીવો હોલવી નાખવામાં આવશે.

10 Pride only breeds quarrels, But with ones who take advice is wisdom.અભિમાનથી તો કેવળ ઝઘડો જ થાય છે; સલાહ માનવામાં ડહાપણ છે.

11 Wealth gained dishonestly dwindles away, But he who gathers by hand makes it grow.સરળતાથી મેળવેલી સંપત્તિ ટકતી નથી. પણ સખત પરિશ્રમથી મેળવેલી સંપત્તિની વૃદ્ધિ થાય છે.

12 Hope deferred makes the heart sick, But when longing is fulfilled, it is a tree of life.આકાંક્ષા પૂરી થવામાં વિલંબ થતાં હૈયુ ભારે થઇ જાય છે, ઇચ્છાઓની પરિપૂર્ણતા જ જીવન છે.

13 Whoever despises instruction will pay for it, But he who respects a command will be rewarded.શિખામણને નકારનાર આફત નોતરે છે, પણ આજ્ઞાઓનો આદર કરનારને બદલો મળે છે.

14 The teaching of the wise is a spring of life, To turn from the snares of death.જ્ઞાનીઓનો ઉપદેશ જીવનસ્ત્રોત છે, તે વ્યકિતને મૃત્યુના સકંજામાંથી ઉગારી લે છે.

15 Good understanding wins favor; But the way of the unfaithful is hard.સારી સમજશકિત સન્માન પામે છે, વિશ્વાસઘાતી લોકો, વિનાશને નોતરે છે.

16 Every prudent man acts from knowledge, But a fool exposes folly.પ્રત્યેક ડાહ્યો માણસ સમજદારીથી વતેર્ છે. પણ મૂર્ખ પોતાની મૂર્ખાઇ જાહેર કરે છે.

17 A wicked messenger falls into trouble, But a trustworthy envoy gains healing.એક દુષ્ટ સંદેશાવાહક મુશ્કેલીમાં મૂકાઇ જાય છે; પણ વિશ્વાસુ સંદેશવાહક સાંત્વન લાવે છે.

18 Poverty and shame come to him who refuses discipline, But he who heeds correction shall be honored.શિખામણ ફગાવી દેનારના ભાગ્યમાં ગરીબી અને અપમાન છે, સુધારાઓને સ્વીકારનારને સન્માન મળે છે.

19 Longing fulfilled is sweet to the soul, But fools detest turning from evil.ઇચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે; પણ દુષ્ટતાથી પાછા વળવું એ મૂખોર્ને માટે આઘાત જનક લાગે છે.

20 One who walks with wise men grows wise, But a companion of fools suffers harm.જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પરંતુ જે મૂર્ખની સોબત કરે છે તેના બૂરા હાલ થાય છે.

21 Misfortune pursues sinners, But prosperity rewards the righteous.દુર્ભાગ્ય પાપીનો પીછો પકડે છે, પણ ભલા માણસોને સારી વસ્તુઓ બદલા રૂપે મળે છે.

22 A good man leaves an inheritance to his children's children, But the wealth of the sinner is stored for the righteous.એક ભલો માણસ પોતાનાં છોકરાંના છોકરાને માટે વારસો મૂકી જાય છે; અને પાપીનું ધન પુણ્યશાળી માટે ભરી મૂકવામાં આવે છે.

23 An abundance of food is in poor people's fields, But injustice sweeps it away.ગરીબના ખેતરમાં ભલે ઘણું અનાજ ઊપજે, પણ તે અન્યાયથી આચકી લેવામાં આવે છે.

24 One who spares the rod hates his son, But one who loves him is careful to discipline him.જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; પરંતુ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.

25 The righteous one eats to the satisfying of his soul, But the belly of the wicked goes hungry.સજ્જન પેટ ભરીને ખાય છે, પણ દુર્જનનું પેટ ખાલીને ખાલી રહે છે.

Gujarati Bible