Bible

Proverbs 19 - DBY (Gujarati)

1 Better is a poor [man] that walketh in his integrity, than he that is perverse in his lips, and is a fool.જૂઠા બોલો અને મૂર્ખ તવંગર કરતાં સત્યવકતા અને પ્રામાણિકપણે વર્તનાર ગરીબ વ્યકિત સારી છે.

2 Also that a person be without knowledge is not good; and he that hasteth with his feet maketh false steps.જ્ઞાન વગરની આકાંક્ષા સારી નહિ, ઉતાવળાં પગળાં ભરનાર પાપમાં પડે છે.

3 The folly of man distorteth his way, and his heart is irritated against Jehovah.વ્યકિત પોતાની મૂર્ખાઇથી પાયમાલ થાય છે અને પછી યહોવાને દોષ દે છે.

4 Wealth addeth many friends; but the poor is separated from his friend.સંપત્તિ મિત્રો વધારે છે પણ ગરીબના મિત્રો તેને છોડી જાય છે.

5 A false witness shall not be held innocent, and he that uttereth lies shall not escape.જૂઠો સાક્ષી સજા પામ્યા વગર રહેશે નહિ. જે શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે તે છટકવા પામતો નથી.

6 Many court the favour of a noble; and every one is friend to a man that giveth.ઉદાર માણસની સૌ ખુશામત કરે છે. ઉપહાર આપનારના સૌ કોઇ મિત્ર બને છે.

7 All the brethren of a poor [man] hate him; how much more do his friends go far from him: he pursueth [them] with words, -- they are not [to be found].જે દરિદ્રીને તેના બધાં સગાં ધિક્કારે છે; તેનાથી તેના મિત્રો વધારે દૂર થઇ જશે. જ્યારે દરિદ્રી તેઓને બોલાવશે તેઓ અદ્રશ્ય થઇ જશે.

8 He that getteth sense loveth his own soul; he that keepeth understanding shall find good.જે જ્ઞાન મેળવે છે તે પોતાનું હિત સાધે છે. જે સારાસારનો વિવેક જાળવે છે તે સારી વસ્તુને મેળવે છે.

9 A false witness shall not be held innocent, and he that uttereth lies shall perish.જૂઠો સાક્ષી સજા પામ્યા વગર રહે નહિ, જે શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે તે અવશ્ય નાશ પામશે.

10 Good living beseemeth not a fool; how much less for a servant to have rule over princes.મૂર્ખને મોજશોખ ભોગવવો શોભતા નથી અને ગુલામ રાજકુમારો ઉપર શાશન કરે તે તેનાથી પણ ઓછું શોભે.

11 The discretion of a man maketh him slow to anger, and it is his glory to pass over a transgression.ક્રોધને કાબૂમાં રાખવો એ ડાહી વ્યકિતનું લક્ષણ છે ક્ષમા આપવી એ તેમના મહિમા છે.

12 The king's displeasure is as the roaring of a lion; but his favour is as dew upon the grass.રાજાનો ક્રોધ સિંહની ગર્જના જેવો છે; પણ તેની કૃપા ઘાસ પરનાં ઝાકળ જેવી છે.

13 A foolish son is the calamity of his father; and the contentions of a wife are a continual dropping.મૂર્ખ પુત્ર પોતાના પિતાને વિપત્તિરૂપ છે. કજિયાળી પત્ની જાયુ ટપકતા પાણી જેવી છે.

14 House and wealth are an inheritance from fathers; but a prudent wife is from Jehovah.ઘર અને ધન તો પિતા તરફથી વારસામાં મળે છે, પણ ડાહી પત્ની તો યહોવાનુ ઈનામ છે.

15 Slothfulness casteth into a deep sleep, and the idle soul shall suffer hunger.આળસ ભરનિદ્રામાં નાખે છે અને આળસુ વ્યકિતને ભૂખ વેઠવી પડે છે.

16 He that keepeth the commandment keepeth his soul; he that is careless of his ways shall die.જે આજ્ઞાનું પાલન કરે છે તે આત્માનું રક્ષણ કરે છે, પણ જે તેના પ્રત્યે બેદરકાર છે તે મૃત્યુ પામે છે.

17 He that is gracious to the poor lendeth unto Jehovah; and what he hath bestowed will he repay unto him.ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે. યહોવા એ સુકૃત્યનો બદલો આપશે.

18 Chasten thy son, seeing there is hope; but set not thy soul upon killing him.સુધારવાની આશા હોય ત્યાં સુધી તમારા બાળકને શિક્ષા કરજો; તેને પોતાની જાતને વિનાશ કરવામાં મદદ કરશો નહિ.

19 A man of great wrath shall suffer punishment; for if thou deliver [him], yet thou must do it again.ઉગ્ર ક્રોધીને સજા ભોગવવી પડશે, જો તું તેને બચાવવા જશે, તો તારે વારંવાર તેમ કરવું પડશે.

20 Hear counsel, and receive instruction, that thou mayest be wise in thy latter end.સલાહ સાંભળીને શિખામણ સ્વીકારો; પછી અંતે તમે ડાહ્યા બનશો.

21 Many are the thoughts in a man's heart, but the counsel of Jehovah, that doth stand.વ્યકિતના મનમાં અનેક યોજનાઓ હોય છે, પણ ફકત યહોવાની ઇચ્છાઓ જ પ્રચલિત રહેશે.

22 The charm of a man is his kindness; and a poor [man] is better than a liar.વ્યકિતની વફાદારી બીજાને તેની સાથે રહેવા માટે આકષેર્ છે. જૂઠાબોલા અપ્રામાણિક થવાં કરતાં ગરીબ રહેવું વધારે સારું છે.

23 The fear of Jehovah [tendeth] to life, and he [that hath it] shall rest satisfied without being visited with evil.જે કોઇ યહોવાનો ભય રાખે છે તે જીવન પામે છે, તે ભય વગર સંતોષથી રહેશે.

24 A sluggard burieth his hand in the dish, and will not even bring it to his mouth again.આળસુ પોતાનો હાથ થાળીમાં મૂકે છે ખરો, પણ તેને પોતાના મોં સુધી ઉઠાવવાનું મન થતું નથી.

25 Smite a scorner, and the simple will beware; reprove the intelligent, and he will understand knowledge.તિરસ્કાર કરનાર વ્યકિતને દંડો ફટકારો જેથી સરળ લોકો પાઠ ભણે, જો તમે ડાહી વ્યકિતને ઠપકો આપશો તો તે જ્ઞાન મેળવશે.

26 He that ruineth [his] father and chaseth away [his] mother is a son that causeth shame and bringeth reproach.જે પુત્ર પોતાના પિતાને લૂંટે છે અને પોતાની માતાને કાઢી મૂકે છે તે નિર્લ્લજ્જ અને નામોશી ભરેલો છે.

27 Cease, my son, to hear the instruction which causeth to stray from the words of knowledge.હે મારા પુત્ર,જો તું જ્ઞાનનીવાતો સાંભળવાનું બંધ કરીશ, તો તું જ્ઞાનના શબ્દોને ખોઇશ.

28 A witness of Belial scorneth judgment, and the mouth of the wicked swalloweth down iniquity.દુષ્ટ સાક્ષી ન્યાયની મશ્કરી કરે છે. અને દુષ્ટ લોકો અનિષ્ટને ગળી જાય છે.

29 Judgments are prepared for scorners, and stripes for the back of the foolish.ઊદ્ધત લોકો માટે શિક્ષા અને મૂર્ખાની પીઠને સારું ફટકા તૈયાર કરેલાં છે.

Gujarati Bible