Bible

Numbers 33 - WBT (Gujarati)

1 These are the journeys of the children of Israel, who went forth from the land of Egypt with their armies under the hand of Moses and Aaron.મૂસા અને હારુનની આગેવાની હેઠળ ઇસ્રાએલ પ્રજા મિસરમાંથી બહાર આવ્યા પછી તે લોકોએ જે જે ઠેકાણે મુસાફરી કરી હતી.

2 And Moses wrote their goings out according to their journeys by the commandment of the LORD: and these are their journeys according to their goings out.તે તે સ્થળોનાં નામ યહોવાની આજ્ઞા અનુસાર મૂસાએ નોંધી લીધાં હતા. તે આ પ્રમાંણે છે:

3 And they departed from Rameses in the first month, on the fifteenth day of the first month; on the morrow after the passover the children of Israel went out with a high hand in the sight of all the Egyptians.પાસ્ખા પર્વની રાત્રિ પછીના દિવસે એટલે પહેલા મહિનાના 15 માં દિવસે તેઓ મિસરના રામસેસ નગરથી નીકળ્યા. મિસરવાસીઓના દેખતાં તેઓ યહોવાના રક્ષણ હેઠળ ઉઘાડે છોગે નીકળ્યા હતા.

4 For the Egyptians buried all their first-born, whom the LORD had smitten among them: upon their gods also the LORD executed judgments.તે વખતે મિસરીઓ યહોવાએ માંરી નાખેલાં તેમનાં પહેલાં સંતાનોને દફનાવતા હતા. આમ યહોવા મિસરના બધા જ દેવો પર પરાક્રમી દેવ પૂરવાર થયા.

5 And the children of Israel removed from Rameses, and encamped in Succoth.ત્યારબાદ ઇસ્રાએલીઓએ રામસેસથી નીકળીને સુક્કોથમાં મુકામ કર્યો.

6 And they departed from Succoth, and encamped in Etham, which is in the edge of the wilderness.તે પછી તેમણે સુક્કોથથી નીકળીને રણને કિનારે આવેલા એથામમાં મુકામ કર્યો.

7 And they removed from Etham, and turned again to Pi-hahiroth, which is before Baal-zephon: and they encamped before Migdol.ત્યાંથી નીકળીને તેઓ બઆલ-સફોનની પાસે આવેલ પી-હાહીરોથ તરફ જઈને મિગ્દોલ પર્વતની તળેટીમાં મુકામ કર્યો.

8 And they departed from before Pi-hahiroth, and passed through the midst of the sea into the wilderness, and went three days' journey in the wilderness of Etham, and encamped in Marah.પછી પી-હાહીરોથથી નીકળી રાતા સમુદ્રમાં થઈને તેઓ રણમાં પહોંચ્યા. પછી એથામના રણમાં ત્રણ દિવસનો રસ્તો કાપીને તેઓએ માંરાહમાં મુકામ કર્યો,

9 And they removed from Marah, and came to Elim: and in Elim were twelve fountains of water, and seventy palm-trees; and they encamped there.અને પછી માંરાહથી નીકળી તેઓ એલીમ આવ્યા, ત્યાં પાણીના 12 ઝરા અને તાડનાં 70 ખજૂરીનાં વૃક્ષો હતાં, ત્યાં તેમણે મુકામ કર્યો.

10 And they removed from Elim, and encamped by the Red sea.પછી એલીમથી નીકળીને તેમણે રાતા સમુદ્ર પાસે મુકામ કર્યો.

11 And they removed from the Red sea, and encamped in the wilderness of Sin.તેઓએ રાતાં સમુદ્ર છોડીને સીનના રણમાં મુકામ કર્યો,

12 And they took their journey out of the wilderness of Sin, and encamped in Dophkah.તે પછી સીનના રણમાંથી નીકળીને દોફકાહમાં છાવણી કરી.

13 And they departed from Dophkah, and encamped in Alush.દોફકાહથી નીકળીને પછી આલૂશમાં મુકામ કર્યો.

14 And they removed from Alush, and encamped at Rephidim, where was no water for the people to drink.આલૂશથી નીકળીને તેમણે રફીદીમમાં મુકામ કર્યો. પણ ત્યાં પીવાનું પાણી નહોતું.

15 And they departed from Rephidim, and encamped in the wilderness of Sinai.પછી રફીદીમથી નીકળીને તેઓએ સિનાઈના રણમાં મુકામ કર્યો.

16 And they removed from the desert of Sinai, and encamped at Kibroth-hattaavah.સિનાઈના રણમાંથી નીકળીને તેમણે કિબ્રોથ-હત્તાવાહમાં મુકામ કર્યો.

17 And they departed from Kibroth-hattaavah, and encamped at Hazeroth.કિબ્રોથ-હત્તાવાહથી નીકળી તેમણે હસેરોથમાં મુકામ કર્યો.

18 And they departed from Hazeroth, and encamped in Rithmah.હસેરોથથી તેમણે રિથ્માંહમાંથી મુકામ કર્યો.

19 And they departed from Rithmah, and encamped at Rimmon-parez.રિથ્માંહમાંથી નીકળીને તેઓએ રિમ્મોન-પેરેસમાં છાવણી કરી.

20 And they departed from Rimmon-parez, and encamped in Libnah.રિમ્મોન-પેરેસથી નીકળીને તેઓએ લિબ્નાહમાં મુકામ કર્યો.

21 And they removed from Libnah, and encamped at Rissah.પછી લિબ્નાહથી નીકળીને તેમણે રિસ્સાહમાં મુકામ કર્યો.

22 And they journeyed from Rissah, and encamped in Kehelathah.રિસ્સાહથી નીકળી તેમણે કહેલાથાહમાં મુકામ કર્યો.

23 And they went from Kehelathah, and encamped in mount Shapher.કહેલાથાહથી નીકળીને તેઓએ શેફેર પર્વત આગળ મુકામ કર્યો.

24 And they removed from mount Shapher, and encamped in Haradah.શેફેર પર્વતથી નીકળીને તેઓએ હરાદાહમાં મુકામ કર્યો.

25 And they removed from Haradah, and encamped in Makheloth.હરાદાહથી નીકળીને તેમણે માંકેહેલોથમાં મુકામ કર્યો.

26 And they removed from Makheloth, and encamped at Tahath.માંકેહેલોથથી નીકળી તેમણે તાહાથમાં મુકામ કર્યો.

27 And they departed from Tahath, and encamped at Tarah.તાહાથથી નીકળી તેમણે તેરાહમાં મુકામ કર્યો.

28 And they removed from Tarah, and encamped in Mithcah.તેરાહથી નીકળી તેમણે મિથ્કાહમાં મુકામ કર્યો.

29 And they went from Mithcah, and encamped in Hashmonah.મિથ્કાહમાંથી નીકળી તેમણે હાશ્મોનાહમાં મુકામ કર્યો.

30 And they departed from Hashmonah, and encamped at Moseroth.હાશ્મોનાહથી નીકળી તેઓએ મોસેરોથમાં મુકામ કર્યો.

31 And they departed from Moseroth, and encamped in Bene-jaakan.મોસેરોથથી નીકળીને તેમણે બની-યાઅકાનમાં મુકામ કર્યો.

32 And they removed from Bene-jaakan, and encamped at Hor-hagidgad.બની-યાઅકાનથી નીકળીને તેઓએ હોર-હાગિદગાદમાં મુકામ કર્યો.

33 And they went from Hor-hagidgad, and encamped in Jotbathah.હોર-હાગિદગાદથી નીકળીને તેમણે યોટબાથાહમાં મુકામ કર્યો.

34 And they removed from Jotbathah, and encamped at Ebronah.ચોટબાથાહથી નીકળીને તેમણે આબ્રોનાહમાં મુકામ કર્યો.

35 And they departed from Ebronah, and encamped at Ezion-gaber.આબ્રોનાહથી નીકળીને તેઓએ એસ્યોન-ગેબેરમાં મુકામ કર્યો.

36 And they removed from Ezion-gaber, and encamped in the wilderness of Zin, which is Kadesh.એસ્યોન-ગેબેરથી નીકળીને તેમણે સીનના રણમાં એટલે કે કાદેશમાં મુકામ કર્યો.

37 And they removed from Kadesh, and encamped in mount Hor, in the edge of the land of Edom.કાદેશથી નીકળી તેમણે અદોમની સરહદે આવેલા હોર પર્વત આગળ મુકામ કર્યો.

38 And Aaron the priest ascended mount Hor at the commandment of the LORD, and died there, in the fortieth year after the children of Israel departed from the land of Egypt, in the first day of the fifth month.યહોવાએ આજ્ઞા આપી તે પ્રમાંણે યાજક હારુન હોર પર્વત ઉપર ગયો અને ત્યાં જ તે ઇસ્રાએલીઓએ મિસરમાંથી મહાપ્રસ્થાન કર્યા પછી ચાળીસમાં વર્ષે, પાંચમાં મહિનાના પ્રથમ દિવસે તે મૃત્યુ પામ્યો.

39 And Aaron was a hundred and twenty and three years old when he died in mount Hor.તે મૃત્યુ પામ્યો ત્યારે તેની ઉમર 123 વર્ષની હતી.

40 And king Arad the Canaanite who dwelt in the south in the land of Canaan, heard of the coming of the children of Israel.કનાની ભૂમિમાં નેગેબમાં આવેલા શહેર અરાદના કનાની રાજાઓ સાંભળ્યુ કે ઇસ્રાએલી લોકો તેના દેશ તરફ આવી રહ્યા છે.

41 And they departed from mount Hor, and encamped in Zalmonah.પછી ઇસ્રાએલી પ્રજાએ હોર પર્વતથી યાત્રા કરી અને સાલ્મોનાહમાં મુકામ કર્યો.

42 And they departed from Zalmonah, and encamped in Punon.સાલ્મોનાહથી નીકળીને તેઓએ પૂનોનમાં મુકામ કર્યો.

43 And they departed from Punon, and encamped in Oboth.પૂનોનથી નીકળીને તેઓએ ઓબોથમાં મુકામ કર્યો.

44 And they departed from Oboth, and encamped in Ije-abarim, in the border of Moab.ઓબોથથી નીકળીને તેઓએ મોઆબીઓના પ્રદેશમાં અબારીમનાં ખંડેરોમાં મુકામ કર્યો.

45 And they departed from Iim, and encamped in Dibon-gad.ત્યાંથી નીકળીને તેઓએ હીબોન-ગાદમાં મુકામ કર્યો.

46 And they removed from Dibon-gad, and encamped in Almon-diblathaim.હીબોન-ગાદથી નીકળીને તેઓએ આલ્મોન દિબ્લાથાઈમમાં મુકામ કર્યો.

47 And they removed from Almon-diblathaim, and encamped on the mountains of Abarim, before Nebo.આલ્મોન દિબ્લાથાઈમમાંથી નીકળીને તેમણે નબોની સામે આવેલા અબારીમ પર્વત આગળ મુકામ કર્યો.

48 And they departed from the mountains of Abarim, and encamped in the plains of Moab by Jordan near Jericho.અબારીમ પર્વતથી નીકળીને અંતે તેઓએ યરીખોની સામે યર્દન નદીના કાંઠે મોઆબના મેદાનોમાં મુકામ કર્યો.

49 And they encamped by Jordan, from Beth-jeshimoth even to Abel-shittim in the plains of Moab.પછી તેઓએ યર્દનને કાંઠે બેથ-યશીમોથથી આબેલ-શિટ્ટીમ સુધી મોઆબના મેદાનમાં મુકામ કર્યો.

50 And the LORD spoke to Moses in the plains of Moab by Jordan near Jericho, saying,ત્યાં મોઆબના મેદાનોમાં યર્દનને કિનારે યરીખોની સામે યહોવાએ મૂસાને કહ્યું,

51 Speak to the children of Israel, and say to them, When ye have passed over Jordan into the land of Canaan;“તું ઇસ્રાએલી પ્રજાને કહે કે, તમે યર્દન નદી પાર કરીને કનાન દેશમાં પ્રવેશ કરો;

52 Then ye shall drive out all the inhabitants of the land from before you, and destroy all their pictures, and destroy all their molten images, and quite demolish all their high places:ત્યારે તમાંરે દેશના બધા વતનીઓને હાંકી કાઢવા, તમાંરે તેમની બધી પથ્થરની કે ધાતુની મૂર્તિઓનો નાશ કરવો, તેમનાં બધાં કોતરેલા પથ્થરો, ધાતુની ગાળેલી પ્રતિમાંઓ તથા પર્વતોમાં આવેલાં મૂર્તિઓની પૂજા કરવાનાં દેવસ્થાનોનો તમાંરે પૂરો નાશ કરવો.

53 And ye shall dispossess the inhabitants of the land, and dwell in it; for I have given you the land to possess it.તમાંરે તે પ્રદેશનો કબજો લેવો અને તેમાં વસવાટ કરવો, કારણ કે, મે એ પ્રદેશ તમને જ આપી દીધો છે, તમાંરે ચિઠ્ઠી નાખીને એ પ્રદેશ તમાંરા વંશો અને કુળો વચ્ચે વહેંચી આપવો.

54 And ye shall divide the land by lot for an inheritance among your families: to the more ye shall give the more inheritance, and to the fewer ye shall give the less inheritance: every man's inheritance shall be in the place where his lot falleth; according to the tribes of your fathers ye shall inherit.વધારે સંખ્યા ધરાવતા કુળસમૂહોને વધારે વિસ્તાર ધરાવતા પ્રદેશો અને ઓછી વસ્તી ધરાવતા કુળસમૂહોને ઓછો વિસ્તાર ધરાવતા પ્રદેશો વહેંચી આપવામાં આવશે.

55 But if ye will not drive out the inhabitants of the land from before you; then it shall come to pass, that those which ye let remain of them shall be prickles in your eyes, and thorns in your sides, and shall harass you in the land in which ye dwell.“તમે તે દેશમાં વસતા લોકોને ત્યાંથી હાંકી નહિ કાઢશો, અને ત્યાં રહેવા દીધા હશે તો તેઓ તમાંરી આંખમાં કણાની જેમ અને તમાંરા પડખામાં શૂળની જેમ ખૂંચ્યા કરશે, દેશની માંલિકી બાબત તેઓ સતત તમાંરી સાથે ઝધડયા કરશે,

56 Moreover, it shall come to pass, that I shall do to you as I thought to do to them.અને મેં તેમની જે દશા કરવા ધાર્યુ હતું તેવી દશા હું તમાંરી કરીશ અને તમાંરો વિનાશ કરીશ.”

Gujarati Bible