Bible

Numbers 13 - KJV (Gujarati)

1 And the LORD spake unto Moses, saying,પછી યહોવાએ મૂસાને કહ્યું,

2 Send thou men, that they may search the land of Canaan, which I give unto the children of Israel: of every tribe of their fathers shall ye send a man, every one a ruler among them.“હું જે કનાની ભૂમિ ઇસ્રાએલીઓને આપવાનો છું. તેની ફરીને જાસૂસી કરવા માંટે માંણસો મોકલ. દરેક કુળસમૂહમાંથી એક એક માંણસ જે આગેવાન હોય તેને પસંદ કરીને મોકલ.”

3 And Moses by the commandment of the LORD sent them from the wilderness of Paran: all those men were heads of the children of Israel.યહોવાની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ ઇસ્રાએલીઓના નીચે પ્રમાંણેના આગેવાનોને મોકલી આપ્યાં:

4 And these were their names: of the tribe of Reuben, Shammua the son of Zaccur.રૂબેન કુળસમૂહમાંથી ઝાક્કૂરનો પુત્ર શામ્મૂઆ;

5 Of the tribe of Simeon, Shaphat the son of Hori.શિમયોનના કુળસમૂહમાંથી હોરીનો પુત્ર શાફાટ;

6 Of the tribe of Judah, Caleb the son of Jephunneh.યહૂદાના કુળસમૂહમાંથી યફૂન્નેહનો પુત્ર કાલેબ;

7 Of the tribe of Issachar, Igal the son of Joseph.ઈસ્સાખારના કુળસમૂહમાંથી યૂસફનો પુત્ર ઈગાલ;

8 Of the tribe of Ephraim, Oshea the son of Nun.એફ્રાઈમના કુળસમૂહમાંથી નૂનનો પુત્ર હોશિયા;

9 Of the tribe of Benjamin, Palti the son of Raphu.બિન્યામીનના કુળસમૂહમાંથી રાફ્રુનો પુત્ર પાલ્ટી;

10 Of the tribe of Zebulun, Gaddiel the son of Sodi.ઝબૂલોનના કુળસમૂહમાંથી સોદીનો પુત્ર ગાદીએલ;

11 Of the tribe of Joseph, namely, of the tribe of Manasseh, Gaddi the son of Susi.યૂસફના મનાશ્શા કુળસમૂહમાંથી સૂસીનો પુત્ર ગાદી;

12 Of the tribe of Dan, Ammiel the son of Gemalli.દાન કુળસમૂહમાંથી ગમાંલ્લીનો પુત્ર આમ્મીએલ;

13 Of the tribe of Asher, Sethur the son of Michael.આશેરના કુળસમૂહ તરફથી મિખાયેલનો પુત્ર સથૂર;

14 Of the tribe of Naphtali, Nahbi the son of Vophsi.નફતાલીના કુળસમૂહ તરફથી વોફસીનો પુત્ર નાહબી;

15 Of the tribe of Gad, Geuel the son of Machi.ગાદના કુળસમૂહમાંથી માંખીનો પુત્ર ગેઉએલ.

16 These are the names of the men which Moses sent to spy out the land. And Moses called Oshea the son of Nun Jehoshua.જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવા મોકલ્યા તેઓનાં નામ એ હતા. મૂસાએ નૂનના પુત્ર હોશિયાનું નામ બદલીને યહોશુઆ પાડયું.

17 And Moses sent them to spy out the land of Canaan, and said unto them, Get you up this way southward, and go up into the mountain:મૂસાએ તેઓને કનાનભૂમિની ફરીને તપાસ કરવા મોકલતી વખતે સૂચનાઓ આપી: “તમે નેગેબની દક્ષિણમાં થઈને ઉચ્ચ પ્રદેશમાં જાઓ.

18 And see the land, what it is, and the people that dwelleth therein, whether they be strong or weak, few or many;અને ત્યાં જઈને જુઓ કે તે પ્રદેશ કેવો છે; ત્યાં રહેનારા લોકો કેવા છે-બળવાન છે કે નબળા, વસ્તી વધારે છે કે ઓછી;

19 And what the land is that they dwell in, whether it be good or bad; and what cities they be that they dwell in, whether in tents, or in strong holds;તે દેશની જમીન ઉપજાઉ છે કે નહિ; તેઓ જે શહેરોમાં રહે છે તે અરક્ષિત છે કે કિલ્લેબંદીવાળા નગરો;

20 And what the land is, whether it be fat or lean, whether there be wood therein, or not. And be ye of good courage, and bring of the fruit of the land. Now the time was the time of the first ripe grapes.ત્યાંની જમીન ફળદ્રુપ છે કે ઉજજડ, ત્યાં જંગલો છે કે નહિ, નિર્ભય થઈને જાઓ અને ત્યાંના કેટલાંક ફળોના નમૂના લઈને આવો.” એ સમય દ્રાક્ષની ઋતુનો પ્રથમ પાકનો હતો.

21 So they went up, and searched the land from the wilderness of Zin unto Rehob, as men come to Hamath.તેઓએ સમગ્ર દેશમાં જઈને સીનના અરણ્યથી માંડીને હમાંથની ઘાટી પાસે આવેલા રહોબ સુધીનો પ્રદેશ તપાસ્યો.

22 And they ascended by the south, and came unto Hebron; where Ahiman, Sheshai, and Talmai, the children of Anak, were. (Now Hebron was built seven years before Zoan in Egypt.)ઉત્તર તરફ જતાં તેઓ નેગેબમાંથી પસાર થયા અને હેબ્રોન પહોંચ્યા. ત્યાં તેઓએ રાક્ષસ અનાકના વંશજોના અહીમાંન, શેશાય અને તાલ્માંય કુટુંબોને વસેલાં જોયાં. (મિસરમાં સોઆન સ્થપાયું તેના સાત વર્ષ પહેલાં હેબ્રોન સ્થપાયું હતું.)

23 And they came unto the brook of Eshcol, and cut down from thence a branch with one cluster of grapes, and they bare it between two upon a staff; and they brought of the pomegranates, and of the figs.તેઓ પછી હાલમાં જે એશ્કોલની ખીણ તરીકે ઓળખાય છે ત્યાં આવ્યા. તેઓએ ત્યાં દ્રાક્ષના એક ઝૂમખા સાથેની દ્રાક્ષની વેલની એક ડાળી કાપી લીધી. બે માંણસોએ તેને એક વાંસ ઉપર ઉપાડવી પડી, પછી તેમણે દાડમ અને અંજીરના પણ કેલટાક નમૂના ભેગા કર્યા.

24 The place was called the brook Eshcol, because of the cluster of grapes which the children of Israel cut down from thence.ઇસ્રાએલીઓએ ત્યાંથી દ્રાક્ષનો એક ઝૂમખો કાપી લીધો હોવાથી એ જગ્યાનું નામ એશ્કોલનુંકોતર પાડવામાં આવ્યું.

25 And they returned from searching of the land after forty days.તે દેશમાં ફરીને તે લોકોએ 40 દિવસ સુધી તપાસ કરી. પછી પાછા એ લોકો પારાનના અરણ્યમાં કાદેશ મુકામે મૂસા અને હારુનની તેમજ સમગ્ર ઇસ્રાએલી સમાંજની પાસે પાછા આવ્યા.

26 And they went and came to Moses, and to Aaron, and to all the congregation of the children of Israel, unto the wilderness of Paran, to Kadesh; and brought back word unto them, and unto all the congregation, and showed them the fruit of the land.ત્યાં પારાનના અરણ્યમાં કાદેશ મુકામે તેમણે તેમની આગળ અહેવાલ રજૂ કર્યો અને તે દેશનાં ફળોનાં નમૂના બતાવ્યાં.

27 And they told him, and said, We came unto the land whither thou sentest us, and surely it floweth with milk and honey; and this is the fruit of it.તેઓએ મૂસાને આ મુજબ કહ્યું, “તમે અમને જે દેશમાં તપાસ કરવા મોકલ્યા હતા ત્યાં અમે ગયા, ત્યાં ખરેખર દૂધ અને મધની રેલછેલ છે. આ રહ્યાં ત્યાંનાં ફળ.

28 Nevertheless the people be strong that dwell in the land, and the cities are walled, and very great: and moreover we saw the children of Anak there.પણ ત્યાંના લોકો શક્તિશાળી છે, તેઓનાં નગરો વિશાળ અને કિલ્લેબંધીવાળા છે. વળી અમે ત્યાં અનાકના રાક્ષસીઓને પણ જોયા.

29 The Amalekites dwell in the land of the south: and the Hittites, and the Jebusites, and the Amorites, dwell in the mountains: and the Canaanites dwell by the sea, and by the coast of Jordan.અમાંલેકીઓ દક્ષિણમાં રહે છે, હિત્તીઓ, યબૂસીઓ અને અમોરીઓ પહાડી પ્રદેશોમાં રહે છે, અને કનાનીઓ દરિયાકાંઠે અને યર્દનને કાંઠે રહે છે.”

30 And Caleb stilled the people before Moses, and said, Let us go up at once, and possess it; for we are well able to overcome it.પછી કાલેબે મૂસાની આગળ ઊભા રહેલા લોકોને શાંત પાડ્યા અને કહ્યું, “આપણે, તરત એ દેશનો કબજો લઈએ, આપણે એને જીતી શકવા માંટે સાચે જ સમર્થ છીએ.”

31 But the men that went up with him said, We be not able to go up against the people; for they are stronger than we.પણ તેમની સાથે ગયેલા બીજા જાસૂસોએ કહ્યું, “આપણે એ લોકોને જીતી શકીએ તેમ છે જ નહિ, તેઓ આપણા કરતાં વધુ બળવાન છે.”

32 And they brought up an evil report of the land which they had searched unto the children of Israel, saying, The land, through which we have gone to search it, is a land that eateth up the inhabitants thereof; and all the people that we saw in it are men of a great stature.તેમણે તપાસેલી ભૂમિ વિરુદ્ધ ઇસ્રાએલીઓને કહેવાનું તેઓએ શરુ કર્યુ; “અમે જે ભૂમિ તપાસી તે શક્તિશાળી લોકોથી ભરેલી છે કે જેઓ ત્યાં જતી કોઈ પણ વ્યક્તિને સરળતાથી હરાવવા સક્ષમ છે. ત્યાં અમે જોયેલા બધા માંણસો કદાવર અને બળવાન હતા.

33 And there we saw the giants, the sons of Anak, which come of the giants: and we were in our own sight as grasshoppers, and so we were in their sight.તદુપરાંત અમે ત્યાં અનાકના વંશજો પુરાતન સમયના રાક્ષસોના વંશજોને પણ જોયા, તેઓ ખૂબ ઊચા અને કદાવર છે, અને અમે તો તેમની આગળ તીતીધોડા જેવા છીએ. એમ અમને લાગતું હતું. અને તે લોકોને પણ અમે તીતીધોડા જેવા જ લાગ્યા હોઈશું.”

Gujarati Bible