Numbers 10 - BBE (Gujarati)
1 And the Lord said to Moses,યહોવાએ મૂસાને કહ્યું,
2 Make two silver horns of hammered work, to be used for getting the people together and to give the sign for the moving of the tents.“બે ચાંદીનાં ધડેલાં રણશિંગડાં બનાવડાવ અને લોકોને ભેગા થવા કહેવા માંટે તથા પડાવને આગળ વધવા કહેવા માંટે તેનો ઉપયોગ કરજે.
3 When they are sounded, all the people are to come together to you at the door of the Tent of meeting.જે સમયે બંને રણશિંગડા વગાડવામાં આવે, ત્યારે સમગ્ર સમાંજે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તારી સમક્ષ એકત્ર થવાનું છે.
4 If only one of them is sounded, then the chiefs, the heads of the thousands of Israel, are to come to you.પરંતુ જો એક જ રણશિંગડું વગાડવામાં આવે, તો ફકત ઇસ્રાએલ પ્રજાના કુળોના મુખ્ય આગેવાનોએ તારી સમક્ષ આવવાનું છે.
5 When a loud note is sounded, the tents placed on the east side are to go forward.“જ્યારે પહેલીવાર તૂટક તૂટક રણશિંગડાં વગાડવામાં આવે, ત્યારે પૂર્વ દિશામાં નાખેલી છાવણીઓએ કૂચ કરવી.
6 At the sound of a second loud note, the tents on the south side are to go forward: the loud note will be the sign to go forward.બીજી વખતે રણશિંગડાં તૂટક તૂટક વાગે, ત્યારે દક્ષિણ દિશામાંની છાવણીએ કૂચ કરવી. આમ મુકામ ઉઠાવવાના સંકેત તરીકે તૂટક તૂટક રણશિંગડું વગાડવું.
7 But when all the people are to come together, the horn is to be sounded but not loudly.પણ ઇસ્રાએલ સમાંજને સભા માંટે એકત્ર થવા જણાવવું હોય તો એકધારું રણશિંગડું વગાડવું.
8 The horns are to be sounded by the sons of Aaron, the priests; this is to be a law for you for ever, from generation to generation.હારુનના વંશજોએ એટલે કે યાજકોએ જ રણશિંગડાં વગાડવાનાં છે. આ કાયમી કાનૂનનો અમલ તમાંરે પેઢી દરપેઢી કરવાનો છે.
9 And if you go to war in your land against any who do you wrong, then let the loud note of the horn be sounded; and the Lord your God will keep you in mind and give you salvation from those who are against you.“તમાંરી ભૂમિમાં દુશ્મનો સાથે લડતા પહેલાં જોરથી રણશિંગડા ફૂંકો, ત્યારે યહોવા રણશિંગડાંનો અવાજ સાંભળશે અને તમને યાદ કરશે અને તમને તમાંરા દુશ્મનોથી બચાવશે.
10 And on days of joy and on your regular feasts and on the first day of every month, let the horns be sounded over your burned offerings and your peace-offerings; and they will put the Lord in mind of you: I am the Lord your God.વળી ઉત્સવો વખતે, દર અમાંસના દિવસે તેમજ તમે દહનાર્પણે અને શાંત્યર્પણો ધરાવો તે દિવસે પણ રણશિંગડાં વગાડવાં, યહોવા તમને સંભારે તે માંટે આમ કરો. હું તમાંરો દેવ યહોવા, તમને સંભારીશ.”
11 Now in the second year, on the twentieth day of the second month, the cloud was taken up from over the Tent of witness.ઇસ્રાએલીઓ મિસરમાંથી પ્રસ્થાન કરી આવ્યા તેના બીજા વર્ષના બીજા મહિનાના વીસમાં દિવસે કરારના પવિત્રમંડપ ઉપરથી વાદળ હઠી ગયું અને
12 And the children of Israel went on their journey out of the waste land of Sinai; and the cloud came to rest in the waste land of Paran.ઇસ્રાએલી પ્રજાએ સિનાઈના અરણ્યમાંથી કૂચ શરૂ કરી ત્યાં તો પારાનના અરણ્યમાં વાદળ પાછુ સ્થિર થયું.
13 They went forward for the first time on their journey as the Lord had given orders by the hand of Moses.યહોવા તરફથી મૂસાને યાત્રા સંબંધી સૂચનાઓ મળ્યા પછીની તેઓની આ પ્રથમ યાત્રા હતી.
14 First the flag of the children of Judah went forward with their armies: and at the head of his army was Nahshon, the son of Amminadab.કૂચ વખતે યહૂદાના વંશના ધ્વજ નીચેનું સૈન્ય પ્રથમ ચાલતું: આમ્મીનાદાબનો પુત્ર નાહશોન તેમનો આગેવાન હતો.
15 And at the head of the army of the children of Issachar was Nethanel, the son of Zuar.તેઓની પાછળ ઈસ્સાખારના કુળસમૂહનું સૈન્ય હતું, જેનો આગેવાન સૂઆરનો પુત્ર નથાનિયેલ હતો.
16 And at the head of the army of the children of Zebulun was Eliab, the son of Helon.અને હેલોનના પુત્ર અલીઆબની સરદારી હેઠળ ઝબુલોનના કુળસમૂહનું સૈન્ય હતું.
17 Then the House was taken down; and the sons of Gershon and the sons of Merari, who were responsible for moving the House, went forward.ત્યાર પછી પવિત્ર મંડપ ઉઠાવી લેવામાં આવતો અને તેને ઉપાડનાર ગેર્શોન તથા મરારીના વંશજો કૂચ કરતા. પવિત્રમંડપને ઉતારીને તેઓ પોતાના ખભા ઉપર ઊચકીને ચાલતા હતા.
18 Then the flag of the children of Reuben went forward with their armies: and at the head of his army was Elizur, the son of Shedeur.એ પછી રૂબેનના કુળસમૂહના ધ્વજ હેઠળની સેના કુટુંબવાર કૂચ કરતી: શદેઊરનાં પુત્ર અલીસૂરની સરદારી હેઠળ રૂબેનના કુળસમૂહોનું સૈન્ય હતું.
19 And at the head of the army of the children of Simeon was Shelumiel, the son of Zurishaddai.તેમની પાછળ સૂરીશાદાઈના પુત્ર શલુમીએલની સરદારી હેઠળ શિમયોનના કુળસમૂહોની સેના હતી.
20 At the head of the army of the children of Gad was Eliasaph, the son of Reuel.અને તે પછી દેઊએલના પુત્ર એલ્યાસાફની સરદારી હેઠળ ગાદના કુળસમૂહોનું સૈન્ય હતું.
21 Then the Kohathites went forward with the holy place; the others put up the House ready for their coming.તેઓની પાછળ કહાથના વંશજો પવિત્રસ્થાનમાંની વિવિધ સાધનસામગ્રી ઊચકીને ચાલતા હતા. તેઓ બીજે મુકામે પહોંચે તે પહેલાં ત્યાં પવિત્રમંડપ ઊભો કરી દેવામાં આવતો.
22 Then the flag of the children of Ephraim went forward with their armies: and at the head of his army was Elishama, the son of Ammihud.તેમની પાછળ એફ્રાઈમના વંશના ધ્વજ હેઠળનું સૈન્ય કૂચ કરતું. આમ્મીહૂદના પુત્ર અલીશામાંની સરદારી હેઠળ એફ્રાઈમના વંશજોનું સૈન્ય હતું.
23 At the head of the army of the children of Manasseh was Gamaliel, the son of Pedahzur.તે લોકોની પાછળ પદાહસૂર ના પુત્ર ગમાંલ્યેલની ગણતરી હેઠળ મનાશ્શાના કુળસમૂહોનું સૈન્ય હતું.
24 At the head of the army of the children of Benjamin was Abidan, the son of Gideoni.ગિદિયોનીના પુત્ર અબીદાનની સરદારી હેઠળ બિન્યામીનના કુળસમૂહોનું સૈન્ય હતું.
25 And the flag of the children of Dan, whose tents were moved last of all, went forward with their armies: and at the head of his army was Ahiezer, the son of Ammishaddai.છેક છેવટે રક્ષક તરીકે દાનના વંશના ધ્વજ હેઠળ બધી સેનાઓના રક્ષક તરીકે ટુકડીવાર કૂચ કરતી. આમ્મીશાદાયનો પુત્ર અહીએઝેર તે ટુકડીનો આગેવાન હતો. તેની સરદારી હેઠળ દાનના કુળસમૂહોની ટુકડી હતી.
26 At the head of the army of the children of Asher was Pagiel, the son of Ochran.ઓફ્રાનના પુત્ર પાગીએલની સરદારી હેઠળ આશેરના કુળસમૂહોની ટુકડી હતી.
27 And at the head of the army of the children of Naphtali was Ahira, the son of Enan.અને એનાનના પુત્ર અહીરાની સરદારી હેઠળ નફતાલીના કુળસમૂહોની ટુકડી હતી.
28 This was the order in which the children of Israel were journeying by armies; so they went forward.હંમેશા આ ક્રમમાં જ ઇસ્રાએલના કુળ ટુકડીવાર કૂચ કરતા.
29 Then Moses said to Hobab, the son of his father-in-law Reuel the Midianite, We are journeying to that place of which the Lord has said, I will give it to you: so come with us, and it will be for your profit: for the Lord has good things in store for Israel.એક દિવસ મૂસાના સસરા મિધાની રેઉએલના પુત્ર હોબાબને મૂસાએ કહ્યું, “છેવટે દેવે અમને જે દેશ આપવાનું વચન આપ્યું હતું ત્યાં જવા માંટે અમે પ્રસ્થાન કરીએ છીએ. તમે પણ અમાંરી સાથે ચાલો. અમે તમાંરા શુભચિંતક બનીશું; કારણ કે યહોવાએ ઇસ્રાએલને અદભુત સુરક્ષા અને જનસમૂહ માંટે વચનો આપ્યાં છે.”
30 But he said, I will not go with you, I will go back to the land of my birth and to my relations.હોબાબે પ્રત્યુત્તર આપ્યો, “ના, હું તમાંરી સાથે નહિ આવું. હું તો માંરા પોતાના દેશમાં માંરાં સંગાઓ પાસે પાછો જઈશ.”
31 And he said, Do not go from us; for you will be eyes for us, guiding us to the right places in the waste land to put up our tents.મૂસાએ વિનંતી કરી કહ્યું, “અમને છોડીને ન જશો, કારણ કે અરણ્યમાં કેવા રસ્તાઓ છે તે તું જાણે છે, ક્યાં મુકામ કરવો તે પણ તમે જાણો છો એટલે તમે તો અમાંરી આંખ બની રહેશો.
32 And if you come with us, we will give you a part in whatever good the Lord does for us.અને જો તમે અમાંરી સાથે આવશો, તો યહોવા અમને જે સુખસંપત્તિ આપશે તેમાં અમે તમને ભાગીદાર બનાવીશું.”
33 So they went forward three days' journey from the mountain of the Lord; and the ark of the Lord's agreement went three days' journey before them, looking for a resting-place for them;અને હોબાબ સંમત થયો, ત્યારબાદ તેમણે યહોવાના સિનાઈ પર્વતથી નીકળી ત્રણ દિવસ યાત્રા કરી. તે ત્રણે દિવસ દરમ્યાન યહોવાના પવિત્ર કોશ તેમને માંટે મુકામ કરવાની જગ્યા શોધવા સૌથી આગળ રહેતો.
34 And by day the cloud of the Lord went over them, when they went forward from the place where they had put up their tents.જયારે તેઓ મુકામ ઉઠાવતા ત્યારે તે દિવસે યહોવાનું વાદળ તેમના ઉપર રહેતું.
35 And when the ark went forward Moses said, Come up, O Lord, and let the armies of those who are against you be broken, and let your haters go in flight before you.જયારે જયારે કરારકોશ ચાલી નીકળતો, ત્યારે મૂસા પોકાર કરતો: “હે યહોવા, તમે ઊઠો અને તમાંરા દુશ્મનોને વેરવિખેર કરી નાખો, અને તમાંરો તિરસ્કાર કરનારને હાંકી કાઢો.”
36 And when it came to rest, he said, Take rest, O Lord, and give a blessing to the families of Israel.અને જયારે કરારકોશને નીચે મૂકવામાં આવતો ત્યારે તે કહેતો; “લાખો ઇસ્રાએલીઓ વચ્ચે, હે યહોવા, પાછા પધારજો.”
Gujarati Bible