Psalm 56 - WEB (Gujarati)
1 > Be merciful to me, God, for man wants to swallow me up. All day long, he attacks and oppresses me.હે દેવ દયા કરો મારા પર, શત્રુઓ મને નડી રહ્યાં છે તેઓ મારી વિરુદ્ધ સતત લડે છે.
2 My enemies want to swallow me up all day long, For they are many who fight proudly against me.મારા શત્રુઓ સતત મારા પર હુમલો કરી રહ્યાં છે. ઘણા લડવૈયાઓ મારી સામે ઊભા થયા છે.
3 When I am afraid, I will put my trust in you.જ્યારે મને બીક લાગશે ત્યારે હું તમારો ભરોસો કરીશ.
4 In God, I praise his word. In God, I put my trust. I will not be afraid. What can flesh do to me?હું દેવની કૃપાથી તેમના વચન માટે સ્તુતિ કરું છું. દેવ પર આધાર રાખું છું, તેથી મને જરાપણ બીક નથી. માત્ર મરણાધીન માનવી મને શું કરે તેમ છે?
5 All day long they twist my words. All their thoughts are against me for evil.મારા શત્રુઓ હંમેશા મારા શબ્દોને મચડી નાખે છે. અને મારી વિરુદ્ધ કાવતરા કરે છે.
6 They conspire and lurk, Watching my steps, they are eager to take my life.તેઓ એકઠા થાય છે ને સંતાઇ રહે છે, તેઓ મારાઁ પગલાં પકડે છે, જીવ લેવાની રાહ જુએ છે.
7 Shall they escape by iniquity? In anger cast down the peoples, God.યહોવા, તેમને તેમના દુષ્ટ કૃત્યો માટે દેશનિકાલ કરો. તેમને વિદેશી રાષ્ટોનો કોપ સહન કરવા દો.
8 You number my wanderings. You put my tears into your bottle. Aren't they in your book?તમે મારી બધી વેદના જોઇ છે. તમે મારા આંસુઓથી જ્ઞાત છો. તમે તેને તમારી શીશીમાં સંઘર્યો છે. અને તે બધાંયનો તમે હિસાબ રાખ્યો છે.
9 Then my enemies shall turn back in the day that I call. I know this, that God is for me.હું જે સમયે વિનંતી કરું છું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે; હું ખાત્રી પૂર્વક જાણું છું કે દેવ મારા પક્ષે છે.
10 In God, I will praise his word. In Yahweh, I will praise his word.હું દેવની તેમનાં વચનને માટે સ્તુતિ કરીશ, હું યહોવાની તેનાં વચન માટે સ્તુતિ કરીશ.
11 I have put my trust in God. I will not be afraid. What can man do to me?મને દેવ પર ભરોસો છે, હું જરાય ડરનાર નથી, પછી માણસ મને શું કરનાર છે?
12 Your vows are on me, God. I will give thank offerings to you.હે યહોવા, મેં તમને વચનો આપ્યા છે, અને હું તેમને પરિપૂર્ણ કરીશ, હું તમને મારી આભાર સ્તુતિનાં અર્પણ કરીશ.
13 For you have delivered my soul from death, And prevented my feet from falling, That I may walk before God in the light of the living.કારણકે મને તમે મૃત્યુમાંથી બચાવ્યો છે, તમે મારા પગને લથડતાં બચાવ્યાં છે, જેથી હું જીવનનાં અજવાળામાં દેવની સામે જીવી શકું.
Gujarati Bible