Bible

Hebrews 13 - ASV (Gujarati)

1 Let love of the brethren continue.તમે ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનો છો આથી એકબીજા પર પ્રીતિ કરવાનું ચાલું રાખો.

2 Forget not to show love unto strangers: for thereby some have entertained angels unawares.મહેમાનોનો સત્કાર કરવાનું ના ભૂલશો. એમ કરવાથી કેટલાક લોકોએ અજાણતા પણ આકાશના દૂતોનું સ્વાગત કર્યુ છે.

3 Remember them that are in bonds, as bound with them; them that are illtreated, as being yourselves also in the body.જેઓ કારાવાસમાં છે તેઓને ભૂલો નહિ, જાણે તમે તેઓની સાથે જેલમાં હોય એમ તેઓની યાતનાઓના સહભાગી બનો. અત્યાચાર સહન કરે છે તેઓની સ્થિતિમાં તમે પણ છો એમ માની તેઓના દુ:ખમાં સહભાગી બનો.

4 `Let' marriage `be' had in honor among all, and `let' the bed `be' undefiled: for fornicators and adulterers God will judge.સર્વમાં લગ્ન માન યોગ્ય માનો. લગ્નમાં બે જણ વચ્ચેના સંબંધો શુદ્ધ હોવા જોઈએ. જેથી બિછાનું નિર્મળ રહે; કેમ કે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.

5 Be ye free from the love of money; content with such things as ye have: for himself hath said, I will in no wise fail thee, neither will I in any wise forsake thee.નાણાનાં લોભથી દૂર રહો તમારી પાસે જેટલું હોય તેટલામાં સંતોષ માનો. દેવે કહ્યું છે:“હું તને કદી મૂકી દઇશ નહિ; અને તને તજીશ પણ નહિ.” પુનર્નિયમ 31:6

6 So that with good courage we say, The Lord is my helper; I will not fear: What shall man do unto me?તેથી જરા પણ સંકોચ રાખ્યા વગર આપણે કહી શકીએ કે, “પ્રભુ મને સહાય કરનાર છે; હું ડરીશ નહિ. માણસ મને શું કરનાર છે?” ગીતશાસ્ત્ર 118:6

7 Remember them that had the rule over you, men that spake unto you the word of God; and considering the issue of their life, imitate their faith.તમને દેવના વચનો શીખવનાર તમારા આગેવાનોને યાદ કરો. તેઓ જે રીતે જીવ્યા અને તેમનું જીવન પૂર્ણ કર્યુ તેનો વિચાર કરો અને તેઓની માફક દેવમાં વિશ્વાસ રાખો.

8 Jesus Christ `is' the same yesterday and to-day, `yea' and for ever.ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે અને સદાને માટે એવો ને એવો જ છે.

9 Be not carried away by divers and strange teachings: for it is good that the heart be established by grace; not by meats, wherein they that occupied themselves were not profited.તમે દરેક જાતના વિચિત્ર ઉપદેશથી ભરમાઈ જશો નહિ. જે તમને અવળા માર્ગે દોરી જાય, સાચી વસ્તુ એ છે કે દેવની કૃપાથી જ તમારા હ્રદયને બળવાન બનાવવું. ખોરાક વિષેના નિયમો પાળવાથી એ મળતું નથી. આ નિયમો પાળનારને કશો જ ફાયદો થતો નથી.

10 We have an altar, whereof they have no right to eat that serve the tabernacle.અમારી પાસે બલિદાન છે. પરંતુ યાજકો જેઓ પવિત્ર મંડપોમાં સેવા કરે છે તેઓ તે બલિદાનમાંથી ખાઇ શકતા નથી.

11 For the bodies of those beasts whose blood is brought into the holy place by the high priest `as an offering' for sin, are burned without the camp.યહૂદી નિયમ પ્રમાણે પ્રમુખયાજક વધ કરેલાં પશુઓનું રક્ત પવિત્ર સ્થાનમાં લઈ તો જતાં હતા, પરંતુ પાપો માટે તે પશુઓના શરીર શહેર બહાર બાળી નાખવામાં આવતા.

12 Wherefore Jesus also, that he might sanctify the people through his own blood, suffered without the gate.આ કારણને લીધે અને તેના લોકોને તેની પોતાના લોહી સાથે પવિત્ર બનાવવાના હેતુથી ઈસુ દુ:ખ ભોગવીને શહેરની બહાર મરણ પામ્યો.

13 Let us therefore go forth unto him without the camp, bearing his reproach.આપણે પણ શહેરની બહાર એટલે કે છાવણીની બહાર તેની પાસે જવું જોઈએ. અને તેની સાથે તેણે જે દુ:ખ તથા અપમાન સહન કર્યા છે તે આપણે સ્વીકારીએ.

14 For we have not here an abiding city, but we seek after `the city' which is to come.આ પૃથ્વી પર જે શહેર છે તે આપણું કાયમી ઘર નથી. આપણે સદાકાળ થનાર ભવિષ્યમાં જે મળવાનું છે તે શહેરની રાહ જોઈ રહ્યા છીએ.

15 Through him then let us offer up a sacrifice of praise to God continually, that is, the fruit of lips which make confession to his name.તેથી ઈસુ દ્ધારા આપણા અર્પણો દેવને આપવાનું સતત ચાલું રાખવાનું છે. તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ એ આપણી સ્તુતિ છે.

16 But to do good and to communicate forget not: for with such sacrifices God is well pleased.બીજાના માટે ભલું કરવાનંુ ભૂલશો નહિ. તમારી પાસે જે કાંઈ છે તે બીજા સાથે વહેંચો. કારણ કે દેવ આવાં અર્પણોથી પ્રસન્ન થાય છે.

17 Obey them that have the rule over you, and submit `to them': for they watch in behalf of your souls, as they that shall give account; that they may do this with joy, and not with grief: for this `were' unprofitable for you.તમારા આગેવાનોની આજ્ઞા માનો અને તેમની સત્તાને આધીન થાઓ. તેઓ હિસાબ રાખનારાઓની જેમ તમારા આત્માઓની ચોકી કરે છે. એ માટે કે તેઓ આનંદથી તે કરે. પણ શોકથી નહિ, કારણ કે એથી તમને ગેરલાભ થશે.

18 Pray for us: for we are persuaded that we have a good conscience, desiring to live honorably in all things.અમારા માટે પ્રાર્થના કરો, કેમ કે અમે જે કરીએ છીએ, તે અમને ન્યાયી લાગે છે. કારણ કે અમારો ધ્યેય હંમેશા જે સૌથી ઉત્તમ છે તે કરવાનો છે.

19 And I exhort `you' the more exceedingly to do this, that I may be restored to you the sooner.હું તમને વિનંતી કરું છું, આના માટે ખાસ પ્રાર્થના કરો અને તમે મારા માટે પ્રાર્થના કરો જેથી હું તમારી પાસે જલદી પાછો આવી શકું. બીજી કોઈ વસ્તુ નહિ પણ મારે આજ જોઈએ છે.

20 Now the God of peace, who brought again from the dead the great shepherd of the sheep with the blood of an eternal covenant, `even' our Lord Jesus,હવે આપણા પ્રભુ ઈસુ ઘેંટાઓના મહાન ભરવાડ છે. તેણે પોતાના રક્તથી સર્વકાળના કરાર પર મહોર લગાવી અને દેવે તેને મરણમાંથી સજીવન કર્યો.તે શાંતિનો દેવ છે.

21 make you perfect in every good thing to do his will, working in us that which is well-pleasing in his sight, through Jesus Christ; to whom `be' the glory for ever and ever. Amen.તમને પ્રત્યેક સારી વસ્તુઓમાં પરિપૂર્ણ બનાવો તેથી તમે તેની ઈચ્છાઓ પૂર્ણ કરી શકો. વળી આપણામાં ઈસુ ખ્રિસ્ત દ્ધારા જે વસ્તુઓ તેને પ્રસન્ન કરે છે તે કરવા દો. ઈસુનો ગૌરવ સદાસર્વકાળ હો. આમીન.

22 But I exhort you, brethren, bear with the word of exhortation, for I have written unto you in few words.મારા ભાઈઓ અને બહેનો, મેં જે તમને કહ્યું છે તે તમને ધ્યાનથી સાંભળવા વિનંતી કરું છું. તમને મજબૂત કરવા મેં કહ્યુ છે અને ટૂંકમાં લખ્યું છે. ભાઈઓ મારે તમને એ જણાવવું છે કે તિમોથી હવે જેલમાંથી છૂટ્યો છે, જો તે અહીં વહેલો આવશે તો, હું તેની સાથે તમારી પાસે આવીને તમને મળીશ.

23 Know ye that our brother Timothy hath been set at liberty; with whom, if he come shortly, I will see you.તમારા બધાજ આગેવાનોને તથા દેવના સંતોને મારા તરફથી સલામ પાઠવશો.

24 Salute all them that have the rule over you, and all the saints. They of Italy salute you.ઈટાલીમાંના સંતો તમને સલામ કહે છે.

25 Grace be with you all. Amen.તમ સર્વના પર દેવની કૃપા હો. 

Gujarati Bible