Bible

Matthew 1 - DBY (Gujarati)

1 Book of the generation of Jesus Christ, Son of David, Son of Abraham.આ ઈસુ ખ્રિસ્તનો કૌટુંબિક ઈતિહાસ છે. તે દાઉદના પરિવારમાંથી આવ્યો. અને દાઉદ ઈબ્રાહિમના પરિવારમાંથી આવ્યો.

2 Abraham begat Isaac; and Isaac begat Jacob, and Jacob begat Juda and his brethren;ઈબ્રાહિમ ઈસહાકનો પિતા હતો.ઈસહાક યાકૂબનો પિતા હતો.યાકૂબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો.

3 and Juda begat Phares and Zara of Thamar; and Phares begat Esrom, and Esrom begat Aram,યહૂદા પેરેસ અને ઝેરાહનો પિતા હતો.(તેઓની મા તામાર હતી.)પેરેસ હેસ્રોનનો પિતા હતો.હેસ્રોન આરામનો પિતા હતો.

4 and Aram begat Aminadab, and Aminadab begat Naasson, and Naasson begat Salmon,આરામ અમિનાદાબનો પિતા હતો.અમિનાદાબ નાહશોનનો પિતા હતો.નાહશોન સલ્મોનનો પિતા હતો.

5 and Salmon begat Booz of Rachab; and Booz begat Obed of Ruth; and Obed begat Jesse,સલ્મોન બોઆઝનો પિતા હતો.(બોઆઝની માતા રાહાબ હતી.)બોઆઝ ઓબેદનો પિતા હતો.(ઓબેદની માતા રૂથ હતી.)ઓબેદ યશાઈનો પિતા હતો.

6 and Jesse begat David the king. And David begat Solomon, of her [that had been the wife] of Urias;યશાઈ દાઉદ રાજાનો પિતા હતો.દાઉદ સુલેમાનનો પિતા હતો.(સુલેમાનની મા પહેલા ઊરિયાની પત્ની હતી.)

7 and Solomon begat Roboam, and Roboam begat Abia, and Abia begat Asa,સુલેમાન રહાબામનો પિતા હતો.રહાબામ અબિયાનો પિતા હતો.અબિયા આસાનો પિતા હતો.

8 and Asa begat Josaphat, and Josaphat begat Joram, and Joram begat Ozias,આસા યહોશાફાટનો પિતા હતો.યહોશાફાટ યોરામનો પિતા હતો.યોરામ ઉઝિયાનો પિતા હતો.

9 and Ozias begat Joatham, and Joatham begat Achaz, and Achaz begat Ezekias,ઉઝિયા યોથામનો પિતા હતો.યોથામ આહાઝનો પિતા હતો.આહાઝ હિઝકિયાનો પિતા હતો.

10 and Ezekias begat Manasses, and Manasses begat Amon, and Amon begat Josias,હિઝકિયા મનાશ્શાનો પિતા હતો.મનાશ્શા આમોનનો પિતા હતો.આમોન યોશિયાનો પિતા હતો.

11 and Josias begat Jechonias and his brethren, at the time of the carrying away of Babylon.યખોન્યા અને તેના ભાઈઓના પિતા યોશિયા હતો.(યહૂદી લોકોને ગુલામ બનાવવા માટે બાબિલ મોકલવામાં આવ્યાં તે સમય દરમ્યાન તેનો જન્મ થયો.)

12 And after the carrying away of Babylon, Jechonias begat Salathiel, and Salathiel begat Zorobabel,બાબિલમાં તેઓને લઈ ગયા પછી:યખોન્યા શલથિયેલનો પિતા હતો.શલથિયેલ ઝરુંબ્બાબેલનો પિતા હતો.

13 and Zorobabel begat Abiud, and Abiud begat Eliakim, and Eliakim begat Azor,ઝરુંબ્બાબેલ અબિહૂદનો પિતા હતો.અબિહૂદ એલ્યાકીમનો પિતા હતો.એલ્યાકીમ અઝોરનો પિતા હતો.

14 and Azor begat Sadoc, and Sadoc begat Achim, and Achim begat Eliud,અઝોર સાદોકનો પિતા હતો.સાદોક આખીમનો પિતા હતો.આખીમ અલિહૂદનો પિતા હતો.

15 and Eliud begat Eliazar, and Eliazar begat Matthan, and Matthan begat Jacob,અલિહૂદ એલ્યાઝરનો પિતા હતો.એલ્યાઝર મથ્થાનનો પિતા હતો.મથ્થાન યાકૂબનો પિતા હતો.

16 and Jacob begat Joseph, the husband of Mary, of whom was born Jesus, who is called Christ.યાકૂબ યૂસફનો પિતા હતો.યૂસફ મરિયમનો પતિ હતો.અને મરિયમ ઈસુની મા હતી.ઈસુ ખ્રિસ્તતરીકે ઓળખાવા લાગ્યો.

17 All the generations, therefore, from Abraham to David [were] fourteen generations; and from David until the carrying away of Babylon, fourteen generations; and from the carrying away of Babylon unto the Christ, fourteen generations.આમ ઈબ્રાહિમથી દાઉદ સુધીની ચૌદ પેઢી થઈ દાઉદથી યહૂદી લોકોને બાબિલમાં લઈ ગયા ત્યાં સુધીની પણ યૌદ પેઢી થઈ અને એ લોકોને બાબિલમાં લઈ ગયા તે સમયથી ખ્રિસ્તના જન્મ સુધીની યૌદ પેઢી થઈ.

18 Now the birth of Jesus Christ was thus: His mother, Mary, that is, having been betrothed to Joseph, before they came together, she was found to be with child of [the] Holy Spirit.ઈસુ ખ્રિસ્તની મા મરિયમ હતી. ઈસુના જન્મ વિષેની હકીકત આ પ્રમાણે છે. તેની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થઈ હતી. લગ્ન પહેલા મરિયમને ખબર પડી કે તે પવિત્ર આત્માથી ગર્ભવતી થઈ છે.

19 But Joseph, her husband, being [a] righteous [man], and unwilling to expose her publicly, purposed to have put her away secretly;મરિયમનો પતિ યૂસફ, ખૂબજ ભલો માણસ હતો, તે જાહેરમાં મરિયમને લજ્જિત કરવા ઈચ્છતો ન હતો તેથી તેણે છૂટાછેડા આપવાનું ગુપ્ત રીતે નક્કી કર્યુ.

20 but while he pondered on these things, behold, an angel of [the] Lord appeared to him in a dream, saying, Joseph, son of David, fear not to take to [thee] Mary, thy wife, for that which is begotten in her is of [the] Holy Spirit.જયારે તે આ બાબતનો વિચાર કરતો હતો ત્યારે તેને પ્રભુનો દૂત દેખાયો. દૂતે કહયું કે, “યૂસફ દાઉદના દીકરાતું મરિયમને તારી પત્ની તરીકે સ્વીકીરવામાં જરા પણ અચકાઈશ નહિ કારણ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથીછે.

21 And she shall bring forth a son, and thou shalt call his name Jesus, for *he* shall save his people from their sins.તે દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુપાડશે. તેને એવું નામ આપજે કારણ કે તે પોતાના લોકોને તેમના પાપોમાંથી મુક્ત કરશે.”

22 Now all this came to pass that that might be fulfilled which was spoken by [the] Lord, through the prophet, saying,આ બધુ તેને થશે કારણ કે પ્રબોધકો દ્વારા પ્રભુએ કહેલું ભવિષ્ય કથન પરિપૂર્ણ થાય.

23 Behold, the virgin shall be with child, and shall bring forth a son, and they shall call his name Emmanuel, which is, being interpreted, 'God with us.'જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને એક દીકરો જન્મશે અને તેનું નામ ઈમ્માનુએલ પાડવામાં આવશે.”(ઈમ્માનુએલ એટલે “દેવ આપણી સાથે છે.”)

24 But Joseph, having awoke up from his sleep, did as the angel of [the] Lord had enjoined him, and took to [him] his wife,જયારે યૂસફ જાગ્યો, ત્યારે પ્રભુના દૂતના આદેશને અનુસર્યો અને મરિયમને તેની પત્ની તરીકે સ્વીકારી ઘરે તેડી લાવ્યો.

25 and knew her not until she had brought forth her firstborn son: and he called his name Jesus.પરંતુ મરિયમે દીકરાને જન્મ આપ્યો ત્યાં સુધી યૂસફે તેને જાણી નહિ. તેણે તેનું નામ ઈસુ પાડ્યું.

Gujarati Bible