Bible

Luke 21 - YLT (Gujarati)

1 And having looked up, he saw those who did cast their gifts to the treasury -- rich men,ઈસુએ કેટલાએક ધનવાન લોકોને મંદિરમાં પૈસાની પેટીમાં દેવની ભેટો મૂકતાં જોયો.

2 and he saw also a certain poor widow casting there two mites,પછી ઈસુએ એક ગરીબ વિધવાને જોઈ, તેણે બે નાના તાંબાના સિક્કા પેટીમાં મૂક્યા.

3 and he said, `Truly I say to you, that this poor widow did cast in more than all;ઈસુએ કહ્યું કે, “હું તમને સાચું કહું છું, આ ગરીબ વિધવાએ ફક્ત બે નાના સિક્કા આપ્યા છે. પણ ખરેખર તો તેણે પેલા બધાજ પૈસાદાર લોકો કરતાં વધારે આપ્યું છે.

4 for all these out of their superabundance did cast into the gifts to God, but this one out of her want, all the living that she had, did cast in.'ધનવાન લોકો પાસે પુષ્કળ છે, તેઓએ તો ફક્ત તેમની પાસે જે વધારાનું છે તેમાંથી જ આપ્યું છે. આ સ્ત્રી ઘણી ગરીબ છે. પણ તેણે તેની પાસે હતું તે બધું જ આપ્યું છે. અને તે પૈસા તેના જીવનમાં સહાય માટે જરૂરી હતા.”

5 And certain saying about the temple, that with goodly stones and devoted things it hath been adorned, he said,કેટલાએક લોકો મંદિર વિષે વાતો કરતા હતા. તેઓએ કહ્યું, “આ એક સુંદર મંદિર ઉત્તમ પથ્થરોથી બાંધેલું છે. દેવને દાનમાં અપાયેલ ઘણી સુંદર ભેટો તો જુઓ!”

6 `These things that ye behold -- days will come, in which there shall not be left a stone upon a stone, that shall not be thrown down.'પણ ઈસુએ કહ્યું, “સમય આવશે ત્યારે તમે જે બધું અહી જુઓ છો તેનો નાશ થશે. આ મકાનનો પ્રત્યેક પથ્થર જમીન પર પાડી નાખવામાં આવશે, એક પણ પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવશે નહિ!

7 And they questioned him, saying, `Teacher, when, then, shall these things be? and what `is' the sign when these things may be about to happen?'કેટલાએક શિષ્યોએ ઈસુને કહ્યું કે, “ઉપદેશક, આ વસ્તુઓ ક્યારે બનશે? આપણને કેવી રીતે ખબર પડશે કે તે થવાનો સમય આવ્યો છે?”

8 And he said, `See -- ye may not be led astray, for many shall come in my name, saying -- I am `he', and the time hath come nigh; go not on then after them;ઈસુએ કહ્યું, “સાવધાન રહો! કોઈ તમને મુર્ખ ન બનાવે. ઘણા લોકો મારા નામે આવશે, તેઓ કહેશે, ‘હું ખ્રિસ્ત છું’ અને ‘ખરો સમય આવ્યો છે!’ પણ તમે તેઓને અનુસરશો નહિ.

9 and when ye may hear of wars and uprisings, be not terrified, for it behoveth these things to happen first, but the end `is' not immediately.'જ્યારે તમે યુદ્ધો તથા હુલ્લડોની અફવાઓ સાંભળો ત્યારે બીશો નહિ. આ બાબતો પ્રથમ બનશે પણ તેનો અંત પાછળથી આવશે.”

10 Then said he to them, `Nation shall rise against nation, and kingdom against kingdom,પછી ઈસુએ તેમને કહ્યું, “એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે લડશે. એક રાજ્ય બીજા રાજ્યની સામે લડશે.

11 great shakings also in every place, and famines, and pestilences, there shall be; fearful things also, and great signs from heaven there shall be;ત્યાં મોટા ધરતીકંપ, મંદવાડ અને દુ:ખલાયક બાબતો ઘણી જગ્યાએ થશે. બીજી કેટલીક જગ્યાએ તો લોકોને ખાવા માટે ભોજન પણ નહિ હોય, ભયંકર બનાવો બનશે. આકાશમાંથી આશ્ચર્યજનક વસ્તુઓ લોકોને ચેતવણી આપવા આવશે.

12 and before all these, they shall lay on you their hands, and persecute, delivering up to synagogues and prisons, being brought before kings and governors for my name's sake;“પરંતુ આ બધી વસ્તુઓ બનતા પહેલાં, લોકો તમને પકડશે અને તમારું અહિત કરશે. લોકો તેમની સભાસ્થાનોમાં તમારો ન્યાય કરશે. અને તમને કેદ કરશે, તમને જબરજસ્તી રાજાઓ અને શાસનકર્તાઓ સમક્ષ ઊભા રાખવામાં આવશે. તમે મને અનુસરો છો તેથી લોકો તમારી સામે આ બધું કરશે.

13 and it shall become to you for a testimony.પણ આ તમને મારા વિષે કહેવાની તક આપશે.

14 `Settle, then, to your hearts, not to meditate beforehand to reply,બચાવ માટે તમારે શું કહેવું તેની પણ જરાય ચિંતા કરશો નહિ.

15 for I will give to you a mouth and wisdom that all your opposers shall not be able to refute or resist.તમારો કોઈ પણ દુશ્મન ઉત્તર ન આપી શકે તેવુ કહેવા માટે બુદ્ધિ હું તમને આપીશ.

16 `And ye shall be delivered up also by parents, and brothers, and kindred, and friends, and they shall put of you to death;માતાપિતા, ભાઈઓ, સંબંધીઓ અને મિત્રો પણ તારી વિરૂદ્ધ થશે. તેઓ તમારામાંના કેટલાકને મારી નાખશે.

17 and ye shall be hated by all because of my name --બધા માણસો તમને ધિક્કારશે કારણ કે તમે મને અનુસરો છો.

18 and a hair out of your head shall not perish;પણ આમાંની કોઈ પણ વસ્તુ તમને ખરેખર નુકશાન કરી શકશે નહિ.

19 in your patience possess ye your souls.જો તમે તમારા વિશ્વાસમાં મક્કમ રહેશો તો આ બધામાંથી તમારી જાતને બચાવી લેશો.

20 `And when ye may see Jerusalem surrounded by encampments, then know that come nigh did her desolation;“તમે યરૂશાલેમની ચારે બાજુએ લશ્કર જોશો. પછી તમે જાણશો કે યરૂશાલેમનો વિનાશ થવાનો સમય આવ્યો છે.

21 then those in Judea, let them flee to the mountains; and those in her midst, let them depart out; and those in the countries, let them not come in to her;તે વખતે યહૂદિયામાં જે લોકો છે તે પહાડોમાં નાશી જાય. જેઓ યરૂશાલેમમાં હોય તેઓએ જલ્દી છોડી જવું. જો તમે યરૂશાલેમ નજીકના પ્રદેશમાં હો તો શહેરની અંદર જશો નહિ.

22 because these are days of vengeance, to fulfil all things that have been written.પ્રબોધકોએ જ્યારે દેવ તેના લોકોને શિક્ષા કરશે તે આ સમયની બાબતમાં ઘણું બધું લખ્યું છે. તે આ સમય છે. જ્યારે આ બધું પરિપૂર્ણ થાય.

23 `And wo to those with child, and to those giving suck, in those days; for there shall be great distress on the land, and wrath on this people;તે વખતે જેઓ ગર્ભવતી હશે અથવા જેને નાનાં દુધ પીતા બાશકો છે તે તેમના માટે દુ:દાયક છે! શા માટે? કારણ કે આ ભૂમિ પર વધારે વિપત્તિનો સમય આવશે. દેવ આ લોકો પર ગુસ્સે થશે.

24 and they shall fall by the mouth of the sword, and shall be led captive to all the nations, and Jerusalem shall be trodden down by nations, till the times of nations be fulfilled.કેટલાએક લોકો સૈનિકો દ્ધારા મૃત્યુ પામશે. બીજા લોકોને કેદી તરીકે રાખશે અને બધાજ દેશોમાં લઈ જવાશે. ફક્ત યરૂશાલેમ તેઓનો સમય પૂરો નહિ થાય ત્યાં સુધી બિન યબૂદિઓથી પગ તળે ખૂંદી નંખાશે.

25 `And there shall be signs in sun, and moon, and stars, and on the land `is' distress of nations with perplexity, sea and billow roaring;“સૂર્ય, ચંદ્ર અને તારાઓ સાથે આશ્ચર્યજનક ઘટનાઓ બનશે. પૃથ્વી પરના લોકો ફસાયાની લાગણી અનુભવશે. સમુદ્ધોમાં ગર્જના તોફાન સજાર્શે. અને લોકો તેનું કારણ સમજી શકશે નહિ.

26 men fainting at heart from fear, and expectation of the things coming on the world, for the powers of the heavens shall be shaken.લોકો પૃથ્વી પર શું થશે તેની અતિશય ચિંતાઓથી ભયભીત થઈ જશે. પૃથ્વી પર જે કંઈ થશે તેનાથી આકાશમાં જે બધું છે તે પણ બદલાઇ જશે.

27 `And then they shall see the Son of Man, coming in a cloud, with power and much glory;પછી લોકો માણસના દીકરાને પરાક્રમ સાથે અને મહા મહિમાસહિત વાદળાંમાં આવતો જોશે.

28 and these things beginning to happen bend yourselves back, and lift up your heads, because your redemption doth draw nigh.'જ્યારે આ ઘટનાઓ બનવા લાગે ત્યારે ઊચે નજર કરો અને ખુશ થાઓ! ચિંતા ના કરો. કારણ કે તમે જાણો છો કે તમારો ઉદ્ધાર થવાનો સમય પાસે આવ્યો છે!”

29 And he spake a simile to them: `See the fig-tree, and all the trees,પછી ઈસુએ આ વાર્તા કહી કે, “બધા વૃક્ષો તરફ જુઓ. અંજીરનું વૃક્ષ એક સરસ ઉદાહરણ છે.

30 when they may now cast forth, having seen, of yourselves ye know that now is the summer nigh;જ્યારે તે ફૂટવા માંડે છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે.

31 so also ye, when ye may see these things happening, ye know that near is the reign of God;તે જ રીતે આ બધી બાબતો વિષે મેં તમને કહ્યું છે. જ્યારે તમે આ બધી બાબતો બનતી જોશો, ત્યારે તમે જાણી શકશો કે દેવનું રાજ્ય ઘણું જલદી આવી રહ્યું છે.

32 verily I say to you -- This generation may not pass away till all may have come to pass;“હું તમને સત્ય કહું છું. આ બધી વસ્તુઓ બનશે ત્યારે આ સમયના લોકો ત્યાં સુધી જીવતા હશે!

33 the heaven and the earth shall pass away, but my words may not pass away.આખી પૃથ્વી અને આકાશ નાશ પામશે, પણ મેં જે શબ્દો કહ્યા છે તેનો નાશ કદાપિ થશે નહિ!

34 `And take heed to yourselves, lest your hearts may be weighed down with surfeiting, and drunkenness, and anxieties of life, and suddenly that day may come on you,“સાવધાન રહો! તમારો સમય ખાવા પીવામાં બગાડો નહિ અથવા દુન્યવી વસ્તુઓની ચિંતા ના કરો. જો તમે એમ કરશો તો તમે સાચો વિચાર કરી શકશો નહિ. અને પછી જો એકાએક અંત આવી પહોંચશે ત્યારે તમે તૈયાર નહિ હોય.

35 for as a snare it shall come on all those dwelling on the face of all the land,પૃથ્વી પરના તમામ લોકો માટે તે આશ્ચર્યજનક રીતે આવશે.

36 watch ye, then, in every season, praying that ye may be accounted worthy to escape all these things that are about to come to pass, and to stand before the Son of Man.'તેથી હર વખત તૈયાર રહો. અને પ્રાર્થના કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી તમારી જાતને સુરક્ષિત રીતે પસાર થવા તથા માણસના દીકરા સમક્ષ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”

37 And he was during the days in the temple teaching, and during the nights, going forth, he was lodging at the mount called of Olives;દિવસ દરમ્યાન, ઈસુ લોકોને મંદિરમાં બોધ આપતો, રાત્રે તે શહેરની બહાર જતોં અને આખી રાત જૈતૂનના પહાડ પર રહેતો.

38 and all the people were coming early unto him in the temple to hear him.સવારે બધા લોકો વહેલા ઊઠતા અને ઈસુને ધ્યાનથી સાંભળવા મંદિરમાં જતા.

Gujarati Bible