Leviticus 8 - DBY (Gujarati)
1 And Jehovah spoke to Moses, saying,યહોવાએ મૂસાને કહ્યું,
2 Take Aaron and his sons with him, and the garments and the anointing oil, and the bullock of the sin-offering, and the two rams, and the basket of unleavened [bread];“હવે હારુન અને તેના પુત્રોને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જા અને સાથે તેમના પોશાક, અભિષેકનું તેલ તેમજ પાપાર્થાર્પણનો બળદ, બે ઘેટાં અને બેખમીર રોટલીની ટોપલી લઈ જા.
3 and gather all the assembly together at the entrance of the tent of meeting.અને બધી જ ઇસ્રાએલની પ્રજાને ત્યાં ભેગા થવાનું કહે.”
4 And Moses did as Jehovah had commanded him; and the assembly was collected at the entrance of the tent of meeting.મૂસાએ યહોવાના કહેવા પ્રમાંણે કર્યું. તેથી સમગ્ર સમાંજ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગો થયો.
5 And Moses said to the assembly, This is the thing which Jehovah has commanded to be done.અને મૂસાએ તે લોકોને જણાવ્યું કે, “યહોવાએ આ પ્રમાંણે કરવાનું કહ્યું છે.”
6 And Moses brought Aaron near, and his sons, and bathed them with water.ત્યારબાદ તેણે હારુનને અને તેના પુત્રોને આગળ લાવીને પાણીથી સ્નાન કરાવ્યું.
7 And he put upon him the vest and girded him with the girdle, and clothed him with the cloak, and put the ephod on him, and he girded him with the girdle of the ephod, and fastened the ephod on him.પછી તેણે હારુનને અંગરખો, અને જામો પહેરાવી કમરબંધ બાંધીને એફોદ ચઢાવી તેનો ગુથેલો પટો કમરે બાંધી દીધો.
8 And he put the breastplate on it, and put on the breastplate the Urim and the Thummim;પછી તેણે તેને ઉરપત્ર પહેરાવીને તેમાં ઉરીમ અને તુમ્મીમ જોડી દીધા.
9 and he put the turban upon his head; and upon the turban, on the front of it, he put the golden plate, the holy diadem; as Jehovah had commanded Moses.ત્યારબાદ યહોવાની આજ્ઞા મુજબ તેણે તેના માંથે પાધડી પહેરાવી અને આગળના ભાગમાં પવિત્ર મુગટરૂપે સોનાનું પદક એટલે કે પવિત્ર મુગટ લગાવ્યો.
10 And Moses took the anointing oil, and anointed the tabernacle and all that was in it, and hallowed them.પછી મૂસાએ અભિષેકનું તેલ લઈને મુલાકાતમંડપ ઉપર અને તેમાંની બધી જ વસ્તુઓ પર છાંટીને તે બધાંયને પવિત્ર કર્યા.
11 And he sprinkled thereof on the altar seven times, and anointed the altar and all its utensils, and the laver and its stand, to hallow them.તે વેદી પાસે આવ્યો અને તેના પર સાત વખત અભિષેકનું તેલ છાંટયું અને વેદી અને તેનાં બધાં વાસણો તથા કૂડી અને તેની ધોડી યહોવાને સમર્પણ કરી.
12 And he poured of the anointing oil on Aaron's head, and anointed him, to hallow him.ત્યારબાદ તેણે હારુનના માંથા પર અભિષેકનું તેલ રેડયું અને દીક્ષાવિધિ કર્યો.
13 And Moses brought Aaron's sons near and clothed them with the vests, and girded them with the girdles, and bound the high caps on them, as Jehovah had commanded Moses.ત્યારબાદ યહોવાની આજ્ઞા પ્રમાંણે મૂસાએ હારુનના પુત્રોને ઝભ્ભો પહેરાવ્યો, કમરે કમરબંધ બાંધ્યા અને માંથે પાઘડી બાંધી.
14 And he brought near the bullock for the sin-offering; and Aaron and his sons laid their hands on the head of the bullock for the sin-offering;પછી પાપાથાર્પણના બળદને આગળ લાવ્યો અને હારુને અને તેના પુત્રોએ તેના માંથા પર હાથ મૂક્યા.
15 and he slaughtered [it], and Moses took the blood, and put [it] on the horns of the altar round about with his finger, and cleansed the altar from sin, and the blood he poured at the bottom of the altar, and hallowed it, making atonement for it.પછી મૂસાએ તેનો વધ કર્યો, અને તેનું થોડું લોહી લઈ તેની આંગળીથી વેદીનાં ટોચકાઓને લગાડ્યું અને આ રીતે તેને શુદ્ધ કરી, પછી બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દીધું. આ રીતે મૂસાએ વેદીને લોકોને શુદ્ધ કરવાના અર્પણો માંટે તૈયારી કરી.
16 And he took all the fat that was on the inwards, and the net of the liver, and the two kidneys, and their fat, and Moses burned [them] on the altar.પછી તેણે આંતરડાં પરની બધી જ ચરબી, કાળજા પરની ચરબી અને બંને મૂત્રપિંડ અને તે પરની ચરબી લીધી અને વેદીમાં હોમી દીધી.
17 And the bullock, and its skin, and its flesh, and its dung he burned with fire outside the camp, as Jehovah had commanded Moses.અને બળદનું ચામડું, તેનું માંસ અને છાણ, યહોવાની આજ્ઞા અનુસાર છાવણી બહાર કોઈ જગ્યા પર તેણે બાળી નાખ્યાં.
18 And he presented the ram of the burnt-offering; and Aaron and his sons laid their hands on the head of the ram;પછી તે યહોવા સમક્ષ દહનાર્પણ માંટેનો ઘેટો લઈને આગળ આવ્યો. હારુને અને તેના પુત્રોએ તેના માંથા પર હાથ મૂક્યા,
19 and he slaughtered [it]; and Moses sprinkled the blood on the altar round about.પછી મૂસાએ તેનો વધ કર્યો અને તેનું લોહી વેદીની ચારેબાજુએ છાંટ્યું.
20 And the ram he cut up into its pieces; and Moses burned the head, and the pieces, and the fat;ત્યારબાદ તેણે ઘેટાના ટુકડા કરી યહોવાની આજ્ઞા મુજબ, તેનું માંથું, ચરબી તથા બધા ટુકડાવેદીમાં હોમી દીધા.
21 and the inwards and the legs he washed in water; and Moses burned the whole ram on the altar: it was a burnt-offering for a sweet odour, it was an offering by fire to Jehovah; as Jehovah had commanded Moses.તેણે આંતરડાં તથા પગ પાણીથી ધોયા પછી આખા ઘેટાને વેદીમાં હોમી દીધો. યહોવાએ મૂસાને કરેલી આજ્ઞા મુજબનું એ દહનાર્પણ હતું. એ યજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થયા.
22 And he presented the second ram, the ram of consecration; and Aaron and his sons laid their hands on the head of the ram;એ પછી મૂસા બીજા ઘેટાને એટલે કે યાજકના દીક્ષાવિધિ માંટેના ઘેટાને આગળ લાવ્યો; હારુન અને તેના પુત્રોએ તેના માંથા પર હાથ મૂકયા.
23 and one slaughtered [it]; and Moses took of its blood, and put [it] on the tip of Aaron's right ear, and on the thumb of his right hand, and on the great toe of his right foot;મૂસાએ તેનો વધ કર્યો અને તેનું થોડું લોહી લઈને હારુનના જમણા કાનની બુટ પર અને જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર લગાડ્યું.
24 and he brought Aaron's sons near, and Moses put of the blood on the tip of their right ear, and on the thumb of their right hand, and on the great toe of their right foot; and Moses sprinkled the blood upon the altar round about.પછી તે હારુનના પુત્રોને વેદી પાસે લાવ્યો અને તેમના જમણા કાનની બૂટે તથા તેમના જમણા હાથના અને જમણા પગના અંગૂઠાએ થોડું લોહી લગાડયું. પછી મૂસાએ વેદીને ફરતું લોહી છાંટયું.
25 And he took the fat, and the fat tail, and all the fat that was on the inwards, and the net of the liver, and the two kidneys and their fat, and the right shoulder;પછી તેણે જાડી પૂંછડી, આંતરડાં પરની ચરબી, કાળજા પરની ચરબી બન્ને મૂત્રપિંડ અને તેની ચરબી તેમજ જમણી જાઘ લીધી.
26 and out of the basket of unleavened bread that was before Jehovah he took one unleavened cake, and a cake of oiled bread, and one wafer, and put them on the fat and upon the right shoulder;પછી આ બધા પર એક રોટલો, એક તેલ ચોપડલો રોટલો, અને બેખમીર રોટલીનો એક ટુકડો જે દરરોજ દેવની સામે મુકવામાં આવે છે તે ચરબી પર એને જમણા જાંઘ પર મૂકયો.
27 and he gave all into Aaron's hands, and into his sons' hands, and waved them as a wave-offering before Jehovah.અને આ બધું હારુન અને તેના પુત્રોના હાથમાં મૂકીને યહોવા સમક્ષ આરતી કરી.
28 And Moses took them from off their hands, and burned [them] on the altar, over the burnt-offering: they were a consecration-offering for a sweet odour: it was an offering by fire to Jehovah.પછી મૂસાએ તે બધું પાછું લઈને દહનાર્પણ ભેગું વેદીમાં હોમી દીધું. આ યાજકના દીક્ષાવિધિનો અર્પણ હતો અને તેની સુવાસથી યહોવા પ્રસન્ન થયા.
29 And Moses took the breast, and waved it as a wave-offering before Jehovah; of the ram of consecration it was Moses' part; as Jehovah had commanded Moses.અર્પણના પછી મૂસાએ પશુની છાતી લીધી અને યહોવાની સામે આરતી કરી, આ રીતે યાજકના દીક્ષાવિધિના અર્પણમાંથી તેનો ભાગ મૂસાને મળ્યો હતો. આ બધું યહોવાએ મૂસાને જે આજ્ઞા કરી હતી તે મૂજબ કરવામાં આવ્યું હતું.
30 And Moses took of the anointing oil, and of the blood that was on the altar, and sprinkled [it] on Aaron, on his garments, and on his sons, and on his sons' garments with him; and hallowed Aaron, his garments, and his sons, and his sons' garments with him.ત્યારબાદ મૂસાએ થોડું અભિષેકનું તેલ અને થોડું વેદી પરનું લોહી લઈને હારુન અને તેનાં વસ્ત્રો પર તથા તેના પુત્રો અને તેમનાં વસ્ત્રો પર છાંટીને યહોવાના ઉપયોગ માંટે પવિત્ર કર્યા.
31 And Moses spoke to Aaron and to his sons, Boil the flesh at the entrance of the tent of meeting; and there eat it and the bread that is in the basket of the consecration-offering, as I commanded, saying, Aaron and his sons shall eat it.પછી મૂસાએ હારુનને અને તેના પુત્રોને કહ્યું, “યહોવાની આજ્ઞા મુજબ આ માંસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જઈ ત્યાં રાંધીને યાજકના દીક્ષાવિધિના અર્પણની ટોપલીમાંની રોટલી સાથે ખાજો.
32 And that which remaineth of the flesh and of the bread shall ye burn with fire.માંસ અને રોટલીમાંથી જે કાંઈ વધે તે બાળી મૂકજો.
33 And ye shall not go out from the entrance of the tent of meeting seven days, until the day when the days of your consecration are at an end: for seven days shall ye be consecrated.સાત દિવસ સુધી તમાંરે મુલાકતમંડપનું પ્રવેશદ્વાર છોડવું નહિ. તમાંરી દીક્ષાની વિધિ સાત દિવસ ચાલશે ત્યાર પછી તે પૂર્ણ થશે.”
34 As he hath done this day, [so] Jehovah hath commanded to do, to make atonement for you.તને શુદ્ધ કરવા માંટે આજે જે કરવામાં આવ્યુ છે તેનો આદેશ યહોવાએ કર્યો છે.
35 And ye shall abide at the entrance of the tent of meeting day and night seven days, and keep the charge of Jehovah, that ye die not; for so I am commanded.તમાંરે સાત દિવસ અને સાત રાત સુધી મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાની આજ્ઞાનું પાલન કરતા રહેવાનું છે. અને ચેતવણી આપતાં કહ્યું, “જો તમે તેના આદેશ નહિ માંનો તો તમે મૃત્યુ પામશો. આ યહોવાની આજ્ઞા છે.”
36 And Aaron and his sons did all things that Jehovah had commanded by the hand of Moses.હારુન અને તેના પુત્રોએ યહોવાએ મૂસાને આપેલી આજ્ઞાઓ મુજબ બધું જ કર્યું.
Gujarati Bible