Leviticus 2 - ASV (Gujarati)
1 And when any one offereth an oblation of a meal-offering unto Jehovah, his oblation shall be of fine flour; and he shall pour oil upon it, and put frankincense thereon:જો કોઈ વ્યક્તિ યહોવા દેવને ખાદ્યાર્પણ ચઢાવવા ઈચ્છે, તો તેણે મેંદાનો લોટ લાવવો અને તેમાં તેલ રેડવું અને તે પર લોબાન મૂકવો.
2 and he shall bring it to Aaron's sons the priests; and he shall take thereout his handful of the fine flour thereof, and of the oil thereof, with all the frankincense thereof; and the priest shall burn `it as' the memorial thereof upon the altar, an offering made by fire, of a sweet savor unto Jehovah:પછી તેણે એ હારુનના પુત્રો - યાજકો સમક્ષ લાવવું. પછી એક યાજક તેમાંથી એક મૂઠી લોટ, તેલ અને બધો લોબાન લઈને તેને પ્રતીકરૂપે વેદી પર હોમે. આ ખાદ્યાર્પણ અગ્નિ દ્વારા થાય છે તેની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
3 and that which is left of the meal-offering shall be Aaron's and his sons': it is a thing most holy of the offerings of Jehovah made by fire.ખાદ્યાર્પણનો બાકીનો ભાગ યાજકોને મળે છે. તે અત્યંત પવિત્ર છે. કારણ કે યહોવાને ધરાવેલા દાણાના અર્પણમાંથી તે લેવામાં આવ્યો છે.
4 And when thou offerest an oblation of a meal-offering baken in the oven, it shall be unleavened cakes of fine flour mingled with oil, or unleavened wafers anointed with oil.“જો કોઈ વ્યક્તિ ભઠ્ઠીમાં બનાવેલી રોટલી યહોવા સમક્ષ ખાદ્યાર્પણ તરીકે લાવે તો તે પણ મેંદાની જ હોય, અને તે તેલથી મોયેલા લોટની બેખમીર પોળીઓ અથવા તેલ ચોપડેલા બેખમીર ખાખરા જ હોય.
5 And if thy oblation be a meal-offering of the baking-pan, it shall be of fine flour unleavened, mingled with oil.જો તમે તમાંરું ખાદ્યાર્પણ કડાઈમાં રાંધેલું લાવો, તો તે પણ તેલથી મોયેલા મેંદાનું જ બનાવેલું અને ખમીરવાળુ હોય.
6 Thou shalt part it in pieces, and pour oil thereon: it is a meal-offering.તેના ટુકડા કરીને તેના પર તેલ રેડવું; એ ખાદ્યાર્પણ છે.
7 And if thy oblation be a meal-offering of the frying-pan, it shall be made of fine flour with oil.જો કોઈનું ખાદ્યાર્પણ તવા પર શેકેલું હોય તો તે તેલનું મોણ નાખેલા મેંદાનું બનાવેલું હોય.
8 And thou shalt bring the meal-offering that is made of these things unto Jehovah: and it shall be presented unto the priest, and he shall bring it unto the altar.“આ રીતે શેકેલું, તળેલું આ ખાદ્યાર્પણ યાજક પાસે લાવવું અને તે તેને વેદી પર યહોવા સમક્ષ અર્પણ કરવું.
9 And the priest shall take up from the meal-offering the memorial thereof, and shall burn it upon the altar, an offering made by fire, of a sweet savor unto Jehovah.અને પછી યાજક તેમાંથી પ્રતીકરૂપે થોડો ભાગ લઈ ખાદ્યાર્પણ તરીકે વેદીમાંના અગ્નિમાં હોમશે. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.
10 And that which is left of the meal-offering shall be Aaron's and his sons': it is a thing most holy of the offerings of Jehovah made by fire.ખાદ્યાર્પણનો બાકીનો ભાગ યાજકોનો ગણાય. એ અત્યંત પવિત્ર છે, કારણ, યહોવાને ધરાવેલા હોમયજ્ઞમાંથી એ ગ્રહણ કરવામાં આવેલ છે.
11 No meal-offering, which ye shall offer unto Jehovah, shall be made with leaven; for ye shall burn no leaven, nor any honey, as an offering made by fire unto Jehovah.“યહોવાને અર્પણ કરવાના કોઈ પણ પ્રકારના ખાદ્યાર્પણમાં આથો ન વાપરવો, અર્થાત ખમીરનો ઉપયોગ કરવો નહિ. કોઈ પણ વ્યક્તિએ દહનાર્પણમાં ખમીર કે મધનો ઉપયોગ કરવો નહિ, કારણ કે તેની છૂટ નથી.
12 As an oblation of first -`fruits' ye shall offer them unto Jehovah: but they shall not come up for a sweet savor on the altar.કોઈ પણ વ્યક્તિ તે વસ્તુઓ ખમીર અને મધ પાકના પ્રથમ ભાગ તરીકે એ ધરાવી શકે પરંતુ તે વસ્તુઓ આહુતિ તરીકે વેદીમાં મીઠો ધુમાંડો બને એ રીતે હોમવી નહિ.
13 And every oblation of thy meal-offering shalt thou season with salt; neither shalt thou suffer the salt of the covenant of thy God to be lacking from thy meal-offering: with all thine oblations thou shalt offer salt.પરંતુ તમાંરે તમાંમ પ્રકારની ખાદ્યાર્પણમાં મીઠું નાખવું. તમાંરા ખાદ્યાર્પણ પર દેવનો અતૂટ કરાર છે, તેથી તેના પ્રતીકરૂપ મીઠું નાખવાનું કદી ભૂલવું નહિ. બધાજ અર્પણોમાં મીઠું ઉમરેવું અને ચઢાવવું.
14 And if thou offer a meal-offering of first-fruits unto Jehovah, thou shalt offer for the meal-offering of thy first-fruits grain in the ear parched with fire, bruised grain of the fresh ear.“જો કોઈ વ્યક્તિ પાકના પ્રથમ ભાગ તરીકે અનાજ ખાદ્યાર્પણ તરીકે ચઢાવે તો તેણે તાજાં કણસલાંના પોંકરૂપે અથવા દળેલા લોટરૂપે ચઢાવે.
15 And thou shalt put oil upon it, and lay frankincense thereon: it is a meal-offering.ખાદ્યાર્પણનાં પર તેલ રેડવું અને ઉપર લોબાન મૂકવો, એ ખાદ્યાર્પણ છે.
16 And the priest shall burn the memorial of it, part of the bruised grain thereof, and part of the oil thereof, with all the frankincense thereof: it is an offering made by fire unto Jehovah.યાજક પ્રતીકરૂપે તેમાંથી થોડો લોટ અને તેલ તથા બધો લોબાન લઈ યહોવાને ખાદ્યાર્પણ તરીકે વેદીની અગ્નિમાં હોમવો.”
Gujarati Bible