Judges 15 - WEB (Gujarati)
1 But it happened after a while, in the time of wheat harvest, that Samson visited his wife with a kid; and he said, I will go in to my wife into the chamber. But her father wouldn't allow him to go in.થોડા સમય પછી ધઉની કાપણીની ઋતુમાં સામસૂન પોતાની પત્નીને મળવા ગયો અને સાથે તેને માંટે એક લવારું લેતો ગયો. તેણે પત્નીના પિતાને કહ્યું, “માંરે માંરી પત્નીના ઓરડામાં જવું છે.”
2 Her father said, I most assuredly thought that you had utterly hated her; therefore I gave her to your companion: isn't her younger sister more beautiful than she? Please take her, instead.તેણે સ્પષ્ટ રીતે કહ્યું, “મને જાણવા મળ્યું છે કે તું તેને જરાય પસંદ કરતો નથી અને ચાહતો નથી. તેથી મેં તેને તારા મિત્ર સાથે પરણાવી દીધી. પણ એની નાની બહેન એના કરતાંય વધુ સારી છે, એને બદલે તું તેને લઈ જા.”
3 Samson said to them, This time shall I be blameless in regard of the Philistines, when I do them a mischief.પણ સામસૂને ગુસ્સામાં મોટે સાદે કહ્યું, “હવે આ વખતે જો હું પલિસ્તીઓને નુકસાન કરું તો કોઈ માંરો વાંક કાઢી શકે તેમ નથી.”
4 Samson went and caught three hundred foxes, and took firebrands, and turned tail to tail, and put a firebrand in the midst between every two tails.આથી તેણે ત્રણસો શિયાળો અને મશાલો લીધી. અને બે શિયાળોની પૂંછડી એક બીજા સાથે બાંધી અને દરેકની વચમાં એક મશાલ ખોસી દીધી
5 When he had set the brands on fire, he let them go into the standing grain of the Philistines, and burnt up both the shocks and the standing grain, and also the olive groves.પછી તેણે મશાલો સળગાવી અને શિયાળોને પલિસ્તીઓના અનાજના કોઠાર તથા ખેતરો સળગાવી મૂકવા છૂટાં મૂકી દીધાં. તેઓએ જૈતૂનની અને દ્રાક્ષની વાડીઓ પણ બાળી મૂકી.
6 Then the Philistines said, Who has done this? They said, Samson, the son-in-law of the Timnite, because he has taken his wife, and given her to his companion. The Philistines came up, and burnt her and her father with fire.પલિસ્તીઓએ પૂછયું, “આ કોણે કર્યું?” તેથી તેઓને કહેવામાં આવ્યું, “સામસૂને, કારણ કે તેની થનાર પત્નીના પિતા તિમ્નીએ તેને બીજા પુરુષ સાથે પરણાવી દીધી.” પછી પલિસ્તીઓએ જઈને પુત્રી અને તેના પિતાને પકડયાં અને તેઓના ઘરમાં જીવતાં સળગાવી મૂકયાં.
7 Samson said to them, If you do after this manner, surely I will be avenged of you, and after that I will cease.સામસૂને તેઓને કહ્યું, “જો તમે આ રીતે વર્તશો તો હું ચોક્કસ કહું છું કે, હું બદલો લીધા વિના છોડવાનો નથી,”
8 He struck them hip and thigh with a great slaughter: and he went down and lived in the cleft of the rock of Etam.તેણે તેઓના ઉપર તેની પૂરી તાકાતથી હુમલો કર્યો અને સર્વેને માંરી નાખ્યા. પછી તે એટામની ખડકની ગુફામાં જઈને રહેવા લાગ્યો.
9 Then the Philistines went up, and encamped in Judah, and spread themselves in Lehi.પલિસ્તીઓએ આવીને યહૂદામાં સૈન્યની ટુકડી મોકલી આપી અને લેહી ઉપર છાપો માંર્યો.
10 The men of Judah said, Why are you come up against us? They said, To bind Samson are we come up, to do to him as he has done to us.યહૂદાના કુળસમૂહે તેને પૂછયું, “તમે અહીં શા માંટે અમાંરી સાથે લડવા આવ્યા છો?”પલિસ્તીઓએ કહ્યું, “અમે સામસૂનની ધરપકડ કરવા અને તેણે અમાંરી ઉપર જે કર્યુ છે, તે તેની પર કરવા આવ્યા છીએ.”
11 Then three thousand men of Judah went down to the cleft of the rock of Etam, and said to Samson, "Don't you know that the Philistines are rulers over us? What then is this that you have done to us?" He said to them, As they did to me, so have I done to them.તેથી યહૂદાના કુળસમૂહમાંથી ત્રણહજાર માંણસો ‘એટામ’ના ખડકની ગુફા આગળ ગયા સામસૂનને મળ્યા અને કહ્યું, “તને એટલી ખબર નથી કે અમે પલિસ્તીઓના તાબેદાર છીએ? તે અમને કેવી કફોડી સ્થિતિમાં મૂકી દીધા?”તેણે કહ્યું, “મેં તેઓ સાથે એવોજ વર્તાવ કર્યો, જેવો વર્તાવ તેઓએ માંરી સાથે કર્યો હતો.”
12 They said to him, We have come down to bind you, that we may deliver you into the hand of the Philistines. Samson said to them, Swear to me that you will not fall on me yourselves.તેઓએ તેને કહ્યું, “અમે તને પકડીને પલિસ્તીઓ પાસે લઈ જવા માંટે આવ્યા છીએ.” સામસૂને કહ્યું, “સારું પણ મને વચન આપો કે તમે પોતે મને માંરી નહિ નાખો.”
13 They spoke to him, saying, No; but we will bind you fast, and deliver you into their hand: but surely we will not kill you. They bound him with two new ropes, and brought him up from the rock., “અમે તને માંરી નહિ નાખીએ, અમે તો ફકત તને બાંધીને તે લોકોને સોંપી દઈશું.” પછી તેમણે તેને બે નવાં દોરડાં વડે બાંધ્યો અને ગુફામાંથી પાછો લાવ્યા.
14 When he came to Lehi, the Philistines shouted as they met him: and the Spirit of Yahweh came mightily on him, and the ropes that were on his arms became as flax that was burnt with fire, and his bands dropped from off his hands.સામસૂન જયારે લેહી પહોચ્યો ત્યારે પલિસ્તીઓ જયનાદ કરતાં કરતાં એની સામે આવ્યા. પરંતુ યહોવાના આત્માંએ સામસૂનમાં સંચાર કર્યો અને તેને હાથે બાંધેલાં દોરડાં શણની લટ હોય તેમ તોડી નાખ્યાં.
15 He found a fresh jawbone of a donkey, and put forth his hand, and took it, and struck a thousand men therewith.તેણે ત્યાં જમીન પર પડેલું ગધેડાનું જડબું ઉપાડયું અને તેના વડે એકહજાર માંણસોને માંરી નાખ્યાં.
16 Samson said, With the jawbone of a donkey, heaps on heaps, With the jawbone of a donkey I have struck a thousand men.તેણે બોલવાનું ચાલુ રાખ્યું, “ગધેડાના જડબાના હાડકા વડે મેં એક હજાર માંણસોનો સંહાર કર્યો છે. ગધેડાના જડબાના હાડકા વડે મેં તેઓના માંણસોને માંરી નાખ્યા અને તેઓને થપ્પી કરી મૂકી દીધા.”
17 It happened, when he had made an end of speaking, that he cast away the jawbone out of his hand; and that place was called Ramath Lehi.એમ કહીને તેણે તે ગધેડાના જડબાનું હાડકું ફેંકી દીધું અને તે જગ્યાનું નામ રામાંથ લેહીરાખ્યું.
18 He was very thirsty, and called on Yahweh, and said, You have given this great deliverance by the hand of your servant; and now shall I die for thirst, and fall into the hand of the uncircumcised.તેને ખૂબ તરસ લાગી હતી તેથી તેણે યહોવાને પોકાર કરીને કહ્યું, “તમે તમાંરા આ સેવકને આ વિજય અપાવ્યો છે, તો શું માંરે હવે તરસ્યા મરી જવું અને સુન્નત કર્યા વગરના લોકોના તાબામાં જવું?”
19 But God split the hollow place that is in Lehi, and water came out of it. When he had drunk, his spirit came again, and he revived: therefore the name of it was called En Hakkore, which is in Lehi, to this day.ત્યારે દેવ ત્યાં લેહીની ધરતીમાં એક ખાડો પાડયો, અને તેમાંથી એકદમ પાણી બહાર આવ્યું, તે પીધા પછી સામસૂન તાજો થયો અને તે જગ્યાનું નામ તેણે એન-હાક્કોરેપાડયું, આજે પણ એ ઝરણું લેહીમાં છે.
20 He judged Israel in the days of the Philistines twenty years.પલિસ્તીઓના સમયમાં સામસૂને પછી વીસ વર્ષ સુધી ઈસ્રાએલનો ન્યાય કર્યો.
Gujarati Bible