John 9 - BBE (Gujarati)
1 And when he went on his way, he saw a man blind from birth.ઈસુ જ્યારે ચાલતો હતો ત્યારે, તેણે એક આંધળા માણસને જોયો. આ માણસ જન્મથી આંધળો હતો.
2 And his disciples put a question to him, saying, Master, was it because of this man's sin, or the sin of his father and mother, that he has been blind from birth?ઈસુના શિષ્યોએ પૂછયું, “રાબ્બી, આ માણસ જન્મથી જ આંધળો છે. પરંતુ કોના પાપથી તે આંધળો જનમ્યો? તેના પોતાના પાપે, કે તેના માબાપના પાપે?”
3 Jesus said in answer, It was not because of his sin, or because of his father's or mother's; it was so that the works of God might be seen openly in him.ઈસુએ ઉત્તર આપ્યો, “તે આ માણસનાં પાપ કે તેનાં માતાપિતાનાં પાપોથી આંધળો થયો નથી. આ માણસ આંધળો જન્મ્યો છે જેથી કરીને જ્યારે હું તેને સાજો કરું ત્યારે દેવનું સાર્મથ્ય લોકોને પ્રગટ કરાવી શકાય.
4 While it is day we have to do the works of him who sent me: the night comes when no work may be done.જ્યારે હજુ પણ દિવસનો સમય છે, ત્યારે જેણે મને મોકલ્યો છે તેનાં કામ કરવાં જોઈએ. જ્યારે રાત હોય છે ત્યારે રાત્રે કોઈ માણસ કામ કરી શકતો નથી.
5 As long as I am in the world, I am the light of the world.જ્યારે હું જગતમાં છું, હું જગતનો પ્રકાશ છું.”
6 Having said these words, he put earth, mixed with water from his mouth, on the man's eyes,ઈસુએ આમ કહ્યાં પછી, ઈસુ ધૂળ પર થૂંકયો તે સાથે થોડો કાદવ બનાવ્યો. ઈસુએ તે માણસની આંખો પર કાદવ મૂક્યો.
7 And said to him, Go and make yourself clean in the bath of Siloam (the sense of the name is, Sent). So he went away and, after washing, came back able to see.ઈસુએ તે માણસને કહ્યું, “જા અને શિલોઆહના કુંડમાં ધોઈ નાખ.” (શિલોઆહ અર્થાત “મોકલેલા.”) તેથી તે માણસ કુંડ તરફ ગયો. તે આંખો ધોઈને પાછો આવ્યો. હવે તે જોઈ શકતો હતો.
8 Then the neighbours and others who had seen him before in the street, with his hand out for money, said, Is not this the man who got money from people?કેટલાક માણસોએ આ માણસને પહેલા ભીખ માગતો જોયો હતો. આ લોકોએ અને તે માણસના પડોશીઓએ કહ્યું, “જુઓ! આ એ જ માણસ છે જે હંમેશા બેસીને ભીખ માગતો હતો.”
9 Some said, It is he: others said, No, but he is like him. He said, I am he.કેટલાક લોકોએ કહ્યું, “હા! તે એ જ માણસ છે,” પણ બીજા લોકોએ કહ્યું, “ના, તે એ જ માણસ નથી. તે ફક્ત તેના જેવો દેખાય છે.” તેથી તે માણસે પોતે કહ્યું કે, “હું એ જ માણસ છું જે પહેલાં આંધળો હતો.”
10 So they said to him, How then were your eyes made open?લોકોએ પૂછયું, “શું બન્યું? તેં તારી દષ્ટિ કેવી રીતે મેળવી?”
11 His answer was: The man who is named Jesus put earth mixed with water on my eyes, and said to me, Go and make yourself clean in Siloam: so I went away and, after washing, am now able to see.તે માણસે ઉત્તર આપ્યો, “તે માણસ જેને લોકો ઈસુ કહે છે તેણે થોડો કાદવ બનાવ્યો. તેણે તે કાદવ મારી આંખો પર મૂક્યો. પછી મને શિલોઆહ કુંડમાં ધોવા જવા કહ્યું, તેથી હું શિલોઆહ કુંડમાં જઈને ધોયા પછી દેખતો થયો.”
12 And they said to him, Where is he? His answer was: I have no knowledge.લોકોએ તે માણસને પૂછયું, “આ માણસ (ઈસુ) ક્યાં છે?” તે માણસે ઉત્તર આપ્યો, “હું જાણતો નથી.”
13 They took him before the Pharisees--this man who had been blind.પછી લોકો તે માણસને ફરોશીઓ પાસે લાવ્યા જે આંધળો હતો.
14 Now the day on which the earth was mixed by Jesus and the man's eyes were made open was the Sabbath.ઈસુએ કાદવ બનાવીને તે માણસની આંખો સાજી કરી. જે દિવસે ઈસુએ આ કર્યું તે વિશ્રામવાર હતો.
15 So the Pharisees put more questions to him about how his eyes had been made open. And he said to them, He put earth on my eyes, and I had a wash and am able to see.તેથી હવે ફરોશીઓએ તે માણસને પૂછયું, ‘તેં તારી દષ્ટિ કેવી રીતે મેળવી?’તે માણસે ઉત્તર આપ્યો, “તેણે મારી આંખો પર કાદવ મૂક્યો. મેં આંખો ધોઈ, અને હવે હું જોઈ શકું છું.”
16 Then some of the Pharisees said, That man has not come from God, for he does not keep the Sabbath. Others said, How is it possible for a sinner to do such signs? So there was a division among them.કેટલાક ફરોશીઓએ કહ્યું, “આ માણસ (ઈસુ) વિશ્રામવારના નિયમનું પાલન કરતો નથી. તેથી તે દેવ પાસેથી આવ્યો નથી.”બીજાઓએ કહ્યું, “પરંતુ એક માણસ કે જે પાપી છે તે આવા ચમત્કારો કરી શકે નહિ.” આ લોકો એકબીજા સાથે સંમત થઈ શક્યા નહિ.
17 Again they said to the blind man, What have you to say about him for opening your eyes? And he said, He is a prophet.યહૂદિ અધિકારીઓએ તે માણસને ફરીથી પૂછયું,“આ માણસે (ઈસુ) તને સાજો કર્યો, અને તું જોઈ શકે છે. તું એના વિષે શું કહે છે?”તે માણસે ઉત્તર આપ્યો, “તે એક પ્રબોધક છે.”
18 Now the Jews had no belief in the statement that he had been blind and was now able to see, till they sent for the father and mother of the man whose eyes had been made open,યહૂદિઓ હજુ પણ માનવા તૈયાર નથી કે ખરેખર તે આ માણસ સાથે આ બન્યું છે. તે તેઓ માનવા તૈયાર નહોતા કે આ માણસ આંધળો હતો અને હવે તે સાજો થયો છે. પણ પાછળથી તેઓએ તે માણસના માતા-પિતાને તેડાવ્યા.
19 And put the question to them, saying, Is this your son, of whom you say that he was blind at birth? how is it then that he is now able to see?તે યહૂદિઓએ તેના માતા-પિતાને પૂછયું, “શું આ તમારો દીકરો છે? તમે કહો કે તે આંધળો જનમ્યો હતો. તો હવે એ શી રીતે દેખતો થયો છે?”
20 In answer his father and mother said, We are certain that this is our son and that he was blind at birth:માતાપિતાએ ઉત્તર આપ્યો, “અમે જાણીએ છીએ કે આ માણસ અમારો દીકરો છે અને અમે જાણીએ છીએ કે તે આંધળો જનમ્યો હતો.
21 But how it is he is now able to see, or who made his eyes open, we are not able to say: put the question to him; he is old enough to give an answer for himself.પણ અમે જાણતા નથી કે હવે તે શી રીતે જોઈ શકે છે. અમે જાણતાં નથી તેની આંખો કોણે સાજી કરી. તેને પૂછો, એ પુખ્ત ઉમરનો છે અને તે તેની જાત માટે બોલશે.”
22 They said this because of their fear of the Jews: for the Jews had come to an agreement that if any man said that Jesus was the Christ he would be put out of the Synagogue.તેના મા બાપે આ કહ્યું, કારણ કે તેઓ યહૂદિ અધિકારીઓથી ડરતા હતા. માટે તેઓએ એમ કહ્યું, કારણ કે યહૂદિઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે ઈસુ એ જ ખ્રિસ્ત એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.
23 That was the reason why they said, He is old enough; put the question to him.તેના કારણે તેના મા બાપે કહ્યું હતું કે તે પુખ્ત ઉંમરનો છે. તેને પોતાને પૂછો.
24 So they sent a second time for the man who had been blind and they said to him, Give glory to God: it is clear to us that this man is a sinner.તેથી યહૂદિ અધિકારીઓએ જે આંધળો હતો તે માણસને બોલાવ્યો, તેઓએ તે માણસને ફરીથી અંદર આવવા કહ્યું, યહૂદિ અધિકારીઓએ કહ્યું, “તારે સત્ય કહીને દેવનો મહિમા કરવો જોઈએ. અમે જાણીએ છીએ કે આ માણસ (ઈસુ) એક પાપી છે.”
25 He said in answer, I have no knowledge if he is a sinner or not, but one thing I am certain about; I was blind, and now I see.તે માણસે ઉત્તર આપ્યો, “જો તે પાપી હોય તો હું જાણતો નથી. હું એક વાત જાણું છું કે, હું આંધળો હતો અને હવે હું જોઈ શકું છું.”
26 Then they said to him, What did he do to you? how did he give you the use of your eyes?યહૂદિ અધિકારીઓએ પૂછયું, “તેણે (ઈસુએ) તને શું કહ્યું? તેણે તારી આંખો કેવી રીતે સાજી કરી?”
27 His answer was: I have said it before, but your ears were shut: why would you have me say it again? is it your desire to become his disciples?માણસે ઉત્તર આપ્યો, “મેં હમણાં જ તમને તે કહ્યું હતું. પણ તમે મને ધ્યાનથી સાંભળ્યો નથી. તમે શા માટે તે ફરીથી સાંભળવા ઈચ્છો છો? શું તમે પણ તેના શિષ્યો થવા ઈચ્છો છો?”
28 And they were angry with him and said, You are his disciple, but we are disciples of Moses.યહૂદિ અધિકારીઓ ગુસ્સે થયા અને તે માણસની નિંદા કરીને પછી તેઓએ કહ્યું, “તું તે માણસ (ઈસુ) નો શિષ્ય છે. અમે મૂસાના શિષ્યો છીએ.
29 We are certain that God gave his word to Moses: but as for this man, we have no knowledge where he comes from.અમે જાણીએ છીએ કે દેવ મૂસા સાથે બોલ્યો, પરંતુ અમે એ પણ જાણતા નથી કે એ માણસ (ઈસુ) કયાંથી આવે છે!”
30 The man said in answer, Why, here is a strange thing! You have no knowledge where he comes from though he gave me the use of my eyes.તે માણસે ઉત્તર આપ્યો, “આ એક ઘણી અજાયબ વસ્તુ છે. તમે જાણતા નથી કે ઈસુ ક્યાંથી આવે છે. છતાં તેણે મારી આંખો સાજી કરી છે.
31 We have knowledge that God does not give ear to sinners, but if any man is a worshipper of God and does his pleasure, to him God's ears are open.આપણે બધા જાણીએ છીએ કે દેવ પાપીઓને ધ્યાનથી સાંભળતો નથી. પરંતુ દેવ તે વ્યક્તિને ધ્યાનથી સાંભળશે જે તેની ભક્તિ કરતો હોય અને તેની ઈચ્છા પ્રમાણે કરતો હોય.
32 In all the years nobody has ever before seen the eyes of a man blind from birth made open.જ્યારથી દુનિયાનો આરંભ થયો ત્યાર પછીનો આ એક પ્રથમ પ્રસંગ છે કે કોઈ વ્યક્તિએ જન્મથી આંધળા માણસને સાજો કર્યો હોય.
33 If this man did not come from God he would be unable to do anything.આ માણસ (ઈસુ) દેવથી હોવા જોઈએ, જો તે દેવથી ના હોત તો તે આવું કશું કરી શકત નહિ.”
34 Their answer was: You came to birth through sin; do you make yourself our teacher? And they put him out of the Synagogue.યહૂદિ અધિકારીઓએ ઉત્તર આપ્યો, “તું તો ભરપૂર પાપોમાં જનમ્યો છે! શું તું અમને ઉપદેશ આપવાનો પ્રયત્ન કરે છે?” અને યહૂદિ અધિકારીઓએ તે માણસને કાઢી મૂક્યો.
35 It came to the ears of Jesus that they had put him out, and meeting him he said, Have you faith in the Son of man?ઈસુએ સાંભળ્યું કે યહૂદિ અધિકારીઓએ તે માણસને કાઢી મૂક્યો છે. ઈસુએ તે માણસને શોધ્યો અને કહ્યું, શું તું માણસના દીકરામાં વિશ્વાસ કરે છે?”
36 He said in answer, And who is he, Lord? Say, so that I may have faith in him.તે માણસે પૂછયું, “સાહેબ, માણસનો દીકરો કોણ છે? મને કહે, તેથી હું તેના પર વિશ્વાસ મૂકી શકું!”
37 Jesus said to him, You have seen him; it is he who is talking to you.ઈસુએ તેને કહ્યું, “તેં તેને હમણા જ જોયો છે અને જે તારી સાથે વાત કરે છે તે માણસનો દીકરો છે.”
38 And he said, Lord, I have faith. And he gave him worship.તે માણસે ઉત્તર આપ્યો, “હા પ્રભુ! મને વિશ્વાસ છે,” પછી તે માણસે નમન કરીને ઈસુનું ભજન કર્યુ.
39 And Jesus said, I came into this world to be a judge, so that those who do not see may see, and those who see may become blind.ઈસુએ કહ્યું, “હું આ જગતમાં આવ્યો છું, જેથી કરીને જગતનો ન્યાય થઈ શકે. હું આવ્યો છું જેથી આંધળા લોકો જોઈ શકે અને હું આવ્યો છું, જેથી કરીને લોકો ધારે છે કે તેઓ જોઈ શકે છે તેઓ આંધળા થાય.”
40 These words came to the ears of the Pharisees who were with him and they said to him, Are we, then, blind?કેટલાક ફરોશીઓ ઈસુની નજીક હતા. તેઓએ ઈસુને આ કહેતા સાંભળ્યો. તેઓએ પૂછયું, “શું? તું એમ કહે છે કે અમે પણ આંધળા છીએ?”
41 Jesus said to them, If you were blind you would have no sin: but now that you say, We see; your sin is there still.ઈસુએ કહ્યું, “જો તમે ખરેખર આંધળા હોત તો તમને પાપનો દોષ ન લાગત, પણ તમે કહો છો કે તમે જુઓ છો તેથી તમે દોષિત છો.”
Gujarati Bible