Bible

John 16 - BBE (Gujarati)

1 I have said these things to you so that you may not be in doubt.“હું તમને આ વચનો કહું છું તેથી તે લોકો તમારા વિશ્વાસનો નાશ કરવા શક્તિમાન થશે નહિ.

2 They will put you out of the Synagogues: yes, the time is coming when whoever puts you to death will have the belief that he is doing God's pleasure.લોકો તમને તેમના સભાસ્થાનોમાંથી હાંકી કાઢશે. હા, એવો સમય આવે છે જ્યારે લોકો વિચારશે કે તમને મારી નાખવા તે દેવની સેવા છે.

3 They will do these things to you because they have not had knowledge of the Father or of me.લોકો આ કામ કરશે કારણ કે તેઓએ પિતાને ઓળખ્યો નથી. અને તેઓએ મને પણ ઓળખ્યો નથી.

4 I have said these things to you so that when the time comes, what I have said may come to your mind. I did not say them to you at the first, because then I was still with you.મેં તમને હવે આ વચનો કહ્યાં છે. તેથી જ્યારે આ વસ્તુઓ થવાનો સમય આવે ત્યારે મેં તમને આપેલી ચેતવણી તમે યાદ કરશો.“મેં તમને શરુંઆતમાં આ વચનો કહ્યાં ન હતા કારણ કે ત્યારે હું તમારી સાથે હતો.

5 But now I am going to him who sent me; and not one of you says to me, Where are you going?હવે હું જેણે મને મોકલ્યો છે તેની પાસે પાછો જાઉ છું, પણ તમારામાંથી કોઈએ મને પૂછયું નહિ, ‘તું ક્યાં જાય છે?’

6 But your hearts are full of sorrow because I have said these things.તમારાં હૃદયો વ્યાકુળતાથી ભરાયેલાં છે. કારણ કે મેં તમને આ વચનો કહ્યાં છે.

7 But what I am saying is true: my going is for your good: for if I do not go away, the Helper will not come to you; but if I go, I will send him to you.પણ હું તમને સત્ય કહું છું. મારું દૂર જવું એ તમારા માટે સારું છે. શા માટે? કારણ કે હું જ્યારે દૂર જઈશ હું તમારા માટે સંબોધક મોકલીશ. પણ જો હું દૂર નહિ જાઉં તો પછી સંબોધક આવશે નહિ.

8 And he, when he comes, will make the world conscious of sin, and of righteousness, and of being judged:“જ્યારે સંબોધક આવશે ત્યારે લોકોને આ બાબતો જેવી કે પાપ વિષે, ન્યાયીપણા વિષે અને ન્યાય ચુકવવા વિષે જગતને ખાતરી કરાવશે.

9 Of sin, because they have not faith in me;સંબોધક ખાતરી કરશે કે લોકો પાપી છે, કારણ કે તેઓને મારામાં વિશ્વાસ નથી.

10 Of righteousness, because I go to the Father and you will see me no more;તે તેઓને મારા ન્યાયીપણા વિષે ખાતરી કરાવશે, કારણકે હવે હું પિતા પાસે જાઉં છું. પછી તમે મને જોશો નહિ.

11 Of being judged, because the ruler of this world has been judged.અને સંબોધક જગતને ન્યાય વિષે ખાતરી કરાવશે. કારણ કે ખરેખર આ જગતનો શાસક (શેતાન) નો ન્યાય ચુકવવામાં આવ્યો છે.

12 I have still much to say to you, but you are not strong enough for it now.“હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે. પણ હવે તમારા માટે તે બધું સ્વીકારવું વધારે પડતું છે.

13 However, when he, the Spirit of true knowledge, has come, he will be your guide into all true knowledge: for his words will not come from himself, but whatever has come to his hearing, that he will say: and he will make clear to you the things to come.પણ જ્યારે સત્યનો આત્મા આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. સત્યનો આત્મા તેના પોતાના વચનો બોલશે નહિ. તે ફક્ત જે સાંભળે છે તે જ બોલશે. તે જે થનાર છે તેના વિષે કહેશે.

14 He will give me glory, because he will take of what is mine, and make it clear to you.સત્યનો આત્મા મને મહિમાવાન કરશે. કેવી રીતે? તે મારી પાસેથી વાતો મેળવશે અને તમને તે વાતો કહેશે.

15 Everything which the Father has is mine: that is why I say, He will take of what is mine and will make it clear to you.પિતા પાસે જે બધું છે તે મારું છે. તેથી હું કહું છું કે આત્મા મારી પાસેથી મેળવશે અને તમને તે કહેશે.

16 After a little time you will see me no longer; and then again, after a little time, you will see me.“ટૂંક સમય પછી તમે મને જોઈ શકશો નહિ. પરંતુ ફરીથી ટૂંક સમય બાદ તમે મને જોઈ શકશો.”

17 So some of the disciples said one to another, What is this he is saying, After a little time, you will see me no longer; and then again, after a little time, you will see me? and, I am going to the Father?કેટલાક શિષ્યોએ એકબીજાને કહ્યું, “જ્યારે તે કહે છે ત્યારે ઈસુ શું સમજે છે, ‘ટૂંક સમય પછી તમે મને જોઈ શકશો નહિ, અને પછી ટૂંક સમય પછી તમે મને ફરીથી જોશો?’ અને તે શું સમજે છે જ્યારે તે કહે છે, ‘કારણ કે હું પિતા પાસે જાઉ છું?’

18 So they said again and again, What is this he is saying, A little time? His words are not clear to us.શિષ્યોએ પૂછયું, “થોડા સમયનો તે શું અર્થ સમજે છે?’ તે શું કહે છે તે અમે સમજી શકતા નથી.”‘

19 Jesus saw that they had a desire to put the question to him, so he said to them, Is this what you are questioning one with another, why I said, After a little time, you will see me no longer; and then again, after a little time, you will see me?ઈસુએ જાણ્યું કે શિષ્યો તેને આ વિષે પૂછવા ઈચ્છતા હતા. તેથી ઈસુએ શિષ્યોને કહ્યું, “જ્યારે હું કહું છું તમે એકબીજાને પૂછો છો હું શું સમજું છું? થોડા સમય પછી તમે મને જોશો નહિ અને પછી બીજા થોડા સમય પછી તમે મને ફરીથી જોશો?”

20 Truly I say to you, You will be weeping and sorrowing, but the world will be glad: you will be sad, but your sorrow will be turned into joy.હું તમને સત્ય કહું છું. તમે રડશો અને ઉદાસ થશો, પણ જગતને આનંદ થશે. તમે ઉદાસ થશો પરંતુ તમારી ઉદાસીનતા આનંદમાં ફેરવાઈ જશે.

21 When a woman is about to give birth she has sorrow, because her hour is come; but when she has given birth to the child, the pain is put out of her mind by the joy that a man has come into the world.“જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે, તેને પીડા થાય છે કારણ કે તેનો સમય આવ્યો છે. પણ જ્યારે તેના બાળકનો જન્મ થાય છે, તે પીડા ભૂલી જાય છે. તે ભૂલી જાય છે કારણ કે બાળકનો જન્મ આ જગતમાં થયો હોવાથી તે ઘણી પ્રસન્ન હોય છે.

22 So you have sorrow now: but I will see you again, and your hearts will be glad, and no one will take away your joy.તમારી સાથે પણ એવું જ છે. તમે હમણા ઉદાસ છો. પણ હું તમને ફરીથી જોઈશ અને તમે પ્રસન્ન થશો અને કોઈ તમારો આનંદ છીનવી શકશે નહિ.

23 And on that day you will put no questions to me. Truly I say to you, Whatever request you make to the Father, he will give it to you in my name.તે દિવસે તમે મને કઈ પૂછશો નહિ. હું તમને સત્ય કહું છું. મારા નામે તમે જે કઈ મારા પિતા પાસેથી માગશો તે તમને આપશે.

24 Up to now you have made no request in my name: do so, and it will be answered, so that your hearts may be full of joy.તમે કદી પણ મારા નામે કશું માગ્યું નથી. માગો અને તમને પ્રાપ્ત થશે. અને તમારો આનંદ સંપૂર્ણ થશે.

25 All this I have said to you in veiled language: but the time is coming when I will no longer say things in veiled language but will give you knowledge of the Father clearly.“મેં તમને આ વચનો અર્થને છુપાવતા શબ્દોનો ઉપયોગ કરીને કહી છે. પરંતુ એવો સમય આવશે હું તમને વચનો કહેવા માટે તેના જેવા શબ્દોનો ઉપયોગ કરીશ નહિ. હું તમારી સાથે પિતા વિષે સાદા શબ્દોમાં વાતો કરીશ.”

26 In that day you will make requests in my name: and I do not say that I will make prayer to the Father for you,તે દિવસે તમે મારા નામે પિતા પાસે જે કંઈ માગશો. હું કહું છું કે મારે તમારા માટે પિતાની પાસે કંઈ માગવાની જરૂર પડશે નહિ.

27 For the Father himself gives his love to you, because you have given your love to me and have had faith that I came from God.ના! પિતા પોતે તમને પ્રેમ કરે છે. તે તમને પ્રેમ કરે છે કારણ કે તમે મને પ્રેમ કર્યો છે. અને તે તમને પ્રેમ કરે છે કારણ કે તમે વિશ્વાસ કર્યો છે કે હું દેવ પાસેથી આવ્યો છું.

28 I came out from the Father and have come into the world: again, I go away from the world and go to the Father.હું પિતા પાસેથી જગતમાં આવ્યો છું. હવે હું જગત છોડીને પિતા પાસે પાછો જાઉ છું.”

29 His disciples said, Now you are talking clearly and not in veiled language.પછી ઈસુના શિષ્યોએ કહ્યું, “હવે તું અમને સ્પષ્ટ કહે છે. તું સમજવામાં કઠિન પડે એવા શબ્દપ્રયોગ કરતો નથી.

30 Now we are certain that you have knowledge of all things and have no need for anyone to put questions to you: through this we have faith that you came from God.હવે અમે જોઈ શકીએ છીએ કે તું બધું જાણે છે. તું વ્યક્તિને તે પૂછે તે પહેલા તેનો ઉત્તર આપે છે. તેથી અમને વિશ્વાસ થાય છે કે તું દેવ પાસેથી આવ્યો છે.”

31 Jesus made answer, Have you faith now?ઈસુએ કહ્યું, “તેથી શું હવે તમે વિશ્વાસ કરો છો?

32 See, a time is coming, yes, it is now here, when you will go away in all directions, every man to his house, and I will be by myself: but I am not by myself, because the Father is with me.ધ્યાનપૂર્વક મને સાંભળો. સમય આવે છે જ્યારે તમે વેરવિખેર થઈ જશો. તે સમય હવે અહીં છે. તમે મને છોડી જશો. હું એકલો પડીશ. પણ ખરેખર હું એકલો નહિ હોઉ, કારણ કે પિતા મારી સાથે છે.

33 I have said all these things to you so that in me you may have peace. In the world you have trouble: but take heart! I have overcome the world.“મેં તમને આ વચનો કહ્યાં છે જેથી કરીને તમને મારામાં શાંતિ મળે. આ દુનિયામાં તમને મુશ્કેલીઓ પડશે. પરંતુ હિંમતવાન બનો! મેં જગતને પરાજય આપ્યો છે!”

Gujarati Bible