Job 39 - DBY (Gujarati)
1 Knowest thou the time when the wild goats of the rock bring forth? dost thou mark the calving of the hinds?“ડુંગર પરની જંગલી બકરીઓ કેવી રીતે બચ્ચાંને જન્મ આપે છે તે શું તું જાણે છે? જંગલી હરણીં બચ્ચાઁને જન્મ આપે ત્યારે તમે એમને જોયાં છે?
2 Dost thou number the months that they fulfil? and knowest thou the time when they bring forth?તમે તેને જાણો છો પર્વતની બકરી અને હરણે કેટલા મહિનાઓ સુધી તેઓના બચ્ચાંઓને પેટમાં રાખવા જોઇએ? તમે જાણો છો તે ક્યારે પ્રસવ કરશે?
3 They bow themselves, they give birth to their young ones, they cast out their pains;તે પ્રાણીઓ નીચે સૂવે છે, તેઓને પ્રસૂતિ પીડાનો અનુભવ થાય છે અને તેઓ તેઓના બચ્ચાને જન્મ આપે છે.
4 Their young ones become strong, they grow up in the open field, they go forth, and return not unto them.આ બચ્ચાં વનવગડામાં ઊછરે છે અને મોટાં થાય છે. પછી તેઓ પોતાની માતાને છોડીને જાય છે અને પાછા ફરતાં નથી.
5 Who hath sent out the wild ass free? and who hath loosed the bands of the onager,જંગલી ગધેડાંને કોણે છૂટો મૂક્યો? અથવા જંગલી ગધેડાના બંધ કોણે છોડી નાખ્યા છે?
6 Whose house I made the wilderness, and the salt plain his dwellings?મેં જંગલી ગધેડાઓ માટે રણને ઘર તરીકે રહેવા દીધુ છે. મેં તેઓને રહેવા માટે ખારી જમીન આપી છે.
7 He laugheth at the tumult of the city, and heareth not the shouts of the driver;જંગલી ગધેડાઓ ઘોંઘાટવાળા નગરો પર હસે છે. અને કોઇ તેઓને અંકુશમાં લઇ શકતા નથી.
8 The range of the mountains is his pasture, and he searcheth after every green thing.જંગલી ગધેડાઓ પર્વતો પર રહે છે, કે જે તેઓનું ચરાણ છે. અને તેઓ તેઓનો ખોરાક શોધી કાઢે છે.
9 Will the buffalo be willing to serve thee, or will he lodge by thy crib?શું તમારી સેવા કરવામાં જંગલી બળદો આનંદ માનશે ખરા? તેઓ તમારી ગમાણમાં રાત્રે આવીને તે રહેશે ખરાં?
10 Canst thou bind the buffalo with his cord in the furrow? or will he harrow the valleys after thee?જમીન ખેડવા માટે તમે તેને ઉપયોગમાં લઇ શકશો? શું તે તમારા માટે હળ ખેંચશે?
11 Wilt thou put confidence in him, because his strength is great? and wilt thou leave thy labour to him?જંગલી બળદ ખૂબ શકિતશાળી છે! પણ તમારું કામ કરાવવા માટે શું તમે તેની અપેક્ષા કરી શકશો?
12 Wilt thou trust him to bring home thy seed, and gather it into thy threshing-floor?ખળામાંથી દાણા લાવીને વખારમાં ભરવા માટે તેના પર ભરોસો રાખી શું તેને મોકલશો?
13 The wing of the ostrich beats joyously -- But is it the stork's pinion and plumage?શાહમૃગ પોતાની પાંખો આનંદથી હલાવે છે. તેની પાંખો અને પીંછાઓ બગલાંની પાંખો જેવા નથી.
14 For she leaveth her eggs to the earth, and warmeth them in the dust,તે પોતાનાં ઇંડા જમીન પર મૂકે છે અને તેઓ રેતીમાં હૂંફાળા થાય છે.
15 And forgetteth that the foot may crush them, or that the beast of the field may trample them.કોઇ પગ મૂકીને ઇંડાને છૂંદી નાંખશે અથવા જંગલી પ્રાણીઓ તેમનો નાશ કરી નાખશે તેની તેને ચિંતા નથી.
16 She is hardened against her young ones, as though they were not hers; her labour is in vain, without her concern.તે પોતાના બચ્ચાં વિષે એવી બેદરકાર રહે છે કે જાણે તે બચ્ચાં તેના પોતાના હોય જ નહિ. તે મરી જાય તો પણ તેને તેમની કશી ચિંતા હોતી નથી. કે તેની તે બધી મહેનત નિરર્થક થઇ ગઇ હતી.
17 For +God hath deprived her of wisdom, and hath not furnished her with understanding.કારણકે દેવે તેને બુદ્ધિહીન સરજી છે; તેણે તેને અક્કલ આપી નથી.
18 What time she lasheth herself on high, she scorneth the horse and his rider.પરંતુ તે જ્યારે કૂદે છે અને દોડવા લાગે છે, તે ઘોડા અને તેના સવાર પર હસે છે, કારણકે તે કોઇપણ ઘોડા કરતાં વધુ ઝડપથી દોડી શકે છે.
19 Hast thou given strength to the horse? hast thou clothed his neck with the quivering mane?શું ઘોડાને તમે બળ આપો છો? તેની ગરદનંને કેશવાળીથી તમે ઢાંકો છો?
20 Dost thou make him to leap as a locust? His majestic snorting is terrible.તીડની જેમ તમે તેને કુદાવો છો? તેનો હણહણાટ કેવો ભવ્ય અને ભયજનક હોય છે?
21 He paweth in the valley, and rejoiceth in [his] strength; he goeth forth to meet the armed host.એક ઘોડો ખુશ છે કારણકે તે ખૂબ બળવાન છે. તે તેની પગની ખરીથી જમીન ખોતરે છે અને યુદ્ધમાં ઝડપથી દોડી જાય છે.
22 He laugheth at fear, and is not affrighted; neither turneth he back from before the sword.તે ડરતો નથી, તે ડર ઉપર હસે છે. તે તરવાર જોઇને પાછો પડતો નથી.
23 The quiver rattleth upon him, the glittering spear and the javelin.સૈનિકના તીરો નું ભાથું ઘોડાની બાજુમા જતા જે છે. ભાલો અને બીજા શસ્ત્રો જે તેનો સવાર ઊંચકીને લઇ જાય છે. તે સૂર્યથી ચળકે છે.
24 He swalloweth the ground with fierceness and rage, and cannot contain himself at the sound of the trumpet:ઘોડો ઊશ્કેરાઇ જાય છે. તે ખૂબ ઝડપથી જમીન પર દોડે છે. જ્યારે રણશિંગડાનો અવાજ તે સાંભળે છે, તે સ્થિર રહી શકતો નથી.
25 At the noise of the trumpets he saith, Aha! and he smelleth the battle afar off, the thunder of the captains, and the shouting.રણશિંગડાના નાદે નાદે એ હણહણે છે. યુદ્ધની ગંધ તેને દૂરથી આવે છે. સેનાપતિઓના હુકમો અને હકોટા એ સમજી જાય છે.
26 Doth the hawk fly by thine intelligence, [and] stretch his wings toward the south?બાજ પક્ષી કેવી રીતે આકાશમાં ઊડે છે અને પોતાની પાંખો દક્ષિણ તરફ ફેલાવે છે તે શું તેઁ શીખવ્યું છે?
27 Doth the eagle mount up at thy command, and make his nest on high?શું તારી આજ્ઞાથી ગરૂડ પક્ષી ઊંચે ઊડે છે? શું તેં તેને પર્વતોમાં ઉંચે માળો બાંધવાનું કહ્યું હતું?
28 He inhabiteth the rock and maketh his dwelling on the point of the cliff, and the fastness:ગરૂડ પર્વતના શિખર પર રહે છે. ખડક એ ગરૂડોનો કિલ્લો છે.
29 From thence he spieth out the prey, his eyes look into the distance;ત્યાંથી તે પોતાનો શિકાર શોધી કાઢે છે, તેની આંખો તેને દૂરથી શોધી કાઢે છે.
30 And his young ones suck up blood; and where the slain are, there is he.તેનાં બચ્ચાં પણ લોહી ચૂસે છે, અને જ્યાં મુડદાં પડ્યાં હોય ત્યાં જાય છે.”
Gujarati Bible