Bible

James 2 - WEB (Gujarati)

1 My brothers, don't hold the faith of our Lord Jesus Christ of glory with partiality.મારા વહાલા ભાઈઓ અને બહેનો, તમે આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ ધરાવો છો. તો એવું ના માનશો કે કેટલાએક લોકો બીજા લોકો કરતાં અગત્યના છે.

2 For if a man with a gold ring, in fine clothing, comes into your assembly, and a poor man in filthy clothing also comes in;ધારોકે કોઈ વ્યક્તિ તમારી સભામાં સુંદર કપડાં અને સોનાની વિંટી પહેરીને આવે, જ્યારે બીજો ગરીબ માણસ ફાટેલા જૂનાં વસ્ત્રો પહેરીને આવે.

3 and you pay special attention to him who wears the fine clothing, and say, "Sit here in a good place;" and you tell the poor man, "Stand there," or "Sit by my footstool;"તો તમે સારાં કપડાં પહેરેલા માણસ તરફ ખાસ ધ્યાન આપો છો. અને તમે તેને કહો છો કે, “આ સારા આસને બેસ;” જ્યારે ગરીબ માણસને તમે કહેશો કે, “તું ત્યાં ઊભો રહે,” અથવા, “મારા પગના આસન પાસે બેસ!”

4 haven't you shown partiality among yourselves, and become judges with evil thoughts?આ તમે શું કરો છો? આ રીતે ખરાબ વિચારોથી તમારામાં બીજાઓ કરતાં કયા માણસો અગત્યના છે તે તમે નક્કી કરો છો.

5 Listen, my beloved brothers. Didn't God choose those who are poor in this world to be rich in faith, and heirs of the Kingdom which he promised to those who love him?મારા વહાલા ભાઈઓ અને બહેનો! ધ્યાનથી સાંભળો, આ દુનિયાના ગરીબ લોકો વિશ્વાસમાં ધનવાન બને અને દેવે પોતાના પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરે માટે દેવે તેઓને પસંદ કર્યા છે.

6 But you have dishonored the poor man. Don't the rich oppress you, and personally drag you before the courts?પણ તમે ગરીબ લોકોને બિલકુલ માન આપતા નથી. અને તમે જાણો છો કે શ્રીમંત લોકો જ તમારું શોષણ કરે છે. અને તમને ન્યાયાસન આગળ ઘસડી જાય છે.

7 Don't they blaspheme the honorable name by which you are called?એ તે લોકો છે, જેઓ ઉત્તમ નામથી ઓળખાય છે, તેઓની નિંદા કરે છે.

8 However, if you fulfill the royal law, according to the Scripture, "You shall love your neighbor as yourself," you do well.જો તમે પવિત્રલેખમાં આપેલા જે રાજમાન્ય નિયમ છે તેને અનુસરશો, એટલે કે, “તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ.”એનું જો તને પુરેપુરું પાલન કરો છો તો તમે ઘણું સારું કરો છો.

9 But if you show partiality, you commit sin, being convicted by the law as transgressors.પણ જો તમે એક વ્યક્તિને બીજા કરતાં વધુ મહત્વ આપશો, તો તમે પાપ કરો છો, એ રીતે તમે દેવના નિયમનો ભંગ કરો છો તેમ સાબિત થાય છે.

10 For whoever shall keep the whole law, and yet stumble in one point, he has become guilty of all.કોઈ વ્યક્તિ આખા નિયમશાસ્ત્રનું પાલન કરે, પણ જો એક આજ્ઞાનો ભંગ કરે, તો તે નિયમની બધી જ આજ્ઞાઓનો ભંગ કરનાર જેટલો જ ગુનેગાર ઠરે છે.

11 For he who said, "Do not commit adultery," said also, "Do not commit murder." Now if you do not commit adultery, but murder, you have become a transgressor of the law.દેવે કહ્યું છે કે, “તું વ્યભિચાર નું પાપ ન કર.”તે જ દેવે એમ પણ કહ્યું છે કે, “હત્યા ન કર.”માટે જો તમે વ્યભિચારનું પાપ ન કરો અને કોઈકની હત્યા કરો તો તમે દેવના બધાજ નિયમોનો ભંગ કરો છો”.

12 So speak, and so do, as men who are to be judged by a law of freedom.તમે જે કઈ કરો કે કહો ત્યારે યાદ રાખો કે સ્વતંત્રતા આપનાર તેના આધારે જ નિયમ દ્ધારા તમારો ન્યાય કરશે.

13 For judgment is without mercy to him who has shown no mercy. Mercy triumphs over judgment.હા, તમારે બીજા લોકો પર દયા બતાવવી જ જોઈએે. જો કોઈ વ્યક્તિ બીજા લોકો તરફ દયા નહિ રાખે તો, દેવ તેને દયા રાખ્યા વગર ન્યાય આપશે કારણ ન્યાય પર દયાનો વિજય હોય છે.

14 What good is it, my brothers, if a man says he has faith, but has no works? Can faith save him?મારા વહાલા ભાઈઓ અને બહેનો, કોઈ કહે કે તેને વિશ્વાસ છે, પણ તે પ્રમાણે વર્તનમાં ન મૂકે, તો શો ફાયદો? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે? ના!

15 And if a brother or sister is naked and in lack of daily food,ખ્રિસ્તમાં કેટલાએક ભાઈઓ અને બહેનોને દિવસ દરમ્યાન કપડા પહેરવા ન મળે અને રોજનો પૂરતો ખોરાક ન હોય.

16 and one of you tells them, "Go in peace, be warmed and filled;" and yet you didn't give them the things the body needs, what good is it?અને તમારામાંનો કોઈ તેઓને કહે કે, “દેવ તમારી સાથે રહો, શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ;” છતાં શરીરને જે જોઈએે તે ખોરાક કે કપડાં ન આપો તો તમારા શબ્દો નકામાં છે.

17 Even so faith, if it has no works, is dead in itself.એવું જ વિશ્વાસ માટે છે, વિશ્વાસમાં જો કરણી ન હોય, તો તે તેની જાતે મૃતપ્રાય છે, વિશ્વાસ એકલો પૂરતો નથી, કારણ કે કરણીઓ વિનાનો વિશ્વાસ એ વિશ્વાસ નથી.

18 Yes, a man will say, "You have faith, and I have works." Show me your faith from your works, and I by my works will show you my faith.કોઈ વ્યક્તિ કહેશે કે, “તને વિશ્વાસ છે, પણ મારી પાસે કરણીઓ છે.” હું તેને જવાબ આપીશ કે,”તારી પાસે જે વિશ્વાસ છે તે મારી કરણીઓ વિના મને બતાવ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને બતાવીશ.”

19 You believe that God is one. You do well. The demons also believe, and shudder.દેવ એકજ છે એવું તમારું માનવું તે સારું છે! ભૂતો પણ એવો જ વિશ્વાસ કરે છે! અને તેઓ બીકથી ધ્રુંજે છે.

20 But do you want to know, vain man, that faith apart from works is dead?ઓ મૂર્ખ માણસ! શું તારે જાણવું છે? વિશ્વાસ વગરનું કામ વ્યર્થ છે તેની આજ્ઞા પ્રમાણે કામ ન કરવું તે પણ નકામું છે.

21 Wasn't Abraham our father justified by works, in that he offered up Isaac his son on the altar?આપણા પૂર્વજ ઈબ્રાહિમે જ્યારે પોતાના પુત્ર ઈસહાકને યજ્ઞવેદી પર બલિદાન માટે આપ્યો. તેના એ કાર્યને લીધે તેને ન્યાયી ઠરાવવામાં આવ્યો.

22 You see that faith worked with his works, and by works faith was perfected;તું જુએ છે કે, ઈબ્રાહિમ વિશ્વાસને લીઘે બધુજ કરવા તૈયાર હતો. તેનાં સારા કાર્યોથી તેનો વિશ્વાસ સંપૂર્ણ કરાયો.

23 and the Scripture was fulfilled which says, "Abraham believed God, and it was accounted to him as righteousness;" and he was called the friend of God.આ શાસ્ત્રનો અર્થ સમજાવે છે કે: “ઈબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો. અને દેવે ઈબ્રાહિમના વિશ્વાસને સ્વીકાર્યો, તે વિશ્વાસે ઈબ્રાહિમને દેવની નજરમાં ન્યાયી ઠરાવ્યો.”ઈબ્રાબિમને “દેવનો મિત્ર”કહેવામા આવ્યો.

24 You see then that by works, a man is justified, and not only by faith.તેથી તમે જુઓ માણસ તેના વિશ્વાસ એકલાથી નહિ પરંતુ સારી કરણીઓથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે.

25 In like manner wasn't Rahab the prostitute also justified by works, in that she received the messengers, and sent them out another way?તે જ પ્રમાણે રાહાબ વેશ્યાનું ઉદાહરણ છે. જાસૂસોનો સત્કાર કર્યો અને બીજે માર્ગેથી સુરક્ષિત બહાર મોકલી દીધા. આમ તેણે જે કાંઇ કર્યું છે તેથી તેને ન્યાયી ઠરાવવામાં આવી.

26 For as the body apart from the spirit is dead, even so faith apart from works is dead.કારણ કે જે રીતે શરીર આત્મા વિના નિર્જીવ છે, તે જ રીતે વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે!

Gujarati Bible