Bible

Isaiah 9 - YLT (Gujarati)

1 As the former time made light The land of Zebulun and the land of Naphtali, So the latter hath honoured the way of the sea, Beyond the Jordan, Galilee of the nations.પરંતુ જે ભૂમિ પર સંકટ આવ્યું હતું, તે પ્રદેશમાં અંધકાર નહિ રહે. પ્રથમ તેણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર બનાવી દીધો હતો. પણ છેવટે તેણે યર્દન અને ગાલીલની નદીને પેલે પાર, સમુદ્રના રસ્તે આવેલા રાષ્ટોને પ્રતિષ્ઠા અપાવી.

2 The people who are walking in darkness Have seen a great light, Dwellers in a land of death-shade, Light hath shone upon them.અંધકારમાં ચાલનારા લોકોએ તે મહાન પ્રકાશ જોયો છે; મૃત્યુની છાયાના પ્રદેશમાં વસવાટ કરનારાઓ પર “પ્રકાશનું તેજ” પથરાયું છે.

3 Thou hast multiplied the nation, Thou hast made great its joy, They have joyed before Thee as the joy in harvest, As `men' rejoice in their apportioning spoil.કારણ કે ઇસ્રાએલ ફરીથી મહાન કહેવાશે, યહોવાએ પ્રજાની વૃદ્ધિ કરી છે અને તેણીનો આનંદ વધાર્યો છે. કાપણીમાં થતાં આનંદ પ્રમાણે, તેમ જ લોક લૂંટ વહેંચતા આનંદ માણે છે તે મુજબ તેઓ તારી સંમુખ આનંદ કરે છે.

4 Because the yoke of its burden, And the staff of its shoulder, the rod of its exactor, Thou hast broken as `in' the day of Midian.કારણ કે ભૂતકાળમાં તમે જેમ મિદ્યાનની સેનાને હાર આપી હતી. તેમ એ લોકોને ભારરૂપ ઝૂંસરી તેમના ખભા પર પડતી લાકડી, તેમને હાંકનારનો પરોણો તમે ભાંગી નાખ્યો છે.

5 For every battle of a warrior `is' with rushing, and raiment rolled in blood, And it hath been for burning -- fuel of fire.સૈનિકોના ધમ ધમ કરતા જોડા, ને લોહીમાં બોળેલાં વસ્ત્રો, તે બધાયને બળતણની જેમ અગ્નિમાં સળગાવી દેવામાં આવશે.

6 For a Child hath been born to us, A Son hath been given to us, And the princely power is on his shoulder, And He doth call his name Wonderful, Counsellor, Mighty God, Father of Eternity, Prince of Peace.કારણ કે આપણે સારુ બાળક અવતર્યુ છે, આપણને એક પુત્રનું વરદાન આપવામાં આવ્યું છે. “તેના ખભા પર રાજ્યાધિકારની નિશાની છે. તે એક અદભુત સલાહકાર, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર કહેવાશે.”

7 To the increase of the princely power, And of peace, there is no end, On the throne of David, and on his kingdom, To establish it, and to support it, In judgment and in righteousness, Henceforth, even unto the age, The zeal of Jehovah of Hosts doth this.તેનું રાજ્ય વિશાળ હશે; ત્યાં સદાને માટે અખંડ શાંતિ પ્રવર્તતી હશે. તે દાઉદના રાજસિંહાસન ઉપર બેસશે. ધર્મ અને ન્યાયના પાયા ઉપર પોતાની રાજ્યસત્તાની પ્રતિષ્ઠા કરીને રાજ્ય કરશે. આજથી તે અનંત કાળ સુધી.સૈન્યોના દેવ યહોવાનો સાચો પ્રેમ સિદ્ધ થશે.

8 A word hath the Lord sent into Jacob, And it hath fallen in Israel.પ્રભુએ ઇસ્રાએલ વિરુદ્ધ યાકૂબના વંશજો વિરુદ્ધ પોતાનો ફેંસલો જણાવ્યો છે.

9 And the people have known -- all of it, Ephraim, and the inhabitant of Samaria, In pride and in greatness of heart, saying,ઇસ્રાએલના પાટનગર સમરૂનના સૌ વતનીઓને એની જાણ થશે.એ લોકો તો પોતાના અભિમાન અને તુમાખીમાં કહે છે કે,

10 `Bricks have fallen, and hewn work we build, Sycamores have been cut down, and cedars we renew.'“ભલે ઇંટો પડી ગઇ, હવે આપણે ઘડેલા પથ્થરોથી બાંધીશું. ઉંબરના પાટડા તોડી નાખવામાં આવ્યા છે. પણ આપણે એની જગાએ સાગના લાવીશું.”

11 And Jehovah setteth the adversaries of Rezin on high above him, And his enemies he joineth together,પરંતુ યહોવાએ તેમના દુશ્મનોને તેમની વિરુદ્ધ ઉશ્કેર્યા છે;

12 Aram from before, and Philistia from behind, And they devour Israel with the whole mouth. With all this not turned back hath His anger, And still His hand is stretched out.પૂર્વમાંથી અરામીઓ અને પશ્રિમમાંથી પલિસ્તીઓ ઇસ્રાએલને એક જ કોળિયામાં મુખ પહોળું કરીને ગળી જશે. આ બધું થવા છતાં યહોવાનો રોષ ઊતર્યો નથી. અને તેમનો હાથ હજી ઉગામેલો જ રહ્યો છે.

13 And the people hath not turned back unto Him who is smiting it, And Jehovah of Hosts they have not sought.આમ છતાં એ લોકો પોતાને ઘા કરનાર સૈન્યોના દેવ પાસે પાછા આવ્યાં નથી કે તેનું શરણું તેમણે સ્વીકાર્યુ નથી.

14 And Jehovah cutteth off from Israel head and tail, Branch and reed -- the same day,આથી યહોવા એક દિવસે ઇસ્રાએલનું માથું, પૂંછડી, નાડ અને બરૂ કાપી નાખશે.

15 Elder, and accepted of face, he `is' the head, Prophet, teacher of falsehood, he `is' the tail.વડીલો અને સન્માનનીય પુરુષો તે માથું અને ખોટો ઉપદેશ કરનાર પ્રબોધકો તે પૂંછડી છે.

16 And the eulogists of this people are causing to err, And its eulogised ones are consumed.આ લોકોના આગેવાનોએ તેમને અવળે માગેર્ ચડાવ્યા છે. તેમને ભૂલા પાડ્યા છે.

17 Therefore, over its young men the Lord rejoiceth not, And its orphans, and its widows He pitieth not, For every one `is' profane, and an evil doer, And every mouth is speaking folly. With all this not turned back hath His anger, And still His hand is stretched out.આથી પ્રભુ તેમના યુવાનો પ્રત્યે રાજી થશે નહિ. તેમજ અનાથો અને વિધવાઓ પ્રત્યે જરાયે સહાનુભૂતિ દાખવશે નહિ. બધાજ દુરાચારીઓ છે, દેવને શું જોઇએ છે તે જાણવાની કોઇને કાળજી નથી, એકે એક વ્યકિત અનિષ્ઠ વસ્તુઓ બોલે છે, આ બધાને લીધે યહોવાનો ગુસ્સો ઓછો નથી થયો અને તેમનો બાહુ હજી પણ ઉગામેલો જ છે.

18 For burned as a fire hath wickedness, Brier and thorn it devoureth, And it kindleth in thickets of the forest, And they lift themselves up, an exaltation of smoke!માણસોની દુષ્ટતા આગની જેમ ભભૂકી ઊઠી છે. અને એ કાંટાઝાંખરાને ભરખી જાય છે. જંગલની ઝાડીને પણ એ બાળી મૂકે છે. અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચઢે છે.

19 In the wrath of Jehovah of Hosts Hath the land been consumed, And the people is as fuel of fire; A man on his brother hath no pity,સમગ્ર ભૂમિ સૈન્યોના દેવ યહોવાના રોષથી સળગી ઊઠી છે. અને લોકો એ આગમાં ઇધણરૂપ બન્યા છે. કોઇ પોતાના સગા ભાઇને પણ છોડતો નથી.

20 And cutteth down on the right, and hath been hungry, And he devoureth on the left, And they have not been satisfied, Each the flesh of his own arm they devour.બધા એકબીજાનું માંસ ખાય છે. જમણી બાજુ બચકું ભરે છે તોયે ભૂખ્યો રહે છે અને ડાબી બાજુ બચકું ભરે તોય સંતોષ પામતો નથી.

21 Manasseh -- Ephraim, and Ephraim -- Manasseh, Together they `are' against Judah, With all this not turned back hath His anger. And still His hand is stretched out!મનાશ્શાના વંશજો અને એફ્રાઇમના વંશજો એક બીજાને બચકાં ભરે છે અને બંને ભેગા થઇને યહૂદાને ખાવા ધાય છે, આને લીધે યહોવાનો રોષ ઓછો થયો નથી અને તેનો હાથ હજી ઉગામેલો જ રહ્યો છે.

Gujarati Bible