Isaiah 36 - BBE (Gujarati)
1 And it came about in the fourteenth year of King Hezekiah that Sennacherib, king of Assyria, came up against all the walled towns of Judah and took them.હિઝિક્યા રાજાની કારકિદીર્ના અમલના ચૌદમા વષેર્ આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદાનાં બધાં કિલ્લેબંદી નગરો ઉપર ચઢાઇ કરીને તે કબ્જે કરી લીધાં.
2 And the king of Assyria sent the Rab-shakeh from Lachish to Jerusalem to King Hezekiah with a strong force, and he took up his position by the stream of the higher pool, by the highway of the washerman'sલાખીશથી આશ્શૂરના રાજાએ મુખ્ય સંદેશવાહકને મોટા લશ્કર સાથે રાજા હિઝિક્યા પાસે યરૂશાલેમ મોકલ્યા, અને તેમણે યરૂશાલેમ પહોંચીને ધોબીઘાટને રસ્તે આવતા ઉપલા તળાવના ગરનાળા આગળ પડાવ નાખ્યો, અને રાજાને તેડાવ્યો;
3 And there came out to him Eliakim, the son of Hilkiah, who was over the house, and Shebna the scribe, and Joah, the son of Asaph, the recorder.એટલે ઇસ્રાએલના હિલ્કિયાનો પુત્ર એલ્યાકીમ જે મહેલનો કારભારી હતો, રાજાનો મંત્રી શેબ્ના તથા આસાફનો પુત્ર જે નોંધણીકાર હતો, યોઆહ તે બધાં સાથે મળીને નગરની બહાર તેને મળવા ગયા.
4 And the Rab-shakeh said to them, Say now to Hezekiah, These are the words of the great king, the king of Assyria: In what are you placing your hope?મુખ્ય સંદેશવાહકે તેમને કહ્યું, “જાવ હિઝિક્યાને જઇને કહો કે, આશ્શૂરના મહાન રાજાનો આ સંદેશ છે:તને આટલો બધો આત્મવિશ્વાસ શાથી છે?
5 You say you have a design and strength for war, but these are only words: now to whom are you looking for support, that you have gone against my authority?તું શું એમ માને છે કે, મુત્સદ્દીગીરી અને લશ્કરી બળ માત્ર ખોખલાં શબ્દો લઇ શકે છે? તું કોના ઉપર આધાર રાખીને મારી સામે બળવો પોકારે છે?
6 See, you are basing your hope on that broken rod of Egypt, which will go into a man's hand if he makes use of it for a support; for so is Pharaoh, king of Egypt, to all who put their faith in him.મિસર ઉપર? મિસર તો ભાંગેલું બરું છે; જે કોઇ એનો આધાર લે છે તેના હાથ ચિરાઇ જાય છે મિસરનો રાજા તો એવો છે જે કોઇ તેના પર વિશ્વાસ રાખે છે તેના એવા હાલ થાય છે.
7 And if you say to me, Our hope is in the Lord our God; is it not he whose high places and altars Hezekiah has taken away, saying to Judah and Jerusalem that worship may only be given before this altar?તમે કદાચ એમ કહેશો કે, “અમે તો અમારા દેવ યહોવા પર આધાર રાખીએ છીએ.” પણ તમારા એ જ દેવનાં ઉચ્ચસ્થાનોને અને વેદીઓને હિઝિક્યાએ જ હઠાવી દીધાં છે અને યહૂદા અને યરૂશાલેમના લોકોને એમ જણાવ્યું કે, ‘તમારે એક જ વેદી આગળ ઉપાસના કરવાની છે.”
8 And now, take a chance with my master, the king of Assyria, and I will give you two thousand horses, if you are able to put horsemen on them.જુઓ, મારા ધણી આશ્શૂરના રાજા સાથે કરાર કરી લો, હું તમને બે હજાર ઘોડા આપવા તૈયાર છું, જો તમે એટલા સવારો મેળવી શકતા હો તો.
9 How then may you put to shame the least of my master's servants? and you have put your hope in Egypt for war-carriages and horsemen:તમે એવું કેમ વિચારો છો કે તમે મારા ધણીના નાનામાં નાના અમલદારને સુદ્ધાં હરાવી શકશો, જ્યારેં તમે રથો અને ઘોડાઓ માટે મિસર પર આધાર રાખો છો?
10 And have I now come to send destruction on this land without the Lord's authority? It was the Lord himself who said to me, Go up against this land and make it waste.શું તમે એમ માનો છો કે હું યહોવાના કહ્યા વિના આ ભૂમિને જીતી લેવા અહીં આવ્યો છું? યહોવાએ મને કહ્યું છે કે, “તું જઇને તેનો નાશ કર!”
11 Then Eliakim and Shebna and Joah said to the Rab-shakeh, Please make use of the Aramaean language in talking to your servants, for we are used to it, and do not make use of the Jews' language in the hearing of the people on the wall.એલ્યાકીમ, શેબ્ના અને યોઆહે વડા અમલદારને કહ્યું, “મહેરબાની કરીને અમારી સાથે અરામીમાં બોલો. અમે એ ભાષા સમજીએ છીએ. કોટ ઉપરના લોકોના સાંભળતાં અમારી સાથે યહૂદીઓની ભાષામાં ના બોલશો.”
12 But the Rab-shakeh said, Is it to your master or to you that my master has sent me to say these words? has he not sent me to the men seated on the wall? for they are the people who will be short of food with you when the town is shut in.પણ સંદેશવાહકે પ્રત્યુત્તર આપ્યો, “કેવળ તું અને તારો માલિક જ નહિ પરંતુ યરૂશાલેમમાં વસનારા દરેક વ્યકિત આ સાંભળે તેવું મારા ધણી ઇચ્છે છે, કારણ કે તેઓ પોતાની વિષ્ટા ખાવા માટે અને પોતાનો પેશાબ પીવા માટે નિયત થયેલા છે.”
13 Then the Rab-shakeh got up and said with a loud voice in the Jews' language, Give ear to the words of the great king, the king of Assyria:પછી સંદેશવાહકે ટટાર ઊભા રહીને ઊંચા સાદે યહૂદીઓની ભાષામાં કહ્યું, “આશ્શૂરના રાજાધિરાજનો સંદેશો સાંભળો;
14 This is what the king says: Do not be tricked by Hezekiah, for there is no salvation for you in him.રાજા કહે છે:હિઝિક્યાથી ભોળવાશો નહિ; એ તમને નહિ બચાવી શકે.
15 And do not let Hezekiah make you put your faith in the Lord, saying, The Lord will certainly keep us safe, and this town will not be given into the hands of the king of Assyria.યહોવા જરૂર આપણું રક્ષણ કરશે, આ શહેર કદી આશ્શૂરના રાજાના હાથમાં જવાનું નથી.’ એમ કહીને હિઝિક્યા તમને યહોવા પર આધાર રાખવા સમજાવે તો માનશો નહિ.
16 Do not give ear to Hezekiah, for this is what the king of Assyria says, Make peace with me, and come out to me; and everyone will be free to take the fruit of his vine and of his fig-tree, and the water of his spring;એની વાત સાંભળશો નહિ, હું આશ્શૂરનો રાજા તો એમ કહું છું કે, “મારી સાથે સંધિ કરો, મારે તાબે થાઓ; તો તમારામાંના એકેએક જણ પોતાની દ્રાક્ષનીવાડીનાં અને અંજીરીના ફળ ખાવા પામશે અને પોતાની ટાંકીનું પાણી પીવા પામશે;
17 Till I come and take you away to a land like yours, a land of grain and wine, a land of bread and vine-gardens.અને છેલ્લે, હું તમને તમારા દેશ જેવા જ એક દેશમાં મોકલી આપીશ, જ્યાં પુષ્કળ અનાજ અને દ્રાક્ષારસ છે.”
18 Give no attention to Hezekiah when he says to you, The Lord will keep us safe. Has any one of the gods of the nations kept his land from falling into the hands of the king of Assyria?પરંતુ સાવધ રહેજો! હિઝિક્યા તો તમને કદાચ એમ કહીને ગેરમાગેર્ દોરે છે કે, ‘યહોવા આપણું રક્ષણ કરશે.’ બીજી પ્રજાના દેવે મારા હાથમાંથી એના દેશને બચાવ્યો છે ખરો?
19 Where are the gods of Hamath and of Arpad? where are the gods of Sepharvaim? where are the gods of Samaria? and have they kept Samaria out of my hand?હમાથ અને આર્પાદની મેં કેવી દશા કરી હતી તે શું તમને યાદ નથી? શું તેઓના દેવો તેઓને બચાવી શક્યા? અને સફાર્વાઇમ તથા સમરૂનનું શું થયું? તેઓના દેવો હાલ ક્યાં છે?
20 Who among all the gods of these countries have kept their country from falling into my hand, to give cause for the thought that the Lord will keep Jerusalem from falling into my hand?આ બધા દેશોના દેવોમાંથી કોણે પોતાના દેશને મારા સાર્મથ્યમાંથી છોડાવ્યા છે? યહોવા યરૂશાલેમને મારા હાથમાંથી છોડાવી શકશે એમ તમે માનો છો શું?”
21 But they kept quiet and gave him no answer: for the king's order was, Give him no answer.બધા લોકો મૂંગા રહ્યાં, અને એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહિ, કારણ કે હિઝિક્યાએ તેઓને કહ્યું હતું કે તેઓએ જવાબમાં કશું કહેવું નહિ.
22 Then Eliakim, the son of Hilkiah, who was over the house, and Shebna the scribe, and Joah, the son of Asaph, the recorder, came to Hezekiah with their clothing parted as a sign of grief, and gave him an account of what the Rab-shakeh had said.પછી મહેલના મુખ્ય કારભારી હિલ્કીયાના પુત્ર એલ્યાકીમ, મંત્રી શેબ્ના અને નોંધણીકાર આસાફના પુત્ર યોઆહે દુ:ખના માર્યા પોતાનાં કપડાં ફાડી નાખ્યાં, અને હિઝિક્યા પાસે જઇને સંદેશવાહકે જે કહ્યું હતું તે કહી સંભળાવ્યું.
Gujarati Bible