Proverbs 8 - KJV (Gujarati)
1 Doth not wisdom cry? and understanding put forth her voice?જ્ઞાન બોલાવે છે અને સમજણ મોટેથી બૂમો પાડે છે.
2 She standeth in the top of high places, by the way in the places of the paths.ડુંગરની ટોચે, રસ્તે ઘાટે, ચોરેચૌટે
3 She crieth at the gates, at the entry of the city, at the coming in at the doors.અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ ઊભાં ઊભાં તે મોટે સાદે કહે છે:
4 Unto you, O men, I call; and my voice is to the sons of man.હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું; હું પ્રત્યેક માણસને સાદ પાડું છું.
5 O ye simple, understand wisdom: and, ye fools, be ye of an understanding heart.હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો, અને હે મૂર્ખાઓ તમે સમજણ હોવાનું શીખો.
6 Hear; for I will speak of excellent things; and the opening of my lips shall be right things.સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું. અને જે સાચું છે તે જ હું તમને શીખવીશ.
7 For my mouth shall speak truth; and wickedness is an abomination to my lips.હું સાચું જ બોલીશ, જૂઠાને હું ધિક્કારું છું.
8 All the words of my mouth are in righteousness; there is nothing froward or perverse in them.મારા મુખના સઘળા શબ્દો પ્રામાણિક છે, હું તમને જૂઠ્ઠું કે ગેર માગેર્ દોરનારું નહિ બોલું.
9 They are all plain to him that understandeth, and right to them that find knowledge.સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે. અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે.
10 Receive my instruction, and not silver; and knowledge rather than choice gold.રૂપાને બદલે મારી સલાહ લો અને ઉત્તમ સોનાને બદલે જ્ઞાન પ્રાપ્ત કરો.
11 For wisdom is better than rubies; and all the things that may be desired are not to be compared to it.કારણ કે જ્ઞાન રત્નો કરતા વધારે મૂલ્યાવાન છે. એની તોલે મોંઘામાં મોંઘી વસ્તુ પણ ન આવે.
12 I wisdom dwell with prudence, and find out knowledge of witty inventions.“હું જ્ઞાન છું, વિવેકબુદ્ધિ મારી સાથે રહે છે, અને હું જ્ઞાન અને ચતુરાઇ ધરાવું છું.
13 The fear of the LORD is to hate evil: pride, and arrogancy, and the evil way, and the froward mouth, do I hate.યહોવાનો ભય એટલે પાપને ધિક્કારવું, અભિમાન, ઉદ્ધતાઇ, કુમાર્ગ, અને વાંકાબોલાપણાને હું ધિક્કારું છું.
14 Counsel is mine, and sound wisdom: I am understanding; I have strength.મારી પાસે સારી સલાહ અને જ્ઞાન છે. મારી પાસે ઊંડી સમજ અને શકિત છે.
15 By me kings reign, and princes decree justice.મારે લીધે જ રાજાઓ રાજ્ય કરે છે અને રાજકર્તાઓ ન્યાય તોલે છે.
16 By me princes rule, and nobles, even all the judges of the earth.મારે લીધે રાજકુમારો શાસન કરે છે અને ઊમદા લોકો સાચો ચુકાદો આપે છે.
17 I love them that love me; and those that seek me early shall find me.મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું. અને જે ઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.
18 Riches and honour are with me; yea, durable riches and righteousness.ધન અને સન્માન મારા હાથમાં છે. મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે.
19 My fruit is better than gold, yea, than fine gold; and my revenue than choice silver.મારા ફળ સોના કરતાં ચડિયાતા છે. અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ટ છે.
20 I lead in the way of righteousness, in the midst of the paths of judgment:હું સદાચારને માગેર્ ચાલું છું, મારો રસ્તો ન્યાયનો છે.
21 That I may cause those that love me to inherit substance; and I will fill their treasures.મારા પર પ્રેમ રાખનારને હું સમૃદ્ધિ આપું છું અને તેમના ભંડારો ભરપૂર કરું છું.
22 The LORD possessed me in the beginning of his way, before his works of old.યહોવાએ સૃષ્ટિક્રમનાં આરંભમાં, લાંબા સમય અગાઉ મારું સર્જન કર્યુ.
23 I was set up from everlasting, from the beginning, or ever the earth was.લાંબા સમય અગાઉ, પૃથ્વીનું સર્જન થયા પહેલાઁ મારું સ્થાપન કરવામાં આવ્યું હતું.
24 When there were no depths, I was brought forth; when there were no fountains abounding with water.જ્યારે કોઇ સાગરો નહોતા, જ્યારે પાણીથી ભરેલા ઝરણાઓ નહોતા ત્યારે મારો જન્મ થયો હતો.
25 Before the mountains were settled, before the hills was I brought forth:પર્વતોના પાયા નંખાયા તે પહેલાં, ડુંગરો થયા તેના પણ પહેલાં મારો જન્મ થયો હતો.
26 While as yet he had not made the earth, nor the fields, nor the highest part of the dust of the world.હજી યહોવાએ પૃથ્વી ર્સજી નહોતી કે ખેતરો પણ ર્સજ્યા નહોતાં. અરે! ધૂળની કણી પણ ર્સજી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
27 When he prepared the heavens, I was there: when he set a compass upon the face of the depth:જ્યારે તેણે આકાશને એને સ્થાને સ્થાપ્યું, અને સાગર ઉપર ક્ષિતિજને ગોઠવી હતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
28 When he established the clouds above: when he strengthened the fountains of the deep:જ્યારે તેણે અંતરિક્ષને સ્થિર કર્યુ; અને ઝરણાંને સમુદ્ર નીચે વહાવ્યાં.
29 When he gave to the sea his decree, that the waters should not pass his commandment: when he appointed the foundations of the earth:જ્યારે તેણે સાગરની હદ નક્કી કરી અને તેનું ઉલ્લંધન કરવાની તેણે મના ફરમાવી. અને જ્યારે તેણે પૃથ્વીના પાયા નાખ્યા.
30 Then I was by him, as one brought up with him: and I was daily his delight, rejoicing always before him;ત્યારે કુશળ કારીગર તરીકે હું તેની સાથે હતી; અને હું દિનપ્રતિદિન તેને આનંદ આપતી હતી; અને આખો વખત હું તેની સામે નૃત્ય કરતી હતી.
31 Rejoicing in the habitable part of his earth; and my delights were with the sons of men.તેની વસતિવાળી પૃથ્વી પર મને મજા આવતી હતી. અને માણસોની સંગતમાં મને આનંદ આવતો હતો.
32 Now therefore hearken unto me, O ye children: for blessed are they that keep my ways.માટે હે મારા દીકરાઓ, મારું સાંભળો; કારણ કે જેઓ મારા માગેર્ ચાલે છે તેઓ સુખ પામે છે.
33 Hear instruction, and be wise, and refuse it not.મારો ઉપદેશ સાંભળીને જ્ઞાની થાઓ, અને સુધારણાની ઉપેક્ષા કરશો નહિ.
34 Blessed is the man that heareth me, watching daily at my gates, waiting at the posts of my doors.તે વ્યકિત આશીર્વાદિત છે, જે મારું સાંભળે છે અને હંમેશા મારા દરવાજે, તથા મારા પ્રવેશદ્વાર આગળ મારી રાહ જુએ છે.
35 For whoso findeth me findeth life, and shall obtain favour of the LORD.કારણ કે જે મને પામ્યો છે તે જીવન પામ્યો છે અને યહોવાની કૃપા પામ્યો છે.
36 But he that sinneth against me wrongeth his own soul: all they that hate me love death.પણ જે મારી સામે પાપ કરે છે, તે પોતાનેે, નુકશાન પહોંચાડે છે; જેઓ મને ધિક્કારે છે, તેઓ મૃત્યુ સાથે પ્રેમ કરે છે.”
Gujarati Bible