Haggai 2 - WEB (Gujarati)
1 In the seventh month, in the twenty-first day of the month, the Word of Yahweh came by Haggai the prophet, saying,એ જ વરસના સાતમા મહિનાની એકવીસમી તારીખે પ્રબોધક હાગ્ગાયને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:
2 "Speak now to Zerubbabel, the son of Shealtiel, governor of Judah, and to Joshua, the son of Jehozadak, the high priest, and to the remnant of the people, saying,યહૂદિયાના સૂબા શઆલ્તીએલના પુત્ર ઝરુબ્બાબેલને તથા પ્રમુખ યાજક યહોસાદાકના પુત્ર યહોશુઆને તથા બાકી રહેલા લોકોને હવે કહે કે,
3 'Who is left among you who saw this house in its former glory? How do you see it now? Isn't it in your eyes as nothing?“આ મંદિરનો અગાઉનો વૈભવ જોનારાઓમાંનો કોઇ તમારામાં જીવતો રહ્યો છે? અને હાલ તમે તેને કેવી હાલતમાં જુઓ છો? શું તે તમારી નજરમાં શૂન્યવત્ત નથી?
4 Yet now be strong, Zerubbabel,' says Yahweh. 'Be strong, Joshua, son of Jehozadak, the high priest. Be strong, all you people of the land,' says Yahweh, 'and work, for I am with you,' says Yahweh of Hosts.તોપણ હવે, યહોવા કહે છે, ‘હે ઝરુબ્બાબેલ, હિંમત હારીશ નહિ,’ હે યહોસાદાકના પુત્ર યહોશુઆ, પ્રમુખ યાજક, ‘બળવાન થા;’ યહોવા કહે છે, ‘હે દેશના સર્વ લોકો, તમે બળવાન થઇને કામે લાગો; કારણકે હું તમારી સાથે છું,’ સૈન્યોનો દેવ યહોવા આમ કહે છે.”
5 This is the word that I covenanted with you when you came out of Egypt, and my Spirit lived among you. Don't be afraid.'તમે જ્યારે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે મેં તમને વચન આપ્યા પ્રમાણે મારો આત્મા તમારામાં હતો; તેથી ડરશો નહિ,
6 For this is what Yahweh of Hosts says: 'Yet once, it is a little while, and I will shake the heavens, the earth, the sea, and the dry land;કારણ કે સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું થોડી જ વારમાં ફરીથી આકાશ, પૃથ્વી, સમુદ્ર અને સૂકી ધરતીને હચમચાવી મૂકીશ.
7 and I will shake all nations. The precious things of all nations will come, and I will fill this house with glory, says Yahweh of Hosts.હું આ બધા રાષ્ટોને હચમચાવી મૂકીશ, અને તેમની ધનસંપતિ અહીં આવશે અને આ મંદિરને હું ખજાનાથી ભરી દઇશ.
8 The silver is mine, and the gold is mine,' says Yahweh of Hosts.એમ સૈન્યોનો દેવ યહોવા કહે છે, તેઓની ચાંદી અને સોનું મારું છે.
9 'The latter glory of this house will be greater than the former,' says Yahweh of Hosts; 'and in this place will I give peace,' says Yahweh of Hosts."તેથી આ મંદિરની પ્રતિષ્ઠા હવે પહેલાના કરતાં ઘણી વધારે હશે. અને આ મંદિરને હું સુખ અને શાંતિ આપીશ. આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.”
10 In the twenty-fourth day of the ninth month, in the second year of Darius, the Word of Yahweh came by Haggai the prophet, saying,દાર્યાવેશના રાજ્યકાળમાં બીજા વર્ષના નવમાં મહિનાની ચોવીસમી તારીખે યહોવાનું વચન હાગ્ગાય પ્રબોધક મારફતે આવ્યું.
11 "Thus says Yahweh of Hosts: Ask now the priests concerning the law, saying,સૈન્યોનો દેવ યહોવા કહે છે, હવે તું યાજકોને આ પ્રશ્ર્નનો નિર્ણય કરવાનું કહે કે,
12 'If someone carries holy meat in the fold of his garment, and with his fold touches bread, stew, wine, oil, or any food, will it become holy?'" The priests answered, "No."“જો તમારામાંનો કોઇ તેના કપડાંની ઘડીમાં અપિર્ત માંસ લઇ જતો હોય, અને તેનો સ્પર્શ રોટલી, ભાજી, તેલ કે કોઇ પણ અન્ન, દ્રાક્ષાને કે માંસને થાય, તો શું તે પણ પવિત્ર થઇ જાય?”
13 Then Haggai said, "If one who is unclean by reason of a dead body touch any of these, will it be unclean?" The priests answered, "It will be unclean."યાજકોએ કહ્યું: “ના,” ત્યારે હાગ્ગાયે કહ્યું, “જો કોઇ માણસ શબને અડવાથી અભડાયો હોય અને તે આ વસ્તુઓને અડે તો એ અભડાઇ જાય ખરી?”યાજકે જવાબ આપ્યો, “જરુર અભડાય.”
14 Then Haggai answered, "'So is this people, and so is this nation before me,' says Yahweh; 'and so is every work of their hands. That which they offer there is unclean.પછી હાગ્ગાયે સ્પષ્ટતા કરી, “યહોવા કહે છે કે ‘તમારુંં વલણ સ્વાથીર્ છે; તમારું હૃદય ભૂંડું છે અને તેથી એ લોકો જે કઇં ધરાવે છે તે પણ અશુદ્ધ છે. માત્ર તમારાં અર્પણો જ નહિ પણ મારી સેવાના નામે તમે જે કઇં કરો છો તે બધું જ અશુદ્ધ છે.”
15 Now, please consider from this day and backward, before a stone was laid on a stone in the temple of Yahweh.યહોવા કહે છે, “હવે કૃપા કરીને આજથી માંડીને ભૂતકાળ પહેલાના વખતનો વિચાર કરો, યહોવાનું મંદિર બાંધવા માટે કોઇ પથ્થર મૂકવામાં આવ્યો હતો.
16 Through all that time, when one came to a heap of twenty measures, there were only ten. When one came to the wine vat to draw out fifty, there were only twenty.અગાઉ તમે જ્યાં વીસ માપ અનાજની આશા રાખતા હતા, ત્યાંથી તમને માત્ર દશ જ મળતાં, દ્રાક્ષાકુંડ પાસે તમે પચાસ માપની આશા રાખતા ત્યાંથી તમને માત્ર વીસ જ મળતાં.
17 I struck you with blight, mildew, and hail in all the work of your hands; yet you didn't turn to me,' says Yahweh.તમે જે જે કઇં વાવતા તે બધાનો હું લૂથી, ગેરુંથી કે કરાથી નાશ કરતો, તેમ છતાં તમે પાછા મારે શરણે ન આવ્યાં.”
18 'Consider, please, from this day and backward, from the twenty-fourth day of the ninth month, since the day that the foundation of Yahweh's temple was laid, consider it.પણ સાંભળો, આજ પછીથી, નવમાં મહિનાની ચોવીસમી તારીખે, મંદિરનો પાયો નાખવામાં આવ્યો છે, તે દિવસ પછીથી શું થનાર છે તેનો વિચાર કરો.
19 Is the seed yet in the barn? Yes, the vine, the fig tree, the pomegranate, and the olive tree haven't brought forth. From this day will I bless you.'"શું હજી સુધી ત્યાં કોઠારમાં બી કે અનાજ છે? દ્રાક્ષની વેલો, અંજીરીઓ, દાડમડીઓ અને જૈતૂનના વૃક્ષો હજી ફળ્યાં નથી, પણ આજથી હું તમને આશીર્વાદ આપું છું.”
20 The Word of Yahweh came the second time to Haggai in the twenty-fourth day of the month, saying,એ જ મહિનાની ચોવીસમી તારીખે, ફરી વાર હાગ્ગાયને યહોવાની વાણી સંભળાઇ;
21 "Speak to Zerubbabel, governor of Judah, saying, 'I will shake the heavens and the earth.યહૂદાના રાજ્યપાલ ઝરુબ્બાબેલને કહે કે, “હું આકાશોને તથા પૃથ્વીને હચમચાવી નાખીશ.”
22 I will overthrow the throne of kingdoms. I will destroy the strength of the kingdoms of the nations. I will overthrow the chariots, and those who ride in them. The horses and their riders will come down, everyone by the sword of his brother.હું રાજ્યોના સિંહાસનો તેના સ્થાનેથી હટાવી દેવાનો છું. હું પ્રજાઓના રાજ્યોની શકિતનો નાશ કરનાર છું. અને તેમના રથોને અને તેઓમાં બેસનારાઓને ઉથલાવી નાંખનાર છું. તેમના ઘોડાઓ જશે, અને સવારો પડી જશે અને તેઓ એકબીજા સાથે તરવારથી લડશે.
23 In that day, says Yahweh of Hosts, will I take you, Zerubbabel, my servant, the son of Shealtiel,' says Yahweh, 'and will make you as a signet, for I have chosen you,' says Yahweh of Hosts."પરંતુ આ બનશે ત્યારે, ઓ મારા સેવક ઝરુબ્બાબેલ, હું તને મારો અંગત મુદ્રા મહોર બનાવીશ. કારણકે મેં તને પસંદ કર્યો છે.”એમ સૈન્યોનો દેવ યહોવા કહે છે.
Gujarati Bible