Genesis 7 - BBE (Gujarati)
1 And the Lord said to Noah, Take all your family and go into the ark, for you only in this generation have I seen to be upright.પછી યહોવાએ નૂહને કહ્યું, “મેં જોયું છે કે, આ સમયે પાપી લોકોમાં તું જ એક ન્યાયી વ્યકિત છે એટલે તું તારા પરિવારને ભેગો કર. અને તમે બધા વહાણમાં જાઓ.
2 Of every clean beast you will take seven males and seven females, and of the beasts which are not clean, two, the male and his female;પ્રત્યેક શુદ્ધ પ્રાણીઓની સાત સાત જોડ (સાત નર અને સાત માંદા) સાથે લઈ લો અને પૃથ્વીના બીજા અશુદ્વ પ્રાણીઓની એક એક જોડ જેમાં એક નર અને એક માંદા હોય તે લઈ લો.
3 And of the birds of the air, seven males and seven females, so that their seed may still be living on the face of the earth.હવામાં ઉડનારાં બધાં જ પક્ષીઓની સાત જોડ (સાત નર અને સાત માંદા) લઈ આવો. આથી આ બધાં જ પ્રાણીઓ પૃથ્વી પર જીવતા રહેશે. જયારે બીજા પ્રાણીઓ નાશ પામશે.
4 For after seven days I will send rain on the earth for forty days and forty nights, for the destruction of every living thing which I have made on the face of the earth.હવે હું સાત દિવસ પછી 40 દિવસ અને 40 રાત પૃથ્વી પર વરસાદ વરસાવીશ. અને મેં ઉત્પન્ન કરેલ એક એક જીવને હું પૃથ્વી પરથી ભૂંસી નાખીશ.”
5 And Noah did everything which the Lord said he was to do.અને નૂહે યહોવાની બધી જ વાતો સ્વીકારી અને યહોવાની આજ્ઞા પ્રમાંણે કર્યું.
6 And Noah was six hundred years old when the waters came flowing over all the earth.પૃથ્વી પર જળપ્રલય થયો, ત્યારે નૂહને 600 વર્ષ થયાં હતાં.
7 And Noah, with his sons and his wife and his sons' wives, went into the ark because of the flowing of the waters.નૂહ અને તેનો પરિવાર જળપ્રલયથી બચવા માંટે વહાણમાં ચાલ્યા ગયાં. નૂહની પત્ની, તેના પુત્રો અને પુત્રવધૂઓ તેમની સાથે હતાં.
8 Of clean beasts, and of beasts which are not clean, and of birds, and of everything which goes on the earth,દેવની નૂહને આજ્ઞા પ્રમાંણે, શુધ્ધ પ્રાણીઓ અને અશુધ્ધ પ્રાણીઓ અને પક્ષીઓ તથા
9 In twos, male and female, they went into the ark with Noah, as God had said.પેટે ચાલનારા પ્રાણીઓએ દરેકમાંથી બે નર અને બે માંદા વહાણમાં નૂહ સાથે ચઢી ગયાં.
10 And after the seven days, the waters came over all the earth.સાત દિવસ પછી પ્રલયનાં પાણી પૃથ્વી પર ફરી વળ્યંા. ધરતી પર વર્ષા થઈ.
11 In the six hundredth year of Noah's life, in the second month, on the seventeenth day of the month, all the fountains of the great deep came bursting through, and the windows of heaven were open;બીજા મહિનાના સત્તરમાં દિવસે જયારે નૂહ 600વર્ષની ઉમરનો હતો, જમીનમાંથી પાતાળના ઝરણાંઓ ફૂટી નીકળ્યાં. અને જમીનમાંથી પાણી વહેવા માંડયું. તે દિવસે પૃથ્વી પર ભારે વર્ષા થઈ. જાણે કે, આકાશની બારીઓ ઉઘડી ગઈ.
12 And rain came down on the earth for forty days and forty nights.40 દિવસ અને 40 રાત સુધી પૃથ્વી પર વરસાદ વરસતો રહ્યો.
13 On the same day Noah, with Shem, Ham, and Japheth, his sons, and his wife and his sons' wives, went into the ark;બરાબર તે જ દિવસે નૂહ તેની પત્ની, તેના પુત્રો, શેમ, હામ, અને યાફેથ અને તેમની પત્નીઓ વહાણમાં ગયાં.
14 And with them, every sort of beast and cattle, and every sort of thing which goes on the earth, and every sort of bird.તેઓ તેમજ દરેક જાતનાં પૃથ્વી પરનાં પ્રાણીઓ વહાણમાં હતાં. દરેક જાતના પશુ, દરેક જાતનાં પેટે ચાલનારાં પ્રાણીઓ અને દરેક જાતનાં પક્ષી તેમજ પાંખવાળા જીવો વહાણમાં ચઢી ગયાં હતાં.
15 They went with Noah into the ark, two and two of all flesh in which is the breath of life.તે બધાં જ પ્રાણીઓ નૂહની સાથે વહાણમાં ગયાં હતા, દરેક પ્રકારના જીવિત જાનવરોનાં તે જોડાં હતાં.
16 Male and female of all flesh went in, as God had said, and the ark was shut by the Lord.દેવની આજ્ઞા પ્રમાંણે બધાં જ પ્રાણીઓ જોડીમાં વહાણમાં ચઢી ગયા. તેઓના વહાણમાં આવી ગયા બાદ યહોવાએ તેની પાછળનો દરવાજો બંધ કરી દીધા.
17 And for forty days the waters were over all the earth; and the waters were increased so that the ark was lifted up high over the earth.ચાળીસ દિવસ સુધી પૃથ્વી પર જળપ્રલય ચાલુ રહ્યો. પાણી વધતાં ગયાં. અને વહાણ પૃથ્વીથી અધ્ધર ઊંચકાવા લાગ્યું.
18 And the waters overcame everything and were increased greatly on the earth, and the ark was resting on the face of the waters.પાણી ચઢતાં જ ગયા અને ખૂબ વધી ગયા, અને વહાણ પાણી ઉપર તરવા લાગ્યું.
19 And the waters overcame everything on the earth; and all the mountains under heaven were covered.પાણી પૃથ્વી પર એટલા બધાં ચઢયાં કે, આકાશ નીચેના બધાં જ ઊંચા પર્વતો ઢંકાઈ ગયા.
20 The waters went fifteen cubits higher, till all the mountains were covered.અને પાણી વધીને ઉંચામાં ઉંચા પર્વતોથી ઉપર 20 ફૂટ ચઢી ગયાં હતાં.
21 And destruction came on every living thing moving on the earth, birds and cattle and beasts and everything which went on the earth, and every man.પૃથ્વી પરના બધાં જ જીવો મરી ગયા.દરેક પુરુષ અને સ્ત્રી મરી ગયાં.
22 Everything on the dry land, in which was the breath of life, came to its end.બધાં જ પક્ષીઓ અને બધી જ જાતનાં પ્રાણીઓ પણ મરી ગયાં.
23 Every living thing on the face of all the earth, man and cattle and things moving on the face of the earth, and birds of the air, came to destruction: only Noah and those who were with him in the ark, were kept from death.આ રીતે દેવે પૃથ્વી પરના બધાંજ જીવિત, મનુષ્ય, બધાં જ પ્રાણી, બધાં જ પેટે ચાલનારાં જીવો અને બધાં જ પક્ષીઓનો નાશ કર્યો. એ બધાં જ પૃથ્વી પરથી ભૂંસાઈ ગયાં. માંત્ર નૂહ અને તેની સાથે વહાણમાં જેઓ હતાં તેઓ જ બચ્યા.
24 And the waters were over the earth a hundred and fifty days.અને 150 દિવસ સુધી જમીન લગાતાર પાણીથી ઢંકાયેલી રહી.
Gujarati Bible