Bible

2 Chronicles 13 - ASV (Gujarati)

1 In the eighteenth year of king Jeroboam began Abijah to reign over Judah.રાજા યરોબઆમના અમલના અઢારમા વષેર્ અબિયા યહૂદિયાનો રાજા થયો.

2 Three years reigned he in Jerusalem: and his mother's name was Micaiah the daughter of Uriel of Gibeah. And there was war between Abijah and Jeroboam.તેણે ત્રણ વર્ષ રાજ્ય કર્યુ. તેની માતાનું નામ મીખાયા હતું. તે ગિબયાહના ઉરીએલની પુત્રી હતી. અબિયા અને યરોબઆમ વચ્ચે યુદ્ધ ફાટી નીકવ્યું.

3 And Abijah joined battle with an army of valiant men of war, even four hundred thousand chosen men: and Jeroboam set the battle in array against him with eight hundred thousand chosen men, who were mighty men of valor.અબિયા 4,00,000 ચુનંદા શૂરવીર યોદ્ધાઓની સાથે આવ્યો અને યરોબઆમ 8,00,000 ચુનંદા શૂરવીર લડવૈયાઓને લઇને સામે આવ્યો.

4 And Abijah stood up upon mount Zemaraim, which is in the hill-country of Ephraim, and said, Hear me, O Jeroboam and all Israel:જ્યારે ઇસ્રાએલનું સૈન્ય એફ્રાઇમના પર્વતીય પ્રદેશમાં આવેલા સમારાઇમ આવી પહોંચ્યું, ત્યારે રાજા અબિયાએ રાજા યરોબઆમ અને ઇસ્રાએલના સૈન્યને મોટા સાદે કહ્યું,

5 Ought ye not to know that Jehovah, the God of Israel, gave the kingdom over Israel to David for ever, even to him and to his sons by a covenant of salt?“સાંભળો! યરોબઆમ અને સર્વ ઇસ્રાએલીઓ, શું તમે નથી જાણતા કે ઇસ્રાએલના યહોવા દેવે વચન આપ્યું છે કે, દાઉદના સંતાનો જ ઇસ્રાએલ ઉપર સદાકાળ રાજ કરશે?

6 Yet Jeroboam the son of Nebat, the servant of Solomon the son of David, rose up, and rebelled against his lord.તેમ છતાં દાઉદના પુત્ર સુલેમાનના નોકર નબાટના પુત્ર યરોબઆમે પોતાના માલિક સામે બળવો કર્યો છે,

7 And there were gathered unto him worthless men, base fellows, that strengthened themselves against Rehoboam the son of Solomon, when Rehoboam was young and tender-hearted, and could not withstand them.અને કેટલાક નકામા અને અનિષ્ટ માણસો તેની સાથે મળી ગયા છે. અને સુલેમાનનો પુત્ર રહોબઆમ નાદાન અને મૂર્ખ હતો, અને તેમનો સામનો ન કરી શકે એવો હતો. તેઓ રહોબઆમ કરતા શકિતશાળી હતા.

8 And now ye think to withstand the kingdom of Jehovah in the hand of the sons of David; and ye are a great multitude, and there are with you the golden calves which Jeroboam made you for gods.“અને હવે તમે દાઉદના વંશજોના રાજ્યને હરાવવાની વાત કરો છો, જેને યહોવાએ શાસન કરવાની શકિત આપી હતી. અને તમે વિશાળ સમૂહ છો અને યરોબઆમે બનાવડાવેલી સોનાના વાછરડાની મૂર્તિઓને તમારા દેવ તરીકે સાથે લઇને તમે આવ્યા છો!

9 Have ye not driven out the priests of Jehovah, the sons of Aaron, and the Levites, and made you priests after the manner of the peoples of `other' lands? so that whosoever cometh to consecrate himself with a young bullock and seven rams, the same may be a priest of `them that are' no gods.તમે હારુનના વંશજોને - યહોવાના યાજકોને અને લેવીઓને હાંકી કાઢયા છે અને વિદેશી લોકોની જેમ તમે મનગમતા યાજકો નીમ્યા છે! જે કોઇ એક વાછરડો અને સાત ઘેટાં લઇને યાજક બનવા આવે તેને તમે જેઓ દેવ નથી તેમની સેવા કરવા માટે યાજક બનાવી દો છો.

10 But as for us, Jehovah is our God, and we have not forsaken him; and `we have' priests ministering unto Jehovah, the sons of Aaron, and the Levites in their work:“પરંતુ અમારા માટે તો યહોવા જ અમારા દેવ છે; અને અમે તેમને તજી દીધા નથી. ફકત હારુનના વંશજો અમારા યાજકો છે અને માત્ર લેવીઓ જ યાજકોને તેઓના કામમાં મદદ કરે છે.

11 and they burn unto Jehovah every morning and every evening burnt-offerings and sweet incense: the showbread also `set they' in order upon the pure table; and the candlestick of gold with the lamps thereof, to burn every evening: for we keep the charge of Jehovah our God; but ye have forsaken him.તેઓ રોજ સવારે તથા સાંજે દહનાર્પણો અને સુવાસિત ધૂપનું દહન કરે છે અને પવિત્ર મેજ ઉપર પ્રદશિર્ત કરવા માટેની રોટલી મૂકે છે. દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષ પર દીવાઓ પ્રગટાવે છે. કારણકે યહોવા અમારા દેવની આજ્ઞાઓને અનુસરવા અમે કાળજી રાખીએ છીએ; પણ તમે તો તેમને તજી દીધા છે.

12 And, behold, God is with us at our head, and his priests with the trumpets of alarm to sound an alarm against you. O children of Israel, fight ye not against Jehovah, the God of your fathers; for ye shall not prosper.જુઓ, અમારા દેવ અમારી આગળ અને અમારી સાથે છે, અને તેના યાજકો રણશિંગા લઇને તમારી સામે યુદ્ધનાદ કરે છે, “હે ઇસ્રાએલ પુત્રો, તમારા પિતૃઓના યહોવા દેવની સામે ન લડો; તેમાં તમે જીતી શકશો નહિ.”

13 But Jeroboam caused an ambushment to come about behind them: so they were before Judah, and the ambushment was behind them.પણ યરોબઆમે પોતાના લશ્કરની એક ટૂકડીને યહૂદાવાસીઓની પાછળ જઇ છુપાઇ રહેવા મોકલી આપી, એટલે મુખ્ય લશ્કર યહૂદાવાસીઓની સામે રહ્યું અને છુપાયેલા માણસો તેમની પાછળ રહ્યા.

14 And when Judah looked back, behold, the battle was before and behind them; and they cried unto Jehovah, and the priests sounded with the trumpets.યહૂદાએ પાછળ જોયું; તો જુઓ, પોતાની આગળ તથા પાછળ યુદ્ધની તૈયારી કરી રાખી હતી; ત્યારે તેઓએ યહોવાને આજીજી કરી, ને યાજકોએ રણશિંગડા વગાડ્યાં.

15 Then the men of Judah gave a shout: and as the men of Judah shouted, it came to pass, that God smote Jeroboam and all Israel before Abijah and Judah.યહૂદિયાના સૈનિકોએ મોટા સાદે પોકાર કર્યો. જ્યારે તેઓએ પોકાર કર્યો, ત્યારે દેવે અબિયા રાજા અને યહૂદિયા સૈન્યનો એવો ઉપયોગ કર્યો કે યરોબઆમ રાજા અને ઇસ્રાએલનું સૈન્ય હારવા લાગ્યું.

16 And the children of Israel fled before Judah; and God delivered them into their hand.તેથી ઇસ્રાએલીઓ યહૂદાવાસીઓથી ભાગવા લાગ્યા, પણ દેવે તેમને યહૂદાવાસીઓના હાથમાં સોંપી દીધા.

17 And Abijah and his people slew them with a great slaughter: so there fell down slain of Israel five hundred thousand chosen men.અબિયાએ અને તેની સેનાએ તેમનો સખત પરાજય કર્યો, ઇસ્રાએલના શ્રેષ્ઠ યોદ્ધાઓમાંથી 5,00,000 સૈનિકો માર્યા ગયા.

18 Thus the children of Israel were brought under at that time, and the children of Judah prevailed, because they relied upon Jehovah, the God of their fathers.આમ, તે સમયે ઇસ્રાએલીઓ હારી ગયા, ને યહૂદાના સૈન્યનો વિજય થયો, કારણકે તેઓએ પોતાના પિતૃઓના દેવ યહોવા પર ભરોસો રાખ્યો હતો,

19 And Abijah pursued after Jeroboam, and took cities from him, Beth-el with the towns thereof, and Jeshanah with the towns thereof, and Ephron with the towns thereof.અબિયાએ યરોબઆમનો પીછો પકડી, તેના કબજામાંથી આસપાસના કસબા સહિત બેથેલ, યશાનાહ, અને એક્રોન નગરો લઇ લીધો.

20 Neither did Jeroboam recover strength again in the days of Abijah: and Jehovah smote him, and he died.0અબિયા જીવતો હતો ત્યાં સુધી યરોબઆમ ફરી શકિતશાળી બની શક્યો નહિ અને આખરે યહોવાએ તેને સજા કરી અને તે મરી ગયો.

21 But Abijah waxed mighty, and took unto himself fourteen wives, and begat twenty and two sons, and sixteen daughters.પરંતુ અબિયાનું બળ વધતું ગયું; તે 14સ્રીઓ સાથે પરણ્યો, તેને

22 And the rest of the acts of Abijah, and his ways, and his sayings, are written in the commentary of the prophet Iddo.પુત્રો તથા 16 પુત્રીઓ થયાં.અબિયાનો બાકીનો ઇતિહાસ, તેનાં કાર્યો તેનાં આચરણ અને તેનાં વચનો ઇદ્દો પ્રબોધકના ટીકાગ્રંથમાઁ નોંધેલા છે.

Gujarati Bible