Bible

Genesis 8 - BBE (Gujarati)

1 And God kept Noah in mind, and all the living things and the cattle which were with him in the ark: and God sent a wind over the earth, and the waters went down.પરંતુ દેવ નૂહને ભૂલ્યા નહિ. દેવે નૂહ અને વહાણમાં તેની સાથે રહેનારાં બધાં જ પશુઓ અને પ્રાણીઓને યાદ રાખ્યા. દેવે પૃથ્વી પર પવન વહેતો કર્યો અને પાણી ઊતરી ગયાં.

2 And the fountains of the deep and the windows of heaven were shut, and the rain from heaven was stopped.આકાશમાંથી વરસતો વરસાદ બંધ થઈ ગયો. અને જમીનમાંથી નીચેથી વહેતાં પાણી પણ બંધ થઈ ગયાં.

3 And the waters went slowly back from the earth, and at the end of a hundred and fifty days the waters were lower.પૃથ્વીને ડૂબાડનારાં પાણી પણ બરાબર પાછા હઠવાં લાગ્યાં. 150 દિવસ પછી પાણી ઓસરી ગયાં અને વહાણ પાછું જમીન પર આવી ગયું.

4 And on the seventeenth day of the seventh month the ark came to rest on the mountains of Ararat.સાતમાં મહિનાના સત્તરમેં દિવસે વહાણ અરારાટના પર્વતો પર સ્થિર થઈ ગયું.

5 And still the waters went on falling, till on the first day of the tenth month the tops of the mountains were seen.દશમાં મહિના સુધી પાણી ઓસરતાં ગયાં અને દશમાં મહિનાના પહેલા દિવસે પર્વતોનાં શિખરો દેખાવા લાગ્યાં.

6 Then, after forty days, through the open window of the ark which he had made,વહાણમાં બનાવેલી બારીઓ નૂહે 40 દિવસ પછી ઉઘાડી.

7 Noah sent out a raven, which went this way and that till the waters were gone from the earth.અને નૂહે એક કાગડાને બહાર ઉડાડી મૂકયો. તે કાગડો જમીન પૂરી ન સુકાઈ ત્યાં સુધી આવજા કરતો રહ્યો.

8 And he sent out a dove, to see if the waters had gone from the face of the earth;ત્યારપછી નૂહે પૃથ્વી પરથી પાણી ઉતરી ગયાં છે કે, કેમ તે જોવા માંટે એક કબૂતરને મોકલ્યું.

9 But the dove saw no resting-place for her foot, and came back to the ark, for the waters were still over all the earth; and he put out his hand, and took her into the ark.કબૂતરને કયાંય આરામ કરવાની જગ્યા મળી નહિ કારણકે પૃથ્વી પર હજુ પાણી પથરાયેલું હતું. તેથી તે નૂહની પાસે વહાણમાં ઉડીને પાછું ફર્યું. નૂહે હાથ લંબાવ્યો તેને પકડયું અને વહાણમાં પાછું લાવ્યો.

10 And after waiting another seven days, he sent the dove out again;તેણે બીજા સાત દિવસ પછી ફરીથી પેલા કબૂતરને વહાણની બહાર મોકલ્યું.

11 And the dove came back at evening, and in her mouth was an olive-leaf broken off: so Noah was certain that the waters had gone down on the earth.તે દિવસે બપોરે તે કબૂતર તેની પાસે પાછું આવ્યું, ત્યારે તેની ચાંચમાં જૈતૂનનું તાજુ પાંદડું હતું. એટલે નૂહ સમજી ગયો કે, પાણી પૃથ્વી પરથી ઓસરી ગયાં છે.

12 And after seven days more, he sent the dove out again, but she did not come back to him.નૂહે સાત દિવસ પછી ફરીવાર કબૂતરને બહાર મોકલ્યું, પણ તે પાછું આવ્યું નહિ.

13 And in the six hundred and first year, on the first day of the first month, the waters were dry on the earth: and Noah took the cover off the ark and saw that the face of the earth was dry.તે પછી નૂહે વહાણના દરવાજા ઉઘાડયા. ને જોયું કે, ધરતી કોરી હતી. નૂહના આયુષ્યના 601 વર્ષમાં પહેલા મહિનાની પહેલી તારીખે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયાં.

14 And on the twenty-seventh day of the second month the earth was dry.બીજા મહિનાની 27 મી તારીખે પૃથ્વી કોરી થઈ ગઈ.

15 And God said to Noah,ત્યારે દેવે નૂહને કહ્યું:

16 Go out of the ark, you and your wife and your sons and your sons' wives.“હવે, વહાણને છોડો. તું, તારી પત્ની, તારા છોકરાઓ અને તારા છોકરાઓની પત્નીઓ સાથે વહાણમાંથી બહાર નીકળો.

17 Take out with you every living thing which is with you, birds and cattle and everything which goes on the earth, so that they may have offspring and be fertile and be increased on the earth.તારી સાથે જે બધી જાતના જીવો, પંખીઓ અને પશુઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પ્રાણીઓ છે તે બધાંને પણ તારી સાથે બહાર લઈ આવ. જેથી તેઓ તેમનો વંશ વધારે અને પૃથ્વી પર વૃદ્વિ પામે.”

18 And Noah went out with his sons and his wife and his sons' wives;તેથી નૂહ, પોતાના પુત્રો, પત્ની, પુત્રવધૂઓ વગેરેની સાથે બહાર આવ્યો.

19 And every beast and bird and every living thing of every sort which goes on the earth, went out of the ark.બધાં જ પ્રાણીઓ, બધાં જ પેટે ચાલનારા જીવો અને બધાં જ પક્ષીઓ વહાણ છોડી બહાર આવ્યાં. બધાં જ પ્રાણીઓ નર અને માંદાનાં જોડાંમાંજ બહાર આવ્યાં.

20 And Noah made an altar to the Lord, and from every clean beast and bird he made burned offerings on the altar.પછી નૂહે યહોવા માંટે એક વેદી બાંધી. તેણે કેટલાંક શુદ્ધ પક્ષીઓ અને કેટલાંક શુદ્ધ પ્રાણીઓમાંથી અમુક અમુક લઈને વેદી પર આહુતિ આપી.

21 And when the sweet smell came up to the Lord, he said in his heart, I will not again put a curse on the earth because of man, for the thoughts of man's heart are evil from his earliest days; never again will I send destruction on all living things as I have done.યહોવા બલિની સુવાસથી પ્રસન્ન થયા તે મનોમન બોલી ઊઠયા કે, “મનુષ્ય નાનપણથી જ દુષ્ટ હોય છે, તેથી હું કદી મનુષ્યને કારણે ધરતીને શ્રાપ આપીશ નહિ, અને હું કદી પણ બધા જીવોનો અત્યારે કર્યો તેવો નાશ કરીશ નહિ.

22 While the earth goes on, seed time and the getting in of the grain, cold and heat, summer and winter, day and night, will not come to an end.જયાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી અને લણણી, ઠંડી અને ગરમી, ઉનાળો અને શિયાળો અને દિવસ અને રાત ચાલુ જ રહેશે.”

Gujarati Bible