Bible

Genesis 47 - WEB (Gujarati)

1 Then Joseph went in and told Pharaoh, and said, "My father and my brothers, with their flocks, their herds, and all that they own, have come out of the land of Canaan; and, behold, they are in the land of Goshen."પછી યૂસફે ફારુન પાસે જઇને કહ્યું, “માંરા પિતા, માંરા ભાઈઓ અને તેમનાં બધાં જ કુટુંબો પોતાનાં ઢોરઢાંખર, ઘેટાં-બકરાં તથા ઘરવખરી લઈને કનાનથી આવી ગયા છે; અને હાલમાં તેઓ ગોશેન પ્રાંતમાં છે.”

2 From among his brothers he took five men, and presented them to Pharaoh.અને તેણે તેના ભાઈઓમાંથી પાંચને લઈ તેમને એણે ફારુન સમક્ષ રજૂ કર્યા.

3 Pharaoh said to his brothers, "What is your occupation?" They said to Pharaoh, "Your servants are shepherds, both we, and our fathers."પછી ફારુને તેના ભાઈઓને પ્રશ્ર્ન કર્યો, “તમે શો વ્યવસાય કરો છો?”એટલે તેમણે કહ્યું, “આપના સેવકો એટલે અમે અને અમાંરા પિતૃઓ ભરવાડ છીએ.

4 They said to Pharaoh, "We have come to live as foreigners in the land, for there is no pasture for your servants' flocks. For the famine is severe in the land of Canaan. Now therefore, please let your servants dwell in the land of Goshen."કનાન દેશમાં ભયંકર દુકાળ પડયો છે એટલે અમાંરા ઘેટાંબકરાં માંટે ત્યાં બિલકુલ ચારો નથી. જેથી અમાંરે આ દેશમાં રહેવા આવવું પડયું છે; માંટે આપના સેવકોની નમ્ર અરજ છે કે, આપ અમને ગોશેન પ્રાંતમાં વસવાટ કરવા દો.”

5 Pharaoh spoke to Joseph, saying, "Your father and your brothers have come to you.અને ફારુને યૂસફને કહ્યું, “તારા પિતા અને તારા ભાઈઓ તારી પાસે આવ્યા છે;

6 The land of Egypt is before you. Make your father and your brothers dwell in the best of the land. Let them dwell in the land of Goshen. If you know any able men among them, then put them in charge of my cattle."મિસર દેશ તો તારી આગળ છે જ; તેથી દેશમાં ઉત્તમ સ્થળે તારા પિતાને તથા તારા ભાઇઓને રહેવા દે; તેઓ ભલે ગોશેન પ્રાંતમાં વસતા. અને જો એમનામાં કોઈ સમજુ માંણસો તારી નજરમાં હોય તો તેમને માંરાં ઢોર ચરાવવા માંટેના કામનો હવાલો તેમને સોંપી દો.”

7 Joseph brought in Jacob, his father, and set him before Pharaoh, and Jacob blessed Pharaoh.અને પછી યૂસફે તેના પિતા યાકૂબને લાવીને ફારુન સમક્ષ રજૂ કર્યા, અને યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યા.

8 Pharaoh said to Jacob, "How many are the days of the years of your life?"ફારુને યાકૂબને પૂછયું, “તમાંરી ઉંમર કેટલી?”

9 Jacob said to Pharaoh, "The days of the years of my pilgrimage are one hundred thirty years. Few and evil have been the days of the years of my life, and they have not attained to the days of the years of the life of my fathers in the days of their pilgrimage."યાકૂબે કહ્યું, “હું એકસો ત્રીસ વર્ષ જીવ્યો છું. માંરી જીંદગી ટૂંકી અને મુશ્કેલીઓથી ભરપૂર હતી, માંરા પિતા અને માંરા પિતૃઓ માંરા કરતા ઘણા વૃધ્ધ હતા ત્યાં સુધી જીવ્યા.”

10 Jacob blessed Pharaoh, and went out from the presence of Pharaoh.પછી ફારુનને આશીર્વાદ આપ્યા બાદ યાકૂબ તેમની પાસેથી ચાલ્યો ગયો.

11 Joseph placed his father and his brothers, and gave them a possession in the land of Egypt, in the best of the land, in the land of Rameses, as Pharaoh had commanded.પછી યૂસફે મિસર દેશની સૌથી સારી જગ્યામાં, એટલે રામસેસમાં, ફારુનની આજ્ઞા પ્રમાંણે તેના પિતાને તથા તેના ભાઈઓને

12 Joseph nourished his father, his brothers, and all of his father's household, with bread, according to their families.તથા તેના પિતાના ઘરનાં સર્વને તેમનાં છોકરાં પ્રમાંણે અનાજ પૂરું પાડ્યું.

13 There was no bread in all the land; for the famine was very severe, so that the land of Egypt and the land of Canaan fainted by reason of the famine.આખા દેશમાં આકરો દુકાળ હોવાથી કયાંય અનાજ મળતું ન હતું. મિસર તથા કનાન દેશ હેરાન-પરેશાન થઈ ગયા હતા.

14 Joseph gathered up all the money that was found in the land of Egypt, and in the land of Canaan, for the grain which they bought: and Joseph brought the money into Pharaoh's house.મિસર અને કનાન દેશમાં જે કાંઈ ધન હતું તે બધું લોકો જે અનાજ ખરીદતા હતા તેના બદલામાં લઈને યૂસફે એકઠું કર્યુ હતું તે બધુ જ ધન તેણે ફારુનના મહેલમાં પહોંચાડી દીધું.

15 When the money was all spent in the land of Egypt, and in the land of Canaan, all the Egyptians came to Joseph, and said, "Give us bread, for why should we die in your presence? For our money fails."પછી મિસર અને કનાન દેશમાં નાણું ખૂટયું. બધા મિસરવાસીઓ યૂસફ પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “અમને અનાજ આપો. આપની રૂબરૂમાં અમાંરે શા માંટે મરી જવું? હવે અમાંરી પાસે નાણું તો રહ્યું નથી.”

16 Joseph said, "Give your cattle; and I will give you food for your cattle, if money fails."એટલે યૂસફે કહ્યું, “જો નાણું ખૂટી ગયું હોય તો તમાંરાં ઢોર આપો; ઢોરોનાં બદલામાં હું તમને અનાજ આપીશ.”

17 They brought their cattle to Joseph, and Joseph gave them bread in exchange for the horses, and for the flocks, and for the herds, and for the donkeys: and he fed them with bread in exchange for all their cattle for that year.તેથી તેઓ પોતાનાં ઢોર લઈને યૂસફ પાસે આવ્યા; અને યૂસફે ઘોડા, ઘેટાં-બકરાં, ર્ઢાર તથા ગધેડાંના બદલામાં તેમને અનાજ આપ્યું. આમ, તેઓનાં બધાં ઢોરઢાંખરના બદલામાં તે વષેર્ અનાજ પૂરું પાડીને તેઓનું ગુજરાન ચલાવ્યું.

18 When that year was ended, they came to him the second year, and said to him, "We will not hide from my lord how our money is all spent, and the herds of cattle are my lord's. There is nothing left in the sight of my lord, but our bodies, and our lands.તે વર્ષ પૂર્ણ થયા બાદ બીજે વષેર્ તેઓએ આવીને તેને કહ્યું, “માંલિકથી એ વાત છાની રાખી શકાય તેમ નથી કે, નાણું ખૂટી ગયું છે. અને અમાંરાં ઢોર પણ માંલિકના કબજામાં ચાલ્યાં ગયાં છે; હવે તો અમાંરી પાસે માંત્ર અમાંરી જાત તથા જમીન સિવાય કાંઈ જ બાકી રહ્યું નથી;

19 Why should we die before your eyes, both we and our land? Buy us and our land for bread, and we and our land will be servants to Pharaoh. Give us seed, that we may live, and not die, and that the land won't be desolate."તમાંરી નજર સમક્ષ અમો ચોક્કસ મરી જશું? પણ જો તમે અમને ખાવાનું આપશો તો અમે અમાંરી જમીનો ફારુનને આપી એના ગુલામો બની જશું, માંટે અમને બીજ આપો જેથી અમે મરતા બચી જઈએ અને જીવવા પામીએ, ને જમીન પડતર બની રહે નહિ.”

20 So Joseph bought all the land of Egypt for Pharaoh, for the Egyptians sold every man his field, because the famine was severe on them, and the land became Pharaoh's.અને યૂસફે મિસરવાસીઓની બધી જ જમીન ફારુન માંટે ખરીદી લીધી કારણ કે દુકાળ એટલો બધો કારમો હતો કે, બધાએ પોતાનાં ખેતરો વેંચી દીધાં.

21 As for the people, he moved them to the cities from one end of the border of Egypt even to the other end of it.આમ દેશની જમીન ફારુનની માંલિકીમાં આવી ગઈ અને તેણે દેશના એક સીમાંડાથી બીજા છેડા સુધીના લોકોને શહેરોમાં મોકલ્યા અને તેમને ફારુનના ગુલામ બનાવી દીધા.

22 Only he didn't buy the land of the priests, for the priests had a portion from Pharaoh, and ate their portion which Pharaoh gave them. That is why they didn't sell their land.ફકત યાજકોની જમીન તેણે ખરીદી નહિ; કારણ કે તેઓને ફારુન તરફથી નિયત ભથ્થું મળતું તેના આધારે તેઓ જીવતા, જેથી જમીન વેચવી પડી નહિ

23 Then Joseph said to the people, "Behold, I have bought you and your land today for Pharaoh. Behold, here is seed for you, and you shall sow the land.પછી યૂસફે લોકોને જણાવ્યું, “જુઓ, આજે મેં ફારુન વતી તમને અને તમાંરી જમીનને વેચાતાં લીધાં છે. લો, આ રહ્યાં બી. તમે જમીનમાં વાવો.

24 It will happen at the harvests, that you shall give a fifth to Pharaoh, and four parts will be your own, for seed of the field, for your food, for them of your households, and for food for your little ones."અને પાક ઊતરવાનો સમય આવે ત્યારે પાકનો પાંચમો ભાગ તમાંરે ફારુનને આપવો, અને ચાર ભાગ તમાંરી પાસ બિયારણ તરીકે અને તમાંરા, પરિવારના અને સંતાનોનાં માંટે ખોરાક તરીકે વાપરવો.”

25 They said, "You have saved our lives! Let us find favor in the sight of my lord, and we will be Pharaoh's servants."તેઓ બોલ્યા, “તમે અમાંરા જીવ બચાવ્યા છે; અમાંરા પર અમાંરા માંલિકની કૃપાદૃષ્ટિ થાઓ. અને અમે ફારુનના દાસ થઈશું.”

26 Joseph made it a statute concerning the land of Egypt to this day, that Pharaoh should have the fifth. Only the land of the priests alone didn't become Pharaoh's.પછી યૂસફે મિસર દેશમાં એવો કાયદો કર્યો કે, તમાંમ જમીનનો પાંચમો ભાગ ફારુનને મળે. એ કાયદો હજી આજે પણ ચાલે છે; માંત્ર યાજકોની જમીન ફારુનનાં કબજામાં આવી નહિ.

27 Israel lived in the land of Egypt, in the land of Goshen; and they got themselves possessions therein, and were fruitful, and multiplied exceedingly.પછી ઇસ્રાએલના પુત્રો મિસર દેશના ગોશેન પ્રાંતમાં આવીને રહ્યાં; અને ત્યાં તેમને માંલમિલકત પ્રાપ્ત થઇ. તેમનો વંશવેલો વધ્યો. અને તેમની સંખ્યા પણ ધણી વધી ગઇ.

28 Jacob lived in the land of Egypt seventeen years. So the days of Jacob, the years of his life, were one hundred forty-seven years.યાકૂબ મિસર દેશમાં 17 વર્ષ રહ્યો એટલે તેની ઉંમર 147 વર્ષની થઈ.

29 The time drew near that Israel must die, and he called his son Joseph, and said to him, "If now I have found favor in your sight, please put your hand under my thigh, and deal kindly and truly with me. Please don't bury me in Egypt,પછી ઇસ્રાએલનો અંતકાળ નજીક આવ્યો ત્યારે તેણે પોતાના પુત્ર યૂસફને બોલાવીને કહ્યું, “માંરા પર તારી કૃપાદૃષ્ટિ હોય તો તારો હાથ માંરી જાંધ નીચે મૂક અને માંરી સાથે ખરા મનથી વર્તવાનું મને વચન આપ.

30 but when I sleep with my fathers, you shall carry me out of Egypt, and bury me in their burying place." He said, "I will do as you have said."મને મિસરમાં દફનાવીશ નહિ, પણ જયારે હું માંરા પિતૃઓ પાસે ઊંઘી જાઉ, ત્યારે તું મને મિસરમાંથી લઈ જજે અને માંરા બાપદાદાઓના કબરસ્તાનમાં દફનાવજે.”પછી યૂસફે કહ્યું, “બધું જ હું તમાંરા કહ્યાં પ્રમાંણે કરીશ.”

31 He said, "Swear to me," and he swore to him. Israel bowed himself on the bed's head.અને યાકૂબે કહ્યું, “માંરી આગળ સમ ખા;” એટલે તેણે તેની આગળ સમ ખાધા. પછી ઇસ્રાએલ ઓશીકા તરફ પથારીમાં ઢળી પડ્યો.

Gujarati Bible