Bible

Genesis 47 - BBE (Gujarati)

1 Then Joseph went to Pharaoh, and said, My father and my brothers with their flocks and their herds and all they have, are come from Canaan, and are now in the land of Goshen.પછી યૂસફે ફારુન પાસે જઇને કહ્યું, “માંરા પિતા, માંરા ભાઈઓ અને તેમનાં બધાં જ કુટુંબો પોતાનાં ઢોરઢાંખર, ઘેટાં-બકરાં તથા ઘરવખરી લઈને કનાનથી આવી ગયા છે; અને હાલમાં તેઓ ગોશેન પ્રાંતમાં છે.”

2 And he took five of his brothers to Pharaoh.અને તેણે તેના ભાઈઓમાંથી પાંચને લઈ તેમને એણે ફારુન સમક્ષ રજૂ કર્યા.

3 And Pharaoh said to them, What is your business? And they said, Your servants are keepers of sheep, as our fathers were before us.પછી ફારુને તેના ભાઈઓને પ્રશ્ર્ન કર્યો, “તમે શો વ્યવસાય કરો છો?”એટલે તેમણે કહ્યું, “આપના સેવકો એટલે અમે અને અમાંરા પિતૃઓ ભરવાડ છીએ.

4 And they said to Pharaoh, We have come to make a living in this land, because we have no grass for our flocks in the land of Canaan; so now let your servants make a place for themselves in the land of Goshen.કનાન દેશમાં ભયંકર દુકાળ પડયો છે એટલે અમાંરા ઘેટાંબકરાં માંટે ત્યાં બિલકુલ ચારો નથી. જેથી અમાંરે આ દેશમાં રહેવા આવવું પડયું છે; માંટે આપના સેવકોની નમ્ર અરજ છે કે, આપ અમને ગોશેન પ્રાંતમાં વસવાટ કરવા દો.”

5 And Pharaoh said to Joseph, Let them have the land of Goshen; and if there are any able men among them, put them over my cattle.અને ફારુને યૂસફને કહ્યું, “તારા પિતા અને તારા ભાઈઓ તારી પાસે આવ્યા છે;

6 And Jacob and his sons came to Joseph in Egypt, and when word of it came to the ears of Pharaoh, king of Egypt, he said to Joseph, Your father and brothers have come to you; all the land of Egypt is before you; let your father and your brothers have the best of the land for their resting-place.મિસર દેશ તો તારી આગળ છે જ; તેથી દેશમાં ઉત્તમ સ્થળે તારા પિતાને તથા તારા ભાઇઓને રહેવા દે; તેઓ ભલે ગોશેન પ્રાંતમાં વસતા. અને જો એમનામાં કોઈ સમજુ માંણસો તારી નજરમાં હોય તો તેમને માંરાં ઢોર ચરાવવા માંટેના કામનો હવાલો તેમને સોંપી દો.”

7 Then Joseph made his father Jacob come before Pharaoh, and Jacob gave him his blessing.અને પછી યૂસફે તેના પિતા યાકૂબને લાવીને ફારુન સમક્ષ રજૂ કર્યા, અને યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યા.

8 And Pharaoh said to him, How old are you?ફારુને યાકૂબને પૂછયું, “તમાંરી ઉંમર કેટલી?”

9 And Jacob said, The years of my wanderings have been a hundred and thirty; small in number and full of sorrow have been the years of my life, and less than the years of the wanderings of my fathers.યાકૂબે કહ્યું, “હું એકસો ત્રીસ વર્ષ જીવ્યો છું. માંરી જીંદગી ટૂંકી અને મુશ્કેલીઓથી ભરપૂર હતી, માંરા પિતા અને માંરા પિતૃઓ માંરા કરતા ઘણા વૃધ્ધ હતા ત્યાં સુધી જીવ્યા.”

10 And Jacob gave Pharaoh his blessing, and went out from before him.પછી ફારુનને આશીર્વાદ આપ્યા બાદ યાકૂબ તેમની પાસેથી ચાલ્યો ગયો.

11 And Joseph made a place for his father and his brothers, and gave them a heritage in the land of Egypt, in the best of the land, the land of Rameses, as Pharaoh had given orders.પછી યૂસફે મિસર દેશની સૌથી સારી જગ્યામાં, એટલે રામસેસમાં, ફારુનની આજ્ઞા પ્રમાંણે તેના પિતાને તથા તેના ભાઈઓને

12 And Joseph took care of his father and his brothers and all his father's people, giving them food for the needs of their families.તથા તેના પિતાના ઘરનાં સર્વને તેમનાં છોકરાં પ્રમાંણે અનાજ પૂરું પાડ્યું.

13 Now there was no food to be had in all the land, so that all Egypt and Canaan were wasted from need of food.આખા દેશમાં આકરો દુકાળ હોવાથી કયાંય અનાજ મળતું ન હતું. મિસર તથા કનાન દેશ હેરાન-પરેશાન થઈ ગયા હતા.

14 And all the money in Egypt and in the land of Canaan which had been given for grain, came into the hands of Joseph: and he put it in Pharaoh's house.મિસર અને કનાન દેશમાં જે કાંઈ ધન હતું તે બધું લોકો જે અનાજ ખરીદતા હતા તેના બદલામાં લઈને યૂસફે એકઠું કર્યુ હતું તે બધુ જ ધન તેણે ફારુનના મહેલમાં પહોંચાડી દીધું.

15 And when all the money in Egypt and Canaan was gone, the Egyptians came to Joseph, and said, Give us bread; would you have us come to destruction before your eyes? for we have no more money.પછી મિસર અને કનાન દેશમાં નાણું ખૂટયું. બધા મિસરવાસીઓ યૂસફ પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “અમને અનાજ આપો. આપની રૂબરૂમાં અમાંરે શા માંટે મરી જવું? હવે અમાંરી પાસે નાણું તો રહ્યું નથી.”

16 And Joseph said, Give me your cattle; I will give you grain in exchange for your cattle if your money is all gone.એટલે યૂસફે કહ્યું, “જો નાણું ખૂટી ગયું હોય તો તમાંરાં ઢોર આપો; ઢોરોનાં બદલામાં હું તમને અનાજ આપીશ.”

17 So they took their cattle to Joseph and he gave them bread in exchange for their horses and flocks and herds and asses, so all that year he gave them food in exchange for their cattle.તેથી તેઓ પોતાનાં ઢોર લઈને યૂસફ પાસે આવ્યા; અને યૂસફે ઘોડા, ઘેટાં-બકરાં, ર્ઢાર તથા ગધેડાંના બદલામાં તેમને અનાજ આપ્યું. આમ, તેઓનાં બધાં ઢોરઢાંખરના બદલામાં તે વષેર્ અનાજ પૂરું પાડીને તેઓનું ગુજરાન ચલાવ્યું.

18 And when that year was ended, they came to him in the second year, and said, We may not keep it from our lord's knowledge that all our money is gone, and all the herds of cattle are my lord's; there is nothing more to give my lord but our bodies and our land;તે વર્ષ પૂર્ણ થયા બાદ બીજે વષેર્ તેઓએ આવીને તેને કહ્યું, “માંલિકથી એ વાત છાની રાખી શકાય તેમ નથી કે, નાણું ખૂટી ગયું છે. અને અમાંરાં ઢોર પણ માંલિકના કબજામાં ચાલ્યાં ગયાં છે; હવે તો અમાંરી પાસે માંત્ર અમાંરી જાત તથા જમીન સિવાય કાંઈ જ બાકી રહ્યું નથી;

19 Are we to come to destruction before your eyes, we and our land? take us and our land and give us bread; and we and our land will be servants to Pharaoh; and give us seed so that we may have life and the land may not become waste.તમાંરી નજર સમક્ષ અમો ચોક્કસ મરી જશું? પણ જો તમે અમને ખાવાનું આપશો તો અમે અમાંરી જમીનો ફારુનને આપી એના ગુલામો બની જશું, માંટે અમને બીજ આપો જેથી અમે મરતા બચી જઈએ અને જીવવા પામીએ, ને જમીન પડતર બની રહે નહિ.”

20 So Joseph got all the land in Egypt for Pharaoh; for every Egyptian gave up his land in exchange for food, because of their great need; so all the land became Pharaoh's.અને યૂસફે મિસરવાસીઓની બધી જ જમીન ફારુન માંટે ખરીદી લીધી કારણ કે દુકાળ એટલો બધો કારમો હતો કે, બધાએ પોતાનાં ખેતરો વેંચી દીધાં.

21 And as for the people, he made servants of them, town by town, from one end of Egypt to the other.આમ દેશની જમીન ફારુનની માંલિકીમાં આવી ગઈ અને તેણે દેશના એક સીમાંડાથી બીજા છેડા સુધીના લોકોને શહેરોમાં મોકલ્યા અને તેમને ફારુનના ગુલામ બનાવી દીધા.

22 Only he did not take the land of the priests, for the priests had their food given them by Pharaoh, and having what Pharaoh gave them, they had no need to give up their land.ફકત યાજકોની જમીન તેણે ખરીદી નહિ; કારણ કે તેઓને ફારુન તરફથી નિયત ભથ્થું મળતું તેના આધારે તેઓ જીવતા, જેથી જમીન વેચવી પડી નહિ

23 Then Joseph said to the people, I have made you and your land this day the property of Pharaoh; here is seed for you to put in your fields.પછી યૂસફે લોકોને જણાવ્યું, “જુઓ, આજે મેં ફારુન વતી તમને અને તમાંરી જમીનને વેચાતાં લીધાં છે. લો, આ રહ્યાં બી. તમે જમીનમાં વાવો.

24 And when the grain is cut, you are to give a fifth part to Pharaoh, and four parts will be yours for seed and food, and for your families and your little ones.અને પાક ઊતરવાનો સમય આવે ત્યારે પાકનો પાંચમો ભાગ તમાંરે ફારુનને આપવો, અને ચાર ભાગ તમાંરી પાસ બિયારણ તરીકે અને તમાંરા, પરિવારના અને સંતાનોનાં માંટે ખોરાક તરીકે વાપરવો.”

25 And they said to him, Truly you have kept us from death; may we have grace in your eyes, and we will be Pharaoh's servants.તેઓ બોલ્યા, “તમે અમાંરા જીવ બચાવ્યા છે; અમાંરા પર અમાંરા માંલિકની કૃપાદૃષ્ટિ થાઓ. અને અમે ફારુનના દાસ થઈશું.”

26 Then Joseph made a law which is in force to this day, that Pharaoh was to have the fifth part; only the land of the priests did not become his.પછી યૂસફે મિસર દેશમાં એવો કાયદો કર્યો કે, તમાંમ જમીનનો પાંચમો ભાગ ફારુનને મળે. એ કાયદો હજી આજે પણ ચાલે છે; માંત્ર યાજકોની જમીન ફારુનનાં કબજામાં આવી નહિ.

27 And so Israel was living among the Egyptians in the land of Goshen; and they got property there, and became very great in numbers and in wealth.પછી ઇસ્રાએલના પુત્રો મિસર દેશના ગોશેન પ્રાંતમાં આવીને રહ્યાં; અને ત્યાં તેમને માંલમિલકત પ્રાપ્ત થઇ. તેમનો વંશવેલો વધ્યો. અને તેમની સંખ્યા પણ ધણી વધી ગઇ.

28 And Jacob was living in the land of Goshen for seventeen years; so the years of his life were a hundred and forty-seven.યાકૂબ મિસર દેશમાં 17 વર્ષ રહ્યો એટલે તેની ઉંમર 147 વર્ષની થઈ.

29 And the time of his death came near, and he sent for his son Joseph and said to him, If now I am dear to you, put your hand under my leg and take an oath that you will not put me to rest in Egypt;પછી ઇસ્રાએલનો અંતકાળ નજીક આવ્યો ત્યારે તેણે પોતાના પુત્ર યૂસફને બોલાવીને કહ્યું, “માંરા પર તારી કૃપાદૃષ્ટિ હોય તો તારો હાથ માંરી જાંધ નીચે મૂક અને માંરી સાથે ખરા મનથી વર્તવાનું મને વચન આપ.

30 But when I go to my fathers, you are to take me out of Egypt and put me to rest in their last resting-place. And he said, I will do so.મને મિસરમાં દફનાવીશ નહિ, પણ જયારે હું માંરા પિતૃઓ પાસે ઊંઘી જાઉ, ત્યારે તું મને મિસરમાંથી લઈ જજે અને માંરા બાપદાદાઓના કબરસ્તાનમાં દફનાવજે.”પછી યૂસફે કહ્યું, “બધું જ હું તમાંરા કહ્યાં પ્રમાંણે કરીશ.”

31 And he said, Take an oath to me; and he took an oath to him: and Israel gave worship on the bed's head.અને યાકૂબે કહ્યું, “માંરી આગળ સમ ખા;” એટલે તેણે તેની આગળ સમ ખાધા. પછી ઇસ્રાએલ ઓશીકા તરફ પથારીમાં ઢળી પડ્યો.

Gujarati Bible