Bible

Genesis 46 - WEB (Gujarati)

1 Israel traveled with all that he had, and came to Beersheba, and offered sacrifices to the God of his father, Isaac.એટલા માંટે ઇસ્રાએલે પોતાની મિસરની યાત્રાનો પ્રારંભ કર્યો. પહેલાં તે બેર-શેબા પહોંચી ગયો. ત્યાં તેમણે પોતાના પિતા ઇસહાકના દેવની ઉપાસના કરીને યજ્ઞો અર્પણ કર્યા.

2 God spoke to Israel in the visions of the night, and said, "Jacob, Jacob!" He said, "Here I am."રાત્રે દેવે ઇસ્રાએલને સ્વપ્નમાં કહ્યું, “યાકૂબ, યાકૂબ.”અને ઇસ્રાએલે જવાબ આપ્યો, “હું અહીં છું.”

3 He said, "I am God, the God of your father. Don't be afraid to go down into Egypt; for there I will make of you a great nation.પછી દેવે કહ્યું, “હું દેવ છું. તમાંરા પિતાનો દેવ. મિસર જતાં જરા પણ ગભરાઈશ નહિ, કારણ કે હું ત્યાં તારાથી એક મોટી પ્રજા નિર્માંણ કરીશ;

4 I will go down with you into Egypt. I will also surely bring you up again. Joseph will close your eyes."હું તારી સાથે મિસર આવીશ; અને હું ચોક્કસ તને પાછો લાવીશ; અને યૂસફને હાથે જ તારી આંખો મીંચાશે.”

5 Jacob rose up from Beersheba, and the sons of Israel carried Jacob, their father, their little ones, and their wives, in the wagons which Pharaoh had sent to carry him.પછી યાકૂબે બેર-શેબા છોડયું અને મિસર સુધી યાત્રા કરી. તેને લેવા માંટે ફારુને જે ગાડાં મોકલ્યાં હતાં તેમાં ઇસ્રાએલના પુત્રો પોતાના પિતા યાકૂબને, પોતાના પુત્રોને અને વહુઓને લઈ ગયાં.

6 They took their cattle, and their goods, which they had gotten in the land of Canaan, and came into Egypt-- Jacob, and all his seed with him,તેઓ પોતાનાં ઢોરઢાંખર તથા માંલમિલકત જે કનાન દેશમાંથી પ્રાપ્ત કરી હતી તે લઈને યાકૂબ તથા તેમનું આખું કુટુંબ તેમની સાથે મિસર આવ્યું.

7 his sons, and his sons' sons with him, his daughters, and his sons' daughters, and he brought all his seed with him into Egypt.એટલે તેના પુત્રો તથા તેની સાથે તેના પુત્રોના પુત્રો, ને તેની પુત્રીઓ તથા તેના પુત્રોની પુત્રીઓને તથા તેનાં સર્વ સંતાનને તે પોતાની સાથે મિસરમાં લાવ્યો.

8 These are the names of the children of Israel, who came into Egypt, Jacob and his sons: Reuben, Jacob's firstborn.યાકૂબની સાથે મિસરમાં આવનારાઓનાં નામ આ છે, એટલે યાકૂબ તથા તેના પુત્રો: યાકૂબનો સૌથી મોટો પુત્ર રૂબેન

9 The sons of Reuben: Hanoch, Pallu, Hezron, and Carmi.અને રૂબેનના પુત્રો: હનોખ, પાલ્લૂ, હેસરોન અને કામીર્.

10 The sons of Simeon: Jemuel, Jamin, Ohad, Jachin, Zohar, and Shaul the son of a Canaanite woman.શિમયોનના પુત્રો: યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર અને શાઉલ, જે એક કનાની સ્ત્રીથી જન્મ્યો હતો.

11 The sons of Levi: Gershon, Kohath, and Merari.લેવીના પુત્રો: ગેશોર્ન, કહાથ તથા મરારી.

12 The sons of Judah: Er, Onan, Shelah, Perez, and Zerah; but Er and Onan died in the land of Canaan. The sons of Perez were Hezron and Hamul.અને યહૂદાના પુત્રો: એર, ઓનાન, શેલાહ, પેરેસ, અને ઝેરાહ. પરંતુ એર અને ઓનાન તો કનાનમાં જ અવસાન પામ્યા હતા. પેરેસના પુત્રો: હેસરોન અને હામૂલ.

13 The sons of Issachar: Tola, Puvah, Iob, and Shimron.ઈસ્સાખારના પુત્રો: તોલા, પુવાહ, યોબ અને શિમ્રોન.

14 The sons of Zebulun: Sered, Elon, and Jahleel.ઝબુલોનના પુત્રો: સેરેદ, એલોન અને યાહલએલ હતો.

15 These are the sons of Leah, whom she bore to Jacob in Paddan Aram, with his daughter Dinah. All the souls of his sons and his daughters were thirty-three.એ લેઆહના પુત્રો છે, જેઓ મેસોપોટામિયામાં યાકૂબથી લેઆહના પેટે જન્મેલા છે. એ ઉપરાંત તેની પુત્રી દીનાહ હતી. તેના પુત્રો અને પુત્રીઓ સર્વ મળીને 33 જણ હતાં.

16 The sons of Gad: Ziphion, Haggi, Shuni, Ezbon, Eri, Arodi, and Areli.અને ગાદના પુત્રો: સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી અને આરએલી.

17 The sons of Asher: Imnah, Ishvah, Ishvi, Beriah, and Serah their sister. The sons of Beriah: Heber and Malchiel.આશેરના પુત્રો: યિમ્નાહ, યિસ્યા, યિસ્વી, બરીઆહ અને તેમની બહેન સેરાહ, બરીઆહના પુત્રો: હેબર અને માંલ્કીએલ.

18 These are the sons of Zilpah, whom Laban gave to Leah, his daughter, and these she bore to Jacob, even sixteen souls.લાબાને પોતાની પુત્રી લેઆહને આપેલી. ઝિલ્પાહને યાકૂબથી થયેલા આ પુત્રો છે. તેઓ સર્વ મળીને કુલ સોળ હતા.

19 The sons of Rachel, Jacob's wife: Joseph and Benjamin.યાકૂબની પત્ની રાહેલના પુત્રો: યૂસફ તથા બિન્યામીન.

20 To Joseph in the land of Egypt were born Manasseh and Ephraim, whom Asenath, the daughter of Potiphera, priest of On, bore to him.અને યૂસફને મિસર દેશમાં ઓનના યાજક પોટીફેરાની પુત્રી આસનાથને પેટે મનાશ્શા અને એફ્રાઈમ અવતર્યા હતા.

21 The sons of Benjamin: Bela, Becher, Ashbel, Gera, Naaman, Ehi, Rosh, Muppim, Huppim, and Ard.બિન્યામીનના પુત્રો: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નાઅમાંન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ અને આર્દ.

22 These are the sons of Rachel, who were born to Jacob: all the souls were fourteen.તે યાકૂબથી રાહેલને પેટે જન્મેલા કુલ ચૌદ છે.

23 The son of Dan: Hushim.દાનનો પુત્ર: હુશીમ.

24 The sons of Naphtali: Jahzeel, Guni, Jezer, and Shillem.નફતાલીના પુત્રો: યાદસએેલ, ગૂની, યેસર, અને શિલ્લેમ.

25 These are the sons of Bilhah, whom Laban gave to Rachel, his daughter, and these she bore to Jacob: all the souls were seven.લાબાને પોતાની પુત્રી રાહેલને જે બિલ્હાહ આપી હતી તેના પુત્રો એ છે, ને જેઓ યાકૂબથી તેને થયા તે સર્વ મળીને કુલ સાત જણ હતા.

26 All the souls who came with Jacob into Egypt, who were his direct descendants, besides Jacob's sons' wives, all the souls were sixty-six.યાકૂબના પુત્રોની પત્નીઓ સિવાય તેનાથી જન્મેલા જે સર્વ માંણસ યાકૂબ સાથે મિસરમાં આવ્યાં તેઓ કુલ છાસઠ જણ હતાં.

27 The sons of Joseph, who were born to him in Egypt, were two souls. All the souls of the house of Jacob, who came into Egypt, were seventy.યૂસફને મિસરમાં બે પુત્રો પ્રાપ્ત થયા હતા, તેના પરિવારમાં મિસર આવનારા કુલ સિત્તેર હતાં.

28 He sent Judah before him to Joseph, to show the way before him to Goshen, and they came into the land of Goshen.યહૂદાને ઇસ્રાએલે પોતાના પહેલાં યૂસફ પાસે મોકલી આપ્યો જેથી યૂસફ તેને ગોશેનમાં મળે.

29 Joseph made ready his chariot, and went up to meet Israel, his father, in Goshen. He presented himself to him, and fell on his neck, and wept on his neck a good while.પછી તેઓ ગોશેનમાં પહોચ્યાં. ત્યારે યૂસફ રથ જોડીને તેના પિતા ઇસ્રાએલને મળવા માંટે ગોશેનમાં ગયો; અને તેને જોતાની સાથે જ તે તેને કોટે વળગી પડયો અને તેને ભેટીને ઘણા સમય સુધી રડયો.

30 Israel said to Joseph, "Now let me die, since I have seen your face, that you are still alive."ઇસ્રાએલે યૂસફને કહ્યું, “મેં તારું મુખ જોયું, તને જીવતો જોયો, હવે ભલે માંરું મરણ શાંતિથી થશે.”

31 Joseph said to his brothers, and to his father's house, "I will go up, and speak with Pharaoh, and will tell him, 'My brothers, and my father's house, who were in the land of Canaan, have come to me.પછી યૂસફે પોતાના ભાઈઓને અને પોતાના પિતાના પરિવારને કહ્યું, “હું જઈને ફારુનને જાણ કરું છું કે, ‘કનાનમાં રહેતા માંરા ભાઈઓ અને માંરા પિતાના પરિવારના માંણસો માંરી પાસે આવી પહોંચ્યા છે.

32 These men are shepherds, for they have been keepers of cattle, and they have brought their flocks, and their herds, and all that they have.'એ લોકો ભરવાડ છે, કારણ કે તેઓ પશુ પાલનનો ધંધો કરે છે. એ લોકો પોતાનાં ઘેટાંબકરાં અને ઢોરઢાંખર તથા તમાંમ ઘરવખરી લઈને આવ્યા છે.’

33 It will happen, when Pharaoh summons you, and will say, 'What is your occupation?'અને કદાચ ફારુન તમને બોલાવે અને પૂછે કે, ‘તમે શો ધંધો કરો છો?’

34 that you shall say, 'Your servants have been keepers of cattle from our youth even until now, both we, and our fathers:' that you may dwell in the land of Goshen; for every shepherd is an abomination to the Egyptians."ત્યારે તમે કહેજો કે, ‘તમાંરા સેવકોનો, એટલે અમાંરો તથા અમાંરા પિતૃઓનો ધંધો નાનપણથી આજપર્યંત ઢોર ઉછેરનો છે;’ કે, જેને કારણે તમે ગોશેન પ્રાંતમાં રહી શકશો. કારણ કે ભરવાડ માંત્રને મિસરીઓ નફરત કરે છે.”

Gujarati Bible