Bible

Genesis 45 - ASV (Gujarati)

1 Then Joseph could not refrain himself before all them that stood before him; and he cried, Cause every man to go out from me. And there stood no man with him, while Joseph made himself known unto his brethren.યૂસફ પોતાની લાગણીઓને વધુ વખત નિયંત્રિત કરી શકયો નહિ. તેની પાસે ઊભા રહેલા બધાની ઉપસ્થિતિમાં રડી પડ્યો અને બોલી ઊઠયો, “માંરી આગળથી બધાને દૂર કરો.” આથી જયારે યૂસફે પોતાના ભાઈઓ આગળ પોતાની જાતને પ્રગટ કરી ત્યારે ત્યાં બીજુ કોઇ ન હતું.

2 And he wept aloud: and the Egyptians heard, and the house of Pharaoh heard.તે એટલા મોટા સાદે રડયો કે, મિસરીઓએ તે સાંભળ્યું અને ફારુનના પરિવારને પણ તેની ખબર પડી. પછી યૂસફે પોતાના ભાઈઓને કહ્યું,

3 And Joseph said unto his brethren, I am Joseph; doth my father yet live? And his brethren could not answer him; for they were troubled at his presence.“હું યૂસફ છું. શું માંરો બાપ હજુ જીવે છે?” યૂસફની સામે જોતાં જ તેના ભાઈઓ એવા તો ડઘાઈ ગયા કે, તેઓ કોઈ જવાબ આપી શક્યા નહિ.

4 And Joseph said unto his brethren, Come near to me, I pray you. And they came near. And he said, I am Joseph your brother, whom ye sold into Egypt.પછી યૂસફે તેના ભાઈઓને કહ્યું, “માંરી નજીક આવશો.” એટલે તેઓ પાસે ગયા, અને તેણે કહ્યું, “હું તમાંરો ભાઈ યૂસફ છું. જેને તમે મિસરની મુસાફરી કરતા વેપારીઓને ગુલામ તરીકે વેચી દીધો હતો. એ તમાંરો ભાઇ હું જ છું.

5 And now be not grieved, nor angry with yourselves, that ye sold me hither: for God did send me before you to preserve life.માંટે મને અહીં વેચી દેવા માંટે તમે હવે દુ:ખી થશો નહિ, તેમજ જીવ બાળશો નહિ, કારણ આ તો માંરા માંટે દેવની યોજના હતી કે, હું અહીં આવું અને તમને બધાને હું બચાવું.

6 For these two years hath the famine been in the land: and there are yet five years, in which there shall be neither plowing nor harvest.કારણ કે છેલ્લાં બે વર્ષથી દેશમાં દુકાળ છે, અને હજુ બીજા પાંચ વર્ષ એવાં જ આવનાર છે, જેમાં કોઇ પણ પ્રકારની ખેતી કે, વાવણી કાપણી થઈ શકશે નહિ.

7 And God sent me before you to preserve you a remnant in the earth, and to save you alive by a great deliverance.તેથી દેવે તમાંરો પરિવાર બચાવવા અને તમાંરા બધાના જીવોનું રક્ષણ કરવા તમાંરી સમક્ષ મોકલ્યો છે.

8 So now it was not you that sent me hither, but God: and he hath made me a father to Pharaoh, and lord of all his house, and ruler over all the land of Egypt.એ માંટે મને અહીં મોકલનાર દેવ છે, તમે નથી; અને તેણે જ મને ફારુનના પિતા સમાંન અને તેના આખા ઘરનો વહીવટદાર તથા આખા મિસરનો શાસનકર્તા બનાવ્યો છે.”

9 Haste ye, and go up to my father, and say unto him, Thus saith thy son Joseph, God hath made me lord of all Egypt: come down unto me, tarry not;“તમે ઝટ માંરા પિતા પાસે જાઓ, ને તેમને આ સંદેશ આપો: તમાંરો પુત્ર યૂસફ આ કહે છે:”દેવે મને સમગ્ર મિસરનો શાસનકર્તા બનાવ્યો છે, માંટે વિલંબ કર્યા વગર હમણાં જ માંરી પાસે આવો.

10 and thou shalt dwell in the land of Goshen, and thou shalt be near unto me, thou, and thy children, and thy children's children, and thy flocks, and thy herds, and all that thou hast:અને તમે તમાંરા પુત્રો સાથે, તમાંરા પ્રપૌત્રો સાથે, તમાંરાં ઘેટાં-બકરાંના ઝુડો અને ઢોરઢાંખરના ટોળાઓ તથા ઘરવખરી સાથે ‘ગોશેન’ પ્રાંતમાં માંરી સાથે રહેશો. જ્યાં હું તમાંરા બધા માંટે બધી જાતની તૈયારી કરીશ.

11 and there will I nourish thee; for there are yet five years of famine; lest thou come to poverty, thou, and thy household, and all that thou hast.કારણ કે હજુ દુકાળગ્રસ્ત બીજા પાંચ વર્ષ કાઢવાનાં છે. તેથી તું અને તારું કુટુંબ તથા જે બધાં તારાં સગાંસંબંધીઓ છે તે બધુ ગુમાંવીને ગરીબ ન થઇ જાય તે માંટે હું સૌની જાળવણી રાખીશ.

12 And, behold, your eyes see, and the eyes of my brother Benjamin, that it is my mouth that speaketh unto you.“અને જુઓ, તમે અને માંરો ભાઈ બિન્યામીન નજરોનજર જુઓ છો કે, હું આ માંરા મુખ દ્વારા જ કહી રહ્યો છું.

13 And ye shall tell my father of all my glory in Egypt, and of all that ye have seen: and ye shall haste and bring down my father hither.અને તમે મિસરમાં માંરો મહિમાં અને બીજું જે કંઈ જોયું છે તે માંરા પિતાને કહેજો; હવે, ઝટ જાઓ અને માંરા પિતાને અહીં લઈ આવો.”

14 And he fell upon his brother Benjamin's neck, and wept; and Benjamin wept upon his neck.પછી તે તેના ભાઈ બિન્યામીનને બાથભરી અને રડ્યો. બિન્યામીન પણ તેને ભેટતી વખતે રડવા લાગ્યો.

15 And he kissed all his brethren, and wept upon them: and after that his brethren talked with him.ત્યાર બાદ યૂસફે પોતાના બધાં જ ભાઈઓને ચુંબન કર્યા અને તેમને ભેટીને રડ્યો. પછી તેના ભાઈઓએ તેની સાથે વાતચીત કરી.

16 And the report thereof was heard in Pharaoh's house, saying, Joseph's brethren are come: and it pleased Pharaoh well, and his servants.પછી જયારે ફારુનના મહેલમાં સમાંચાર વહેતાં થયા કે, યૂસફના ભાઈઓ આવ્યા છે; ત્યારે ફારુન તથા તેના સેવકો ખુશ થયા.

17 And Pharaoh said unto Joseph, Say unto thy brethren, This do ye: lade your beasts, and go, get you unto the land of Canaan;અને ફારુને યૂસફને કહ્યું, “તું તારા ભાઈઓને કહે કે, “આ પ્રમાંણે કરો; તમાંરાં જાનવરોને લઈને કનાન દેશમાં ચાલ્યા જાઓ;

18 and take your father and your households, and come unto me: and I will give you the good of the land of Egypt, and ye shall eat the fat of the land.અને તમાંરા પિતાને અને પરિવારને લઈને ઝટ માંરી પાસે પાછા આવો; હું તમને મિસરની ઉત્તમ ફળદ્રુપ જમીન આપીશ અને તમને સૌને ધરતીનું નવનીત ખાવા મળશે.”

19 Now thou art commanded, this do ye: take you wagons out of the land of Egypt for your little ones, and for your wives, and bring your father, and come.હવે તમને બીજી આજ્ઞા છે તે પ્રમાંણે કરો, “તમાંરાં સંતાનો માંટે તથા તમાંરી પત્નીઓ માંટે મિસર દેશમાંથી ગાડાં લેતાં જાઓ, અને તમાંરા પિતાને લઈને આવો.

20 Also regard not your stuff; for the good of all the land of Egypt is yours.વળી તમાંરી માંલમિલકત જે છે તેને છોડીને આવવાની જરા પણ ચિંતા કરશો નહિ, કારણ કે મિસર દેશમાં જે ઉત્તમ છે તે જમીન તમાંરી છે.”

21 And the sons of Israel did so: and Joseph gave them wagons, according to the commandment of Pharaoh, and gave them provision for the way.પછી ઇસ્રાએલના પુત્રોએ તે મુજબ કર્યુ; અને ફારુનની આજ્ઞા અનુસાર યૂસફે તેઓને ગાડાં આપ્યાં; ને માંર્ગને માંટે સીધું પણ આપ્યું.

22 To all of them he gave each man changes of raiment; but to Benjamin he gave three hundred pieces of silver, and five changes of raiment.પછી તેણે તેના દરેક ભાઇને એક જોડ કપડાં આપ્યાં; પરંતુ બિન્યામીનને 300 તોલા ચાંદી અને પાંચ જોડ સારાં કપડાં આપ્યાં.

23 And to his father he sent after this manner: ten asses laden with the good things of Egypt, and ten she-asses laden with grain and bread and provision for his father by the way.વધુમાં તેણે પોતાના પિતાના માંટે મિસરની સૌથી બહુમૂલ્ય ચીજોથી લાદેલાં દશ ગધેડાં, અને તેના પિતાની મુસાફરી માંટે અનાજ, રોટલી અને અન્ય જાતના ખાણાથી લાદેલી દશ ગધેડીઓ મોકલી આપી.

24 So he sent his brethren away, and they departed: and he said unto them, See that ye fall not out by the way.પછી તેણે પોતાના ભાઈઓને વિદાય આપી. વિદાય આપતી વખતે તેણે તેઓને કહ્યું, “માંર્ગમાં ઝઘડો કરશો નહિ.”

25 And they went up out of Egypt, and came into the land of Canaan unto Jacob their father.પછીથી તેઓ મિસરમાંથી નીકળીને કનાન દેશમાં પોતાના પિતા યાકૂબ પાસે આવ્યા.

26 And they told him, saying, Joseph is yet alive, and he is ruler over all the land of Egypt. And his heart fainted, for he believed them not.અને તેઓએ તેને કહ્યું, “યૂસફ હજુ જીવે છે, અને સમગ્ર મિસરનો તે શાસનકર્તા છે.”આ સાંભળીને યાકૂબ તો સ્તબ્ધ થઈ ગયો. તેને ગળે એ વાત ન ઉતરી.

27 And they told him all the words of Joseph, which he had said unto them: and when he saw the wagons which Joseph had sent to carry him, the spirit of Jacob their father revived:પરંતુ યૂસફે તેઓેને જે બધી વાતો કહેલી તે તેને કહી અને તેને મિસર લઈ જવા માંટે યૂસફે મોકલેલાં ગાડાંઓ પર તેની નજર પડી ત્યારે તે ઉત્તેજીત અને ખુશ થયો.

28 and Israel said, It is enough; Joseph my son is yet alive: I will go and see him before I die.પછી ઇસ્રાએલ બોલ્યો, “બસ, માંરો પુત્ર યૂસફ હજુ જીવે છે; એટલે મરતાં પહેલાં હું તેને જઇને મળીશ.”

Gujarati Bible