Bible

Genesis 43 - WEB (Gujarati)

1 The famine was severe in the land.દેશમાં ભયંકર કારમો દુકાળ હતો. ખાવા માંટેનું કોઈ અનાજ ત્યાં ઊગતું ન હતું.

2 It happened, when they had eaten up the grain which they had brought out of Egypt, their father said to them, "Go again, buy us a little more food."એટલે તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા તે બધું જ ખાવામાં વપરાઈ ગયું એટલે તેમના પિતાએ તેમને કહ્યું, “તમે પાછા જાઓ અને આપણા માંટે થોડું અનાજ ખરીદી લાવો.”

3 Judah spoke to him, saying, "The man solemnly warned us, saying, 'You shall not see my face, unless your brother is with you.'પણ યહૂદાએ કહ્યું, “તે પ્રદેશના શાસનકર્તાએ અમને સખત ચેતવણી આપીને કહ્યું છે કે, ‘તમાંરો ભાઈ સાથે હશે તો જ તમે મને મળી શકશો.’

4 If you will send our brother with us, we will go down and buy you food,જો તમે અમાંરા ભાઈને અમાંરી સાથે મોકલો તો અમે અનાજ ખરીદવા માંટે જવા તૈયાર છીએ;

5 but if you will not send him, we will not go down, for the man said to us, 'You shall not see my face, unless your brother is with you.'"પણ જો તમે તેને નહિ મોકલો તો અમે નહિ જઈએ; કારણ કે પેલા માંણસે અમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “તમાંરો ભાઈ સાથે હશે તો જ તમે મને મળવા પામશો.”

6 Israel said, "Why did you treat me so badly, telling the man that you had another brother?"એટલે ઇસ્રાએલે કહ્યું, “તમાંરો બીજો ભાઈ છે એવું એને જણાવીને તમે મને શા માંટે મુસીબતમાં મૂકયો?”

7 They said, "The man asked directly concerning ourselves, and concerning our relatives, saying, 'Is your father still alive? Have you another brother?' We just answered his questions. Is there any way we could know that he would say, 'Bring your brother down?'"તેમણે જવાબ આપ્યો, “પેલા માંણસે આપણા વિષે તેમજ આપણા પરિવાર વિષે પૂછપરછ કરી કે ‘શું, તમાંરા પિતા હજી જીવે છે? તમાંરે બીજા ભાઈ છે?” એટલે અમાંરે કહેવું પડયું, અમને ખબર ન હતી કે, તે એમ કહેશે કે, તમાંરા ભાઈને અહીં લઈ આવો.”

8 Judah said to Israel, his father, "Send the boy with me, and we will arise and go, so that we may live, and not die, both we, and you, and also our little ones.પછી યહૂદાએ પોતાના પિતા ઇસ્રાએલને કહ્યું, “એ છોકરાને અમાંરી સાથે મોકલો એટલે અમે ઝટ ચાલી નીકળીએ. જેથી તમે, અમે અને આપણાં બાળકો જીવતાં રહીએ અને મુત્યુના મુખમાંથી ઉગરીએ.

9 I will be collateral for him. From my hand will you require him. If I don't bring him to you, and set him before you, then let me bear the blame forever,એની જવાબદારી માંરા માંથે. હું એનો જામીન થાઉં છું. જો એને પાછો લાવીને તમાંરી આગળ રજૂ ન કરું તો તેનો દોષ સદા માંરા પર રહો.

10 for unless we had lingered, surely we would have returned a second time by now."ખરું જોતાં, આપણે જો આટલું મોડું ના કર્યુ હોત તો, અત્યારે તો અમે બે વાર જઈ આવ્યા હોત.”

11 Their father, Israel, said to them, "If it be so now, do this. Take from the choice fruits of the land in your bags, and carry down a present for the man, a little balm, a little honey, spices and myrrh, nuts, and almonds;ત્યારે તેમના પિતા ઇસ્રાએલે તેમને કહ્યું, “જો એ સિવાય કોઈ રસ્તો ના હોય તો પછી આમ કરો: બિન્યામીનને તમાંરી સાથે લઈ જાઓ. આપણા દેશની કેટલીક ઉત્તમ વસ્તુઓ તમાંરા સરસામાંનમાં પેલા માંણસ માંટે ભેટરૂપે આપવા લઈ જાઓ, થોડું ગૂગળ, થોડું મધ, થોડા તેજાના, તથા બોળ, પિસ્તંા તથા બદામ;

12 and take double money in your hand, with the money that was returned in the mouth of your sacks carry again in your hand. Perhaps it was an oversight.તથા તમાંરી સાથે બમણું નાણું લઈ જજો; વળી તમાંરી ગુણોમાં જે નાણું પાછું આવ્યું હતું તે પાછું આપી દેજો; કદાચ કંઈ ભૂલ થઈ હોય;

13 Take also your brother, and arise, go again to the man.ઊઠો, અને તમાંરા ભાઈને લઈને તે માંણસ પાસે જાઓ;

14 May God Almighty give you mercy before the man, that he may release to you your other brother and Benjamin. If I am bereaved of my children, I am bereaved."અને સર્વસમર્થ દેવ કરે, ને તે માંણસ તમાંરા પર કૃપાળુ થાય, જેથી તે તમાંરી સાથે તમાંરા બીજા ભાઈને તથા બિન્યામીનને પાછા મોકલે. નહિ તો હું ફરી પાછો માંરો પુત્ર ગુમાંવ્યાનો શોક કરીશ.”

15 The men took that present, and they took double money in their hand, and Benjamin; and rose up, went down to Egypt, and stood before Joseph.પછી તે માંણસોએ તેમની સાથે ભેટો, પહેલી વખત કરતાં બમણું નાણું અને બિન્યામીનને લઈને તેઓ ઊપડયા. અને મિસરમાં પહોંચતા તેઓ યૂસફની આગળ આવીને ઊભા રહ્યાં.

16 When Joseph saw Benjamin with them, he said to the steward of his house, "Bring the men into the house, and butcher an animal, and make ready; for the men will dine with me at noon."પછી યૂસફે તેમની સાથે બિન્યામીનને જોયો તેથી તેણે પોતાના ઘરના કારભારીને કહ્યું, “આ માંણસોને ઘેર લઈજા, કોઈ જાનવરને કાપીને ભોજન તૈયાર કર. કારણ કે આ માંણસો માંરી સાથે જમનાર છે.”

17 The man did as Joseph commanded, and the man brought the men to Joseph's house.પછી યૂસફે જેમ કહ્યું તેમ પેલા માંણસે કર્યું; એટલે પેલો માંણસ યૂસફને ઘેર તે માંણસોને લઈ ગયો.

18 The men were afraid, because they were brought to Joseph's house; and they said, "Because of the money that was returned in our sacks at the first time are we brought in; that he may seek occasion against us, and fall on us, and take us for bondservants, along with our donkeys."પેલા માંણસોને યૂસફને ઘેર લઈ જવામાં આવ્યા એથી તેઓ ગભરાયા અને કહેવા લાગ્યા, “પહેલી વાર આપણી ગુણોમાં નાણું મૂકેલું હતું તેને લીધે તે આપણને અંદર લઈ આવ્યા છે. હવે એ લોકો આપણા પર તૂટી પડશે અને આપણને જબરજસ્તીથી ગુલામ બનાવશે. તથા આપણા ગધેડાં પણ લઈ લેશે.”

19 They came near to the steward of Joseph's house, and they spoke to him at the door of the house,આથી તેઓ યૂસફના ઘરના બારણા આગળ આવ્યા અને યૂસફના કારભારી પાસે જઈને તેને કહ્યું,

20 and said, "Oh, my lord, we came indeed down at the first time to buy food:“અરે, માંરા સાહેબ! ખરેખર અમે પહેલી વાર આવ્યા ત્યારે અનાજ વેચાતુ લેવા માંટે જ આવ્યા હતા.

21 and it happened, when we came to the lodging-place, that we opened our sacks, and, behold, every man's money was in the mouth of his sack, our money in full weight. We have brought it again in our hand.પણ જયારે અમે મુકામ પર પહોંચીને અમે અમાંરી ગૂણો ઉઘાડી, તો તેના મોઢા આગળ જ અમાંરા દરેકના પૂરેપૂરા પૈસા મૂકેલા હતા.

22 We have brought down other money in our hand to buy food. We don't know who put our money in our sacks."પણ અમે તે પૈસા પાછા લાવ્યા છીએ; વળી અનાજ ખરીદવા માંટે અમે અમાંરી સાથે બીજા પૈસા પણ લાવ્યા છીએ; અને એ પૈસા અમાંરી ગૂણોમાં કોણે મૂકયા, એ અમે નથી જાણતા.”

23 He said, "Peace be to you. Don't be afraid. Your God, and the God of your father, has given you treasure in your sacks. I received your money." He brought Simeon out to them.કારભારીએ કહ્યું, “શાંતિ રાખો, ગભરાશો નહિ, તમાંરા તથા તમાંરા પિતાના દેવે તમાંરી ગૂણોમાં એ નાણું મૂકયું હતું. મને તો અનાજનાં નાણાં મળી ગયાં હતા.”પછી તેઓ શિમયોનને બહાર કાઢીને તેમની આગળ લઈ આવ્યા.

24 The man brought the men into Joseph's house, and gave them water, and they washed their feet. He gave their donkeys fodder.અને પેલા માંણસે યૂસફના ઘરમાં તે માંણસોને લાવીને તેમને પાણી આપ્યું, પછી તેઓએ પગ ધોયાં; અને તેમનાં ગધેડાંને ચારો નાખ્યો.

25 They made ready the present for Joseph's coming at noon, for they heard that they should eat bread there.બપોર સુધીમાં યૂસફના આવતા પહેલાં તેઓએ ભેટો તૈયાર કરી; અને યૂસફ જમવા આવે તેની રાહ જોવા લાગ્યા, કારણ કે ત્યાં તેઓએ જમવાનું છે એમ તેમને ખબર હતી.

26 When Joseph came home, they brought him the present which was in their hand into the house, and bowed down themselves to him to the earth.પછી જયારે યૂસફ ઘેર આવ્યો ત્યારે તેઓના હાથમાં જે ભેટ હતી તે તેઓ તેની પાસે ઘરમાં લાવ્યા; અને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા.

27 He asked them of their welfare, and said, "Is your father well, the old man of whom you spoke? Is he yet alive?"અને પછી તેમણે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, “તમાંરા વૃદ્વ પિતા, જેને વિષે તમે મને વાત કરી હતી તે કુશળ છે ને? તેઓ હજી જીવે છે?”

28 They said, "Your servant, our father, is well. He is still alive." They bowed the head, and did homage.અને તેઓએ ઉત્તર આપ્યો, હાજી, આપના સેવક અમાંરા પિતા કુશળ છે અને હજી જીવે છે.” અને તેઓએ ઝૂકીને દંડવત્ પ્રણામ કર્યા.

29 He lifted up his eyes, and saw Benjamin, his brother, his mother's son, and said, "Is this your youngest brother, of whom you spoke to me?" He said, "God be gracious to you, my son."યૂસફે પોતાની આંખો ઊંચી કરીને પોતાના ભાઈ બિન્યામીનને, જે એની સગી માંનો પુત્ર હતો તેને જોઈને કહ્યું, “તમે જેના વિષે કહ્યું હતું તે જ આ તમાંરો સૌથી નાનો ભાઈ છે? માંરા પુત્ર! દેવ તારા પર કૃપા કરો.”

30 Joseph made haste; for his heart yearned over his brother: and he sought a place to weep; and he entered into his room, and wept there.યૂસફ ઝડપથી બહાર ચાલ્યો ગયો; કારણ કે પોતાના ભાઈને જોઈને તેનું હૈયું ભરાઈ આવ્યું, તે રડી પડવાની તૈયારીમાં હતો. તેથી પોતાની ઓરડીમાં જઈને તે ત્યાં રડવા લાગ્યો.

31 He washed his face, and came out. He controlled himself, and said, "Serve the meal."પછી મોઢું ધોઈને બહાર આવીને પોતાની જાત પર કાબુ રાખીને તે બોલ્યો, “ભાણાં પીરસો.”

32 They served him by himself, and them by themselves, and the Egyptians, that ate with him, by themselves, because the Egyptians don't eat bread with the Hebrews, for that is an abomination to the Egyptians.પછી સેવકોએ યૂસફ માંટે મેજ પાથર્યુ. ત્યારબાદ ભાઇઓ માંટે બીજુ મેજ પાથર્યુ અને તેની સાથે જમતા મિસરીઓ માંટે બીજુ એક મેજ પાથર્યુ કારણ, મિસરીઓ હિબ્રૂઓ સાથે જમવા બેસતા નથી; કારણ કે મિસરીઓની એવી માંન્યતા હતી કે, હિબ્રૂઓ સાથે જમવાનું તેમના માંટે અનુચિત છે.

33 They sat before him, the firstborn according to his birthright, and the youngest according to his youth, and the men marveled one with another.યૂસફના ભાઇઓ યૂસફની સામે મોટેથી નાના સુધી ક્રમ પ્રમાંણે બેઠા; અને તેઓ આ બધાથી આશ્ચર્ય પામ્યા.

34 He sent portions to them from before him, but Benjamin's portion was five times as much as any of theirs. They drank, and were merry with him.તેઓ એકબીજા સામે જોવા લાગ્યા. યૂસફે પોતાના ભાણામાંથી વાનગીઓ લઈને તેઓની આગળ પિરસાવી પણ પ્રત્યેકના ભાણા કરતાં બિન્યામીનનું ભાણું પાંચગણું હતું; તેઓએ તેની સાથે ખાધુંપીધુંને મોજમાં આવી ગયા.

Gujarati Bible